< અયૂબ 28 >
1 ૧ રૂપાને માટે ખાણ હોય છે, અને સોનાને ગાળીને તેને શુદ્ધ બનાવવા માટે જગ્યા હોય છે.
Akwai ramin azurfa akwai kuma wurin da ake tace zinariya.
2 ૨ લોખંડ જમીનમાંથી ખોદી કાઢવામાં આવે છે, અને તાંબુ ખડકમાંથી ગાળવામાં આવે છે.
Daga cikin ƙasa ake ciro ƙarfe, ana kuma narkar da tagulla daga cikin dutse.
3 ૩ માણસ અંધકારને ભેદે છે, અને ઘોર અંધકાર તથા મૃત્યુછાયાના પથ્થરોને પણ, છેક છેડાથી શોધી કાઢે છે.
Mutum ya kawo ƙarshen duhu; yakan bincike zuzzurfar iyaka, yana neman duwatsu a wuri mafi duhu.
4 ૪ માણસની વસ્તીથી દૂર તેઓ ખાણ ખોદે છે. ત્યાંથી પસાર થનાર તે ખાણ વિષે જાણતા નથી, તેઓ માણસોથી દૂર લટકે છે તેઓ આમતેમ ઝૂલે છે.
Nesa da inda mutane suke zama, yakan huda rami yă yi abin lilo, a wurin da mutane ba sa bi.
5 ૫ ધરતીમાંથી અનાજ ઊગે છે અને તેની નીચે તો જાણે અગ્નિથી ઊકળતો હોય એવું છે.
Cikin ƙasa inda ake samun abinci, a ƙarƙashinta kuwa zafi ne kamar wuta;
6 ૬ તેના ખડકોમાંથી નીલમણિઓ મળે છે, અને તેમાંથી સોનાના ગઠ્ઠા નીકળે છે.
akwai duwatsu masu daraja a cikin duwatsunta, akwai kuma zinariya a cikin ƙurarta.
7 ૭ કોઈ શિકારી પક્ષી તે રસ્તો જાણતું નથી. બાજ પક્ષીની આંખે પણ તે રસ્તો જોયો નથી.
Tsuntsu mai farauta bai san hanyarta ba, ba shahon da ya taɓa ganin ta.
8 ૮ વિકરાળ પશુ પણ ત્યાં પહોંચ્યું નથી. મદોન્મત સિંહના પગ પણ ત્યાં પડ્યા નથી.
Manyan namun jeji ba su taɓa binta ba, ba zakin da ya taɓa binta.
9 ૯ તે ચકમકના ખડક પર પોતાનો હાથ લંબાવે છે. તે પર્વતોને સમૂળગા ઊંધા વાળે છે.
Hannun mutum ya iya sarrafa ƙanƙarar duwatsu, yă kuma tumɓuke tushen duwatsu.
10 ૧૦ તે ખડકોમાંથી ભોંયરાઓ ખોદી કાઢે છે, અને તેમની આંખ દરેક મૂલ્યવાન વસ્તુને જુએ છે.
Yana tona rami a cikin duwatsu idanunsa suna ganin dukan dukiyar da ke cikin duwatsun.
11 ૧૧ તે નદીઓને વહેતી બંધ કરે છે અને ગુપ્ત બાબતો પ્રગટમાં લાવે છે.
Yana nema daga ina ruwan rafi yake ɓulɓulowa yana kuma binciko abubuwan da suke a ɓoye yă kawo su cikin haske.
12 ૧૨ પરંતુ તમને બુદ્ધિ ક્યાંથી મળે? અને સમજશકિતનું સ્થળ ક્યાં છે?
Amma a ina ne za a iya samun hikima? Ina fahimta take zama?
13 ૧૩ મનુષ્ય ડહાપણની કિંમત જાણતો નથી; પૃથ્વી પરના લોકોમાં જ્ઞાન મળતું નથી.
Mutum bai gane muhimmancinta ba, ba a samunta a ƙasar masu rai.
14 ૧૪ ઊંડાણ કહે છે, ‘તે મારી પાસે નથી;’ મહાસાગરો કહે છે, ‘તે મારી પાસે નથી.’
Zurfi ya ce, “Ba ta wurina”; teku ya ce, “Ba ta wurina.”
