< અયૂબ 18 >
1 ૧ એટલે બિલ્દાદ શૂહીએ જવાબ આપ્યો અને કહ્યું કે,
೧ಆಗ ಶೂಹ್ಯನಾದ ಬಿಲ್ದದನು ಪ್ರತ್ಯುತ್ತರವಾಗಿ ಹೀಗೆಂದನು,
2 ૨ “તારા શબ્દોનો અંત લાવ. વિચાર કરો અને પછી અમે વાત કરીશું.
೨“ಇನ್ನೆಷ್ಟರವರೆಗೆ ಮಾತುಗಳನ್ನು ಹಿಡಿಯುವುದಕ್ಕೆ ಹೊಂಚು ಹಾಕುತ್ತಿರುವೆ? ಮೊದಲು ನೀನು ಆಲೋಚಿಸು, ಆ ಮೇಲೆ ಮಾತನಾಡೋಣ.
3 ૩ અમે પશુઓની માફક કેમ ગણાઈએ છીએ? અને શા માટે તારી નજરમાં મૂર્ખ થયા છીએ?
೩ಏಕೆ ನಮ್ಮನ್ನು ಮೃಗಗಳೆಂದು ಎಣಿಸಿದ್ದೀ? ನಿನ್ನ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ನಾವು ದಡ್ಡರೋ?
4 ૪ તું જ તારા ક્રોધથી તારી જાતને દુ: ખ પહોંચાડી રહ્યો છે. શું તારા માટે પૃથ્વીનો ત્યાગ કરવામાં આવશે? અથવા શું ખડકને પોતાને સ્થાનેથી ખસેડવામાં આવશે?
೪ಸಿಟ್ಟಿನಿಂದ ನಿನ್ನನ್ನು ಸೀಳಿಕೊಳ್ಳುವವನೇ, ನಿನಗಾಗಿ ಲೋಕವೇ ಹಾಳಾಗಬೇಕೋ, ಬಂಡೆಯು ತನ್ನ ಸ್ಥಳದಿಂದ ಜರುಗಬೇಕೋ?
5 ૫ હા, દુષ્ટ લોકોનો દીવો હોલવી નાખવામાં આવશે; તેનો અગ્નિ બળતો બંધ થઈ જશે.
೫ಹೇಗಾದರೂ ದುಷ್ಟನ ದೀಪವು ಆರುವುದು, ಅವನ ಒಲೆಯು ಉರಿಯುವುದಿಲ್ಲ.
6 ૬ તેના ઘરમાં અજવાળું અંધકારરૂપ થશે; તેની પાસેનો તેનો દીવો હોલવી નાખવામાં આવશે.
೬ಅವನ ಗುಡಾರದಲ್ಲಿ ಬೆಳಕು ಕತ್ತಲಾಗುವುದು, ಅವನ ಮೇಲಣ ತೂಗು ದೀವಿಗೆಯು ನಂದಿಹೋಗುವುದು.
7 ૭ તેનાં પગલાં મંદ પડી જશે. તેની પોતાની યોજનાઓ તેને નીચે પાડશે.
೭ಅವನ ಬಲವುಳ್ಳ ಹೆಜ್ಜೆಗಳು ಇಕ್ಕಟ್ಟಾಗುವುದು, ಅವನ ಆಲೋಚನೆಯೇ ಅವನನ್ನು ಕೆಡವಿಹಾಕುವುದು.
8 ૮ તેના પોતાના પગોએ તેને જાળમાં નાખ્યો છે; તે જાળમાં ગૂંચવાયા કરે છે.
೮ತನ್ನ ಹೆಜ್ಜೆಗಳಿಂದಲೇ ಬಲೆಗೆ ಬೀಳುವನು, ಹಾಳು ಗುಂಡಿಯ ಮೇಲೆ ನಡೆಯುವನು.
9 ૯ ફાંદો તેના પગની પાની પકડી લેશે, અને ફાંદો તેને ફસાવશે.
೯ಬಲೆ ಅವನ ಹಿಮ್ಮಡಿಯನ್ನು ಸಿಕ್ಕಿಸಿ ಕಚ್ಚುವುದು, ಉರುಲು ಅವನನ್ನು ಹಿಡಿಯುವುದು.
10 ૧૦ જમીનમાં તેને સારુ જાળ; અને માર્ગમાં તેને ફસાવવાને સારુ ખાડો ખોદાયેલો છે.
೧೦ನೆಲದ ಮೇಲೆ ಪಾಶವೂ, ದಾರಿಯಲ್ಲಿ ಜಾಲವೂ ಅವನಿಗಾಗಿ ಹೊಂಚಿಕೊಂಡಿರುವವು.
11 ૧૧ ચારેકોર ભય તેને ગભરાવશે; તે તેની પાછળ પડશે.
೧೧ಎಲ್ಲಾ ಕಡೆಯಲ್ಲಿಯೂ ಅಪಾಯಗಳು ಅವನನ್ನು ಹೆದರಿಸಿ; ಅವನ ಹಿಮ್ಮಡಿ ತುಳಿಯುತ್ತಾ ಬೆನ್ನು ಹತ್ತುವವು.
