< અયૂબ 34 >
1 ૧ અલીહૂએ બોલવાનું ચાલુ રાખતાં કહ્યું કે:
Pamenepo Elihu anapitiriza kuyankhula kuti,
2 ૨ “હે શાણા માણસો, તમે મારા શબ્દો સાંભળો; અને હે જ્ઞાનીઓ, તમે મારી વાતો પર ધ્યાન આપો.”
“Imvani mawu anga, inu anthu anzeru; tcherani khutu inu anthu ophunzira.
3 ૩ જેમ જીભ અન્નના સ્વાદને પારખી શકે છે તેમ કાન પણ શબ્દોને પારખી શકે છે.
Pakuti khutu limayesa mawu monga momwe mʼkamwa mumalawira chakudya.
4 ૪ આપણે પોતાને માટે શું સારું છે તે પસંદ કરીએ આપણે પોતાનામાં સારું શું છે તેની શોધ કરીએ.
Tsono tiyeni tizindikire chomwe chili choyenera; tiphunzire pamodzi chomwe chili chabwino.
5 ૫ કારણ કે અયૂબે કહ્યું છે કે, ‘હું ન્યાયી છું, અને ઈશ્વરે મારો હક લઈ લીધો છે.
“Yobu akunena kuti, ‘Ndine wosalakwa, koma Mulungu akukana kundiweruza molungama.
6 ૬ હું ન્યાયી છું છતાં હું જૂઠાબોલા તરીકે ગણાઉં છું. મારા જખમ જીવલેણ છે; છતાં પણ હું પાપ વિનાનો છું.’
Ngakhale ndine wolungama mtima, akundiyesa wabodza; ngakhale ndine wosachimwa, mivi yake ikundichititsa mabala osachiritsidwa.’
7 ૭ અયૂબના જેવો માણસ કોણ છે, કે જે ધિક્કારને પાણીની જેમ સરળતાથી પીએ છે,
Kodi munthu wofanana ndi Yobu ndani, amene amayankhula zamwano ngati akumwa madzi?
8 ૮ તે દુષ્ટતા કરનારા લોકોની સંગતમાં રહે છે, અને તે દુષ્ટ લોકોની સાથે ફરે છે.
Iye amayenda ndi anthu ochita zoyipa; amayanjana ndi anthu oyipa mtima.
9 ૯ તેણે કહ્યું છે કે, ‘ઈશ્વર જે ઇચ્છે છે તે કરવામાં માણસને કોઈ ફાયદો નથી.’”
Paja iye amanena kuti, ‘Munthu sapindula kanthu poyesetsa kukondweretsa Mulungu.’
10 ૧૦ તેથી હે શાણા માણસો, મારું સાંભળો: ઈશ્વર કદાપિ કંઈ ખોટું કરે જ નહિ; અને સર્વશક્તિમાન ઈશ્વર કદાપિ કંઈ અનિષ્ટ કરે જ નહિ.
“Tsono mverani ine, inu anthu anzeru zomvetsa zinthu. Mulungu sangachite choyipa ndi pangʼono pomwe, Wamphamvuzonse sangathe kuchita cholakwa.
11 ૧૧ કારણ કે તે વ્યક્તિને તેના કામ પ્રમાણે બદલો આપે છે; તેઓ દરેક માણસને તેનો બદલો આપશે.
Iye amamubwezera munthu molingana ndi ntchito zake; Mulungu amabweretsa pa munthu molingana ndi zomwe amachita.
12 ૧૨ ખરેખર, ઈશ્વર દુષ્ટતા કરશે જ નહિ, અથવા સર્વશક્તિમાન ઈશ્વર કદાપિ અન્યાય કરે નહિ.
Nʼchosayembekezeka kuti Mulungu achite cholakwa, kuti Wamphamvuzonse apotoze chilungamo.
13 ૧૩ કોણે તેમને પૃથ્વીની જવાબદારી આપી છે? કોણે તેમને દરેક વસ્તુઓ પર સત્તા આપી છે?
Kodi anapatsa Mulungu udindo wolamulira dziko lapansi ndani? Ndani anayika Mulungu kuti azilamulira dziko lonse?
