< અયૂબ 26 >
1 ૧ પછી અયૂબે ઉત્તર આપ્યો અને કહ્યું કે:
Then responded Job, and said: —
2 ૨ “સામર્થ્ય વગરનાને તમે કેવી રીતે સહાય કરી છે? અને દુર્બળ હાથને તમે કેવી રીતે બચાવ્યા છે?
How hast thou given help to one of no-strength? given victory to an arm of no-power?
3 ૩ અજ્ઞાનીને તમે કેવી રીતે બોધ આપ્યો? અને તમે ખરું ડહાપણ કેવું જાહેર કર્યું છે?
How hast thou given counsel to one of no-wisdom? or, effective wisdom, abundantly made known?
4 ૪ તમે કોની મદદથી આ શબ્દો બોલ્યા છો? તમને કોના આત્માએ પ્રેરણા આપી છે?”
Whom hast thou taught speech? Whose inspiration hath come from thee?
5 ૫ બિલ્દાદે ઉત્તર આપ્યો કે, પાણી તથા તેમાં રહેનારની નીચે મરેલાઓ ભયથી ધ્રૂજે છે.
The shades, tremble, beneath the waters and their inhabitants;
6 ૬ ઈશ્વરની સમક્ષ શેઓલ ઉઘાડું છે, અને વિનાશને કોઈ આવરણ નથી. (Sheol )
Naked is hades before him, and there is no covering to destruction; (Sheol )
7 ૭ ઈશ્વર ઉત્તરને ખાલી જગ્યાએ ફેલાવે છે, અને પૃથ્વીને શૂન્યાવકાશ પર લટકાવી છે.
Who stretcheth out the north over emptiness, hangeth the earth upon nothingness;
8 ૮ તેમણે ગાઢ વાદળામાં પાણી ભર્યું છે અને છતાં પાણીના ભારથી વાદળ ફાટતાં નથી.
Who bindeth up the waters in his thick clouds, and the cloud is not rent beneath them;
9 ૯ ઈશ્વર ચંદ્રના મુખને ઢાંકી દે છે. તે તેના પર વાદળાંઓ પાથરી અને સંતાડી દે છે.
Who shutteth-in the face of the throne, he spreadeth over it his cloud;
10 ૧૦ તેમણે પાણીની સપાટી પર હદ ઠરાવી છે, પ્રકાશ તથા અંધકારની સરહદો પણ નક્કી કરી છે.
A, boundary, hath he encircled on the face of the waters, as far as where light ends in darkness;
11 ૧૧ તેમની ધમકીથી આકાશના સ્થંભો કાંપે છે અને વિસ્મિત થાય છે.
The pillars of the heavens, are shaken, and are terrified at his rebuke:
12 ૧૨ તે પોતાની શક્તિથી સમુદ્રને શાંત કરે છે. પોતાના ડહાપણથી તે અજગરને વીંધે છે.
By his strength, hath he excited the sea, and, by his skill, hath he shattered the Crocodile:
13 ૧૩ તેમના શ્વાસે આકાશને નિર્મળ કર્યું છે; તેમના હાથે જલદ સર્પને વીંધ્યો છે.
By his spirit, hath he arched the heavens, His hand hath pierced the fleeing serpent.
14 ૧૪ જુઓ, આ તો માત્ર તેમના માર્ગનો ઇશારો છે; આપણે તેમનો ઝીણો ગણગણાટ સાંભળીએ છીએ ખરા? પણ તેમના પરિપૂર્ણ પરાક્રમની ગર્જનાને કોણ સમજી શકે?”
Lo! these, are the fringes of his way, and what a whisper of a word hath been heard of him! But, the thunder of his might, who could understand?