< અયૂબ 21 >
1 ૧ પછી અયૂબે જવાબ આપ્યો અને કહ્યું;
ヨブこたへて曰く
2 ૨ “હું જે કહું તે ધ્યાનથી સાંભળો, અને મને દિલાસો આપો.
請ふ汝等わが言を謹んで聽き 之をもて汝らの慰藉に代よ
3 ૩ મારા બોલી રહ્યા પછી ભલે તમે મારી હાંસી ઉડાવજો; પણ હું બોલું છું ત્યાં સુધી ધીરજ રાખજો.
先われに容して言しめよ 我が言る後なんぢ嘲るも可し
4 ૪ શું મારી ફરિયાદ માણસ સામે છે? હું શા માટે અધીરો ના થાઉં?
わが怨言は世の人の上につきて起れる者ならんや 我なんぞ氣をいらだつ可らざらんや
5 ૫ મારી સામે જોઈને આશ્ચર્ય પામો, અને તમારો હાથ તમારા મુખ પર મૂકો.
なんぢら我を視て驚き 手を口にあてよ
6 ૬ હું યાદ કરું છું ત્યારે ગભરાઈ જાઉં છું, હું ભયથી ધ્રૂજી ઊઠું છું.
われ思ひまはせば畏しくなりて身體しきりに戰慄く
7 ૭ શા માટે દુર્જનો લાંબુ જીવે છે? શા માટે તેઓ વૃદ્ધ થાય છે અને સફળ રહે છે?
惡き人何とて生ながらへ 老かつ勢力強くなるや
8 ૮ દુર્જનો તેઓનાં સંતાનોને મોટાં થતાં જુએ છે. દુર્જનો પોતાનાં પૌત્ર-પૌત્રીઓને જોવા માટે જીવે છે.
その子等はその周圍にありてその前に堅く立ち その子孫もその目の前に堅く立べし
9 ૯ તેઓનાં ઘર ભય વગર સુરક્ષિત હોય છે; અને ઈશ્વરની સોટી તેઓ પર પડતી નથી.
またその家は平安にして畏懼なく 神の杖その上に臨まじ
10 ૧૦ તેઓનો સાંઢ ગાયો સાથેના સંવનનમાં નિષ્ફળ થતો નથી; તેઓની ગાયો જન્મ આપે છે, મૃત વાછરડાઓ જન્મતા નથી.
その牡牛は種を與へて過らず その牝牛は子を産てそこなふ事なし
11 ૧૧ તેઓ પોતાનાં સંતાનોને ઘેટાંનાં બચ્ચાંઓની જેમ બહાર રમવા મોકલે છે. તેઓનાં સંતાનો નાચે છે.
彼等はその少き者等を外に出すこと群のごとし その子等は舞をどる
12 ૧૨ તેઓ ખંજરી તથા વીણા સાથે ગાય છે, અને વાંસળીના અવાજથી આનંદ પામે છે.
彼等は鼓と琴とをもて歌ひ 笛の音に由て樂み
13 ૧૩ તેઓ પોતાના દિવસો સમૃદ્ધિમાં વિતાવે છે, અને એક પળમાં તેઓ શેઓલમાં ઊતરી જાય છે. (Sheol )
その日を幸福に暮し まばたくまに陰府にくだる (Sheol )
14 ૧૪ તેઓ ઈશ્વરને કહે છે, ‘અમારાથી દૂર જાઓ કેમ કે અમે તમારા માર્ગોનું ડહાપણ મેળવવા ઇચ્છતા નથી.
然はあれども彼等は神に言らく我らを離れ賜へ 我らは汝の道をしることを好まず
15 ૧૫ તેઓ કહે છે, સર્વશક્તિમાન ઈશ્વર કોણ છે કે, અમે તેમની સેવા કરીએ? તેમને પ્રાર્થના કરવાથી અમને શો લાભ થાય?
全能者は何者なれば我らこれに事ふべき 我儕これに祈るとも何の益を得んやと
16 ૧૬ જુઓ, તેઓની સમૃદ્ધિ તેઓના પોતાના હાથમાં નથી? દુષ્ટોની સલાહ મારાથી દૂર છે.
視よ彼らの福祿は彼らの力に由にあらざるなり 惡人の希圖は我に與する所にあらず
17 ૧૭ દુષ્ટ લોકોનો દીવો કેટલીવાર ઓલવી નાખવામાં આવે છે? અને કેટલીવાર વિપત્તિ તેઓ પર આવી પડે છે? ઈશ્વર તેમના કોપથી કેટલીવાર તેમના ઉપર દુઃખો મોકલે છે?
惡人のその燈火を滅るる事幾度ありしか その滅亡のこれに臨む事 神の怒りて之に艱苦を蒙らせたまふ事幾度有しか
18 ૧૮ તેઓ કેટલીવાર હવામાં ઊડી જતા ખૂંપરા જેવા વંટોળિયામાં ઊડતાં ફોતરા જેવા હોય છે?
