< અયૂબ 23 >
1 ૧ ત્યારે અયૂબે જવાબ આપ્યો અને કહ્યું કે,
Allora Giobbe rispose e disse:
2 ૨ “આજે પણ મારી ફરિયાદ કડવી છે; મારાં દુઃખો કરતાં મારો ઘા ભારે છે.
“Anche oggi il mio lamento è una rivolta, per quanto io cerchi di comprimere il mio gemito.
3 ૩ અરે, મને તે ક્યાં જડે તે હું જાણતો હોત તો કેવું સારું! અરે, તો હું તેમને આસને જઈ પહોંચત!
Oh sapessi dove trovarlo! potessi arrivare fino al suo trono!
4 ૪ હું મારી દલીલો તેમની આગળ અનુક્રમે રજૂ કરત અને મારું મોઢું દલીલોથી ભરત.
Esporrei la mia causa dinanzi a lui, riempirei d’argomenti la mia bocca.
5 ૫ મારે જાણવું છે ઈશ્વર મારી દલીલોના જવાબ કેવી રીતે આપે છે. અને તે મને જે કહેત તે હું સમજત.
Saprei quel che mi risponderebbe, e capirei quello che avrebbe da dirmi.
6 ૬ શું તે તેમની શક્તિનો મારી સામે ઊપયોગ કરશે? ના, હું જે કહું તે જરૂર તેમના લક્ષમાં લેત.
Contenderebbe egli meco con la sua gran potenza? No! invece, mi presterebbe attenzione.
7 ૭ ત્યાં એક પ્રામાણિક માણસ તેમની સાથે વાદવિવાદ કરી શકે છે. પછી હું સદાને માટે મારા ન્યાયાધીશથી મુકત થાત.
Là sarebbe un uomo retto a discutere con lui, e sarei dal mio giudice assolto per sempre.
8 ૮ જુઓ, હું પૂર્વમાં જાઉં છું, પણ તે ત્યાં નથી. હું પશ્ચિમમાં જોઉં છું, પણ હું તેમને જોઈ શકતો નથી.
Ma, ecco, se vo ad oriente, egli non c’è; se ad occidente, non lo trovo;
9 ૯ ડાબે હાથે તે કામ કરે છે ત્યારે હું તેમને નિહાળી શકતો નથી. જમણે હાથે તે એવા ગુપ્ત રહે છે કે હું તેમને જોઈ શકતો નથી.
se a settentrione, quando vi opera, io non lo veggo; si nasconde egli nel mezzodì, io non lo scorgo.
10 ૧૦ પણ ઈશ્વર મારી ચાલચલગત જાણે છે; મારી પરીક્ષા તે કરશે ત્યારે હું સોના જેવો નીકળીશ.
Ma la via ch’io batto ei la sa; se mi mettesse alla prova, ne uscirei come l’oro.
11 ૧૧ મારા પગ તેમના પગલાને વળગી રહ્યા છે; મેં તેમનો માર્ગ પકડી રાખ્યો છે હું આમતેમ ભટકી ગયો નથી.
Il mio piede ha seguito fedelmente le sue orme, mi son tenuto sulla sua via senza deviare;
12 ૧૨ તેમના હોઠોની આજ્ઞાઓથી હું પાછો હઠ્યો નથી; મારા આવશ્યક ખોરાક કરતાં તેમના મુખના શબ્દો મેં આવશ્યક ગણીને તેને સંઘરી રાખ્યા છે.
non mi sono scostato dai comandamenti delle sue labbra, ho riposto nel mio seno le parole della sua bocca.
13 ૧૩ પરંતુ ઈશ્વર બદલાતા નથી; કોણ તેમને બદલી શકે? તેમનો આત્મા જે ઇચ્છે તે જ તે કરે છે.
Ma la sua decisione e una; chi lo farà mutare? Quello ch’ei desidera, lo fa;
14 ૧૪ તેમણે મારે માટે જે નિર્માણ કર્યું છે તે પ્રમાણે જ તે કરશે. અને એવાં ઘણાં કામ તેમના હાથમાં રહેલાં છે.
egli eseguirà quel che di me ha decretato; e di cose come queste ne ha molte in mente.
15 ૧૫ માટે હું તેમની આગળ ગભરાઈ જાઉં છું. જ્યારે હું આ બાબતો વિષે વિચાર કરું છું ત્યારે મને તેમનો ડર લાગે છે.
Perciò nel suo cospetto io sono atterrito; quando ci penso, ho paura di lui.
16 ૧૬ ઈશ્વરે મારું હૃદયભંગ કર્યું છે; અને સર્વશક્તિમાન ઈશ્વરે મને ગભરાવ્યો છે.
Iddio m’ha tolto il coraggio, l’Onnipotente mi ha spaventato.
17 ૧૭ કેમ કે અંધકાર મારા પર આવ્યાને લીધે, ઘોર અંધકારે મારું મોં ઢાંકી દીધું.
Questo mi annienta: non le tenebre, non la fitta oscurità che mi ricopre.