< અયૂબ 14 >
1 ૧ સ્ત્રીજન્ય મનુષ્યનું આયુષ્ય અલ્પ છે, અને તે સંકટથી ભરપૂર છે.
स्त्रीबाट जन्मेको मानिस थोरै दिन बाँच्छ, अनि दुखैदुखले भरिएको हुन्छ ।
2 ૨ તે ફૂલની જેમ ખીલે છે અને તેને કાપી નાખવામાં આવે છે; વળી તે છાયાની જેમ જતું રહે છે અને સ્થિર રહેતું નથી.
ऊ फुलझैं जमिनबाट उम्रिन्छ र काटिन्छ । ऊ छायाझैं भाग्छ, र रहँदैन ।
3 ૩ શું એવા પર તમે લક્ષ આપો છો? શું મને તમારો પ્રતિવાદી બનાવો છો?
के तपाईंले यीमध्ये कुनैलाई हेर्नुहुन्छ? के तपाईंले मलाई आफूसँगै न्यायमा ल्याउनुहुन्छ?
4 ૪ જો અશુદ્ધ વસ્તુમાંથી શુદ્ધ ઉત્પન્ન થાય તો કેવું સારું? પણ એવું બનવું અશક્ય છે.
अशुद्ध कुराबाट कसले शुद्ध कुरा ल्याउन सक्छ र? कसैले सक्दैन ।
5 ૫ તેના આયુષ્યની મર્યાદા નક્કી કરેલી છે, તેના મહિનાઓની ગણતરી તમારા હાથમાં છે. તમે તેની હદ નક્કી કરી છે તેને તે ઓળંગી શકે નહિ.
मानिसको दिनहरू निर्धारित छन् । उसका महिनाहरूका सङ्ख्या तपाईंसितै छन् । तपाईंले उसका सिमाहरू तोक्नुभएको छ, जसलाई उसले नाघ्न सक्दैन ।
6 ૬ તમારી નજર તેમની ઉપરથી ઉઠાવી લો, જેથી તેને નિરાંત રહે. જેથી મજૂરની જેમ તે પોતાનો દિવસ પૂરો ભરે ત્યારે તે આનંદ કરે.
ऊबाट आफ्नो दृष्टि हटाउनुहोस्, यसैले कि उसले विश्राम पाओस्, यसरी उसले सक्छ भने, ज्यालाको मानिस झैं आफ्नो दिनमा रमाउन सकोस् ।
7 ૭ ઝાડને માટે પણ આશા છે; જો કે તે કપાઈ ગયું હોય, પણ તે પાછું ફૂટી શકે છે, અને તેની કુમળી ડાળીઓનો અંત આવશે નહિ.
एउटा रुखको लागि आशा हुन सक्छ । त्यो काटियो भने, त्यो फेरि पलाउन सक्छ, जसको कारणले त्यसका कोमल पालुवा लोप हुँदैनन् ।
8 ૮ જો કે તેનું મૂળ જમીનમાં જૂનું થાય, અને તેનું થડ જમીનમાં સુકાઈ જાય.
त्यसको जरा जमिनभित्र बुढो हुन्छ, त्यसको फेद जमिनमा मर्छ,
9 ૯ છતાંપણ તેને પાણી મળવાથી તે ખીલશે, અને રોપાની જેમ તેને ડાળીઓ ફૂટશે.
तापनि त्यसले पानीको ओस मात्र पायो भने, त्यो फेरि पलाउँछ, र रुखले झैं हाँगाहरू फिंजाउँछ ।
10 ૧૦ પરંતુ માણસ મૃત્યુ પામે છે અને તે ક્ષય પામે છે; હા, માણસ પ્રાણ છોડે છે અને તે ક્યાં છે?
तर मानिसचाहिं मर्छ । त्यो कमजोर हुन्छ । वास्तवमा मानिसले सास फेर्न छोड्छ र फेरि ऊ कहाँ हुन्छ?
11 ૧૧ જેમ સાગરમાંથી પાણી ઊડી જાય છે, અને નદી ક્ષીણ થઈને સુકાઈ જાય છે
जसरी एउटा तलाउबाट पानी लोप हुन्छ, र जसरी नदीको पानी घट्छ र सुक्छ,
12 ૧૨ તેમ માણસ સૂઈ જઈને પાછો ઊઠતો નથી આકાશોનું અસ્તિત્વ ન રહે ત્યાં સુધી તે જાગશે નહિ.
