< અયૂબ 3 >
1 ૧ એ પછી અયૂબે પોતાનું મુખ ઉઘાડીને પોતાના જન્મદિવસને શાપ આપ્યો.
၁ထိုနောက်၊ ယောဘသည် နှုတ်ကိုဖွင့်၍
၂မိမိဘွားသောနေ့ရက်ကို ကျိန်ဆဲလျက် မြွက်ဆိုသည်ကား။
3 ૩ “જે દિવસે હું જન્મ્યો તે દિવસ નાશ પામો, જે રાત્રે એમ કહેવામાં આવ્યું કે દીકરાનો ગર્ભ રહ્યો છે;
၃ငါဘွားသော နေ့ရက်ပျက်စီးပါစေ။ သားယောက်ျားကို ပဋိသန္ဓေယူပြီဟုသိတင်းကြားပြောသော ညဉ့်လည်း ပျက်စီးပါစေ။
4 ૪ તે દિવસ અંધકારરૂપ થાઓ. આકાશમાંના ઈશ્વર તેને લેખામાં ન ગણો, તે દિવસે અજવાળું ન થાઓ.
၄ထိုနေ့ရက်မိုက်ပါစေ။ ဘုရားသခင်သည် မျက်နှာပြုတော်မမူပါစေနှင့်။ အလင်းမပေါ်ထွန်းပါ စေနှင့်၊
5 ૫ તે દિવસ અંધકારનો તથા મૃત્યુછાયાનો ગણાઓ; તે પર વાદળ ઠરી રહો; તે દિવસનો અંધકાર ત્રાસદાયક બનો.
၅မှောင်မိုက်၊ သေမင်းအရိပ်သည် ထိုနေ့ရက် အသရေကို ရှုတ်ချပါစေ။ မိုဃ်းတိမ်ထပ် လွှမ်းမိုးပါစေ။ မွန်းတည့်အရှိန်ဖြင့် ကြောက်မက်ဘွယ် ဖြစ်ပါစေ။
6 ૬ તે રાત્રે ઘોર અંધકાર વ્યાપી રહો, વર્ષના દિવસોમાં તે ન ગણાઓ, મહિનાઓની ગણતરીમાં તે ન ગણાય.
၆ထိုညဉ့်သည်မှောင်မိုက်၌ ပျောက်ပါစေ။ နှစ်စဉ် နေ့ရက်တို့နှင့် မပေါင်းပါစေနှင့်၊
7 ૭ તે રાત્રી એકલવાયી થઈ રહો, તે રાત્રે કંઈ હર્ષનાદ ન થાઓ.
၇လအရေအတွက်၌ မဝင်ပါစေနှင့်။ အော်၊ ထိုညဉ့်သည်ဆိတ်ညံပါစေ။ ရွှင်လန်းသောအသံမရှိပါ စေနှင့်။
8 ૮ તે દિવસને શાપ દેનારા, તથા જેઓ વિકરાળ પ્રાણી અજગરને જગાડવામાં ચતુર છે. તેઓ તેને શાપ દો.
၈နေ့ရက်ကိုရွေး၍ ကျိန်ဆဲတတ်သောသူ၊ မိကျောင်းကို ထစေတတ်သောသူတို့သည် ထိုညဉ့်ကို ကျိန်ဆဲပါစေ။
9 ૯ તે દિવસના પ્રભાતના તારા અંધકારમાં રહે, તે દિવસ અજવાળાની રાહ જોયા કરે પરંતુ તે તેને મળે નહિ; તેનો અરુણોદયનો પ્રકાશ બિલકુલ દેખાઓ નહિ.
၉ညဦးယံကြယ်တို့သည် မိုက်ပါစေ။ ထိုညဉ့်သည် အလင်းကိုတောင့်တ၍ မရပါစေနှင့်။ နံနက်မိုဃ်းလင်း ကို မမြင်ပါစေနှင့်။ အကြောင်းမူကား၊
10 ૧૦ કેમ કે તેણે મારી માનું ગર્ભસ્થાન બંધ રાખ્યું નહિ. અને મારી આંખો આગળથી દુઃખ દૂર કર્યું નહિ.
၁၀ငါ့အမိ၏ဝမ်းကို ပိတ်မထား၊ ဒုက္ခဆင်းရဲကို ငါမမြင်စေခြင်းငှါ မကွယ်မကာ။
11 ૧૧ હું ગર્ભસ્થાનમાં જ કેમ ન મરી ગયો? જનમતાં જ મેં પ્રાણ કેમ ન છોડ્યો?
၁၁ငါသည်မွေးစက အဘယ်ကြောင့်မသေသနည်း။ အမိဝမ်းထဲမှ ထွက်စက အဘယ်ကြောင့် အသက်မချုပ် သနည်း။
12 ૧૨ તેના ઘૂંટણોએ શા માટે મારો અંગીકાર કર્યો. અને તેનાં સ્તનોએ મારો અંગીકાર કરી શા માટે મને સ્તનપાન કરાવ્યું?
၁၂ငါ့ကိုအဘယ်ကြောင့် ပိုက်ပွေ့ရသနည်း။ အဘယ်ကြောင့် နို့တိုက်ရသနည်း။
13 ૧૩ કેમ કે હમણાં તો હું સૂતેલો હોત અને મને શાંતિ હોત, હું ઊંઘતો હોત અને મને આરામ હોત.
