< ચર્મિયા 1 >
1 ૧ હિલ્કિયાનો દીકરો યર્મિયા, જે બિન્યામીન દેશના અનાથોથના યાજકોમાંનો એક હતો, તેના આ વચન;
Slova Jeremiáše syna Helkiášova, z kněží, kteříž byli v Anatot, v zemi Beniamin,
2 ૨ યહૂદિયાના રાજા આમોનના દીકરા યોશિયાના શાસનકાળના સમયમાં એટલે તેની કારકિર્દીને તેરમે વર્ષે યહોવાહનું વચન તેની પાસે આવ્યું,
K němuž se stalo slovo Hospodinovo za dnů Joziáše syna Amonova, krále Judského, třináctého léta kralování jeho.
3 ૩ યહૂદિયાના રાજા યોશિયાના દીકરા યહોયાકીમના રાજ્યશાસન દરમ્યાન, તેમ જ તે પછી યહૂદિયાના રાજા યોશિયાના દીકરા સિદકિયાના અગિયારમા વર્ષના અંત સુધી, એટલે તે વર્ષના પાંચમા મહિનામાં યરુશાલેમનો બંદીવાસ થતાં સુધી તે વચન આવ્યું.
Byl i za dnů Joakima syna Joziášova, krále Judského, až do vyplnění jedenáctého léta Sedechiáše syna Joziášova, krále Judského, až do zajetí Jeruzaléma měsíce pátého.
4 ૪ યહોવાહનું વચન મારી પાસે આ પ્રમાણે આવ્યું કે;
Stalo se, pravím, slovo Hospodinovo ke mně, řkoucí:
5 ૫ “ગર્ભસ્થાનમાં ઘડ્યા પહેલાં, મેં તને પસંદ કર્યો હતો; અને ગર્ભસ્થાનમાંથી બહાર આવતા પહેલાં મેં તને પવિત્ર કર્યો હતો. પ્રજાઓને સારુ મેં તને પ્રબોધક થવા માટે નીમ્યો છે.”
Dříve než jsem tě sformoval v životě, znal jsem tebe, a dříve nežlis vyšel z života, posvětil jsem tě, za proroka národům dal jsem tebe.
6 ૬ “મેં કહ્યું, હે પ્રભુ યહોવાહ!” “મને તો બોલતાં આવડતું નથી, કેમ કે હું તો હજી બાળક છું!”
I řekl jsem: Ach, Panovníče Hospodine, aj, neumím mluviti, nebo dítě jsem.
7 ૭ પરંતુ યહોવાહે મને કહ્યું કે, “હું હજી બાળક છું, એમ કહીશ નહિ’ તને જે સર્વ લોકો પાસે મોકલું ત્યાં તું જા. અને જે કંઈ હું તને ફરમાવું તે તું તેઓને કહેજે.
Ale Hospodin řekl mi: Neříkej, dítě jsem, nýbrž k čemuž tě koli pošli, jdi, a vše, cožť přikáži, mluv.
8 ૮ તે લોકોથી બીશ નહિ, કેમ કે તેઓથી તારો છુટકારો કરવા હું તારી સાથે છું. એવું યહોવાહ કહે છે.”
Neboj se jich, neboť jsem s tebou, abych tě vysvobozoval, dí Hospodin.
9 ૯ પછી યહોવાહે પોતાનો હાથ લંબાવીને મારા મુખને સ્પર્શ કર્યો. અને તેમણે મને કહ્યું, “જો, મેં મારાં વચનો તારા મુખમાં મૂક્યાં છે!
A vztáhna ruku svou Hospodin, dotekl se úst mých, a řekl mi Hospodin: Aj, vložil jsem slova svá v ústa tvá.
10 ૧૦ ઉખેડી નાખવા તથા પાડી નાખવા, વિનાશ કરવા તથા ખંડન કરવા, તેમ જ બાંધવા તથા રોપવા સારુ, મેં આજે તને પ્રજાઓ અને રાજ્યો પર નીમ્યો છે.”
Hle, ustanovuji tě dnešního dne nad národy a nad královstvími, abys plénil a kazil, a hubil a bořil, abys stavěl a štěpoval.
