< અયૂબ 40 >

1 યહોવાહે અયૂબને ઉત્તર આપતાં કહ્યું કે,
ויען יהוה את איוב ויאמר׃
2 “જે કોઈ દલીલ કરવાની ઇચ્છા રાખે તે શું સર્વશક્તિમાન ઈશ્વરને સુધારી શકે? જે ઈશ્વર સાથે દલીલ કરે છે તે જવાબ આપે.”
הרב עם שדי יסור מוכיח אלוה יעננה׃
3 ત્યારે અયૂબે યહોવાહને જવાબ આપતાં કહ્યું કે,
ויען איוב את יהוה ויאמר׃
4 “હું અર્થહીન છું; હું તમને કેવી રીતે જવાબ આપી શકું? હું મારો હાથ મારા મોં પર રાખું છું.
הן קלתי מה אשיבך ידי שמתי למו פי׃
5 હું એક વખત બોલ્યો, પણ, હું ફરીથી બોલીશ નહિ; હા, હું બે વખત બોલ્યો, પણ હવે હું વધારે કંઈ બોલીશ નહિ.”
אחת דברתי ולא אענה ושתים ולא אוסיף׃
6 પછી યહોવાહે વંટોળિયા મારફતે અયૂબને જવાબ આપ્યો કે,
ויען יהוה את איוב מן סערה ויאמר׃
7 “હવે બળવાનની માફક જવાબ આપ, હું તને પ્રશ્ન પૂછીશ અને તારે તેનો જવાબ આપવાનો છે.
אזר נא כגבר חלציך אשאלך והודיעני׃
8 શું તું માને છે કે હું અન્યાયી છું? તું ન્યાયી સાબિત થાય માટે શું તું મને દોષિત સાબિત કરીશ?
האף תפר משפטי תרשיעני למען תצדק׃
9 તને ઈશ્વરના જેવા હાથ છે? શું તું ગર્જના કરી શકે છે?
ואם זרוע כאל לך ובקול כמהו תרעם׃
10 ૧૦ તો હવે તું ગર્વ અને મહિમા ધારણ કર; તો માન અને પ્રતિષ્ઠાને વસ્ત્રોની જેમ પરિધાન કર.
עדה נא גאון וגבה והוד והדר תלבש׃
11 ૧૧ તારા કોપનો ઊભરો ગર્વિષ્ઠો પર રેડી દે; તેના પર દ્રષ્ટિ કરીને તેને નીચો પાડ.
הפץ עברות אפך וראה כל גאה והשפילהו׃
12 ૧૨ જે કોઈ અહંકારી હોય તેને નમ્ર બનાવ; દુષ્ટો જ્યાં ઉપસ્થિત હોય તે સ્થાનને કચડી નાખ.
ראה כל גאה הכניעהו והדך רשעים תחתם׃
13 ૧૩ તે સર્વ લોકોને એકસાથે ધૂળમાં દાટી દે; તેઓના મુખને કબરોમાં ઢાંકી દે.
טמנם בעפר יחד פניהם חבש בטמון׃
14 ૧૪ પછી હું પણ તને માન્ય કરીશ કે, તું તારા પોતાના જમણા હાથથી પોતાને બચાવી શકે છે.
וגם אני אודך כי תושע לך ימינך׃
15 ૧૫ બહેમોથની સામે જો. મેં તેને અને તને ઉત્પન્ન કર્યા છે, તે બળદની જેમ ઘાસ ખાય છે.
הנה נא בהמות אשר עשיתי עמך חציר כבקר יאכל׃
16 ૧૬ હવે જો, તેનું બળ તેની કમરમાં છે; તેના પેટમાંના સ્નાયુઓમાં સામર્થ્ય છે.
הנה נא כחו במתניו ואנו בשרירי בטנו׃
17 ૧૭ એની પૂંછડી દેવદાર વૃક્ષની જેમ હાલે છે; એની પગની જાંઘના સ્નાયુઓ કેવા મજબૂત છે.
יחפץ זנבו כמו ארז גידי פחדו ישרגו׃
18 ૧૮ તેનાં હાડકાં કાંસાની નળી જેવાં છે; તેના પગ લોખંડના સળિયા જેવા મજબૂત છે.
עצמיו אפיקי נחושה גרמיו כמטיל ברזל׃
19 ૧૯ પ્રાણીઓના સર્જનમાં ગેંડો શ્રેષ્ઠ છે. માત્ર ઈશ્વર જ કે જેમણે તેનું સર્જન કર્યું છે તે જ તેને હરાવી શકે છે.
הוא ראשית דרכי אל העשו יגש חרבו׃
20 ૨૦ જંગલનાં બીજાં પ્રાણીઓ જ્યાં વસે છે; ત્યાં પર્વતો પરથી તેને ઘાસ મળી રહે છે.
כי בול הרים ישאו לו וכל חית השדה ישחקו שם׃
21 ૨૧ તે કાદવ કીચડવાળી જગ્યામાં કમળના છોડ નીચે પડી રહે છે. તે બરુઓની વચ્ચે ભીનાશવાળી જગ્યાઓમાં સંતાય છે.
תחת צאלים ישכב בסתר קנה ובצה׃
22 ૨૨ કમળવૃક્ષો તેને પોતાની છાયાથી ઢાંકે છે; તે નદી પાસે ઊગતા વેલા નીચે રહે છે.
יסכהו צאלים צללו יסבוהו ערבי נחל׃
23 ૨૩ જો નદીમાં પૂર આવે, તોપણ તે ધ્રૂજતો નથી; તેનામાં આત્મવિશ્વાસ છે, જો યર્દનમાં પૂર ચઢીને તેના મુખ સુધી પાણી આવે તો પણ તે ગભરાતો નથી.
הן יעשק נהר לא יחפוז יבטח כי יגיח ירדן אל פיהו׃
24 ૨૪ શું કોઈ તેને આંકડીમાં ભરાવીને પકડી શકે, અથવા ફાંદા દ્વારા તેનું નાક વીંધી શકે છે?
בעיניו יקחנו במוקשים ינקב אף׃

< અયૂબ 40 >