14 ૧૪ જો તે માત્ર પોતાના જ ઇરાદા પાર પાડે જો ઈશ્વર પોતાનો આત્મા અને શ્વાસ પૃથ્વી પરથી લઈ લે,
Mulungu akanakhala ndi maganizo oti achotse mzimu wake ndi mpweya wake,
15 ૧૫ તો સર્વ માણસો નાશ પામે; અને માણસ જાત ફરી પાછી ધૂળ ભેગી થઈ જાય.
zamoyo zonse zikanawonongekeratu ndipo munthu akanabwerera ku fumbi.
16 ૧૬ જો તમારામાં સમજશક્તિ હોય તો, મને સાંભળો; મારા શબ્દો ધ્યાનમાં રાખો.
“Ngati ndinu omvetsa zinthu, imvani izi; mvetserani zimene ndikunena.
17 ૧૭ જે ન્યાયને ધિક્કારે, તે શું કદી રાજ કરી શકે? ઈશ્વર જે ન્યાયી અને પરાક્રમી છે, તેમને શું તું દોષિત ઠરાવીશ?
Kodi Mulungu wodana ndi chilungamo angathe kukhala wolamulira? Kodi iwe ungathe kuweruza Wolungama ndi Wamphamvuyo?
18 ૧૮ ઈશ્વર કદી રાજાને કહે છે કે, ‘તું નકામો છે,’ અથવા રાજકુમારોને કહે છે કે, ‘તમે દુષ્ટ છો?’
Kodi si Iye amene amanena kwa mafumu kuti, ‘Ndinu opanda pake,’ ndipo amawuza anthu otchuka, ‘Ndinu oyipa,’
19 ૧૯ ઈશ્વર અધિકારીઓ પર પક્ષપાત કરતા નથી અને ધનવાનોને ગરીબ લોકો કરતાં વધારે ગણતા નથી, કારણ કે તેઓ સર્વ તેમના હાથે સર્જાયેલા છે.
Iye sakondera akalonga ndipo salemekeza anthu olemera kupambana osauka, pakuti onsewa ndi ntchito ya manja ake?
20 ૨૦ એક ક્ષણમાં તેઓ મૃત્યુ પામશે; મધરાતે લોકો ધ્રૂજશે અને નાશ પામશે; મહાન લોકો અદ્રશ્ય થઈ જાય છે, પણ માણસોના હાથથી નહિ.
Iwo amafa mwadzidzidzi, pakati pa usiku; anthu amachita mantha ndipo amamwalira; munthu wamphamvu amachotsedwa popanda dzanja la munthu.
21 ૨૧ કારણ કે, ઈશ્વરની નજર માણસની ચાલચલગત પર હોય છે; તે તેની સઘળી વર્તણૂક જુએ છે.
“Maso a Mulungu amapenya njira za munthu; amaona mayendedwe ake onse.
22 ૨૨ દુષ્ટ માણસને સંતાડી શકે એવો કોઈ પડદો કે અંધકાર નથી.
Palibe malo obisika kapena a mdima wandiweyani kumene anthu ochita zoyipa angabisaleko.
23 ૨૩ કેમ કે ઈશ્વરને લોકોની પરીક્ષા કરવાની જરૂર નથી; કોઈ માણસને તેમના ન્યાયાસન સમક્ષ જવાની જરૂર નથી.
Mulungu sasowa kuti apitirizebe kufufuza munthu, kuti abwere pamaso pake kudzaweruzidwa.
24 ૨૪ ઈશ્વર શક્તિશાળી લોકોને પણ ભાંગે છે કેમ કે તેઓના માર્ગો એવા છે કે તેને માટે વધારાની તપાસ કરવાની જરૂર નથી; તેઓ તેમને સ્થાને અન્યને નિયુકત કરે છે.
Popanda kufufuza, Iye amawononga anthu amphamvu ndipo mʼmalo mwawo amayikamo ena.
25 ૨૫ આ પ્રમાણે તેઓનાં કામોને પારખે છે; તેઓ રાતોરાત એવા પાયમાલ થાય છે કે તેઓ નાશ પામે છે.
Pakuti Iyeyo amadziwa bwino ntchito zawo amawagubuduza usiku ndipo amatswanyika.