かれら風の前に藁の如く 暴風に吹さらるる籾殼の如くなること幾度有しか
19 ૧૯ તમે કહો છો કે, ‘ઈશ્વર તેઓના પાપની સજા તેઓનાં સંતાનોને કરે છે;’ તેમણે તેનો બદલો તેને જ આપવો જોઈએ કે, તેને જ ખબર પડે.
神かれの愆を積たくはへてその子孫に報いたまふか 之を彼自己の身に報い知しむるに如ず
20 ૨૦ તેની પોતાની જ આંખો તેનો પોતાનો નાશ જુએ, અને સર્વશક્તિમાન ઈશ્વરના કોપનો પ્યાલો તેને જ પીવા દો.
かれをして自らその滅亡を目に視させ かつ全能者の震怒を飮しめよ
21 ૨૧ તેના મૃત્યુ પછી એટલે તેના આયુષ્યની મર્યાદા અધવચથી કપાઈ ગયા પછી, તે કુટુંબમાં શો આનંદ રહે છે?
その月の數すでに盡るに於ては何ぞその後の家に關はる所あらん
22 ૨૨ શું કોઈ ઈશ્વરને ડહાપણ શીખવી શકે? ઈશ્વર મહાન પુરુષોનો પણ ન્યાય કરે છે.
神は天にある者等をさへ審判きたまふなれば誰か能これに知識を教へんや
23 ૨૩ માણસ પૂરજોરમાં, તથા પૂરા સુખચેનમાં હોય ત્યારે મૃત્યુ પામે છે.
或人は繁榮を極め全く平穩にかつ安康にして死に
24 ૨૪ તેનું શરીર દૂધથી ભરપૂર હોય છે. અને તેનાં હાડકાં મજબૂત હોય ત્યારે તે મૃત્યુ પામે છે.
その器に乳充ち その骨の髓は潤ほへり
25 ૨૫ પરંતુ બીજો તો પોતાના જીવનમાં કષ્ટ ભોગવતો મૃત્યુ પામે છે, અને કદી સુખનો અનુભવ કરતો નથી.
また或人は心を苦しめて死し 終に福祉をあぢはふる事なし
26 ૨૬ તેઓ સરખી રીતે ધૂળમાં સૂઈ જાય છે. અને કીડાઓ તેઓને ઢાંકી દે છે.
是等は倶に齊しく塵に臥して蛆におほはる
27 ૨૭ જુઓ, હું તમારા વિચારો જાણું છું અને હું જાણું છું તમે મારું ખોટું કરવા માગો છો.
我まことに汝らの思念を知り 汝らが我を攻撃んとするの計略を知る
28 ૨૮ માટે તમે કહો છો, હવે રાજકુમારનું ઘર ક્યાં છે? દુષ્ટ માણસ રહે છે તે તંબુ ક્યાં છે?’
なんぢらは言ふ王侯の家は何に在る 惡人の住所は何にあると
29 ૨૯ શું તમે કદી રસ્તે જનારાઓને પૂછ્યું? તમે તેઓના અનુભવની વાતો જાણતા નથી કે,
汝らは路往く人々に詢ざりしや 彼等の證據を曉らざるや
30 ૩૦ ભૂંડો માણસ સંકટના સમયે બચી જાય છે, અને તેઓને કોપને દિવસે બચાવવામાં આવે છે?
すなはち滅亡の日に惡人遺され 烈しき怒の日に惡人たづさへ出さる
31 ૩૧ તેનો માર્ગ દુષ્ટ માણસને મોં પર કોણ કહી બતાવશે? તેણે જે કર્યું છે તેનો બદલો તેને કોણ આપશે?
誰か能かれに打向ひて彼の行爲を指示さんや 誰か能彼の爲たる所を彼に報ゆることを爲ん
32 ૩૨ તોપણ તેને કબર આગળ ઊંચકી જવામાં આવશે, અને તેની કબર પર પહેરો મૂકવામાં આવશે.
彼は舁れて墓に到り 塚の上にて守護ることを爲す
33 ૩૩ ખીણની માટીનાં ઢેફાં પણ તેને મીઠાં લાગશે, જેમ તેની અગાઉ અગણિત માણસો લઈ જવામાં આવ્યા હતા, તેમ સઘળાં માણસો તેની પાછળ જશે.
谷の土塊も彼には快し 一切の人その後に從ふ 其前に行る者も數へがたし
34 ૩૪ તમે શા માટે મને નકામું આશ્વાસન આપો છો? કેમ કે તમારા ઉત્તરો જોતાં તો તેમાં જુઠાણું જ રહેલું છે.”
既に是の如くなるに汝等なんぞ徒に我を慰さめんとするや 汝らの答ふる所はただ虚僞のみ