< અયૂબ 18 >

1 એટલે બિલ્દાદ શૂહીએ જવાબ આપ્યો અને કહ્યું કે,
Saa tog Sjuhiten Bildad til Orde og sagde:
2 “તારા શબ્દોનો અંત લાવ. વિચાર કરો અને પછી અમે વાત કરીશું.
Saa gør dog en Ende paa dine Ord, kom til Fornuft og lad os tale!
3 અમે પશુઓની માફક કેમ ગણાઈએ છીએ? અને શા માટે તારી નજરમાં મૂર્ખ થયા છીએ?
Hvi skal vi regnes for Kvæg og staa som umælende i dine Øjne?
4 તું જ તારા ક્રોધથી તારી જાતને દુ: ખ પહોંચાડી રહ્યો છે. શું તારા માટે પૃથ્વીનો ત્યાગ કરવામાં આવશે? અથવા શું ખડકને પોતાને સ્થાનેથી ખસેડવામાં આવશે?
Du, som i Vrede sønderslider din Sjæl, skal for din Skyld Jorden blive øde og Klippen flyttes fra sit Sted?
5 હા, દુષ્ટ લોકોનો દીવો હોલવી નાખવામાં આવશે; તેનો અગ્નિ બળતો બંધ થઈ જશે.
Nej, den gudløses Lys bliver slukt, hans Ildslue giver ej Lys;
6 તેના ઘરમાં અજવાળું અંધકારરૂપ થશે; તેની પાસેનો તેનો દીવો હોલવી નાખવામાં આવશે.
Lyset i hans Telt gaar ud, og hans Lampe slukkes for ham;
7 તેનાં પગલાં મંદ પડી જશે. તેની પોતાની યોજનાઓ તેને નીચે પાડશે.
hans kraftige Skridt bliver korte, han falder for eget Raad;
8 તેના પોતાના પગોએ તેને જાળમાં નાખ્યો છે; તે જાળમાં ગૂંચવાયા કરે છે.
thi hans Fod drives ind i Nettet, paa Fletværk vandrer han frem,
9 ફાંદો તેના પગની પાની પકડી લેશે, અને ફાંદો તેને ફસાવશે.
Fælden griber om Hælen, Garnet holder ham fast;
10 ૧૦ જમીનમાં તેને સારુ જાળ; અને માર્ગમાં તેને ફસાવવાને સારુ ખાડો ખોદાયેલો છે.
Snaren er skjult i Jorden for ham og Saksen paa hans Sti;
11 ૧૧ ચારેકોર ભય તેને ગભરાવશે; તે તેની પાછળ પડશે.
Rædsler skræmmer ham alle Vegne og kyser ham Skridt for Skridt:
12 ૧૨ ભૂખથી તેનું બળ ક્ષીણ થઈ જશે. વિનાશ તેની પડખે તૈયાર રહેશે.
Ulykken hungrer efter ham, Undergang lurer paa hans Fald:
13 ૧૩ તે તેના શરીરની ચામડીને કોરી ખાશે. ભયંકર રોગ તે અવયવોને નાશ કરશે.
Dødens førstefødte æder hans Lemmer, æder hans Legemes Lemmer;
14 ૧૪ પોતાનો તંબુ કે જેના પર તે વિશ્વાસ રાખે છે તેમાંથી તેને ઉખેડી નાખવામાં આવશે; અને તેને ભયના રાજાની હજૂરમાં લાવવામાં આવશે.
han rives bort fra sit Telt, sin Fortrøstning; den styrer hans Skridt til Rædslernes Konge;
15 ૧૫ જેઓ તેનાં નથી તેઓ તેના તંબુમાં વસશે; એના તંબુ પર ગંધક છાંટવામાં આવશે.
i hans Telt har Undergang hjemme, Svovl strøs ud paa hans Bolig;
16 ૧૬ તેની નીચેથી મુળિયાં સુકાઈ જશે; તેની ઉપરની ડાળીઓ કાપી નંખાશે.
nedentil tørrer hans Rødder, oventil visner hans Grene;
17 ૧૭ તેનું સ્મરણ પૃથ્વીમાંથી નાશ પામશે. અને ગલીઓમાં તેનું નામનિશાન રહેશે નહિ.
hans Minde svinder fra Jord, paa Gaden nævnes ikke hans Navn;
18 ૧૮ પ્રકાશમાંથી તેને અંધકારમાં ધકેલી દેવામાં આવશે અને જગતમાંથી તેને હાંકી કાઢવામાં આવશે.
man støder ham ud fra Lys i Mørket og driver ham bort fra Jorderig;
19 ૧૯ તેને કોઈ સંતાન કે પૌત્ર, પૌત્રીઓ હશે નહિ. તેના કુટુંબમાંથી કોઈ જીવતું નહિ રહે.
i sit Folk har han ikke Afkom og Æt, i hans Hjem er der ingen tilbage;
20 ૨૦ જેઓ પશ્ચિમમાં રહે છે તેઓ તેનાં દુર્દશાના દિવસ જોઈને આશ્ચર્ય પામશે. અને પૂર્વમાં રહેનારા પણ ભયભીત થશે.
de i Vester stivner ved hans Skæbnedag, de i Øst bliver slagne af Rædsel.
21 ૨૧ નિશ્ચે દુષ્ટ લોકોનાં ઘર એવાં જ છે. જેને ઈશ્વરનું ડહાપણ નથી તેની દશા એવી જ છે.
Ja, saaledes gaar det den lovløses Bolig, dens Hjem, der ej kender Gud!

< અયૂબ 18 >