< અયૂબ 26 >

1 પછી અયૂબે ઉત્તર આપ્યો અને કહ્યું કે:
ויען איוב ויאמר
2 “સામર્થ્ય વગરનાને તમે કેવી રીતે સહાય કરી છે? અને દુર્બળ હાથને તમે કેવી રીતે બચાવ્યા છે?
מה-עזרת ללא-כח הושעת זרוע לא-עז
3 અજ્ઞાનીને તમે કેવી રીતે બોધ આપ્યો? અને તમે ખરું ડહાપણ કેવું જાહેર કર્યું છે?
מה-יעצת ללא חכמה ותשיה לרב הודעת
4 તમે કોની મદદથી આ શબ્દો બોલ્યા છો? તમને કોના આત્માએ પ્રેરણા આપી છે?”
את-מי הגדת מלין ונשמת-מי יצאה ממך
5 બિલ્દાદે ઉત્તર આપ્યો કે, પાણી તથા તેમાં રહેનારની નીચે મરેલાઓ ભયથી ધ્રૂજે છે.
הרפאים יחוללו-- מתחת מים ושכניהם
6 ઈશ્વરની સમક્ષ શેઓલ ઉઘાડું છે, અને વિનાશને કોઈ આવરણ નથી. (Sheol h7585)
ערום שאול נגדו ואין כסות לאבדון (Sheol h7585)
7 ઈશ્વર ઉત્તરને ખાલી જગ્યાએ ફેલાવે છે, અને પૃથ્વીને શૂન્યાવકાશ પર લટકાવી છે.
נטה צפון על-תהו תלה ארץ על-בלימה
8 તેમણે ગાઢ વાદળામાં પાણી ભર્યું છે અને છતાં પાણીના ભારથી વાદળ ફાટતાં નથી.
צרר-מים בעביו ולא-נבקע ענן תחתם
9 ઈશ્વર ચંદ્રના મુખને ઢાંકી દે છે. તે તેના પર વાદળાંઓ પાથરી અને સંતાડી દે છે.
מאחז פני-כסה פרשז עליו עננו
10 ૧૦ તેમણે પાણીની સપાટી પર હદ ઠરાવી છે, પ્રકાશ તથા અંધકારની સરહદો પણ નક્કી કરી છે.
חק-חג על-פני-מים-- עד-תכלית אור עם-חשך
11 ૧૧ તેમની ધમકીથી આકાશના સ્થંભો કાંપે છે અને વિસ્મિત થાય છે.
עמודי שמים ירופפו ויתמהו מגערתו
12 ૧૨ તે પોતાની શક્તિથી સમુદ્રને શાંત કરે છે. પોતાના ડહાપણથી તે અજગરને વીંધે છે.
בכחו רגע הים ובתובנתו (ובתבונתו) מחץ רהב
13 ૧૩ તેમના શ્વાસે આકાશને નિર્મળ કર્યું છે; તેમના હાથે જલદ સર્પને વીંધ્યો છે.
ברוחו שמים שפרה חללה ידו נחש ברח
14 ૧૪ જુઓ, આ તો માત્ર તેમના માર્ગનો ઇશારો છે; આપણે તેમનો ઝીણો ગણગણાટ સાંભળીએ છીએ ખરા? પણ તેમના પરિપૂર્ણ પરાક્રમની ગર્જનાને કોણ સમજી શકે?”
הן-אלה קצות דרכו-- ומה-שמץ דבר נשמע-בו ורעם גבורתו מי יתבונן

< અયૂબ 26 >