< અયૂબ 30 >

1 પરંતુ હવે જે મારા કરતાં ઉંમરમાં નાના છે જેઓના પિતાઓને હું મારા ટોળાંના કૂતરાઓની હરોળમાં પણ ન રાખું તેટલા નીચા ગણતો, તેઓ આજે મારી હાંસી કરે છે.
然るに今は我よりも年少き者等われを笑ふ 彼等の父は我が賤しめて群の犬と並べ置くことをもせざりし者なり
2 હા, જે માણસોનું બળ નાશ પામ્યું છે તેઓના બાહુબળથી મને શો લાભ થાય?
またかれらの手の力もわれに何の用をかなさん 彼らは其氣力すでに衰へたる者なり
3 દુકાળ તથા ભૂખથી તેઓ લેવાઈ ગયા છે; ઉજ્જડ તથા વેરાન જગ્યાના અંધકારમાં તેઓ અરણ્યની સૂકી ધૂળ ખાય છે.
かれらは缺乏と饑とによりて痩おとろへ 荒かつ廢れたる暗き野にて乾ける地を咬む
4 તેઓ રણમાં ખારી ભાજી ચૂંટી કાઢે છે અને રોતેમ વૃક્ષનાં મૂળિયાં ખાય છે.
すなはち灌木の中にて藜を摘み苕の根を食物となす
5 તેઓને મનુષ્યોમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. ચોરની જેમ લોકો તેઓની પાછળ ચીસો પાડે છે.
彼らは人の中より逐いださる 盜賊を追ふがごとくに人かれらを追ふて呼はる
6 તેઓ ખીણમાં, ખડકોમાં, ગુફાઓમાં, અને ખાડાઓમાં પડી રહે છે.
彼等は懼ろしき谷に住み 土坑および磐穴に居り
7 તેઓ પશુની જેમ ઝાડીઓમાં બરાડા પાડે છે; તેઓ ઝાડ નીચે સમૂહમાં ભેગા થાય છે.
灌木の中に嘶なき 荊棘の下に偃す
8 તેઓ મૂર્ખોનાં સંતાનો હા, અધમ પુરુષોનાં સંતાનો છે. દેશમાંથી તેઓને કાઢી મૂકવામાં આવ્યા હતા.
彼らは愚蠢なる者の子 卑むべき者の子にして國より撃いださる
9 હવે તે માણસો મારી મશ્કરી કરે છે. હું તેઓ મધ્યે કહેવતરૂપ બન્યો છું.
しかるに今は我かれらの歌謠に成り 彼らの嘲哢となれり
10 ૧૦ તેઓ મારા પ્રત્યે ઘૃણા કરે છે અને મારી પાસે આવતા નથી. મારા મોં પર થૂંકતાં પણ તેઓ અચકાતા નથી.
かれら我を厭ふて遠く我を離れ またわが面に唾することを辭まず
11 ૧૧ કેમ કે ઈશ્વરે પોતાની દોરી છોડીને મને દુઃખી કર્યો છે. અને લોકોએ મારી સામું પોતાનો બધો અંકુશ ગુમાવ્યો છે.
神わが綱を解て我をなやましたまへば彼等もわが前にその韁を縱せり
12 ૧૨ મારી જમણી બાજુએ હુલ્લડખોરો ઊઠે છે; તેઓ મને દૂર હાંકી કાઢે છે અને મારો નાશ કરવા તેઓ ઘેરો નાખે છે.
この輩わが右に起あがり わが足を推のけ我にむかひて滅亡の路を築く
13 ૧૩ તેઓ રસ્તા તોડી નાખે છે જેથી હું ભાગી ન શકું. મારો નાશ કરવામાં તેઓ સફળ થયા છે. તેઓને કોઈની મદદની જરૂર નથી.
彼らは自ら便なき者なれども尚わが逕を毀ち わが滅亡を促す
14 ૧૪ તેઓ દીવાલમાં બાકોરું પાડે છે. તેઓ તેની આરપાર ધસી જાય છે અને પથ્થરો મારી પર પડે છે.
かれらは石垣の大なる崩口より入がごとくに進み來り 破壞の中にてわが上に乗かかり
15 ૧૫ મારા માથે વિનાશ આવી પડ્યો છે. તેઓ પવનની જેમ મારા સ્વમાનને ઘસડી લઈ જાય છે. મારી આબાદી વાદળોની જેમ લોપ ગઈ છે.
懼ろしき事わが身に臨み 風のごとくに我が尊榮を吹はらふ わが福祿は雲のごとくに消失す
16 ૧૬ હવે મારું જીવન લગભગ ખતમ થઈ ગયું છે ઘણાં દુ: ખોના દિવસોએ મને ઘેરી લીધો છે.
