< અયૂબ 30 >
1 ૧ પરંતુ હવે જે મારા કરતાં ઉંમરમાં નાના છે જેઓના પિતાઓને હું મારા ટોળાંના કૂતરાઓની હરોળમાં પણ ન રાખું તેટલા નીચા ગણતો, તેઓ આજે મારી હાંસી કરે છે.
But now people much younger than me laugh at me; people whose fathers I would not put to work with my sheepdogs.
2 ૨ હા, જે માણસોનું બળ નાશ પામ્યું છે તેઓના બાહુબળથી મને શો લાભ થાય?
They are too weak to be any use to me; they're all worn-out.
3 ૩ દુકાળ તથા ભૂખથી તેઓ લેવાઈ ગયા છે; ઉજ્જડ તથા વેરાન જગ્યાના અંધકારમાં તેઓ અરણ્યની સૂકી ધૂળ ખાય છે.
Thin through hunger and want, they try to eat the dry ground in the dark, desolate wilderness.
4 ૪ તેઓ રણમાં ખારી ભાજી ચૂંટી કાઢે છે અને રોતેમ વૃક્ષનાં મૂળિયાં ખાય છે.
There they pick desert herbs and the leaves of bushes, and eat the roots of broom trees.
5 ૫ તેઓને મનુષ્યોમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. ચોરની જેમ લોકો તેઓની પાછળ ચીસો પાડે છે.
They were driven out of the community.
6 ૬ તેઓ ખીણમાં, ખડકોમાં, ગુફાઓમાં, અને ખાડાઓમાં પડી રહે છે.
People shouted after them as if they were thieves. They have to live in dangerous ravines, in caves and among the rocks.
7 ૭ તેઓ પશુની જેમ ઝાડીઓમાં બરાડા પાડે છે; તેઓ ઝાડ નીચે સમૂહમાં ભેગા થાય છે.
They shout out like animals among the bushes; they huddle together in the weeds for shelter.
8 ૮ તેઓ મૂર્ખોનાં સંતાનો હા, અધમ પુરુષોનાં સંતાનો છે. દેશમાંથી તેઓને કાઢી મૂકવામાં આવ્યા હતા.
They are foolish, nameless people that have been driven from the land.
9 ૯ હવે તે માણસો મારી મશ્કરી કરે છે. હું તેઓ મધ્યે કહેવતરૂપ બન્યો છું.
Yet now they mock me in their songs; I have become a joke to them!
10 ૧૦ તેઓ મારા પ્રત્યે ઘૃણા કરે છે અને મારી પાસે આવતા નથી. મારા મોં પર થૂંકતાં પણ તેઓ અચકાતા નથી.
They despise and shun me; they don't hesitate to spit in my face.
11 ૧૧ કેમ કે ઈશ્વરે પોતાની દોરી છોડીને મને દુઃખી કર્યો છે. અને લોકોએ મારી સામું પોતાનો બધો અંકુશ ગુમાવ્યો છે.
God has made my bowstring loose and humbled me.
12 ૧૨ મારી જમણી બાજુએ હુલ્લડખોરો ઊઠે છે; તેઓ મને દૂર હાંકી કાઢે છે અને મારો નાશ કરવા તેઓ ઘેરો નાખે છે.
The rabble rise up against me, they send me running; like a city under siege they devise ways to destroy me.
13 ૧૩ તેઓ રસ્તા તોડી નાખે છે જેથી હું ભાગી ન શકું. મારો નાશ કરવામાં તેઓ સફળ થયા છે. તેઓને કોઈની મદદની જરૂર નથી.
They cut off my way of escape; they bring about my downfall and do this without anyone's help.
14 ૧૪ તેઓ દીવાલમાં બાકોરું પાડે છે. તેઓ તેની આરપાર ધસી જાય છે અને પથ્થરો મારી પર પડે છે.
They come in through a wide breach; they rush in as the wall comes tumbling down.
15 ૧૫ મારા માથે વિનાશ આવી પડ્યો છે. તેઓ પવનની જેમ મારા સ્વમાનને ઘસડી લઈ જાય છે. મારી આબાદી વાદળોની જેમ લોપ ગઈ છે.
Terrors overcome me; my honor is blown away by the wind; my salvation vanishes like a cloud.
