< અયૂબ 19 >
1 ૧ ત્યારે અયૂબે જવાબ આપ્યો અને કહ્યું,
А Јов одговори и рече:
2 ૨ “તમે ક્યાં સુધી મારા જીવને ત્રાસ આપશો? અને શબ્દોથી મને કચડ્યા કરશો?
Докле ћете мучити душу моју и сатирати ме речима?
3 ૩ આ દસ વખત તમે મને મહેણાં માર્યાં છે; મારી સાથે નિર્દય રીતે વર્તતાં તમને શરમ આવતી નથી.
Већ сте ме десет пута наружили; није вас стид што тако наваљујете на ме?
4 ૪ જો મેં પાપ કર્યુ પણ હોય, તો તે મારી ભૂલ મારી પાસે રહી.
Али ако сам доиста погрешио, погрешка ће моја остати код мене.
5 ૫ જો તમારે મારી વિરુદ્ધ અભિમાન કરવું જ હોય, અને મારી વિરુદ્ધ દલીલ રજૂ કરીને મારું અપમાન કરવું હોય;
Ако ли се још хоћете да дижете на ме и да ме корите мојом срамотом,
6 ૬ તો હવે સમજી લો કે ઈશ્વરે મને ઊથલાવી પાડ્યો છે તેમણે મને ફાંસલામાં પકડી લીધો છે.
Онда знајте да ме је Бог оборио и мрежу своју разапео око мене.
7 ૭ જુઓ, અન્યાયને લીધે હું બૂમો પાડું છું પણ મારી દાદ સાંભળવામાં આવતી નથી; હું મદદને માટે પોકાર કરું છું પણ મને ન્યાય મળતો નથી.
Ето, вичем на неправду, али се не слушам; вапим, али нема суда.
8 ૮ ઈશ્વરે મારો માર્ગ એવો બંધ કરી દીધો છે કે હું આગળ ચાલી શકતો નથી, તેમણે મારા રસ્તાઓને અંધકારથી ઢાંકી દીધા છે.
Заградио је пут мој да не могу проћи; на стазе моје метнуо је мрак.
9 ૯ તેમણે મારો વૈભવ છીનવી લીધો છે, મારા માથા પરનો મુગટ ઉતારી નાંખ્યો છે.
Свукао је с мене славу моју и скинуо венац с главе моје.
10 ૧૦ તેમણે ચારે બાજુથી મને તોડી પાડ્યો છે અને મારું આવી બન્યું છે; મારી આશાઓ ઝાડની જેમ મૂળમાંથી ઉખેડી નાખી છે.
Порушио ме је од свуда, да ме нема; и као дрво ишчупао је надање моје.
11 ૧૧ વળી તેમણે પોતાનો રોષ મારી વિરુદ્ધ પ્રગટ કર્યો છે; તેઓ મને પોતાના શત્રુ જેવો ગણે છે.
Распалио се на ме гнев Његов, и узео ме је међу непријатеље своје.
12 ૧૨ તેનું આખું સૈન્ય મારી સામે આવે છે; તેઓ મારી વિરુદ્ધ પોતાનો માર્ગ બાંધે છે. અને મારા તંબુની આસપાસ છાવણી નાખે છે.
Војске Његове дођоше све заједно и насуше к себи пут к мени, стадоше у логор около шатора мог.
13 ૧૩ તેમણે મારા ભાઈઓને મારાથી દૂર કર્યા છે; મારા સ્વજનોમાં હું અજાણ્યા જેવો થઈ ગયો છું.
Браћу моју удаљио је од мене, и знанци моји туђе се од мене.
14 ૧૪ સગાં વહાલાંઓએ મને તજી દીધો છે. મારા દિલોજાન મિત્રો પણ મને ભૂલી ગયા છે.
Ближњи моји оставише ме, и знанци моји заборавише ме.
15 ૧૫ મારા ઘરમાં રહેનારાઓ તથા મારી દાસીઓ પણ મને પારકા જેવો ગણે છે. તેઓની નજરમાં હું એક વિદેશી જેવો છું.