今はわが心われの衷に鎔て流れ 患難の日かたく我を執ふ
17 ૧૭ રાત્રી દરમ્યાન મારાં હાડકાંઓને પીડા થાય છે, પીડા મને સતાવવાનું છોડતી નથી.
夜にいれば我骨刺れて身を離る わが身を噬む者つひに休むこと無し
18 ૧૮ મારા અતિ મંદવાડને કારણે મારાં વસ્ત્રો વેરવિખેર થઈ ગયાં છે. મારા વસ્ત્રના ગળાની પટ્ટી માફક તેઓએ મને ટૂંપો દીધો છે.
わが疾病の大なる能によりてわが衣服は醜き樣に變り 裏衣の襟の如くに我身に固く附く
19 ૧૯ ઈશ્વરે મને કાદવમાં ફેંકી દીધો છે. હવે હું ધૂળ તથા રાખ જેવો બની ગયો છું.
神われを泥の中に投こみたまひて我は塵灰に等しくなれり
20 ૨૦ ઓ ઈશ્વર હું કાલાવાલા કરું છું, પણ તમે મારું સાંભળતા નથી. હું તમારી સમક્ષ આવીને ઊભો છું પણ તમે મારી સામે નજર કરતા નથી.
われ汝にむかひて呼はるに汝答へたまはず 我立をるに 汝只われをながめ居たまふ
21 ૨૧ તમે મારા પ્રત્યે નિષ્ઠુર થઈ ગયા છો. તમે તમારી શક્તિનો ઉપયોગ મને ઈજા પહોંચાડવામાં કરો છો.
なんぢは我にむかひて無情なりたまひ 御手の能力をもて我を攻撃たまふ
22 ૨૨ તમે મને વાયુમાં ઊંચો કરો છો તમે મને તેની પર સવારી કરાવો છો; તમે મને હવાના તોફાનમાં વાદળાની જેમ પિગળાવી નાખો છો.
なんぢ我を擧げ風の上に乗て負去しめ 大風の音とともに消亡しめたまふ
23 ૨૩ હું જાણું છું કે તમે મને મૃત્યુમાં, એટલે સર્વ સજીવોને માટે નિશ્ચિત કરેલા ઘરમાં લઈ જશો.
われ知る汝はわれを死に歸らしめ一切の生物の終に集る家に歸らしめたまはん
24 ૨૪ મુશ્કેલીમાં આવી પડેલો માણસ હાથ લાંબો નહિ કરે? તેની પડતીમાં તે મદદને માટે કાલાવાલા નહિ કરે?
かれは必ず荒垤にむかひて手を舒たまふこと有じ 假令人滅亡に陷るとも是等の事のために號呼ぶことをせん
25 ૨૫ શું દુ: ખી માનવીઓ માટે મેં આંસુ સાર્યાં નથી? કંગાલો માટે મારું હૃદય શું રડી ઊઠયું નથી?
苦みて日を送る者のために我哭ざりしや 貧しき者のために我心うれへざりしや
26 ૨૬ મેં ભલાઈની આશા રાખી હતી પણ દુષ્ટતા આવી પડી મેં પ્રકાશની આશા રાખી હતી પણ અંધારું આવી પડ્યું.
われ吉事を望みしに凶事きたり 光明を待しに黒暗きたれり
27 ૨૭ મારું અંતર ઊકળે છે. દુ: ખનો અંત આવતો નથી. મારા પર વિપત્તિના દિવસો આવી પડ્યા છે.
わが膓沸かへりて安からず 患難の日我に追及ぬ
28 ૨૮ હું સૂર્યના પ્રકાશ વિના શોક કરતો ફરું છું, હું જાહેર સભામાં ઊભો રહીને મદદ માટે બૂમો પાડું છું.
われは日の光を蒙らずして哀しみつつ歩き 公會の中に立て助を呼もとむ
29 ૨૯ હું શિયાળોનો ભાઈ અને શાહમૃગોનો સાથી થયો છું.
われは山犬の兄弟となり 駝鳥の友となれり
30 ૩૦ મારી ચામડી કાળી પડી ગઈ છે અને મારા શરીર પરથી ખરી પડી છે. ગરમીથી મારાં હાડકાં બળી જાય છે.
わが皮は黒くなりて剥落ち わが骨は熱によりて焚け
31 ૩૧ તેથી મારી વીણામાંથી હવે વેદનાના સૂર નીકળે છે, મારી વાંસળીમાંથી હવે રુદનનો સ્વર સંભળાય છે.
わが琴は哀の音となり わが笛は哭の聲となれり

< અયૂબ 30 >