16 ૧૬ હવે મારું જીવન લગભગ ખતમ થઈ ગયું છે ઘણાં દુ: ખોના દિવસોએ મને ઘેરી લીધો છે.
And now my life is ebbing away; every day despair grips me.
17 ૧૭ રાત્રી દરમ્યાન મારાં હાડકાંઓને પીડા થાય છે, પીડા મને સતાવવાનું છોડતી નથી.
At night my bones are in agony; the pain gnaws at me and never stops.
18 ૧૮ મારા અતિ મંદવાડને કારણે મારાં વસ્ત્રો વેરવિખેર થઈ ગયાં છે. મારા વસ્ત્રના ગળાની પટ્ટી માફક તેઓએ મને ટૂંપો દીધો છે.
God grabs me roughly by my clothes; he pulls me by the collar of my shirt.
19 ૧૯ ઈશ્વરે મને કાદવમાં ફેંકી દીધો છે. હવે હું ધૂળ તથા રાખ જેવો બની ગયો છું.
He has thrown me in the mud; he has humbled me like dust and ashes.
20 ૨૦ ઓ ઈશ્વર હું કાલાવાલા કરું છું, પણ તમે મારું સાંભળતા નથી. હું તમારી સમક્ષ આવીને ઊભો છું પણ તમે મારી સામે નજર કરતા નથી.
God, I cry to you but you don't answer; I stand before you, but you don't even notice me.
21 ૨૧ તમે મારા પ્રત્યે નિષ્ઠુર થઈ ગયા છો. તમે તમારી શક્તિનો ઉપયોગ મને ઈજા પહોંચાડવામાં કરો છો.
You have turned cruel to me; you use your power to make me suffer.
22 ૨૨ તમે મને વાયુમાં ઊંચો કરો છો તમે મને તેની પર સવારી કરાવો છો; તમે મને હવાના તોફાનમાં વાદળાની જેમ પિગળાવી નાખો છો.
You pick me up and blow me along in the wind; tossing me about in the whirlwind.
23 ૨૩ હું જાણું છું કે તમે મને મૃત્યુમાં, એટલે સર્વ સજીવોને માટે નિશ્ચિત કરેલા ઘરમાં લઈ જશો.
I know you're taking me to my death, to the place where all the living go.
24 ૨૪ મુશ્કેલીમાં આવી પડેલો માણસ હાથ લાંબો નહિ કરે? તેની પડતીમાં તે મદદને માટે કાલાવાલા નહિ કરે?
Who would want to kick a man when he is down, when they cry for help in their time of trouble?
25 ૨૫ શું દુ: ખી માનવીઓ માટે મેં આંસુ સાર્યાં નથી? કંગાલો માટે મારું હૃદય શું રડી ઊઠયું નથી?
Didn't I weep for those having hard times? Didn't I grieve at what the poor suffered?
26 ૨૬ મેં ભલાઈની આશા રાખી હતી પણ દુષ્ટતા આવી પડી મેં પ્રકાશની આશા રાખી હતી પણ અંધારું આવી પડ્યું.
But when I looked for good, only evil came, and when I waited for the light, all that came was darkness.
27 ૨૭ મારું અંતર ઊકળે છે. દુ: ખનો અંત આવતો નથી. મારા પર વિપત્તિના દિવસો આવી પડ્યા છે.
Inside I am in turmoil, it never stops; I face days of despair.
28 ૨૮ હું સૂર્યના પ્રકાશ વિના શોક કરતો ફરું છું, હું જાહેર સભામાં ઊભો રહીને મદદ માટે બૂમો પાડું છું.
I am so depressed; seeing the sun doesn't help. I stand up in the assembly and cry for help.
29 ૨૯ હું શિયાળોનો ભાઈ અને શાહમૃગોનો સાથી થયો છું.
I am like a brother to the jackals, a companion to owls.
30 ૩૦ મારી ચામડી કાળી પડી ગઈ છે અને મારા શરીર પરથી ખરી પડી છે. ગરમીથી મારાં હાડકાં બળી જાય છે.
My skin turns black on me; and my bones burn within me.
31 ૩૧ તેથી મારી વીણામાંથી હવે વેદનાના સૂર નીકળે છે, મારી વાંસળીમાંથી હવે રુદનનો સ્વર સંભળાય છે.
My lyre only plays sad songs, and my pipe is the voice of those who weep.