12 ૧૨ ભૂખથી તેનું બળ ક્ષીણ થઈ જશે. વિનાશ તેની પડખે તૈયાર રહેશે.
೧೨ಅವನ ಬಲವು ಕುಂದಿಹೋಗುವುದು. ಅವನು ಎಡವಿ ಬಿದ್ದಾನೇ ಎಂದು ವಿಪತ್ತು ಕಾದಿರುವುದು.
13 ૧૩ તે તેના શરીરની ચામડીને કોરી ખાશે. ભયંકર રોગ તે અવયવોને નાશ કરશે.
೧೩ಮೃತ್ಯುವಿನ ಹಿರಿಯ ಮಗನು ಅವನ ಚರ್ಮವನ್ನು ಚೂರು ಚೂರಾಗಿ ತಿಂದು, ಅವನ ಅಂಗಗಳನ್ನು ನುಂಗಿಬಿಡುವನು.
14 ૧૪ પોતાનો તંબુ કે જેના પર તે વિશ્વાસ રાખે છે તેમાંથી તેને ઉખેડી નાખવામાં આવશે; અને તેને ભયના રાજાની હજૂરમાં લાવવામાં આવશે.
೧೪ಅವನ ನಿರ್ಭಯದ ಗುಡಾರದಿಂದ ಅವನನ್ನು ಎಳೆದು, ಮಹಾಭೀತಿಗಳ ರಾಜನ ಸನ್ನಿಧಿಗೆ ಸಾಗಿಸಿಕೊಂಡು ಹೋಗುವನು.
15 ૧૫ જેઓ તેનાં નથી તેઓ તેના તંબુમાં વસશે; એના તંબુ પર ગંધક છાંટવામાં આવશે.
೧೫ಅವನ ಸಂಬಂಧಿಕರಲ್ಲದವರು ಅವನ ಗುಡಾರದಲ್ಲಿ ವಾಸಿಸುವರು, ಅವನ ಮನೆಯ ಮೇಲೆ ಗಂಧಕವು ಎರಚಲ್ಪಡುವುದು.
16 ૧૬ તેની નીચેથી મુળિયાં સુકાઈ જશે; તેની ઉપરની ડાળીઓ કાપી નંખાશે.
೧೬ಅವನ ವಂಶವೃಕ್ಷದ ಬೇರುಗಳು ಒಣಗುವುದು, ಅದರ ರೆಂಬೆಯು ಮೇಲೆ ಬಾಡುವುದು.
17 ૧૭ તેનું સ્મરણ પૃથ્વીમાંથી નાશ પામશે. અને ગલીઓમાં તેનું નામનિશાન રહેશે નહિ.
೧೭ಅವನ ಸ್ಮರಣೆಯು ಭೂಮಿಯಲ್ಲಿ ಅಳಿದುಹೋಗುವುದು, ಅವನ ಹೆಸರು ಹೊರಗಣ ಪ್ರಾಂತ್ಯಗಳಲ್ಲಿಯೂ ಇರುವುದಿಲ್ಲ.
18 ૧૮ પ્રકાશમાંથી તેને અંધકારમાં ધકેલી દેવામાં આવશે અને જગતમાંથી તેને હાંકી કાઢવામાં આવશે.
೧೮ಅವನನ್ನು ಬೆಳಕಿನಿಂದ ಕತ್ತಲೆಗೆ ನೂಕಿ, ಲೋಕದಿಂದಲೇ ಅಟ್ಟಿಬಿಡುವರು.
19 ૧૯ તેને કોઈ સંતાન કે પૌત્ર, પૌત્રીઓ હશે નહિ. તેના કુટુંબમાંથી કોઈ જીવતું નહિ રહે.
೧೯ಅವನಿಗೆ ಸ್ವಜನರಲ್ಲಿ ಮಗನಾಗಲಿ, ಮೊಮ್ಮಗನಾಗಲಿ ಇರುವುದಿಲ್ಲ. ಅವನು ವಾಸಿಸುವ ಸ್ಥಳದಲ್ಲಿ ಯಾರೂ ಉಳಿಯುವುದಿಲ್ಲ.
20 ૨૦ જેઓ પશ્ચિમમાં રહે છે તેઓ તેનાં દુર્દશાના દિવસ જોઈને આશ્ચર્ય પામશે. અને પૂર્વમાં રહેનારા પણ ભયભીત થશે.
೨೦ಪಡುವಣದವರು ಅವನ ನಾಶದ ದಿನವನ್ನು ನೋಡಿ ಹೆದರುವರು, ಹಾಗೆಯೇ ಮೂಡಣದವರು ಭಯಭ್ರಾಂತರಾಗುವರು.
21 ૨૧ નિશ્ચે દુષ્ટ લોકોનાં ઘર એવાં જ છે. જેને ઈશ્વરનું ડહાપણ નથી તેની દશા એવી જ છે.
೨೧ಕೆಡುಕರ ನಿವಾಸಗಳ ಸ್ಥಿತಿಯು ಇಂಥದೇ. ದೇವರನ್ನು ಲಕ್ಷಿಸದವನ ಸ್ಥಿತಿಯು ಹೀಗೆಯೇ ಇರುತ್ತದೆ.”