11 ૧૧ પછી યહોવાહનું વચન મારી પાસે આ પ્રમાણે આવ્યું; “હે યર્મિયા તું શું જુએ છે?” મેં જવાબ આપ્યો, “હું બદામડીનો ફણગો જોઉં છું.”
Potom se stalo slovo Hospodinovo ke mně, řkoucí: Co vidíš, Jeremiáši? I řekl jsem: Prut mandlový vidím.
12 ૧૨ ત્યારે યહોવાહે મને કહ્યું, “તેં બરાબર જોયું છે, કેમ કે મારું વચન પૂર્ણ કરવા સંબંધી હું જાગૃત છું.”
Tedy řekl mi Hospodin: Dobře vidíš; nebo pospíchám já s slovem svým, abych je vykonal.
13 ૧૩ બીજીવાર યહોવાહનું વચન મારી પાસે આ પ્રમાણે આવ્યું કે, “તું શું જુએ છે?” મેં કહ્યું, “હું એક ઊકળતું હાંડલું જોઉં છું, તેનું મુખ ઉત્તર તરફ વળેલું છે.”
Opět stalo se slovo Hospodinovo ke mně po druhé, řkoucí: Co vidíš? I řekl jsem: Vidím hrnec, an vře, a přední strana jeho k straně půlnoční.
14 ૧૪ યહોવાહે મને કહ્યું કે, “ઉત્તરમાંથી દેશના રહેવાસીઓ પર આફત ઊતરશે.
Tedy řekl mi Hospodin: Od půlnoci přivalí se to zlé na všecky obyvatele této země.
15 ૧૫ કેમ કે યહોવાહ કહે છે, જો, હું ઉત્તરનાં સર્વ કુળોને બોલાવીશ તેઓ આવશે, પછી યરુશાલેમની ભાગળો પાસે તથા આસપાસ તેના સર્વ કોટની સામે, તેમ જ યહૂદિયાનાં બધાં નગરોની સામે તેઓ પોતપોતાનું સિંહાસન ઊભું કરશે.
Nebo aj, já svolám všecky rodiny království půlnočních, dí Hospodin, aby přitáhnouce, postavili jeden každý stolici svou v branách Jeruzalémských, a při všech zdech jeho vůkol, a při všech městech Judských.
16 ૧૬ જેઓએ મને છોડીને બીજા દેવોની આગળ ધૂપ બાળ્યો છે તથા પોતે બનાવેલી મૂર્તિઓની પૂજા કરી છે. તેઓની સર્વ દુષ્ટતાને લીધે હું તેઓની વિરુદ્ધ મારાં ન્યાયશાસન પ્રગટ કરીશ.
A tak vypovím úsudky své proti nim, pro všelikou nešlechetnost těch, kteříž opustili mne, a kadili bohům cizím, a skláněli se dílu rukou svých.
17 ૧૭ તેથી તું તારી કમર બાંધીને ઊઠ. અને જે કંઈ હું તને ફરમાવુ તે તું તેઓને કહે. તેઓથી તું ગભરાઈશ નહિ, રખેને હું તને તેઓની આગળ ભયગ્રસ્ત કરું.
Protož ty přepaš bedra svá, a vstana, mluv k nim, cožkoli já přikazuji tobě. Nelekej se jich, abych tě nepotřel před oblíčejem jejich.
18 ૧૮ અને જો, આખા દેશની સામે, યહૂદિયાના રાજાઓની સામે, તેના અધિકારીઓની સામે, તેના યાજકોની સામે તથા દેશના સર્વ રહેવાસીઓની સામે મેં આજે તને કિલ્લેબંધ નગર, લોખંડી સ્તંભ અને પિત્તળના કોટ જેવો કર્યો છે.
Nebo aj, já postavuji tě dnes jako město hrazené, a jako sloup železný, a jako zdi měděné proti vší této zemi, proti králům Judským, proti knížatům jejím, proti kněžím jejím, a lidu země této.
19 ૧૯ તેઓ તારી સામે યુદ્ધ કરશે, પણ તને હરાવી શકશે નહિ, કેમ કે હું તારે પડખે રહી તારો બચાવ કરીશ.” એવું યહોવાહ કહે છે.
Kteříž bojovati budou proti tobě, ale neodolají proti tobě. Nebo já jsem s tebou, praví Hospodin, abych tě vysvobozoval.