< અયૂબ 10 >
1 ૧ મારો આત્મા આ જીવનથી કંટાળી ગયો છે; હું મારી ફરિયાદો વિષે મુક્ત રીતે વિલાપ કરીશ; મારા જીવની વેદનાએ હું બોલીશ.
Megundorodott lelkem életemtől, nekieresztem majd panaszomat, hadd beszélek lelkem keservében.
2 ૨ હું ઈશ્વરને કહીશ કે, ‘મને દોષિત ન ઠરાવો; તમે મારી સાથે શા માટે તકરાર કરો છો તે મને બતાવો.
Megmondom Istennek: Ne kárhoztass engem, tudasd velem, mi miatt pörölsz velem!
3 ૩ જુલમ કરવો, તથા તમારા હાથોના કામને તુચ્છ ગણવું અને દુષ્ટ લોકોની યોજનાઓથી ખુશ થવું એ શું તમને શોભે છે?
Illik-e hozzád, hogy nyomorgatsz, hogy megveted kezeid szerzeményét, míg a gonoszok tanácsa fölött fényt árasztasz?
4 ૪ શું તમને ચર્મચક્ષુ છે, અથવા શું તમે માણસની જેમ જુઓ છો?
Testi szemeid vannak-e neked, avagy mint halandó lát, úgy látsz-e?
5 ૫ શું તમારા દિવસો અમારા દિવસો જેટલાં છે, તમારું જીવન માણસના જીવન જેટલું છે કે,
Mint halandó napjai, olyanok-e napjaid, avagy éveid, mint férfi napjai,
6 ૬ તમે મારા અન્યાયની તપાસ કરો છો, અને મારાં પાપ શોધો છો.
hogy keresgéled bűnömet és vétkem után kutatsz,
7 ૭ તમે જાણો છો કે હું દોષિત નથી, અને તમારા હાથમાંથી મને કોઈ બચાવી શકે તેમ નથી.
noha tudod, hogy nem vagyok bűnös s nincs, ki kezedből menthet?
8 ૮ તમારા હાથોએ મને ઘડ્યો છે અને ચોતરફથી મારો આકાર બનાવ્યો છે, છતાં તમે મારો વિનાશ કરો છો.
Kezeid alakítottak engem és elkészítettek egyaránt köröskörül – és megsemmisítnél?
9 ૯ કૃપા કરી યાદ રાખો કે, તમે માટીના ઘાટ જેવો મને ઘડ્યો છે; શું હવે તમે મને પાછો માટીમાં મેળવી દેશો?
Gondolj csak rá, hogy mint agyagot készítettél te engem, s porba térítsz engem vissza?
10 ૧૦ શું તમે મને દૂધની જેમ રેડ્યો નથી? અને મને પનીરની જેમ જમાવ્યો નથી?
Nemde mint a tejet kiöntöttél engem s mint a sajtot összefolyattál;
11 ૧૧ તમે મને ચામડી અને માંસથી મઢી લીધો છે. તમે મને હાડકાં અને સ્નાયુઓથી સજ્જડ ગૂંથ્યો છે.
bőrbe és húsba öltöztettél és csontokkal meg inakkal átszőttél;
12 ૧૨ તમે મને જીવન તથા કૃપા આપ્યાં છે. અને તમારી કૃપાદ્રષ્ટિએ મારા આત્માનું રક્ષણ કર્યું છે.
életet és szeretetet míveltél velem s gondviselésed megőrizte szellememet.
13 ૧૩ છતાં આ બાબત તમે તમારા હૃદયમાં ગુપ્ત રાખી છે. હું જાણું છું કે એ તમારો આશય છે.
De ezeket tartogattad szívedben, tudom, hogy ez volt benned:
14 ૧૪ જો હું પાપ કરું, તો તમે મને ધ્યાનમાં લો છો; તમે મારા અન્યાય વિષે મને નિર્દોષ ઠરાવશો નહિ.
ha vétkezem, megvigyázol engem és bűnöm alól föl nem mentesz.
15 ૧૫ જો હું દુષ્ટ હોઉં, તો મને અફસોસ! જો હું નિર્દોષ હોઉં તો પણ હું મારું માથું ઊંચે ઉઠાવીશ નહિ, કેમ કે મને અતિશય શરમ લાગે છે. અને મારી વિપત્તિ મારી નજર આગળ છે.
Ha gonosz vagyok, jaj nekem; s ha igaz vagyok, föl nem emelhetem fejemet, jóllakva szégyennel és eltelve nyomorommal.
16 ૧૬ જો હું ગર્વ કરું, તો તમે સિંહની જેમ મારી પૂઠે લાગો છો અને ફરીથી તમે મારી સામે તમારી મહાનતા બતાવો છો.
S ha magasra emelkednék, mint fenevadra vadásznál rám, s ismételve csodálatosan bánnál velem;
17 ૧૭ તમે મારી વિરુદ્ધ નવા સાક્ષીઓ લાવો છો, અને મારા ઉપર તમારો રોષ વધારો છો; તમે મારી સામે દુઃખોની ફોજ પર ફોજ લાવો છો.
megújítanád tanúidat ellenem, sokszor tanúsítanád haragodat velem szemben: egymást felváltó hadak ellenem!
18 ૧૮ તો પછી તમે મને શા માટે ગર્ભમાંથી બહાર લાવ્યા? ત્યાંજ હું મૃત્યુ પામ્યો હોત અને કોઈએ કદી મને જોયો ન હોત.
S miért hoztál ki engem az anyaméhből? kimúltam volna s szem nem látna engem;
19 ૧૯ હું હતો ન હતો થઈ ગયો હોત; ગર્ભમાંથી સીધો તેઓ મને કબરમાં ઊંચકી જાત.
mintha nem lettem volna, olyan volnék, a méhből a sírba vitettem volna.
20 ૨૦ શું મારા દિવસો થોડા જ નથી? તો બસ કરો, અને મને એકલો રહેવા દો, જેથી હું આરામ કરું
Nemde kevesek a napjaim, hagyj föl tehát; fordulj el tőlem, hogy földerülhessek egy keveset!
21 ૨૧ કેમ કે જ્યાંથી કોઈ પાછું આવતું નથી ત્યાં, એટલે અંધકારનાં તથા મૃત્યુછાયાના દેશમાં મારે જવાનું છે,
Mielőtt elmennék, hogy ne térjek vissza, sötétségnek és vakhomálynak országába,
22 ૨૨ એટલે ઘોર અંધકારનાં દેશમાં, જે સંપૂર્ણ અસ્તવ્યસ્ત છે તથા જેનો પ્રકાશ અંધકારરૂપ છે, તેવા મૃત્યુછાયાના દેશમાં મારે જવાનું છે.”
országba, mely borús mint a homály, vakhomály, rend nélkül s fénylik – mint homály.