15 ૧૫ તે સોનાથી ખરીદી શકાય નહિ. તેની કિંમત બદલ ચાંદી પણ પર્યાપ્ત નથી.
Ba irin zinariyar da za tă iya sayenta, ko kuma a iya auna nauyinta da azurfa.
16 ૧૬ ઓફીરના સોનાને ધોરણે કે મૂલ્યવાન ગોમેદ કે નીલમને ધોરણે તેની કિંમત થાય નહિ.
Ba za a iya sayenta da zinariyar Ofir, ko sauran duwatsu masu daraja ba.
17 ૧૭ સોના કે હીરા સાથે તેની તુલના થઈ શકે તેમ નથી. કે, ચોખ્ખા સોનાનાં આભૂષણ પણ તેને તોલે આવે નહિ.
Zinariya da madubi ba za su iya gwada kansu da ita ba, ba kuwa za a iya musayarta da abubuwan da aka yi da zinariya ba.
18 ૧૮ પરવાળાં કે સ્ફટિકમણિનું તો નામ જ ના લેવું; જ્ઞાનની કિંમત તો માણેક કરતાં પણ વધુ ઊંચી છે.
Kada ma a ce murjani da duwatsu masu walƙiya; farashin hikima ya fi na lu’ulu’ai.
19 ૧૯ કૂશ દેશનો પોખરાજ પણ તેની બરોબરી કરી શકે નહિ, શુદ્ધ સોનાથી પણ તેની બરોબરી થાય નહિ.
Ba za a iya daidaita darajarta da duwatsun Tofaz na Kush ba, zallar zinariya ma ba tă isa ta saye ta ba.
20 ૨૦ ત્યારે બુદ્ધિ ક્યાંથી આવે છે? અને સમજશકિતનું સ્થળ ક્યાં છે?
“To, daga ina ke nan hikima ta fito? Ina fahimta take zama?
21 ૨૧ કેમ કે દરેક સજીવ વસ્તુથી તે છુપાયેલું છે. આકાશના પક્ષીઓથી પણ તે ગુપ્ત રખાયેલું છે.
An ɓoye ta daga idanun kowane abu mai rai, har tsuntsayen sararin sama ma an ɓoye masu ita.
22 ૨૨ વિનાશ તથા મૃત્યુ કહે છે, ‘અમે અમારા કાનોએ તેની અફવા સાંભળી છે.’
Hallaka da mutuwa suna cewa, ‘Jita-jitarta kaɗai muke ji.’
23 ૨૩ ઈશ્વર જ તેનો માર્ગ જાણે છે, અને તે જ તેનું સ્થળ જાણે છે.
Allah ya gane hanyar zuwa wurinta. Shi ne kaɗai ya san inda take zama,
24 ૨૪ કેમ કે ધરતીના છેડા સુધી તેમની નજર પહોંચે છે, આકાશની નીચે તે બધું જોઈ શકે છે.
Gama yana ganin iyakar duniya kuma yana ganin duk abin da yake ƙarƙashin sama.
25 ૨૫ ઈશ્વર પવનનું વજન કરે છે, હા, તે પાણીને માપથી માપી નાખે છે.
Lokacin da ya yi iska ya sa ta hura, ya kuma auna ruwaye.
26 ૨૬ જ્યારે તેમણે વરસાદ માટે નિયમ ઠરાવ્યો, અને મેઘની ગર્જના સાથે વાવાઝોડાનો માર્ગ નક્કી કર્યો,
Lokacin da ya yi wa ruwan sama doka da kuma hanya domin walƙiya,
27 ૨૭ તે વખતે ઈશ્વરે તેને જોયું અને તેનું વર્ણન કર્યું; તેમણે તેને સ્થાપન કર્યું અને તેને શોધી પણ કાઢ્યું.
sai ya dubi hikima ya auna ta; ya tabbatar da ita, ya gwada ta.
28 ૨૮ ઈશ્વરે માણસને કહ્યું, જુઓ, પ્રભુનો ડર તે જ જ્ઞાન છે; દુષ્ટતાથી દૂર રહેવું તે જ સમજશકિત છે.”
Ya kuma ce wa mutum, ‘Tsoron Ubangiji shi ne hikima, kuma guje wa mugunta shi ne fahimi.’”