၁၃ထိုသို့မပြုလျှင် ငါသည်အိပ်၍ငြိမ်းပြီ။ ပျော်လျက်နေရပြီ။
14 ૧૪ પૃથ્વીના જે રાજાઓ અને મંત્રીઓએ, પોતાને વાસ્તે તેઓની સાથે એકાંત નગરો બાંધ્યાં હતાં;
၁၄မြို့ပျက်တို့ကို ပြင်ဆင်ပြုစုသော လောကီရှင်ဘုရင်၊
15 ૧૫ જે ઉમરાવો સોનાના માલિક હતા, તથા ચાંદીથી પોતાનાં ઘરો ભરી દીધેલાં છે તેઓની સાથે,
၁၅မှူးမတ်တို့နှင့်၎င်း၊ ရွှေကိုရတတ်၍ ဘဏ္ဍာတိုက်၌ ငွေကိုအပြည့်သိုထားသောမင်းတို့နှင့်၎င်း ငါငြိမ်းရပြီ။
16 ૧૬ કદાચ હું અધૂરો ગર્ભ હોત, તથા જેણે પ્રકાશ જોયો નથી તેવા બાળકો જેવો હું હોત તો સારુ;
၁၆သို့မဟုတ် အချိန်နေ့လမစေ့မှီ မွေးသောသူငယ်၊ အလင်းကို မမြင်ရသောသူငယ်ကဲ့သို့ ငါပျက်စီးရပြီ။
17 ૧૭ ત્યાં દુષ્ટો બડબડાટ કરવાનું બંધ કરે છે ત્યાં થાકેલાં આરામ પામે છે.
၁၇ထိုအရပ်၌ လူဆိုးတို့သည် နောက်တဖန်မနှောင့်ရှက်ရ။ ပင်ပန်းသောသူသည်တို့သည် ချမ်းသာ ရကြ၏။
18 ૧૮ ત્યાં ગુલામો ભેગા થઈને આરામ મેળવે છે. ત્યાં તેઓને વૈતરું કરાવનારાઓનો અવાજ સાંભળવો પડતો નથી.
၁၈အချုပ်ခံရသောသူတို့သည်လည်း အတူငြိမ်ဝပ်ရကြ၏။ ညှဉ်းဆဲသောသူ၏စကားသံကိုမကြားရကြ။
19 ૧૯ બધા જ લોકો ત્યાં સમાન છે. ગુલામ તેના માલિકથી મુક્ત હોય છે.
၁၉ထိုအရပ်၌ ကြီးသောသူနှင့် ငယ်သောသူရှိကြ၏။ ကျွန်သည်လည်း သခင်လက်နှင့်လွတ်ရ၏။
20 ૨૦ દુ: ખી આત્માવાળાને પ્રકાશ, અને નિરાશ થઈ ગયેલાઓને જીવન કેમ અપાય છે?
၂၀ဒုက္ခဆင်းရဲခံရသောသူအား အဘယ်ကြောင့်အလင်းကိုပေးသနည်း။ စိတ်နှလုံးခါးသောသူအား အဘယ်ကြောင့် အသက်ကိုပေးသနည်း။
21 ૨૧ તેઓ મરવાની ઇચ્છા રાખે છે. છુપાયેલા ખજાના કરતાં મોતને વધારે શોધે છે, પણ તે તેઓને મળતું નથી.
၂၁သူတို့သည် သေခြင်းကို တောင့်တ၍မရနိုင်။ ဝှက်ထားသော ဥစ္စာကိုဘော်ခြင်းငှါ တူးသည် ထက်သေ ခြင်းအကြောင်းကို ဘော်ခြင်းငှါ သာ၍ထူးကြ၏။
22 ૨૨ જ્યારે તેઓ કબરમાં જાય છે, ત્યારે તેઓ અતિશય ખુશ થાય છે અને આનંદ પામે છે.
၂၂သူတို့သည်သင်္ချိုင်းတွင်းကို တွေ့သောအခါ အလွန်ဝမ်းမြောက်၍ အထူးသဖြင့် ရွှင်လန်းကြ၏။
23 ૨૩ જેનો માર્ગ ઘેરાઈ ગયો છે, અને જેને ઈશ્વર સંકજામાં લાવ્યા છે તેને પ્રકાશ કેમ આપવામાં આવે છે?
၂၃မိမိသွားသောလမ်း ကွယ်ပျောက်သောသူ၊ ဘုရားသခင်ဆီးကာ ချုပ်ထားသောသူအား အလင်းနှင့် အသက်ကို အဘယ်ကြောင့် ပေးသနည်း။
24 ૨૪ કેમ કે મારો નિશ્વાસ જ મારો ખોરાક છે. અને મારો વિલાપ પાણીની જેમ રેડાય છે.
၂၄အစာစားခြင်းအရာ၌ ငါညည်းတွားခြင်းရှိ၏။ ငိုကြွေးမြည်တမ်းခြင်း မျက်ရည်သည်လည်း ရေစီးသကဲ့သို့ ဖြစ်၏။
25 ૨૫ કેમ જે જેનો મને ડર છે તે જ મારા પર આવી પડે છે. જેનો મને ભય છે તે જ મને મળે છે.
၂၅ငါကြောက်သော အမှုသည် ငါ၌ရောက်လာပြီ။ ငါအလွန်ကြောက်သောဘေးသည် ငါ့ကိုတွေ့မိပြီ။
26 ૨૬ મને સુખ નથી, મને ચેન નથી, મને વિશ્રાંતિ પણ નથી; પણ વેદના આવી પડ્યા કરે છે.”
၂၆ငါသည်ငြိမ်ဝပ်ခြင်းမရှိ။ ချမ်းဧခြင်းမရှိ။ သက်သာခြင်းမရှိ။ ဒုက္ခဆင်းရဲသက်သက်ရှိသည်ဟု မြွက်ဆို လေ၏။