< અયૂબ 37 >

1 નિશ્ચે મારું હૃદય ધ્રૂજે છે; તે તેની જગ્યાએથી ખસી જાય છે.
이로 인하여 내 마음이 떨며 자기 처소에서 떠나느니라
2 તેમના મુખમાંથી નીકળતા અવાજ, ધ્યાનથી સાંભળો.
하나님의 음성 곧 그 입에서 나오는 소리를 들으라 들으라
3 આખા આકાશને તે વીજળીથી ઝળકાવે છે, અને પૃથ્વીની દરેક દિશાઓ સુધી મોકલે છે.
그 소리를 천하에 퍼치시며 번개 빛으로 땅끝까지 이르게 하시고
4 તેમની પાછળ અવાજ થાય છે; તે ગર્જનાથી તેમની ભવ્યતાનો અવાજ કરે છે; જ્યારે વીજળી ચમકે છે, ત્યારે તેમનો અવાજ સંભળાય છે.
그 후에 음성을 발하시며 위엄의 울리는 음성을 내시고는 그 음성이 들릴 때에 번개 빛을 금치 아니하시느니라
5 ઈશ્વર અદ્દભુત રીતે તેમનો અવાજ કરે છે; તેમનાં મહાન કૃત્યો આપણે સમજી શકતા નથી.
하나님이 기이하게 음성을 울리시며 우리의 헤아릴 수 없는 큰 일을 행하시느니라
6 તેમણે બરફને કહ્યું, ‘પૃથ્વી પર પડો’ તે જ રીતે વરસાદને વરસવાનું, અને ‘પૃથ્વી પર મુશળધાર વરસાદ આપવાની આજ્ઞા કરે છે.’
눈을 명하여 땅에 내리라 하시며 적은 비와 큰비도 그 같이 내리게 하시느니라
7 આ રીતે તેઓ સર્વ માણસોને કામ કરતા અટકાવે છે, કે જેથી તેમનું સર્જન કરેલા લોકો તેમનું પરાક્રમ સમજે.
그가 각 사람의 손을 봉하시나니 이는 그 지으신 모든 사람으로 그것을 알게 하려 하심이니라
8 ત્યારે પશુઓ સંતાઈ જાય છે અને તેઓની ગુફામાં ભરાઈ જાય છે.
짐승들은 숨는 곳으로 들어가서 그 굴에 머물며
9 દક્ષિણ દિશામાંથી ચક્રવાત આવે છે, અને ઉત્તર દિશામાંથી ઠંડા પવન સાથે ઠંડી આવે છે.
남방 밀실에서는 광풍이 이르고 북방에서는 찬 기운이 이르며
10 ૧૦ ઈશ્વરના શ્વાસથી હિમ થાય છે; અને સમુદ્રો ધાતુની માફક થીજી જાય છે.
하나님의 부시는 기운에 얼음이 얼고 물의 넓이가 줄어지느니라
11 ૧૧ ખરેખર, તે ભારે વાદળોને પાણીથી ભરી દે છે; અને વાદળોમાં તે વીજળીઓને ચમકાવે છે.
그가 습기로 빽빽한 구름 위에 실으시고 번개 빛의 구름을 널리 펴신즉
12 ૧૨ તેઓ વાદળોને આખી પૃથ્વી પર ચારેતરફ વિખેરી નાખે છે, જેમ તેઓને આજ્ઞા આપવામાં આવે છે તે પ્રમાણે કરે છે.
구름이 인도하시는대로 두루 행하나니 이는 무릇 그의 명하시는 것을 세계상에 이루려 함이라
13 ૧૩ લોકોને શિક્ષા કરવા સારુ, તો કોઈ સમયે તેમની પૃથ્વીને માટે, અને કોઈ સમયે કરારના વિશ્વાસુપણાના કાર્યને માટે, ઈશ્વર આ પ્રમાણે સર્વ થવા દે છે.
혹 징벌을 위하며 혹 토지를 위하며 혹 긍휼 베푸심을 위하여 구름으로 오게 하시느니라
14 ૧૪ હે અયૂબ, આ વાત પર લક્ષ આપ; જરા થોભ અને ઈશ્વરનાં આશ્ચર્યકારક કાર્યોનો વિચાર કર.
