< અયૂબ 14 >

1 સ્ત્રીજન્ય મનુષ્યનું આયુષ્ય અલ્પ છે, અને તે સંકટથી ભરપૂર છે.
“Onipa a ɔbaa awo no no ne nna yɛ tiaa bi na ɔhaw dɔɔso wɔ mu.
2 તે ફૂલની જેમ ખીલે છે અને તેને કાપી નાખવામાં આવે છે; વળી તે છાયાની જેમ જતું રહે છે અને સ્થિર રહેતું નથી.
Ɔfefɛ te sɛ nhwiren na ɛtwintwam; ɔte sɛ sunsum a ɛretwam akɔ, ɔntena hɔ nkyɛ.
3 શું એવા પર તમે લક્ષ આપો છો? શું મને તમારો પ્રતિવાદી બનાવો છો?
Woma wʼani kɔ saa onipa yi so? Wode no bɛba wʼanim abɛbu no atɛn anaa?
4 જો અશુદ્ધ વસ્તુમાંથી શુદ્ધ ઉત્પન્ન થાય તો કેવું સારું? પણ એવું બનવું અશક્ય છે.
Hwan na ɔbɛtumi ayi deɛ ɛyɛ kronn afiri efi mu? Obiara nni hɔ.
5 તેના આયુષ્યની મર્યાદા નક્કી કરેલી છે, તેના મહિનાઓની ગણતરી તમારા હાથમાં છે. તમે તેની હદ નક્કી કરી છે તેને તે ઓળંગી શકે નહિ.
Woahyehyɛ onipa nkwa nna; woahyɛ nʼabosome dodoɔ ato hɔ na woahyɛ no ɛberɛ a ɔrentumi ntra.
6 તમારી નજર તેમની ઉપરથી ઉઠાવી લો, જેથી તેને નિરાંત રહે. જેથી મજૂરની જેમ તે પોતાનો દિવસ પૂરો ભરે ત્યારે તે આનંદ કરે.
Enti, yi wʼani firi ne so na ɔnyɛ deɛ ɔpɛ, kɔsi sɛ ɔbɛwie nʼadwuma sɛ ɔpaani.
7 ઝાડને માટે પણ આશા છે; જો કે તે કપાઈ ગયું હોય, પણ તે પાછું ફૂટી શકે છે, અને તેની કુમળી ડાળીઓનો અંત આવશે નહિ.
“Dua mpo anidasoɔ wɔ hɔ ma no: Sɛ wɔtwa a, ɛbɛfefɛ bio, na ne mman foforɔ no rempempan.
8 જો કે તેનું મૂળ જમીનમાં જૂનું થાય, અને તેનું થડ જમીનમાં સુકાઈ જાય.
Ne nhini bɛtumi anyini akyɛre asase mu na ne dunsini nso awu wɔ dɔteɛ mu,
9 છતાંપણ તેને પાણી મળવાથી તે ખીલશે, અને રોપાની જેમ તેને ડાળીઓ ફૂટશે.
nanso, ɔnya nsuo a ɛfefɛ, na ɛyiyi mman sɛ dua a wɔatɛ.
10 ૧૦ પરંતુ માણસ મૃત્યુ પામે છે અને તે ક્ષય પામે છે; હા, માણસ પ્રાણ છોડે છે અને તે ક્યાં છે?
Nanso, sɛ nnipa wu a wɔde no hyɛ fam; ɔhome deɛ ɛtwa toɔ a, na afei ɔnni hɔ bio.
11 ૧૧ જેમ સાગરમાંથી પાણી ઊડી જાય છે, અને નદી ક્ષીણ થઈને સુકાઈ જાય છે
Sɛdeɛ nsuo tu yera wɔ ɛpo mu no, anaa sɛdeɛ nsuka mu weɛ no,
12 ૧૨ તેમ માણસ સૂઈ જઈને પાછો ઊઠતો નથી આકાશોનું અસ્તિત્વ ન રહે ત્યાં સુધી તે જાગશે નહિ.
saa ara na onipa tɔ fam na ɔnsɔre bio; ɛnkɔsi sɛ ɔsoro bɛtwam no, nnipa rensɔre na wɔrennyane wɔn mfiri wɔn nna mu.
