< અયૂબ 22 >
1 ૧ ત્યારે અલિફાઝ તેમાનીએ જવાબ આપતાં કહ્યું કે,
Allora Elifaz di Teman rispose e disse:
2 ૨ “શું માણસ ઈશ્વરને લાભકારક હોઈ શકે? શું ડાહ્યો માણસ પોતાને જ લાભકારક હોય એ સાચું છે?
“Può l’uomo recar qualche vantaggio a Dio? No; il savio non reca vantaggio che a sé stesso.
3 ૩ તું ન્યાયી હોય તોપણ સર્વશક્તિમાનને શો આનંદ થાય? તું તારા રસ્તા સીધા રાખે તેમાં તેમને શો ફાયદો?
Se sei giusto, ne vien forse qualche diletto all’Onnipotente? Se sei integro nella tua condotta, ne ritrae egli un guadagno?
4 ૪ શું તે તારાથી ડરે છે કે તે તને ઠપકો આપે છે અને તે તને તેમના ન્યાયાસન આગળ ઊભો કરે છે?
E’ forse per la paura che ha di te ch’egli ti castiga o vien teco in giudizio?
5 ૫ શું તારી દુષ્ટતા ઘણી નથી? તારા અન્યાય તો પાર વિનાના છે.
La tua malvagità non è essa grande e le tue iniquità non sono esse infinite?
6 ૬ કેમ કે તેં તારા ભાઈની થાપણ મફતમાં લીધી છે; અને તારા દેણદારોનાં વસ્ત્રો કાઢી લઈને તેઓને નિર્વસ્ત્ર કરી દીધા છે.
Tu, per un nulla, prendevi pegno da’ tuoi fratelli, spogliavi delle lor vesti i mezzo ignudi.
7 ૭ તમે થાકેલાને પીવાને પાણી આપ્યું નથી; તમે ભૂખ્યાને રોટલી આપી નથી,
Allo stanco non davi a bere dell’acqua, all’affamato rifiutavi del pane.
8 ૮ જો કે શક્તિશાળી માણસ તો ભૂમિનો માલિક હતો. અને સન્માનિત પુરુષ તેમાં વસતો હતો.
La terra apparteneva al più forte, e l’uomo influente vi piantava la sua dimora.
9 ૯ તેં વિધવાઓને ખાલી હાથે પાછી વાળી છે; અને અનાથોના હાથ ભાંગી નાખ્યા છે.
Rimandavi a vuoto le vedove, e le braccia degli orfani eran spezzate.
10 ૧૦ તેથી તારી ચારેતરફ ફાંસલો છે, અને અણધારી આફત તને ડરાવી મૂકે છે;
Ecco perché sei circondato di lacci, e spaventato da sùbiti terrori.
11 ૧૧ જેને તું જોઈ શકતો નથી, એવો અંધકાર તને ગભરાવે છે, અને પૂરનાં પાણીએ તને ઢાંકી દીધો છે.
O non vedi le tenebre che t’avvolgono e la piena d’acque che ti sommerge?
12 ૧૨ શું ઈશ્વર આકાશના ઉચ્ચસ્થાનમાં નથી? તારાઓની ઊંચાઈ જો, તેઓ કેટલા ઊંચા છે?
Iddio non è egli lassù ne’ cieli? Guarda lassù le stelle eccelse, come stanno in alto!
13 ૧૩ તું કહે છે, ઈશ્વર શું જાણે છે? શું તે ઘોર અંધકારની આરપાર જોઈને ન્યાય કરી શકે?
E tu dici: “Iddio che sa? Può egli giudicare attraverso il buio?
14 ૧૪ ગાઢ વાદળ તેને એવી રીતે ઢાંકી દે છે કે તે જોઈ શકતો નથી; અને આકાશના ઘુંમટ પર તે ચાલે છે.’
Fitte nubi lo coprono e nulla vede; egli passeggia sulla vòlta de’ cieli”.
15 ૧૫ જે પ્રાચીન માર્ગ પર દુષ્ટ લોકો ચાલ્યા હતા, તેને શું તું વળગી રહીશ?
Vuoi tu dunque seguir l’antica via per cui camminarono gli uomini iniqui,
16 ૧૬ તેઓનો સમય પૂરો થયા અગાઉ તેઓને ઝડપી લેવામાં આવ્યા હતા, તેઓનો પાયો રેલમાં તણાઈ ગયો હતો.
che furon portati via prima del tempo, e il cui fondamento fu come un torrente che scorre?
