< અયૂબ 12 >
1 ૧ ત્યારે અયૂબે ઉત્તર આપ્યો અને કહ્યું કે,
А Йов відповів та й сказав:
2 ૨ “નિઃસંદેહ તમારા સિવાય તો બીજા લોક જ નથી; તમારી સાથે બુદ્ધિનો અંત આવશે.
„Справді, — то ж ви́ тільки люди, і мудрість із вами помре́!
3 ૩ પરંતુ તમારી જેમ મને પણ અક્કલ છે; અને હું તમારા કરતાં ઊતરતો નથી. હા, એ બધું કોણ નથી જાણતું?
Таж і я маю розум, як ви, — я не нижчий від вас! І в ко́го немає такого, як це?
4 ૪ મારા પડોશીઓ હાંસીપાત્ર ગણે તેવો હું છું; હું, જેણે ઈશ્વરને પ્રાર્થના કરી અને જેને ઈશ્વરે ઉત્તર પણ આપ્યો તે હું છું; હું, નિર્દોષ અને સંપૂર્ણ માણસ જે હમણાં હાંસીપાત્ર ગણાય તે હું છું.
Посміхо́вищем став я для друга свого, я, що кли́кав до Бога, і Він мені відповіда́в, — посміхо́вищем став справедливий, невинний.
5 ૫ જેઓ પોતે સુખી છે તેઓ દુર્ભાગી માણસનો તિરસ્કાર કરે છે; જ્યારે કોઈ માણસ ઠોકર ખાય છે ત્યારે તેઓ એમ જ કરે છે.
Нещасли́вцю погорда, — на думку спокійного, — пригото́влена для спотика́ння ноги́!
6 ૬ લૂટારુઓનાં ઘર આબાદ થાય છે, અને ઈશ્વરને પડકારનારાઓ સુરક્ષિત હોય છે; તેઓની તાકાત તે જ તેમનો ઈશ્વર છે.
Спокійні намети грабіжників, і безпечність у тих, хто Бога гніви́ть, у то́го, хто ніби то Бога прова́дить рукою своєю.
7 ૭ પરંતુ પશુઓને પૂછો તો તે તમને શીખવશે, જો ખેચર પક્ષીઓને પૂછો તો તે તમને કહેશે.
Але запитай хоч худо́бу — і навчить тебе, і пта́ство небесне — й тобі розповість.
8 ૮ અથવા પૃથ્વીને પૂછો અને તે તમને શીખવશે; સમુદ્રમાંની માછલીઓને પૂછો તો તે તમને માહિતી આપશે.
Або говори до землі — й вона ви́вчить тебе, і розкажуть тобі риби мо́рські.
9 ૯ દરેક વ્યક્તિ જાણે છે કે આ સર્વનું યહોવાહે સર્જન કર્યું છે.
Хто б із цьо́го всього́ не пізнав, що Господня рука це вчинила?
10 ૧૦ બધા જ જીવો તથા મનુષ્યનો આત્મા પણ ઈશ્વરના જ હાથમાં છે.
Що в Ньо́го в руці душа всього живого й дух кожного лю́дського тіла?
11 ૧૧ જેમ જીભ અન્નનો સ્વાદ પારખે છે, તે જ રીતે શું કાન શબ્દોની પરીક્ષા નથી કરતા?
Чи ж не ухо слова́ розбирає, піднебі́ння ж смакує для себе пожи́ву?
12 ૧૨ વૃદ્ધ પુરુષોમાં ડહાપણ હોય છે; અને પાકી વયમાં સમજણ હોય છે.
Мудрість — у ста́рших, бо до́вгість днів — розум.
13 ૧૩ પરંતુ જ્ઞાન તથા બળ તો ઈશ્વરનાં જ છે. સમજ અને સત્તા તો તેમની પાસે જ છે.
Мудрість та сила — у Нього, Його рада та розум.
14 ૧૪ ઈશ્વર જે તોડી નાખે છે તેને કોઈ ફરીથી બાંધી શકતું નથી; જ્યારે તે માણસને કેદ કરે છે, ત્યારે કોઈ તેને છોડાવી શકતું નથી.
Ось Він зруйнує — й не буде воно відбудо́ване, замкне́ чоловіка — й не буде він ви́пущений.
15 ૧૫ જુઓ, જો તે વરસાદને અટકાવે છે, એટલે જમીન સુકાઈ જાય છે; અને જ્યારે તે તેને છોડી દે છે, ત્યારે તે ભૂમિ પર ફરી વળે છે.
Ось Він стримає во́ди — і висохнуть, Він їх пустить — то землю вони переве́рнуть.
16 ૧૬ તેમની પાસે બળ અને બુદ્ધિ છે; છેતરનારા અને છેતરાયેલા બન્ને તેમના હાથમાં જ છે.
В Нього сила та за́дум, у Нього заблу́джений і той, хто призво́дить до блу́ду.
17 ૧૭ તે રાજમંત્રીઓની બુદ્ધિ લૂંટી લે છે અને તે ન્યાયકર્તાઓને મૂર્ખ બનાવે છે.
Він уво́дить у по́милку ра́дників, і обезу́млює су́ддів,
18 ૧૮ રાજાઓનાં બંધન તે તોડી પાડે છે. અને તેમની કમરે સાંકળ બાંધે છે.
Він розв'язує пу́та царів і припері́зує по́яса на їхні сте́гна.
19 ૧૯ તે યાજકોને લૂંટાવીને તેઓને લઈ જાય છે, અને બળવાનનો પરાજય કરે છે.
Він провадить священиків босо, і потужних повалює,
20 ૨૦ વક્તાઓની વાણી તે લઈ લે છે. અને વડીલોનું ડહાપણ લઈ લે છે.
Він надійним уста́ відіймає й забирає від ста́рших розумність.
21 ૨૧ રાજાઓ ઉપર તે તિરસ્કાર કરે છે. તે શકિતશાળીઓની સત્તા આંચકી લે છે.
На достойників ллє Він погорду, а пояса можним ослаблює.
22 ૨૨ તેઓ અંધકારમાંથી ગુપ્ત રહસ્ય પ્રગટ કરે છે, તે મૃત્યુછાયા પર પ્રકાશ લાવે છે.
Відкриває Він речі глибокі із те́мряви, а темне прова́дить на світло.
23 ૨૩ તે પ્રજાઓને બળવાન બનાવે છે, તે તેઓનો નાશ પણ કરે છે.
Він робить наро́ди поту́жними — й знову їх нищить, Він наро́ди поши́рює, й потім виво́дить в неволю.
24 ૨૪ તે પૃથ્વીના લોકોના આગેવાનોની સમજશકિત હણી લે છે; અને તેઓને દિશા-વિહોણા અરણ્યમાં રખડતા કરી મૂકે છે.
Відіймає Він розум в наро́дніх голі́в на землі та блука́ти їх змушує по бездоро́жній пусте́лі, —
25 ૨૫ તેઓ અજવાળા વગર અંધકારમાં અથડાય છે અને તે તેઓને વ્યસની માણસની જેમ લથડતા કરી મૂકે છે.
вони ходять навпо́мацки в те́мряві темній, і Він упроваджує їх в блукани́ну, мов п'я́ного!