욥이여 이것을 듣고 가만히 서서 하나님의 기묘하신 일을 궁구하라
15 ૧૫ ઈશ્વર વાદળોને કેવી રીતે નિયંત્રણમાં રાખે છે, અને વાદળોમાંથી વીજળીને કેવી રીતે ચમકાવે છે એ શું તું જાણતો નથી?
하나님이 어떻게 이런 것들에게 명령하셔서 그 구름의 번개 빛으로 번쩍 번쩍하게 하시는지 네가 아느냐
16 ૧૬ વાદળો કેવી રીતે હવામાં સમતોલ રહે છે, જે ડહાપણમાં સંપૂર્ણ છે અને ઈશ્વરનાં આશ્ચર્યકારક કાર્યો, તે શું તું જાણે છે?
구름의 평평하게 뜬 것과 지혜가 온전하신 자의 기묘한 일을 네 가 아느냐
17 ૧૭ તને જ્યારે પરસેવો થાય ત્યારે તારાં વસ્ત્રો તારી ચામડીને ચોંટી જાય છે. અને જ્યારે દક્ષિણ દિશામાંથી હૂંફાળો પવન વાય છે ત્યારે બધું શાંત અને સૂમસામ થઈ જાય છે તે શું તું સમજે છે?
남풍으로 하여 땅이 고요할 때에 네 의복이 따뜻한 까닭을 네가 아느냐
18 ૧૮ જેમ તેમણે આકાશ વિસ્તાર્યાં છે તેમ, તમે કરી શકો છો? આકાશને ચમકતા કરેલા પિત્તળની જેમ ચમકીલુ બનાવી શકો છો?
네가 능히 그와 함께 하여 부은 거울 같은 견고한 궁창을 펼 수 있느냐
19 ૧૯ અમારે શું કહેવું તે અમને શીખવ, કારણ કે અમે અમારા મનના અંધકારને લીધે તેમની સાથે દલીલો કરી શકતા નથી.
우리가 그에게 할 말을 너는 우리에게 가르치라 우리는 어두워서 진술하지 못하겠노라
20 ૨૦ શું હું ઈશ્વરને કહીશ કે મારી ઇચ્છા તેની સાથે વાત કરવાની હતી? શું કોઈ માણસ ઇચ્છે કે તેનો નાશ થાય?
내가 말하고 싶은 것을 어찌 그에게 고할 수 있으랴 어찌 삼키우기를 바랄 자가 있으랴
21 ૨૧ જ્યારે પવન આકાશને ચોખ્ખું કરે છે ત્યારે એટલું બધું અજવાળું થાય છે કે લોકો સૂર્ય સામે જોઈ શક્તા નથી.
사람이 어떤 때는 궁창의 광명을 볼 수 없어도 바람이 지나가면 맑아지느니라
22 ૨૨ તે જ રીતે આકાશમાંથી આપણી ઉપર આવતા અને આંખોને આંજી દેતા ઈશ્વરની ભવ્યતા સામે પણ આપણે જોઈ શક્તા નથી.
북방에서는 금 빛이 나오나니 하나님께는 두려운 위엄이 있느니라
23 ૨૩ સર્વશક્તિમાન ઈશ્વર મહાન છે! આપણે તેમને સમજી શકતા નથી; તેઓ મહા પરાક્રમી અને ન્યાયી છે. તેઓ આપણને નુકસાન પહોંચાડતા નથી.
전능자를 우리가 측량할 수 없나니 그는 권능이 지극히 크사 심판이나 무한한 공의를 굽히지 아니 하심이라
24 ૨૪ તેથી લોકો તેમનાથી ડરે છે. “પણ જેઓ પોતાની જાતને જ્ઞાની માને છે, તેવા લોકોને ઈશ્વર ગણકારતા નથી.”
그러므로 사람들은 그를 경외하고 그는 마음에 지혜롭다 하는 자를 돌아보지 아니하시느니라

< અયૂબ 37 >