< અયૂબ 41 >
1 ૧ શું તું સમુદ્રના મહાકાય મગરમચ્છને તેને પકડવાના આંકડાથી પકડી શકે છે? અથવા શું તું તેની જીભને દોરીથી બાંધી શકે છે?
Zmoreš s kavljem izvleči leviatána? Ali njegov jezik z vrvico, ki jo spuščaš dol?
2 ૨ શું તું તેના નાકને વીંધી શકે છે, અથવા તેના જડબામાં આંકડી ભરાવી શકે છે?
Ali lahko zatakneš kavelj v njegov nos? Ali njegovo čeljust prebodeš z [ribiško] ostjo.
3 ૩ શું તે તારી સમક્ષ આજીજી કરશે? શું તે તારી સાથે નમ્રતાથી બોલશે?
Mar ti bo delal mnoge ponižne prošnje? Ti bo govoril nežne besede?
4 ૪ શું તે તારી સાથે એવો કરાર કરશે કે, તું તેને આજીવન તારો ગુલામ બનાવવા સંમત થશે?
Bo sklenil zavezo s teboj? Ga boš vzel za služabnika na veke?
5 ૫ તું જેમ પક્ષીની સાથે તેમ તેની સાથે રમી શકશે? શું તું તેને દોરડેથી બાંધશે જેથી તારી કુમારિકાઓ તેની સાથે રમી શકે?
Se boš igral z njim kakor s ptico? Ali ga hočeš zvezati za svoje dekle?
6 ૬ શું માછીઓ તેનો પાર કરશે? શું તેઓ તેને વેપારીઓની વચ્ચે વહેંચી નાખશે?
Ali bodo družabniki iz njega naredili gostijo? Ga bodo razdelili med trgovce?
7 ૭ શું તીક્ષ્ણ બાણથી તેની ચામડીને છેદી શકાય અથવા શું અણીદાર માછલીના કાંટાથી તેના માથામાં ભોંકી શકાય?
Lahko njegovo kožo napolniš z bodečimi žicami? Ali njegovo glavo z ribjimi sulicami?
8 ૮ તારો હાથ તેના પર મૂકી જો, ત્યારે જે યુદ્ધ થાય તેને યાદ કરીને તું ફરી એવું કરીશ નહિ.
Svojo roko položi nanj, spomni se bitke, ne stori tega ponovno.
9 ૯ જો, જે કોઈ તેની આશા રાખે છે તેને નિષ્ફળતા મળશે. શું એમાંથી કોઈને તેની જ નજીક ફેંકી દેવામાં નહિ આવે?
Glej, njegovo upanje je zaman. Ali ne bo nekdo vržen dol, celo ko ga zagleda?
10 ૧૦ તેને છંછેડીને ગુસ્સે કરે એવો હિંમતવાળો કોઈ નથી. તો પછી કોણ, તેની સામે ઊભો રહી શકે?
Nihče ni tako pogumen, da bi si ga drznil razvneti. Kdo je potem zmožen stati pred menoj?
11 ૧૧ તેની સાથે યુદ્ધ કરીને કોણ સફળ થયો છે? આખા આકાશ તળે એવો કોઈ નથી.
Kdo mi je preprečil, da bi mu poplačal? Karkoli je pod celotnim nebom, je moje.
12 ૧૨ તેના અવયવો, તેનું બળ, અથવા તેના શરીરના આકર્ષક આકાર વિષે હું ચૂપ રહીશ નહિ.
Ne bom prikril njegovih delov, niti njegove moči, niti njegovega lepega razmerja.
13 ૧૩ તેના વસ્ત્રને કોણ ઉતારી શકે છે? કોણ તેનાં બેવડાં જડબામાં પ્રવેશી શકે છે?
Kdo lahko odkrije obraz njegove obleke? Ali kdo lahko pride k njemu, s svojo dvojno uzdo?
14 ૧૪ તેના દાંત જે લોકોને બીવડાવે છે, એવા દાંતવાળા તેના મુખના દરવાજા કોણ ખોલી શકે?
Kdo lahko odpre vrata njegovega obraza? Njegovi zobje na vsaki strani so strašni.
15 ૧૫ તેનાં મજબૂત ભીંગડાંનું તેને અભિમાન છે, તેઓ એકબીજા સાથે સંપૂર્ણપણે સજ્જડ છે.
Njegove luske so njegov ponos, skupaj spete kakor z ozkim pečatom.
16 ૧૬ તેઓનાં ભીંગડાં એક બીજાની સાથે એવાં તો જટિલ રીતે જોડાયેલાં છે, કે તેમની વચ્ચે હવા પણ જઈ શકતી નથી.
Ena je blizu druge, da zrak ne more priti mednju.
17 ૧૭ તેઓ એકબીજા સાથે એવાં સજ્જડ ચોટેલાં છે; તેઓ એકબીજા સાથે એવાં સજ્જ છે, કે તેઓ એકબીજાથી અલગ થઈ શકે નહિ.
