< અયૂબ 11 >

1 ત્યારે સોફાર નાઅમાથીએ અયૂબને ઉત્તર આપ્યો અને કહ્યું કે,
Then answered Zophar the Na'amathite, and said.
2 “શું વધારે શબ્દોનો ઉત્તર આપવો ન જોઈએ? શું વધારે બોલતો માણસ ન્યાયી ઠરે?
Shall a multitude of words not be answered? and is it so that a man full of talk shall be deemed in the right?
3 શું તારી ફુલાશથી બીજા માણસો ચૂપ થઈ જાય? જ્યારે તું અમારા શિક્ષણની મશ્કરી કરીશ, ત્યારે શું તને કોઈ ઠપકો નહિ આપે?
Thy inventions are to bring men to silence; and when thou utterest thy mocking no one is to cause thee to feel abashed!
4 કેમ કે તું ઈશ્વરને કહે છે કે, ‘મારો મત સાફ છે, હું તમારી નજરમાં નિર્દોષ છું.’
For thou hast said [to God], My doctrine is pure, and I am become clean in thy eyes.
5 પણ જો, ઈશ્વર બોલે અને તારી વિરુદ્ધ પોતાનું મુખ ખોલે;
But oh that God would but speak, and open his lips against thee;
6 તો તે તને ડહાપણના રહસ્યો વિષે કહેશે! તેમની પાસે બહુવિધ સમજણ છે. તે માટે જાણ કે, ઈશ્વરે તારા અન્યાયને લીધે તને યોગ્ય છે તે કરતાં ઓછી સજા આપે છે.
And that he would declare unto thee the secrets of wisdom; for it is double to that which is really in our possession: and thou wouldst experience that God overlooketh unto thee much of thy iniquity.
7 શું શોધ કરવાથી તું ઈશ્વરને સમજી શકે? શું તું યોગ્ય રીતે સર્વશક્તિમાનને સમજી શકે છે?
Canst thou find out the experience of God? or canst thou find [the way] unto the utmost limit of the Almighty?
8 તે બાબત આકાશ જેટલી ઊંચી છે તેમાં તું શું કરી શકે? તે શેઓલ કરતાં ઊંડું છે; તું શું જાણી શકે? (Sheol h7585)
It is as high as heaven; what canst thou effect? it is deeper than the nether world; what canst thou know? (Sheol h7585)
9 તેનું માપ પૃથ્વી કરતાં લાંબું, અને સમુદ્ર કરતાં પણ વિશાળ છે.
Longer than the earth is its measure, and broader than the sea.
10 ૧૦ જો તે કોઈને પણ પકડી અને કેદમાં પૂરે, અને તેનો ન્યાય કરવા તેને આગળ બોલાવે તો તેમને કોણ અટકાવી શકે?
If he pass by, and surrender [one to suffering], and call together an assembly, who can hinder him?
11 ૧૧ કેમ કે ઈશ્વર જૂઠા લોકોને જાણે છે; જ્યારે તે અન્યાય જુએ છે, ત્યારે શું તે તેની ખબર રાખતા નથી?
For he knoweth the men of vanity: he seeth the wrong-doer and him who considereth not;
12 ૧૨ પણ મૂર્ખ લોકો પાસે સમજણ નથી; જંગલી ગધેડીના બચ્ચા જેવા માણસને તે સુધારે છે.
And the heartless who acquireth intelligence, and him who is [like] the colt of the wild ass who is transformed into a man.
13 ૧૩ પણ જો તું તારું મન સીધું રાખે અને ઈશ્વર તરફ તારા હાથ લાંબા કરે;
If thou truly direct [aright] thy heart, and spread out thy hands toward him: —
14 ૧૪ તારામાં જે પાપ હોય તે જો તું છેક દૂર કરે, અને અનીતિને તારા ઘરમાં રહેવા ન દે.
If wrong be in thy hand, put it far away, and let not wickedness dwell in thy tents.
15 ૧૫ તો પછી તું નક્કી નિર્દોષ ઠરીને તારું મુખ ઊંચું કરશે. હા, તું દૃઢ રહેશે અને બીશે નહિ.
For then canst thou lift up thy face free from blemish: yea, thou wilt stand steadfast, and needest not to fear;
16 ૧૬ તું તારું દુ: ખ ભૂલી જશે; અને વહી ગયેલા પાણીની જેમ તે તને સ્મરણમાં આવશે.
Because thou wilt truly forget thy trouble, and as a waterflood that is passed away wilt thou remember it;
17 ૧૭ તારી જિંદગી બપોર કરતાં પણ વધુ તેજસ્વી થશે. જો અંધકાર હશે તોપણ, તે પ્રભાતના જેવી થશે.
And brighter than the noon of day will thy earthly existence arise; and thy obscurity will be like thy morning.
18 ૧૮ આશા ઉત્પન્ન થવાને લીધે તું નિર્ભય થશે; તું ચોતરફ જોશે અને સહીસલામત આરામ લેશે.
And thou wilt feel trust, because there is hope: yea, thou wilt search about carefully, and thou wilt lie down in safety.
19 ૧૯ વળી તું નિરાંતે સૂઈ જશે અને તને કોઈ બીવડાવશે નહિ; હા, ઘણા લોકો તારી પાસે અરજ કરશે.
Also thou wilt stretch thyself out [to rest], with none to make thee afraid; and many will entreat thy favor.
20 ૨૦ પણ દુષ્ટોની આંખો નિસ્તેજ થઈ જશે; તેઓને નાસી જવાનો કોઈ રસ્તો નહિ રહે; મૃત્યુ સિવાય તેમને બીજી કોઈ પણ આશા રહેશે નહિ.”
But the eyes of the wicked shall fail, and the means of escape will vanish from them, and their [sole] hope shall be the breathing out of their soul.

< અયૂબ 11 >