< અયૂબ 28 >

1 રૂપાને માટે ખાણ હોય છે, અને સોનાને ગાળીને તેને શુદ્ધ બનાવવા માટે જગ્યા હોય છે.
白銀掘いだす坑あり 煉るところの黄金は出處あり
2 લોખંડ જમીનમાંથી ખોદી કાઢવામાં આવે છે, અને તાંબુ ખડકમાંથી ગાળવામાં આવે છે.
鐡は土より取り 銅は石より鎔して獲るなり
3 માણસ અંધકારને ભેદે છે, અને ઘોર અંધકાર તથા મૃત્યુછાયાના પથ્થરોને પણ, છેક છેડાથી શોધી કાઢે છે.
人すなはち黒暗を破り極より極まで尋ね窮めて黒暗および死蔭の石を求む
4 માણસની વસ્તીથી દૂર તેઓ ખાણ ખોદે છે. ત્યાંથી પસાર થનાર તે ખાણ વિષે જાણતા નથી, તેઓ માણસોથી દૂર લટકે છે તેઓ આમતેમ ઝૂલે છે.
その穴を穿つこと深くして上に住む人と遠く相離れ その上を歩む者まつたく之を覺えず 是のごとく身を縋下げ 遙に人と隔たりて空に懸る
5 ધરતીમાંથી અનાજ ઊગે છે અને તેની નીચે તો જાણે અગ્નિથી ઊકળતો હોય એવું છે.
地その上は食物を出し 其下は火に覆へさるるがごとく覆へる
6 તેના ખડકોમાંથી નીલમણિઓ મળે છે, અને તેમાંથી સોનાના ગઠ્ઠા નીકળે છે.
その石の中には碧の玉のある處あり 黄金の沙またその内にあり
7 કોઈ શિકારી પક્ષી તે રસ્તો જાણતું નથી. બાજ પક્ષીની આંખે પણ તે રસ્તો જોયો નથી.
その逕は鷙鳥もこれを知ず 鷹の目もこれを看ず
8 વિકરાળ પશુ પણ ત્યાં પહોંચ્યું નથી. મદોન્મત સિંહના પગ પણ ત્યાં પડ્યા નથી.
鷙き獸も未だこれを踐ず 猛き獅子も未だこれを通らず
9 તે ચકમકના ખડક પર પોતાનો હાથ લંબાવે છે. તે પર્વતોને સમૂળગા ઊંધા વાળે છે.
人堅き磐に手を加へまた山を根より倒し
10 ૧૦ તે ખડકોમાંથી ભોંયરાઓ ખોદી કાઢે છે, અને તેમની આંખ દરેક મૂલ્યવાન વસ્તુને જુએ છે.
岩に河を掘り各種の貴き物を目に見とめ
11 ૧૧ તે નદીઓને વહેતી બંધ કરે છે અને ગુપ્ત બાબતો પ્રગટમાં લાવે છે.
水路を塞ぎて漏ざらしめ隱れたる寳物を光明に取いだすなり
12 ૧૨ પરંતુ તમને બુદ્ધિ ક્યાંથી મળે? અને સમજશકિતનું સ્થળ ક્યાં છે?
然ながら智慧は何處よりか覓め得ん 明哲の在る所は何處ぞや
13 ૧૩ મનુષ્ય ડહાપણની કિંમત જાણતો નથી; પૃથ્વી પરના લોકોમાં જ્ઞાન મળતું નથી.
人その價を知ず人のすめる地に獲べからず
14 ૧૪ ઊંડાણ કહે છે, ‘તે મારી પાસે નથી;’ મહાસાગરો કહે છે, ‘તે મારી પાસે નથી.’
淵は言ふ我の内に在ずと 海は言ふ我と偕ならずと
15 ૧૫ તે સોનાથી ખરીદી શકાય નહિ. તેની કિંમત બદલ ચાંદી પણ પર્યાપ્ત નથી.
精金も之に換るに足ず銀も秤りてその價となすを得ず
16 ૧૬ ઓફીરના સોનાને ધોરણે કે મૂલ્યવાન ગોમેદ કે નીલમને ધોરણે તેની કિંમત થાય નહિ.
オフルの金にてもその價を量るべからず 貴き青玉も碧玉もまた然り
17 ૧૭ સોના કે હીરા સાથે તેની તુલના થઈ શકે તેમ નથી. કે, ચોખ્ખા સોનાનાં આભૂષણ પણ તેને તોલે આવે નહિ.
黄金も玻璃もこれに並ぶ能はず 精金の器皿も之に換るに足ず
18 ૧૮ પરવાળાં કે સ્ફટિકમણિનું તો નામ જ ના લેવું; જ્ઞાનની કિંમત તો માણેક કરતાં પણ વધુ ઊંચી છે.
珊瑚も水晶も論にたらず 智慧を得るは眞珠を得るに勝る
19 ૧૯ કૂશ દેશનો પોખરાજ પણ તેની બરોબરી કરી શકે નહિ, શુદ્ધ સોનાથી પણ તેની બરોબરી થાય નહિ.
エテオビアより出る黄玉もこれに並ぶあたはず 純金をもてするともその價を量るべからず
20 ૨૦ ત્યારે બુદ્ધિ ક્યાંથી આવે છે? અને સમજશકિતનું સ્થળ ક્યાં છે?
然ば智慧は何處より來るや 明哲の在る所は何處ぞや
21 ૨૧ કેમ કે દરેક સજીવ વસ્તુથી તે છુપાયેલું છે. આકાશના પક્ષીઓથી પણ તે ગુપ્ત રખાયેલું છે.
是は一切の生物の目に隱れ 天空の鳥にも見えず
22 ૨૨ વિનાશ તથા મૃત્યુ કહે છે, ‘અમે અમારા કાનોએ તેની અફવા સાંભળી છે.’
滅亡も死も言ふ我等はその風聲を耳に聞し而已
23 ૨૩ ઈશ્વર જ તેનો માર્ગ જાણે છે, અને તે જ તેનું સ્થળ જાણે છે.
神その道を曉り給ふ 彼その所を知りたまふ
24 ૨૪ કેમ કે ધરતીના છેડા સુધી તેમની નજર પહોંચે છે, આકાશની નીચે તે બધું જોઈ શકે છે.
そは彼は地の極までも觀そなはし天が下を看きはめたまへばなり
25 ૨૫ ઈશ્વર પવનનું વજન કરે છે, હા, તે પાણીને માપથી માપી નાખે છે.
風にその重量を與へ 水を度りてその量を定めたまひし時
26 ૨૬ જ્યારે તેમણે વરસાદ માટે નિયમ ઠરાવ્યો, અને મેઘની ગર્જના સાથે વાવાઝોડાનો માર્ગ નક્કી કર્યો,
雨のために法を立て 雷霆の光のために途を設けたまひし時
27 ૨૭ તે વખતે ઈશ્વરે તેને જોયું અને તેનું વર્ણન કર્યું; તેમણે તેને સ્થાપન કર્યું અને તેને શોધી પણ કાઢ્યું.
智慧を見て之を顯はし之を立て試みたまへり
28 ૨૮ ઈશ્વરે માણસને કહ્યું, જુઓ, પ્રભુનો ડર તે જ જ્ઞાન છે; દુષ્ટતાથી દૂર રહેવું તે જ સમજશકિત છે.”
また人に言たまはく視よ主を畏るるは是智慧なり 惡を離るるは明哲なり

< અયૂબ 28 >