17 ૧૭ તેઓ ઈશ્વરને કહેતા હતા કે, ‘અમારાથી દૂર ચાલ્યા જાઓ;’ તેઓ કહેતા કે, સર્વશક્તિમાન અમને શું કરી શકવાના છે?’
Essi dicevano a Dio: “Ritirati da noi!” e chiedevano che mai potesse far per loro l’Onnipotente.
18 ૧૮ તેમ છતાં પણ ઈશ્વરે તેઓનાં ઘર સારી વસ્તુઓથી ભર્યાં; પણ દુષ્ટ લોકોના વિચાર મારાથી દૂર છે.
Eppure Iddio avea riempito le loro case di beni! Ah lungi da me il consiglio degli empi!
19 ૧૯ ન્યાયીઓ તેમને જોઈને ખુશ થાય છે; અને નિર્દોષ તુચ્છકાર સહિત તેમના પર હસશે.
I giusti, vedendo la loro ruina, ne gioiscono e l’innocente si fa beffe di loro:
20 ૨૦ તેઓ કહે છે, અમારી સામે ઊઠનારા નિશ્ચે કપાઈ ગયા છે; અને તેઓમાંથી બચેલાને અગ્નિએ ભસ્મ કર્યા છે.’
“Vedete se non son distrutti gli avversari nostri! la loro abbondanza l’ha divorata il fuoco!”
21 ૨૧ હવે ઈશ્વરની સાથે સુલેહ કર અને શાંતિમાં રહે; જેથી તારું ભલું થશે.
Riconciliati dunque con Dio; avrai pace, e ti sarà resa la prosperità.
22 ૨૨ કૃપા કરીને તેમના મુખથી બોધ સાંભળ અને તેમની વાણી તારા હૃદયમાં સંઘરી રાખ.
Ricevi istruzioni dalla sua bocca, e riponi le sue parole nel tuo cuore.
23 ૨૩ જો તું સર્વશક્તિમાન ઈશ્વરની પાસે પાછો વળે તો તું સ્થિર થશે, અને જો તું તારા તંબુમાંથી અન્યાય દૂર કરશે તો તું સ્થિર થશે.
Se torni all’Onnipotente, se allontani l’iniquità dalle tue tende, sarai ristabilito.
24 ૨૪ જો તું તારું ધન ધૂળમાં ફેંકી દે, અને ઓફીરનું સોનું નાળાંના પાણીમાં ફેંકી દે.
Getta l’oro nella polvere e l’oro d’Ophir tra i ciottoli del fiume
25 ૨૫ તો સર્વશક્તિમાન તારો ખજાનો થશે, અને તને મૂલ્યવાન ચાંદી પ્રાપ્ત થશે.
e l’Onnipotente sarà il tuo oro, egli ti sarà come l’argento acquistato con fatica.
26 ૨૬ તું સર્વશક્તિમાન ઈશ્વરમાં આનંદ માનશે; અને તું ઈશ્વર તરફ તારું મુખ ઊંચું કરશે.
Allora farai dell’Onnipotente la tua delizia, e alzerai la faccia verso Dio.
27 ૨૭ તું તેમને પ્રાર્થના કરશે, એટલે તે તારું સાંભળશે; અને પછી તું તારી પ્રતિજ્ઞાઓ પૂરી કરીશ.
Lo pregherai, egli t’esaudirà, e tu scioglierai i voti che avrai fatto.
28 ૨૮ વળી તું કોઈ બાબત વિષે ઠરાવ કરશે તો તે સફળ થશે; તારા માર્ગમાં પ્રકાશ પડશે.
Quello che imprenderai, ti riuscirà; sul tuo cammino risplenderà la luce.
29 ૨૯ ઈશ્વર અભિમાનીને પાડે છે, અને નમ્રને તેઓ બચાવે છે.
Se ti abbassano, tu dirai: “In alto!” e Dio soccorrerà chi ha gli occhi a terra;
30 ૩૦ જેઓ નિર્દોષ નથી તેઓને પણ તેઓ ઉગારે છે, તારા હાથની શુદ્ધતાને લીધે તેઓ તને ઉગારશે.”
libererà anche chi non è innocente, ei sarà salvo per la purità delle tue mani”.