Združene so druga z drugo, držijo se skupaj, da ne morejo biti ločene.
18 ૧૮ તે છીંકે છે ત્યારે તે વીજળીના ચમકારા બહાર નીકળતા હોય એવું લાગે છે; તેની આંખો સવારના ઊગતા સૂર્યની જેમ ચમકે છે.
Ob njegovem kihanju sije svetloba in njegove oči so podobne jutranjim vekam.
19 ૧૯ તેના મુખમાંથી અગ્નિની જ્વાળાઓ નીકળે છે, અને અગ્નિની ચિનગારીઓ બહાર આવે છે.
Iz njegovih ust izhajajo plameni in iskre se sipljejo ven.
20 ૨૦ ઊકળતા ઘડા નીચે બળતી મશાલોની વરાળની માફક, તેના નાકમાંથી ધુમાડા નીકળે છે.
Iz njegovih nosnic gre dim kakor iz vrelega lonca ali kotla.
21 ૨૧ તેનો શ્વાસોચ્છવાસ કોલસા પણ સળગાવી દે છે; તેના મુખમાંથી અગ્નિ ભભૂકે છે.
Njegov dih prižge ogorke in plamen izhaja iz njegovih ust.
22 ૨૨ તેની ગરદનમાં બળ છે, તેના ત્રાસથી જાનવરો તેની આગળ થરથરે છે
V njegovem vratu ostaja moč in bridkost je pred njim spremenjena v radost.
23 ૨૩ તેના માંસના લોચા એકબીજા સાથે ચોંટેલા છે; તેઓ તેના અંગ પર એવા સજડ બંધાયેલા છે કે; તેઓ ખસી પણ શકતા નથી.
Luskine njegovega mesa so združene skupaj. V sebi so trdne, ne morejo se omajati.
24 ૨૪ તેનું હૃદય પથ્થર જેવું મજબૂત છે, તેને કોઈ ડર નથી નિશ્ચે તેનું હૃદય ઘંટીના પડ જેવું સખત છે.
Njegovo srce je čvrsto kakor kamen. Da, tako trdo kakor košček spodnjega mlinskega kamna.
25 ૨૫ જ્યારે તે ઊભો થાય છે, ત્યારે સર્વ દેવો પણ તેનાથી ડરી જાય છે; અને બીકને કારણે તેઓ ભાગી જાય છે.
Ko se vzdiguje, so mogočni prestrašeni. Zaradi zlomov se očiščujejo.
26 ૨૬ જો તેને કોઈ તલવારથી મારે, તો પણ તેને કંઈ થતું નથી, અને ભાલો, બાણ અથવા તો અણીદાર શસ્ત્ર પણ તેને કંઈ કરી શકતાં નથી.
Meč tistega, ki seže proti njemu, ne more obstati, niti sulica, niti puščica, niti brezrokavna verižna srajca.
27 ૨૭ તેની આગળ લોખંડ ઘાસ જેવું, અને કાંસુ સડી ગયેલા લાકડા જેવું છે.
Železo ceni kakor slamo in bron kakor trohnel les.
28 ૨૮ બાણ પણ તેને નસાડી શકતું નથી; પથ્થરો તો તેની નજરમાં ખૂંપરા બની જાય છે.
Puščica ga ne more spraviti v beg. Kamni iz prače so mu spremenjeni v strnišče.
29 ૨૯ લાકડાની ડાંગો જાણે તેને સળીના ટુકડા હોય તેમ લાગે છે; અને તેની ઉપર ફેંકેલા ભાલાને તે હસી કાઢે છે.
Puščice so štete kakor strnišče. Smeji se ob tresenju sulice.
30 ૩૦ તેના પેટની ચામડી ઠીકરા જેવી તીક્ષ્ણ છે; અને તેના ચાલવાથી કાદવમાં ચાસ જેવાં નિશાન પડે છે.
Ostro kamenje je pod njim. Po blatu razširja ostre koničaste stvari.
31 ૩૧ અને તે ઊંડાણને ઊકળતા પાણીના ઘડાની માફક હલાવે છે; તે સમુદ્રને તેલની માફક જાણે પરપોટા થતા હોય તેમ ઊડાવે છે.
Globinam napravlja, da vrejo kakor lonec. Morje dela podobno loncu mazila.
32 ૩૨ તે તેની પાછળ ચમકતો માર્ગ બનાવે છે; કોઈ સમજે છે કે ઊંડાણ સફેદ છે.
On dela stezo, da sije za njim. Nekdo bi mislil, da bo globina osivela.
33 ૩૩ પૃથ્વી પર તેના જેવું બીજું કોઈ પ્રાણી નથી, તે નિર્ભયપણે જીવવાને સૃજાયેલું છે.
Na zemlji ni njemu podobnega, ki je narejen brez strahu.
34 ૩૪ “તે સર્વ ઊંચી વસ્તુઓને જુએ છે; તે સર્વ ગર્વિષ્ઠોનો રાજા છે.”
Gleda vse visoke stvari. Kralj je nad vsemi ponosnimi otroki.«