< અયૂબ 29 >

1 અયૂબે પોતાના દ્ષ્ટાંતના વધારામાં કહ્યું કે,
約伯繼續他的言論說:
2 “અરે, જો આગળના વખતમાં હું હતો તેવો, અને જે વખતે ઈશ્વર મારું ધ્યાન રાખતા હતા તેવો હું હમણાં હોત તો કેવું સારું!
誰能賜我似以前的歲月,像以往天主護守我的時日呢﹖
3 ત્યારે તેમનો દીવો મારા પર ઝળહળતો હતો અને તેમના પ્રકાશથી હું અંધકારમાં ચાલી શકતો હતો.
那時他的燈,光照在我頭上,藉他的光明,我走過黑暗。
4 જેવો હું મારી જુવાનીમાં હતો તેવો હું હોત તો કેવું સારું! ત્યારે તો મારા તંબુ પર ઈશ્વરની કૃપાદ્રષ્ટિ હતી,
惟願我如壯年之時,那時天主護佑我的帳幕;
5 તે વખતે સર્વશક્તિમાન ઈશ્વર મારી સાથે હતા અને મારાં સંતાનો મારી આસપાસ હતાં.
全能者與我相偕,我的子女環繞著我;
6 તે વખતે મારા પગ માખણથી ધોવાતા હતા, અને ખડકો મારે સારુ તેલની નદીઓ વહેવડાવતા હતા!
那時我以奶油洗腳,崖石流油成河。
7 ત્યારે તો હું નગરના દરવાજે જતો હતો, ત્યારે જાહેર સભાના સ્થળમાં હું મારું આસન તૈયાર કરાવતો હતો.
當我走出城門,在市井設我座位之時,
8 યુવાનો મને જોઈને સન્માન ખાતર ખસી જતા, અને વૃદ્ધો ઊભા થઈને મને માન આપતા હતા.
少年人看見我都迴避,老年人都起身站立;
9 સરદારો પણ મને જોઈને બોલવાનું બંધ કરી દેતા અને મોં પર તેઓના હાથ મૂકતા.
王侯停止講話,用手堵住自己的口;
10 ૧૦ અધિકારીઓ બોલતા બંધ થઈ જતા, તેઓની જીભ તેઓના તાળવે ચોંટી જતી.
首領不敢出聲,舌頭緊貼上顎。
11 ૧૧ કેમ કે લોકો મારું સાંભળતા અને તેઓ મને ધન્યવાદ આપતા. અને જેઓ મને જોતા તેઓ સાક્ષી આપતા
凡有耳聽見我的,必稱我有福;凡有眼看見我的,都必稱讚我。
12 ૧૨ કેમ કે રડતાં ગરીબોને તથા તદ્દન નિરાશ્રિત અનાથો જેને મદદ કરનાર કોઈ ન હોય તેઓને પણ હું દુઃખમાંથી મુક્ત કરતો,
因為我援助了呼救的窮人,和無依無靠的孤兒。
13 ૧૩ જેઓ નાશ પામવાની અણી પર હતા તેઓ મને આશીર્વાદ આપતા; વિધવાઓના હ્રદયને હું હર્ષનાં ગીતો ગવડાવતો.
那受喪亡之痛的人稱謝我,我使寡婦的心歡樂。
14 ૧૪ મેં ન્યાયીપણાંને ધારણ કર્યું અને તેણે મને ધારણ કર્યો, મારો ન્યાય મારા માટે જામા તથા પાઘડી સમાન હતો.
我披上正義,正義就如我衣;我的公正,猶如我的長袍和冠冕。
15 ૧૫ હું અંધજનોની આંખ સમાન હતો; હું અપંગ માટે પગ સમાન હતો.
我作了盲人的眼,跛者的腳。
16 ૧૬ ગરીબો સાથે હું તેઓના પિતાની જેમ વર્તતો. જેઓને હું જાણતો ન હતો તેઓની અગત્ય જાણીને હું તેમને મદદ કરતો.
我成了窮人之父,我調查過素不相識者的案件。
17 ૧૭ હું દુષ્ટ લોકોના જડબાં તોડી નાખતો; હું તેઓના હાથમાંથી શિકાર ઝૂંટવી લેતો.
我打碎惡人的燎牙,由他牙齒中奪出了獵物。
18 ૧૮ ત્યારે હું કહેતો કે, હું મારા પરિવાર સાથે મરણ પામીશ. મારા દિવસો રેતીની જેમ અસંખ્ય થશે.
我心想:我必壽終正寢,我的壽數必如塵沙。
19 ૧૯ મારાં મૂળિયાં પાણી સુધી ફેલાયાં છે અને મારી ડાળીઓ ઝાકળથી ભીની થઈ છે.
我的根蔓延到水邊,夜間甘露落在我的枝葉上。
20 ૨૦ મારું ગૌરવ મારામાં તાજું છે. અને મારું ધનુષ્ય મારા હાથમાં નવું થતું જાય છે.
我的榮耀不斷更新,我手中的弓日新月異。
21 ૨૧ લોકો મારા બોધને ધ્યાનથી સાંભળતા હતા, તેઓ શાંતિ પૂર્વક મારી સલાહની રાહ જોતા હતા.
聽我講話的人,屏息等待,靜聽我的指教。
22 ૨૨ મારા બોલી રહ્યા પછી કોઈ દલીલ કરતા ન હતા. કેમ કે મારી સલાહ વરસાદની જેમ ટપક્યા કરતી.
我講話之後,無人再敢講話,我的話像水珠滴在他們身上。
23 ૨૩ તેઓ વરસાદની જેમ મારી રાહ જોતા હતા; અને પાછલા વરસાદને માટે માણસ મુખ ખોલે તેમ તેઓ મારા માટે આતુર રહેતા.
他們期待我如望甘霖,張著大口如渴盼春雨。
24 ૨૪ જયારે તેઓ ઉદાસ થઈ ગયા હોય ત્યારે હું તેમની સામે સ્મિત આપતો; મારા આનંદી ચહેરાનું તેજ તેઓ ઉતારી પાડતા નહિ.
我向他們微笑,他們不敢相信;我和善的面容,他們必不放過。
25 ૨૫ હતાશ થયેલા માણસને દિલાસો આપનાર તરીકે હું તેઓનો માર્ગ પસંદ કરતો; હું સરદાર તરીકે બિરાજતો, અને સૈન્યમાં રાજાની જેમ રહેતો.
我為他們選擇了道路,身居前導,一如立在軍中的君王;我引他們到那裏,他們就去。

< અયૂબ 29 >