Домашњи моји и моје слушкиње гледају ме као туђина; странац сам у очима њиховим.
16 ૧૬ હું મારા નોકરને બોલાવું છું પણ તે મને ઉત્તર આપતો નથી જો કે હું મદદ માટે આજીજી કરું છું તોપણ તે જવાબ આપતો નથી.
Зовем слугу свог, а он се не одзива, а молим га устима својим.
17 ૧૭ મારો શ્વાસ મારી પત્નીને ધિક્કારજનક લાગે છે; મારા સગા ભાઈઓ અને બહેનોમારે આજીજી કરવી પડે છે.
Дах је мој мрзак жени мојој, а преклињем је синовима утробе своје.
18 ૧૮ નાનાં બાળકો પણ મારો તિરસ્કાર કરે છે; જ્યારે હું ઊઠું છું ત્યારે તેઓ મારી વિરુદ્ધ બોલે છે.
Ни деца не хају за ме; кад устанем, руже ме.
19 ૧૯ મારા ગાઢ મિત્રો જેમને હું પ્રેમ કરતો હતો મારો તિરસ્કાર કરે છે; મારા સૌ પ્રિયજનો મારી વિરુદ્ધ થઈ ગયા છે.
Мрзак сам свима неверним својим, и које љубљах посташе ми противници.
20 ૨૦ મારું માંસ તથા ચામડી મારા હાડકાંને ચોંટી ગયા છે. માંડમાંડ મારો જીવ બચ્યો છે.
За кожу моју као за месо моје прионуше кости моје; једва оста кожа око зуба мојих.
21 ૨૧ હે મારા મિત્રો, મારા પર દયા કરો, કેમ કે ઈશ્વરના હાથે મારો સ્પર્શ કર્યો છે.
Смилујте се на ме, смилујте се на ме, пријатељи моји, јер се рука Божија дотакла мене.
22 ૨૨ શા માટે ઈશ્વરની જેમ તમે મને સતાવો છો; મારા શરીરથી પણ તમને સંતોષ નથી થતો શું?
Зашто ме гоните као Бог, и меса мог не можете да се наситите?
23 ૨૩ અરે, મારા શબ્દો હમણાં જ લખવામાં આવે! અરે, પુસ્તકમાં તે નોંધી લેવામાં આવે તો કેવું સારું!
О кад би се написале речи моје! Кад би се ставиле у књигу!
24 ૨૪ અરે, તે લોખંડની કલમથી તથા સીસાથી, સદાને માટે ખડક પર કોતરવામાં આવે તો તે કેવું સારું!
Писаљком гвозденом и оловом на камену за вечни спомен кад би се урезале!
25 ૨૫ હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે. અને આખરે તે પૃથ્વી પર ઊભા રહેશે;
Али знам да је жив мој Искупитељ, и на последак да ће стати над прахом.
26 ૨૬ મારા શરીરનો આવી રીતે નાશ થયા પછી પણ, હું મારા ઈશ્વરને જોઈશ.
И ако се ова кожа моја и рашчини, опет ћу у телу свом видети Бога.
27 ૨૭ તેમને હું પોતાની જાતે જોઈશ; મારી આંખો તેમને જોશે, અજાણ્યાની નહિ મારું હૃદય નિર્બળ થાય છે.
Ја исти видећу Га, и очи моје гледаће Га, а не друге. А бубрега мојих нестаје у мени.
28 ૨૮ જો તમે કહો, ‘અમે તેને કેવો સતાવીશું,’ કેમ કે તેનામાં આ બાબતનું મૂળ મળ્યું છે,’
Него би требало да кажете: Зашто га гонимо? Кад је корен беседе у мени.
29 ૨૯ તો તલવારથી તમે બીહો, કેમ કે કોપ તલવારની શિક્ષા લાવે છે, તેથી તમને ખબર પડશે કે ત્યાં ન્યાય છે.”
Бојте се мача; јер је мач освета за безакоње; и знајте да има суд.