< અયૂબ 13 >
1 ૧ જુઓ, મારી આંખોએ તે સર્વ જોયું છે; મારા કાનેથી એ સાંભળ્યું છે અને હું સમજ્યો છું.
Lo, all [this] hath my eye seen, my ear hath heard and noted it for itself;
2 ૨ તમે જે બધું જાણો છો તે હું પણ જાણું છું; તમારાથી હું કંઈ કાચો નથી.
As much as ye know, do I also know: I do not fall short compared with you.
3 ૩ નિશ્ચે, સર્વશક્તિમાનની સાથે વાત કરવા હું ઇચ્છું છું, હું ઈશ્વરની સાથે વાદ કરવા માગું છું.
However, I would gladly speak to the Almighty; and to argue with God do I desire.
4 ૪ પણ તમે સત્યને જૂઠાણાથી છુપાવવાની કોશિશ કરો છો; તમે બધા ઊંટવૈદ જેવા છો.
But ye are inventors of falsehood, physicians of no value are all of you.
5 ૫ તમે તદ્દન મૂંગા રહ્યા હોત તો સારું હતું! કેમ કે એમાં તમારું ડહાપણ જણાત.
Oh, who would grant that ye might keep a profound silences! and it would he accounted unto you as wisdom.
6 ૬ હવે મારી દલીલો સાંભળો; મારા મુખની અરજ પર ધ્યાન આપો.
Do hearken but to my reasoning, and listen to the pleadings of my lips.
7 ૭ શું તમે ઈશ્વરનો પક્ષ રાખી અન્યાયથી બોલશો, અને તેમના પક્ષના થઈને ઠગાઈયુક્ત વાત કરશો?
Will ye speak wrong things for God? and will ye speak for him deceitfully?
8 ૮ શું તમે તેમની સાથેના સંબંધમાં રહેશો? શું તમે ઈશ્વરના પક્ષમાં બોલશો?
Will ye show him undue favor, when ye contend for God?
9 ૯ તે તમારી ઝડતી લે તો સારું, અથવા જેમ મનુષ્ય એકબીજાને છેતરે તેમ શું તમે તેમને છેતરશો?
Will it be well if he should search you out? or as one overreacheth another mortal, do ye expect to overreach him?
10 ૧૦ તમે જો ગુપ્ત રીતે કોઈ વ્યકિતનો પક્ષ રાખો, તો ઈશ્વર તમને ઠપકો આપશે.
He will surely reprove you, if in secret you show him undue favor.
11 ૧૧ શું ઈશ્વરની મહાનતા તમને નહિ ડરાવે? અને તેમનો ભય તમારા પર નહિ આવે?
Doth not his excellency terrify you? and his dread fall upon you?
12 ૧૨ તમારી સ્મરણીય વાતો રાખ જેવી છે; અને તમારી બધી દલીલો માટીના કિલ્લાઓ સમાન છે.
The things you remember are mere proverbs of ashes, your high-places are high-places of clay.
13 ૧૩ છાના રહો, મને નિરાંતે બોલવા દો, મારા પર જે થવાનું હોય તે થવા દો.
Keep silence toward me, that I may indeed speak, and let pass over me what will.
14 ૧૪ મારું પોતાનું માંસ મારા દાંતમાં લઈશ. હું મારો જીવ મારા હાથોમાં લઈશ.
Whatever it may cost, I will take my flesh in my teeth, and my life will I put in my hand.
15 ૧૫ જુઓ, ભલે તે મને મારી નાખે, તોપણ હું તેમની રાહ જોઈશ; તેમ છતાં હું તેમની સમક્ષ મારો બચાવ જરૂર રજૂ કરીશ.
Lo, though he slay me, yet will I trust in him: only I will argue my own ways before him.
16 ૧૬ ફક્ત એ જ મારું તારણ થઈ પડશે. કેમ કે દુષ્ટ માણસથી તેમની આગળ ઊભા રહી શકાય નહિ.
Even he will come to my assistance; for a hypocrite cannot come before him.
17 ૧૭ મારી વાત તમે ધ્યાનથી સાંભળો. મારા બોલવા પર કાન દો.
Listen well to my word, and to my demonstration with your ears.
18 ૧૮ હવે જુઓ, મારી દલીલો મેં નિયમસર ગોઠવી છે. અને હું જાણું છું કે હું નિર્દોષ છું.
Behold now, I have arrayed my cause: I know that I shall be indeed justified.
19 ૧૯ મને કોણ ખોટો ઠરાવી શકે એમ છે? જો કોઈ પણ હોય તો હું ચૂપ રહીશ અને મારો પ્રાણ છોડીશ.
Who is he that will contend with me? for now, if I keep silence, I must perish.
20 ૨૦ હે ઈશ્વર, માત્ર બે બાબતોથી તમે મને મુકત કરો, અને પછી હું તમારાથી મારું મુખ સંતાડીશ નહિ;
Only two things do not unto me: then will I not hide myself from thy presence.
21 ૨૧ તમારો હાથ મારા પરથી ખેંચી લો, અને તમારા ભયથી મને ન ગભરાવો.
Remove thy hand far from me; and let not thy dread terrify me.
22 ૨૨ પછી તમે મને બોલાવો કે, હું તમને ઉત્તર આપું; અથવા મને બોલવા દો અને તમે ઉત્તર આપો.
Then call thou, and I will answer; or let me speak, and do thou reply to me.
23 ૨૩ મારાં પાપો અને અન્યાયો કેટલા છે? મારા અપરાધો અને મારું પાપ મને જણાવો.
How many are my iniquities and sins? my transgression and my sin let me know.
24 ૨૪ શા માટે તમે મારાથી તમારું મુખ ફેરવી લો છો? શા માટે તમે મને તમારો દુશ્મન ગણો છો?
Wherefore wilt thou hide thy face, and regard me as an enemy unto thee?
25 ૨૫ શું તમે પવનથી ખરી પડેલા પાંદડાને હેરાન કરશો? શું તમે સૂકા તણખલાનો પીછો કરશો?
Wilt thou terrify a leaf driven about [by the wind]? and wilt thou pursue dry stubble?
26 ૨૬ તમે મારી વિરુદ્ધ સખત ઝેરી શબ્દો લખો છો; અને મારી યુવાવસ્થાના અન્યાયનો મને બદલો આપો છો.
That thou writest bitter decrees against me, and assignest unto me the iniquities of my youth;
27 ૨૭ તમે મારા પગમાં બેડીઓ બાંધો છો; તમે મારા બધા રસ્તાઓ ધ્યાનમાં રાખો છો, તમે મારાં પગલાં તપાસો છો;
And [that] thou puttest my feet in the stocks, and watchest narrowly all my paths; [and] settest for thyself a mark upon the soles of my feet?
28 ૨૮ જો કે હું નાશ પામતી સડી ગયેલ વસ્તુના જેવો છું, તથા ઉધાઈએ ખાઈ નાખેલા વસ્ત્ર જેવો છું.
And yet the body decayeth like a rotten thing, as a garment that the moth hath eaten.