13 ૧૩ તમે મને સંકટોથી દૂર શેઓલમાં સંતાડો, અને તમારો ક્રોધ શમી જાય ત્યાં સુધી છુપાવી રાખો; અને મને ઠરાવેલો સમય નક્કી કરી આપીને યાદ રાખો તો કેવું સારું! (Sheol h7585)
“Sɛ anka wode me bɛsie damena mu de me ahinta kɔsi sɛ wʼabofuo bɛtwam! Sɛ anka wobɛhyɛ me berɛ na afei woakae me! (Sheol h7585)
14 ૧૪ જો માણસ મૃત્યુ પામે, તો પછી શું તે ફરીથી સજીવન થશે? જો એમ હોય તો, મારો છૂટકો થાય ત્યાં સુધી હું મારા યુદ્ધના સર્વ દિવસો પર્યંત રાહ જોઈશ.
Sɛ onipa wu a, ɔbɛba nkwa mu bio anaa? Mʼaperedie nna mu nyinaa mɛtwɛn akɔsi sɛ me foforɔyɛ bɛba.
15 ૧૫ તમે મને બોલાવો અને હું તમને ઉત્તર આપીશ. તમારા હાથનાં કામો પર તમે મમતા રાખત.
Wobɛfrɛ na mɛgye wo so; wʼani bɛgyina abɔdeɛ a wo nsa ayɛ.
16 ૧૬ તમે મારાં પગલાંને ગણો છો; શું તમે મારા પાપની તપાસ નથી રાખતા?
Afei wobɛkan mʼanammɔntuo na worenni me bɔne akyi.
17 ૧૭ મારાં પાપોને એક કોથળીમાં બંધ કરીને ઉપર મહોર મારવામાં આવી છે. તમે મારા અન્યાયને ઢાંકી દો છો.
Wɔbɛsɔ me bɔne ano wɔ kotokuo mu, na woakata mʼamumuyɛ so.
18 ૧૮ નિશ્ચે પર્વતો પડીને નષ્ટ થાય છે, અને ખડકો પોતાની જગાએથી ચળી જાય છે.
“Nanso, sɛdeɛ mmepɔ so hohoro na ɛdwirie na abotan nso twe firi ne siberɛ no,
19 ૧૯ પાણી પથ્થરોને ઘસી નાખે છે; પાણીના પૂર જમીન પરની ધૂળ ઘસડી જાય છે. અને તેવી જ રીતે તમે મનુષ્યની આશાનો નાશ કરો છો.
sɛdeɛ nsuo yiyi aboɔ ho na osutɔ brane twe dɔteɛ kɔ no saa ara na wosɛe onipa anidasoɔ.
20 ૨૦ તમે હમેશાં તેઓની પર જય મેળવો છો. અને પછી તે મૃત્યુ પામે છે; તમે તેને ઉદાસ ચહેરે મોકલી દો છો.
Wotintim ne so prɛko pɛ, na ɔtwam kɔ; wosakyera ne nipasu na wogya no kwan.
21 ૨૧ તેના દીકરાઓ માનવંત પદે ચઢે છે, પણ તે પોતે જાણતો નથી; તેઓ દીનાવસ્થામાં આવી પડે એ વિષે પણ તે અજાણ છે.
Sɛ wɔhyɛ ne mmammarima animuonyam a, ɔnnim; na sɛ wɔbrɛ wɔn ase a, ɔnhunu.
22 ૨૨ તેના શરીરમાં વેદના થાય છે; તેનો અંતરઆત્મા તેને સારુ શોક કરે છે.”
Ɔno ara wedeɛ mu yea na ɔteɛ na ɔno ara ne ho na ɔgyam.”

< અયૂબ 14 >