26 ૨૬ દુષ્ટ લોકો તરીકે તેઓને તેઓનાં દુષ્ટકૃત્યોને લીધે ખુલ્લી રીતે સજા કરે છે
Iye amawalanga chifukwa cha kuyipa kwawo, pamalo pamene aliyense akuwaona;
27 ૨૭ કેમ કે તેઓ તેમને અનુસરવાને બદલે પાછા હઠી ગયા છે અને તેમના માર્ગને અનુસરવાનો ઇનકાર કરે છે.
Chifukwa anasiya kumutsata ndipo sasamaliranso njira zake zonse.
28 ૨૮ આ પ્રમાણે તેઓએ ગરીબોનો પોકાર ઈશ્વર સુધી પહોંચાડ્યો છે; તેમણે દુ: ખીઓનું રુદન સાંભળ્યું છે.
Anachititsa amphawi kuti kulira kwawo kufike pamaso pake, kotero Iyeyo anamva kulira kwa amphawiwo.
29 ૨૯ જયારે તે શાંત રહે છે ત્યારે કોણ તેમને દોષિત ઠરાવી શકે છે? પણ જો તે પોતાનું મુખ સંતાડે તો કોણ તેમને જોઈ શકે? તે પ્રજા અને રાષ્ટ્ર પર સમાન રીતે રાજ કરે છે,
Koma ngati Mulungu akhala chete, ndani angamunene kuti walakwa? Akabisa nkhope yake, ndani angathe kumupenyabe? Komatu ndiye amene amayangʼana za munthu komanso mtundu wa anthu,
30 ૩૦ કે જેથી અધર્મી માણસ સત્તા ચલાવે નહિ, એટલે લોકોને જાળમાં ફસાવનાર કોઈ હોય નહિ.
kuti asalamuliridwe ndi anthu osapembedza, kuti asatchere anthu misampha.
31 ૩૧ શું કોઈએ ઈશ્વરને એમ કહ્યું છે કે, ‘હું નિશ્ચે ગુનેગાર છું, પણ હવેથી હું પાપ કરીશ નહિ;
“Mwina munthu atanena kwa Mulungu kuti, ‘Ndine wolakwa koma sindidzachimwanso,
32 ૩૨ હું જે સમજતો નથી તેનું મને શિક્ષણ આપ; મેં પાપ કર્યું છે પણ હવેથી હું પાપ કરીશ નહિ.’
ndiphunzitseni zimene sindikuziona ngati ndachita choyipa, sindidzachitanso.’
33 ૩૩ તું ઈશ્વરનો ઇનકાર કરે છે એટલે શું તને લાગે છે કે ઈશ્વર તે માણસનાં પાપને બદલે તેને સજા કરશે? એ નિર્ણય તારે લેવાનો છે, મારે નહિ. માટે જે કંઈ તું જાણે છે તે કહે.
Kodi Mulungu akuweruzeni potsata mmene inuyo mukuganizira, pamene inu mukukana kulapa? Chisankho nʼchanu, osati changa; tsono ndiwuzeni zomwe mukudziwa.
34 ૩૪ ડાહ્યો માણસ મને કહેશે, ખરેખર, દરેક જ્ઞાની માણસ મને સાંભળે છે તે કહેશે,
“Anthu omvetsa zinthu adzakambirana, anthu anzeru amene akundimva adzandiwuza kuti,
35 ૩૫ ‘અયૂબ જ્ઞાન વગર બોલે છે; તેના શબ્દો ડહાપણ વિનાના છે.’
‘Yobu akuyankhula mopanda nzeru; mawu ake ndi opanda fundo.’
36 ૩૬ દુષ્ટ માણસ જેવો જવાબ આપવાને લીધે અયૂબની અંત સુધી કસોટી કરવામાં આવે તો કેવું સારું!
Aa, kunali bwino Yobu akanayesedwa mpaka kumapeto chifukwa choyankha ngati munthu woyipa!
37 ૩૭ “કેમ કે તે પોતાનાં પાપોમાં બળવાખોરીનો ઉમેરો કરે છે; તે આપણી મધ્યે અપમાન કરીને તાળીઓ પાડે છે; તે ઈશ્વરની વિરુદ્ધ લાંબી વાતો કરે છે.”
Pa tchimo lake amawonjezerapo kuwukira; amawomba mʼmanja mwake monyoza pakati pathu, ndipo amachulukitsa mawu otsutsana ndi Mulungu.”