< અયૂબ 4 >

1 પછી અલિફાઝ તેમાનીએ જવાબ આપ્યો કે,
And he answered Eliphaz the Temanite and he said.
2 “જો કોઈ તારી સાથે બોલવાનું કરે તો તારું હૃદય દુખાશે? પણ બોલ્યા વગર કોણ રહી શકે?
¿ Did someone attempt a word to you will you be impatient? and to restrain words who? is he able.
3 જો, તેં ઘણા લોકોને સલાહ આપી છે, અને તેં અનેક દુર્બળ હાથોને મજબૂત કર્યા છે.
There! you have instructed many [people] and hands slack you strengthened.
4 તારા શબ્દોએ પડતાને ઊભા કર્યા છે, અને તેં થરથરતા પગને સ્થિર કર્યા છે.
[the] stumbling They raised! words your and knees bending you strengthened.
5 પરંતુ હવે જ્યારે મુશ્કેલીઓ તારા પર આવી પડી છે, ત્યારે તું નિરાશ થઈ ગયો છે; તે તને સ્પર્શ કરે છે ત્યારે તું ગભરાઈ જાય છે.
For now - it comes to you and you have become impatient it reaches to you and you have become dismayed.
6 ઈશ્વરના ભયમાં તને ભરોસો નથી? તારા સદાચાર પર તને આશા નથી?
¿ Not [is] fear your confidence your hope your and [the] integrity of ways your.
7 હું તને વિનંતી કરું છું કે, આ વિષે વિચાર કર; કયા નિર્દોષ માણસો નાશ પામ્યા છે? અને કયા સદાચારીની પાયમાલી થઈ છે?
Remember please who? that innocent did he perish and where? upright [people] were they destroyed.
8 મારા અનુભવ પ્રમાણે જેઓ અન્યાય ખેડે છે, તથા નુકશાન વાવે છે, તેઓ તેવું જ લણે છે.
Just as I have seen plowers of wickedness and sowers of mischief they harvest it.
9 ઈશ્વરના શ્વાસથી તેઓ નાશ પામે છે. તેઓના કોપની જ્વાલાઓથી તેઓ ભસ્મ થઈ જાય છે.
From [the] breath of God they perish and from [the] breath of anger his they come to an end.
10 ૧૦ સિંહની ગર્જના અને વિકરાળ સિંહનો અવાજ, અને જુવાન સિંહના દાંત તૂટી જાય છે.
[the] roaring of A lion and [the] sound of a lion and [the] teeth of young lions they are broken out.
11 ૧૧ વૃદ્ધ સિંહ શિકાર વગર નાશ પામે છે. અને જુવાન સિંહણના બચ્ચાં રખડી પડે છે.
A lion [is] perishing because not prey and [the] young of a lion they are scattered.
12 ૧૨ હમણાં એક ગુપ્ત વાત મારી પાસે આવી, અને તેના ભણકારા મારા કાને પડ્યા.
And to me a word it was brought secretly and it received ear my a whisper of it.
13 ૧૩ જ્યારે માણસો ભરનિદ્રામાં પડે છે, ત્યારે રાતનાં સંદર્શનો પરથી આવતા વિચારોમાં,
In disquieting thoughts from visions of [the] night when falls deep sleep on people.
14 ૧૪ હું ભયથી ધ્રુજી ગયો અને મારાં સર્વ હાડકાં થથરી ઊઠયાં.
Fear it happened to me and trembling and [the] multitude of bones my it caused to tremble.
15 ૧૫ ત્યારે એક આત્મા મારા મોંને સ્પશીર્ને પસાર થઈ ગયો અને મારા શરીરનાં રૂઆં ઊભાં થઈ ગયાં.
And a wind over face my it passed over it made bristle [the] hair of flesh my.
16 ૧૬ તે સ્થિર ઊભો રહ્યો, પણ હું તેનું સ્વરૂપ ઓળખી શક્યો નહિ. એક આકૃતિ મારી સમક્ષ આવીને ઊભી રહી. અને ત્યાં શાંતિ હતી. પછી મેં એવો અવાજ સાંભળ્યો કે,
It stood still - and not I recognized appearance its a form [was] to before eyes my a whisper and a voice I heard.
17 ૧૭ ‘શું માણસ ઈશ્વર કરતાં વધારે ન્યાયી હોઈ શકે? શું તે તેના સર્જનહાર કરતાં વધારે પવિત્ર હોઈ શકે?
¿ A person from God will he be righteous or? from maker his will he be pure a man.
18 ૧૮ જુઓ, તે પોતાના સેવકો પર કંઈ વિશ્વાસ રાખતા નથી; અને તે પોતાના દૂતોને ગુનેગાર ગણે છે.
There! in servants his not he trusts and against messengers his he charges error.
19 ૧૯ તો ધૂળમાં નાખેલા પાયાવાળા માટીનાં ઘરોમાં રહેનાર, જેઓ પતંગિયાની જેમ કચરાઈ જાય છે. તેઓને તે કેટલા અધિક ગણશે?
Also - [those who] dwell of houses of clay which [is] in the dust foundation their people crush them before a moth.
20 ૨૦ સવારથી સાંજ સુધીમાં તેઓ નાશ પામે છે. તેઓ સદાને માટે નાશ પામે છે, કોઈ તેઓની ચિંતા કરતું નથી.
From morning to evening they are crushed to pieces because not [one who] sets to perpetuity they perish.
21 ૨૧ શું તેઓનો વૈભવ જતો રહેતો નથી? તેઓ મરી જાય છે; તેઓ જ્ઞાનવગર મૃત્યુ પામે છે.”
¿ Not has it been pulled up tent cord their in them will they die? and not with wisdom.

< અયૂબ 4 >