< અયૂબ 29 >
1 ૧ અયૂબે પોતાના દ્ષ્ટાંતના વધારામાં કહ્યું કે,
Giobbe riprese il suo discorso e disse:
2 ૨ “અરે, જો આગળના વખતમાં હું હતો તેવો, અને જે વખતે ઈશ્વર મારું ધ્યાન રાખતા હતા તેવો હું હમણાં હોત તો કેવું સારું!
“Oh foss’io come ne’ mesi d’una volta, come ne’ giorni in cui Dio mi proteggeva,
3 ૩ ત્યારે તેમનો દીવો મારા પર ઝળહળતો હતો અને તેમના પ્રકાશથી હું અંધકારમાં ચાલી શકતો હતો.
quando la sua lampada mi risplendeva sul capo, e alla sua luce io camminavo nelle tenebre!
4 ૪ જેવો હું મારી જુવાનીમાં હતો તેવો હું હોત તો કેવું સારું! ત્યારે તો મારા તંબુ પર ઈશ્વરની કૃપાદ્રષ્ટિ હતી,
Oh fossi com’ero a’ giorni della mia maturità, quando Iddio vegliava amico sulla mia tenda,
5 ૫ તે વખતે સર્વશક્તિમાન ઈશ્વર મારી સાથે હતા અને મારાં સંતાનો મારી આસપાસ હતાં.
quando l’Onnipotente stava ancora meco, e avevo i miei figliuoli d’intorno;
6 ૬ તે વખતે મારા પગ માખણથી ધોવાતા હતા, અને ખડકો મારે સારુ તેલની નદીઓ વહેવડાવતા હતા!
quando mi lavavo i piedi nel latte e dalla roccia mi fluivano ruscelli d’olio!
7 ૭ ત્યારે તો હું નગરના દરવાજે જતો હતો, ત્યારે જાહેર સભાના સ્થળમાં હું મારું આસન તૈયાર કરાવતો હતો.
Allorché uscivo per andare alla porta della città e mi facevo preparare il seggio sulla piazza,
8 ૮ યુવાનો મને જોઈને સન્માન ખાતર ખસી જતા, અને વૃદ્ધો ઊભા થઈને મને માન આપતા હતા.
i giovani, al vedermi, si ritiravano, i vecchi s’alzavano e rimanevano in piedi;
9 ૯ સરદારો પણ મને જોઈને બોલવાનું બંધ કરી દેતા અને મોં પર તેઓના હાથ મૂકતા.
i maggiorenti cessavan di parlare e si mettevan la mano sulla bocca;
10 ૧૦ અધિકારીઓ બોલતા બંધ થઈ જતા, તેઓની જીભ તેઓના તાળવે ચોંટી જતી.
la voce dei capi diventava muta, la lingua s’attaccava al loro palato.
11 ૧૧ કેમ કે લોકો મારું સાંભળતા અને તેઓ મને ધન્યવાદ આપતા. અને જેઓ મને જોતા તેઓ સાક્ષી આપતા
L’orecchio che mi udiva, mi diceva beato; l’occhio che mi vedeva mi rendea testimonianza,
12 ૧૨ કેમ કે રડતાં ગરીબોને તથા તદ્દન નિરાશ્રિત અનાથો જેને મદદ કરનાર કોઈ ન હોય તેઓને પણ હું દુઃખમાંથી મુક્ત કરતો,
perché salvavo il misero che gridava aiuto, e l’orfano che non aveva chi lo soccorresse.
13 ૧૩ જેઓ નાશ પામવાની અણી પર હતા તેઓ મને આશીર્વાદ આપતા; વિધવાઓના હ્રદયને હું હર્ષનાં ગીતો ગવડાવતો.
Scendea su me la benedizione di chi stava per perire, e facevo esultare il cuor della vedova.
14 ૧૪ મેં ન્યાયીપણાંને ધારણ કર્યું અને તેણે મને ધારણ કર્યો, મારો ન્યાય મારા માટે જામા તથા પાઘડી સમાન હતો.
La giustizia era il mio vestimento ed io il suo; la probità era come il mio mantello e il mio turbante.
15 ૧૫ હું અંધજનોની આંખ સમાન હતો; હું અપંગ માટે પગ સમાન હતો.
Ero l’occhio del cieco, il piede dello zoppo;
16 ૧૬ ગરીબો સાથે હું તેઓના પિતાની જેમ વર્તતો. જેઓને હું જાણતો ન હતો તેઓની અગત્ય જાણીને હું તેમને મદદ કરતો.
ero il padre de’ poveri, e studiavo a fondo la causa dello sconosciuto.
17 ૧૭ હું દુષ્ટ લોકોના જડબાં તોડી નાખતો; હું તેઓના હાથમાંથી શિકાર ઝૂંટવી લેતો.
Spezzavo la ganascia all’iniquo, e gli facevo lasciar la preda che avea fra i denti.
18 ૧૮ ત્યારે હું કહેતો કે, હું મારા પરિવાર સાથે મરણ પામીશ. મારા દિવસો રેતીની જેમ અસંખ્ય થશે.
E dicevo: “Morrò nel mio nido, e moltiplicherò i miei giorni come la rena;
19 ૧૯ મારાં મૂળિયાં પાણી સુધી ફેલાયાં છે અને મારી ડાળીઓ ઝાકળથી ભીની થઈ છે.
le mie radici si stenderanno verso l’acque, la rugiada passerà la notte sui miei rami;
20 ૨૦ મારું ગૌરવ મારામાં તાજું છે. અને મારું ધનુષ્ય મારા હાથમાં નવું થતું જાય છે.
la mia gloria sempre si rinnoverà, e l’arco rinverdirà nella mia mano”.
21 ૨૧ લોકો મારા બોધને ધ્યાનથી સાંભળતા હતા, તેઓ શાંતિ પૂર્વક મારી સલાહની રાહ જોતા હતા.
Gli astanti m’ascoltavano pieni d’aspettazione, si tacevan per udire il mio parere.
22 ૨૨ મારા બોલી રહ્યા પછી કોઈ દલીલ કરતા ન હતા. કેમ કે મારી સલાહ વરસાદની જેમ ટપક્યા કરતી.
Quand’avevo parlato, non replicavano; la mia parola scendeva su loro come una rugiada.
23 ૨૩ તેઓ વરસાદની જેમ મારી રાહ જોતા હતા; અને પાછલા વરસાદને માટે માણસ મુખ ખોલે તેમ તેઓ મારા માટે આતુર રહેતા.
E m’aspettavan come s’aspetta la pioggia; aprivan larga la bocca come a un acquazzone di primavera.
24 ૨૪ જયારે તેઓ ઉદાસ થઈ ગયા હોય ત્યારે હું તેમની સામે સ્મિત આપતો; મારા આનંદી ચહેરાનું તેજ તેઓ ઉતારી પાડતા નહિ.
Io sorridevo loro quand’erano sfiduciati; e non potevano oscurar la luce del mio volto.
25 ૨૫ હતાશ થયેલા માણસને દિલાસો આપનાર તરીકે હું તેઓનો માર્ગ પસંદ કરતો; હું સરદાર તરીકે બિરાજતો, અને સૈન્યમાં રાજાની જેમ રહેતો.
Quando andavo da loro, mi sedevo come capo, ed ero come un re fra le sue schiere, come un consolatore in mezzo agli afflitti.