त्यसरी नै मानिसहरू ढल्किन्छन्, र फेरि उठ्दैनन् । आकाशहरू लोप नभएसम्म तिनीहरू ब्युँझने छैनन्, न त तिनीहरू आफ्ना निद्राबाट उठ्नेछन् ।
13 ૧૩ તમે મને સંકટોથી દૂર શેઓલમાં સંતાડો, અને તમારો ક્રોધ શમી જાય ત્યાં સુધી છુપાવી રાખો; અને મને ઠરાવેલો સમય નક્કી કરી આપીને યાદ રાખો તો કેવું સારું! (Sheol )
दुखबाट टाढा तपाईंले मलाई पातालमा लुकाउनुहुन्छ, र तपाईंको रिस नमरेसम्म तपाईंले मलाई गुप्तमा राख्नुहुन्छ, र त्यहाँ म रहने समय तपाईंले तोक्नुहुन्छ, र मलाई याद गर्नुहुन्छ । (Sheol )
14 ૧૪ જો માણસ મૃત્યુ પામે, તો પછી શું તે ફરીથી સજીવન થશે? જો એમ હોય તો, મારો છૂટકો થાય ત્યાં સુધી હું મારા યુદ્ધના સર્વ દિવસો પર્યંત રાહ જોઈશ.
एक जना मानिस मर्यो भने, के ऊ फेरि बाँच्नेछ र? त्यसो हो भने, मेरो छुटकारा नआएसम्म, मेरा सबै दुखको समयमा म त्यहाँ पर्खेर बिताउन चाहान्छु ।
15 ૧૫ તમે મને બોલાવો અને હું તમને ઉત્તર આપીશ. તમારા હાથનાં કામો પર તમે મમતા રાખત.
तपाईंले मलाई बोलाउनुहुन्छ, र म जवाफ दिन्छु । आफ्नो हातको कामको लागि तपाईंको इच्छा हुन्छ ।
16 ૧૬ તમે મારાં પગલાંને ગણો છો; શું તમે મારા પાપની તપાસ નથી રાખતા?
तपाईंले मेरा पाइला गन्नुहुन्छ, र वास्ता गर्नुहुन्छ । तपाईंले मेरो पापको लेखा राख्नुहुन्न ।
17 ૧૭ મારાં પાપોને એક કોથળીમાં બંધ કરીને ઉપર મહોર મારવામાં આવી છે. તમે મારા અન્યાયને ઢાંકી દો છો.
मेरो अपराध थैलोमा बन्द गरिन्छ । तपाईंले मेरो अधर्म ढाक्नुहुन्छ ।
18 ૧૮ નિશ્ચે પર્વતો પડીને નષ્ટ થાય છે, અને ખડકો પોતાની જગાએથી ચળી જાય છે.
तर पहाडहरू खस्छन् र कतै पुग्दैनन्, चट्टानहरू आफ्नो ठाउँबाट हटेर जान्छन्,
19 ૧૯ પાણી પથ્થરોને ઘસી નાખે છે; પાણીના પૂર જમીન પરની ધૂળ ઘસડી જાય છે. અને તેવી જ રીતે તમે મનુષ્યની આશાનો નાશ કરો છો.
नदीहरूले ढुङ्गाहरूलाई खियाउँछन्, तिनीहरूमा भएको बाढीले जमिनको धूलो बगाउँछन्। त्यसरी नै तपाईंले मानिसको आशालाई नाश गर्नुहुन्छ ।
20 ૨૦ તમે હમેશાં તેઓની પર જય મેળવો છો. અને પછી તે મૃત્યુ પામે છે; તમે તેને ઉદાસ ચહેરે મોકલી દો છો.
तपाईंले सधैं उसलाई हराउनुहुन्छ, र ऊ मर्छ । तपाईंले उसको अनुहारको बद्लनुहुन्छ, र उसलाई मर्न दिनुहुन्छ ।
21 ૨૧ તેના દીકરાઓ માનવંત પદે ચઢે છે, પણ તે પોતે જાણતો નથી; તેઓ દીનાવસ્થામાં આવી પડે એ વિષે પણ તે અજાણ છે.
उसका छोराहरूको आदर भयो कि भएन भनेर उसलाई जान्दैन । र तिनीहरू होच्याइएका छन् कि छैन् उसले त्यो देख्दैन ।
22 ૨૨ તેના શરીરમાં વેદના થાય છે; તેનો અંતરઆત્મા તેને સારુ શોક કરે છે.”
उसले आफ्नो शरीरको दुखलाई अनुभव गर्छ, र उसले आफ्नै निम्ति शोक गर्छ ।