< અયૂબ 40 >
1 ૧ યહોવાહે અયૂબને ઉત્તર આપતાં કહ્યું કે,
耶和华又对约伯说:
2 ૨ “જે કોઈ દલીલ કરવાની ઇચ્છા રાખે તે શું સર્વશક્તિમાન ઈશ્વરને સુધારી શકે? જે ઈશ્વર સાથે દલીલ કરે છે તે જવાબ આપે.”
强辩的岂可与全能者争论吗? 与 神辩驳的可以回答这些吧!
3 ૩ ત્યારે અયૂબે યહોવાહને જવાબ આપતાં કહ્યું કે,
于是,约伯回答耶和华说:
4 ૪ “હું અર્થહીન છું; હું તમને કેવી રીતે જવાબ આપી શકું? હું મારો હાથ મારા મોં પર રાખું છું.
我是卑贱的!我用什么回答你呢? 只好用手捂口。
5 ૫ હું એક વખત બોલ્યો, પણ, હું ફરીથી બોલીશ નહિ; હા, હું બે વખત બોલ્યો, પણ હવે હું વધારે કંઈ બોલીશ નહિ.”
我说了一次,再不回答; 说了两次,就不再说。
6 ૬ પછી યહોવાહે વંટોળિયા મારફતે અયૂબને જવાબ આપ્યો કે,
于是,耶和华从旋风中回答约伯说:
7 ૭ “હવે બળવાનની માફક જવાબ આપ, હું તને પ્રશ્ન પૂછીશ અને તારે તેનો જવાબ આપવાનો છે.
你要如勇士束腰; 我问你,你可以指示我。
8 ૮ શું તું માને છે કે હું અન્યાયી છું? તું ન્યાયી સાબિત થાય માટે શું તું મને દોષિત સાબિત કરીશ?
你岂可废弃我所拟定的? 岂可定我有罪,好显自己为义吗?
9 ૯ તને ઈશ્વરના જેવા હાથ છે? શું તું ગર્જના કરી શકે છે?
你有 神那样的膀臂吗? 你能像他发雷声吗?
10 ૧૦ તો હવે તું ગર્વ અને મહિમા ધારણ કર; તો માન અને પ્રતિષ્ઠાને વસ્ત્રોની જેમ પરિધાન કર.
你要以荣耀庄严为妆饰, 以尊荣威严为衣服;
11 ૧૧ તારા કોપનો ઊભરો ગર્વિષ્ઠો પર રેડી દે; તેના પર દ્રષ્ટિ કરીને તેને નીચો પાડ.
要发出你满溢的怒气, 见一切骄傲的人,使他降卑;
12 ૧૨ જે કોઈ અહંકારી હોય તેને નમ્ર બનાવ; દુષ્ટો જ્યાં ઉપસ્થિત હોય તે સ્થાનને કચડી નાખ.
见一切骄傲的人,将他制伏, 把恶人践踏在本处;
13 ૧૩ તે સર્વ લોકોને એકસાથે ધૂળમાં દાટી દે; તેઓના મુખને કબરોમાં ઢાંકી દે.
将他们一同隐藏在尘土中, 把他们的脸蒙蔽在隐密处;
14 ૧૪ પછી હું પણ તને માન્ય કરીશ કે, તું તારા પોતાના જમણા હાથથી પોતાને બચાવી શકે છે.
我就认你右手能以救自己。
15 ૧૫ બહેમોથની સામે જો. મેં તેને અને તને ઉત્પન્ન કર્યા છે, તે બળદની જેમ ઘાસ ખાય છે.
你且观看河马; 我造你也造它。 它吃草与牛一样;
16 ૧૬ હવે જો, તેનું બળ તેની કમરમાં છે; તેના પેટમાંના સ્નાયુઓમાં સામર્થ્ય છે.
它的气力在腰间, 能力在肚腹的筋上。
17 ૧૭ એની પૂંછડી દેવદાર વૃક્ષની જેમ હાલે છે; એની પગની જાંઘના સ્નાયુઓ કેવા મજબૂત છે.
它摇动尾巴如香柏树; 它大腿的筋互相联络。
18 ૧૮ તેનાં હાડકાં કાંસાની નળી જેવાં છે; તેના પગ લોખંડના સળિયા જેવા મજબૂત છે.
它的骨头好像铜管; 它的肢体仿佛铁棍。
19 ૧૯ પ્રાણીઓના સર્જનમાં ગેંડો શ્રેષ્ઠ છે. માત્ર ઈશ્વર જ કે જેમણે તેનું સર્જન કર્યું છે તે જ તેને હરાવી શકે છે.
它在 神所造的物中为首; 创造它的给它刀剑。
20 ૨૦ જંગલનાં બીજાં પ્રાણીઓ જ્યાં વસે છે; ત્યાં પર્વતો પરથી તેને ઘાસ મળી રહે છે.
诸山给它出食物, 也是百兽游玩之处。
21 ૨૧ તે કાદવ કીચડવાળી જગ્યામાં કમળના છોડ નીચે પડી રહે છે. તે બરુઓની વચ્ચે ભીનાશવાળી જગ્યાઓમાં સંતાય છે.
它伏在莲叶之下, 卧在芦苇隐密处和水洼子里。
22 ૨૨ કમળવૃક્ષો તેને પોતાની છાયાથી ઢાંકે છે; તે નદી પાસે ઊગતા વેલા નીચે રહે છે.
莲叶的阴凉遮蔽它; 溪旁的柳树环绕它。
23 ૨૩ જો નદીમાં પૂર આવે, તોપણ તે ધ્રૂજતો નથી; તેનામાં આત્મવિશ્વાસ છે, જો યર્દનમાં પૂર ચઢીને તેના મુખ સુધી પાણી આવે તો પણ તે ગભરાતો નથી.
河水泛滥,它不发战; 就是约旦河的水涨到它口边,也是安然。
24 ૨૪ શું કોઈ તેને આંકડીમાં ભરાવીને પકડી શકે, અથવા ફાંદા દ્વારા તેનું નાક વીંધી શકે છે?
在它防备的时候,谁能捉拿它? 谁能牢笼它穿它的鼻子呢?