< ચર્મિયા 7 >

1 પછી યહોવાહ તરફથી જે વચન યર્મિયા પાસે આવ્યું તે એ કે,
యెహోవా దగ్గర నుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు
2 “યહોવાહના મંદિરના પ્રવેશદ્વાર પાસે તું જઈને ઊભો રહે અને ત્યાં આ વચન પોકારીને કહે! હે યહૂદિયાના સર્વ લોક, જેઓ યહોવાહની સ્તુતિ કરવાને આ પ્રવેશદ્વારમાં પેસે છે તે ‘તમે યહોવાહનું વચન સાંભળો.
“నువ్వు యెహోవా మందిర ద్వారంలో నిలబడి ఈ మాట ప్రకటించు. యెహోవాను పూజించడానికి ఈ ద్వారాల గుండా వచ్చే యూదా ప్రజలారా, యెహోవా మాట వినండి.
3 સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર આ પ્રમાણે કહે છે; તમારાં આચરણ તથા તમારી કરણીઓ સુધારો, તો હું તમને આ સ્થળે રહેવા દઈશ.
సైన్యాల ప్రభువు, ఇశ్రాయేలు దేవుడు అయిన యెహోవా చెప్పేదేమంటే, మీరు ఈ స్థలంలో నివసించడానికి నేను అనుమతించాలంటే మీ మార్గాలు, క్రియలు సరి చేసుకోండి.
4 “યહોવાહનું સભાસ્થાન! યહોવાહનું સભાસ્થાન, યહોવાહનું સભાસ્થાન અહીંયાં છે!” એવું કહીને જૂઠાં વચનો પર વિશ્વાસ ન રાખો.
ఇది యెహోవా ఆలయం! యెహోవా ఆలయం! యెహోవా ఆలయం అని మీరు చెప్పుకొనే మోసకరమైన మాటల వలలో పడకండి.”
5 કેમ કે જો તમે ખરેખર તમારા આચરણ તથા કરણીઓ સુધારો અને અડોશીપાડોશીઓ સાથે ન્યાયપૂર્ણ વ્યવહાર કરો,
మీ మార్గాలు, క్రియలు మీరు యథార్థంగా సరిచేసుకుని ప్రతివాడూ తన పొరుగువాడి పట్ల న్యాయం జరిగించాలి.
6 જો તમે પરદેશીઓ, અનાથો અને વિધવાઓનું શોષણ ન કરો અને જો તમે આ જગ્યાએ નિર્દોષનું લોહી ન રેડો અને જો તમે બીજા દેવો પાછળ ચાલીને તમારો પોતાનો જ વિનાશ ન નોતરો,
పరదేశుల్నీ తండ్రి లేని వారినీ వితంతువులనూ బాధించకూడదు. ఈ స్థలంలో నిర్దోషి రక్తం చిందించకూడదు. మీకు హాని చేసే అన్య దేవతలను పూజించకూడదు.
7 તો હું તમને આ દેશમાં એટલે જે ભૂમિ મેં તમારા પિતૃઓને સદાકાળ માટે આપેલી છે તેમાં વસવા દઈશ.
అలా అయితే మీరు శాశ్వతంగా నివసించడానికి పూర్వమే నేను మీ పూర్వికులకు ఇచ్చిన ఈ దేశంలో మిమ్మల్ని ఉండనిస్తాను.
8 સાવધ રહો જો કે, તમે જૂઠાં વચનો પર વિશ્વાસ રાખો છો જે તમને કોઈ કામમાં ન આવે.
అయితే మీరు ప్రయోజనం లేని మోసపు మాటలు నమ్ముతున్నారు.
9 તમે ચોરી કરો છો, ખૂન કરો છો અને વ્યભિચાર કરો છો, ખોટા સમ ખાઓ છો તથા બઆલની આગળ ધૂપ બાળીને અન્ય દેવો જેને તમે ઓળખતા નથી તેમની પાછળ ચાલો છો,
మీరు వ్యభిచారం, దొంగతనం, నరహత్యలు,
10 ૧૦ તો આ ભક્તિસ્થાન જે મારા નામથી ઓળખાય છે તેમાં તમે પેસશો અને પછી અહીં આવી મારી સમક્ષ ઊભા રહીને કહેશો કે, ‘અમે બચી ગયેલા છીએ,” તો શું આ બધા ધિક્કારપાત્ર કાર્યો કરી શકો?
౧౦అబద్ధ ప్రమాణాలు చేస్తూ, బయలు దేవుడికి ధూపం వేస్తూ మీకు తెలియని దేవుళ్ళను అనుసరిస్తున్నారు. అదే సమయంలో నా పేరు పెట్టిన ఈ మందిరంలోకి వచ్చి నా సన్నిధిలో నిలబడి “మేం తప్పించుకున్నాం” అంటున్నారు. మీరు విడుదల పొందింది ఈ అసహ్యమైన పనులు చేయడానికేనా?
11 ૧૧ શું તમારી દૃષ્ટિમાં આ મારું ભક્તિસ્થાન જે મારા નામથી ઓળખાય છે તે લૂંટારુઓની ગુફા થઈ ગઈ છે? જુઓ! મેં જાતે આ બધું જોયું છે એમ યહોવાહ કહે છે.
౧౧నా పేరు పెట్టిన ఈ మందిరం మీ కంటికి దొంగల గుహలాగా ఉందా? దీన్నంతా నేను చూస్తూనే ఉన్నానని తెలుసుకోండి. ఇదే యెహోవా వాక్కు.
12 ૧૨ તેથી મારું સ્થાન જ્યાં શીલોમાં હતું જ્યાં મેં મારું પ્રથમ નામ રાખ્યું હતું ત્યાં જાઓ. મારા લોક ઇઝરાયલની દુષ્ટતાને કારણે મેં તેના જે હાલ કર્યા છે તે જુઓ!
౧౨గతంలో నేను నా సన్నిధిని ఉంచిన షిలోహుకు వెళ్లి పరిశీలించండి. నా ప్రజలైన ఇశ్రాయేలీయుల ద్రోహాన్ని బట్టి నేను దానికి ఏం చేశానో చూడండి.
13 ૧૩ તેથી હવે, યહોવાહ કહે છે, તમે આ સર્વ દુષ્ટતા કરી છે મેં તમને વારંવાર ચેતવ્યા, પણ તમે સાભળ્યું નહિ, મેં તમને બોલાવ્યા છતાં તમે મને પ્રત્યુત્તર આપ્યો નહિ.
౧౩నేను మీతో పదే పదే మాట్లాడినా మీరు వినలేదు. మిమ్మల్ని పిలిచినా మీరు జవాబు చెప్పకుండా మీరు ఈ పనులన్నీ చేశారు.
14 ૧૪ તેથી તમે આ સભાસ્થાન જે મારા નામથી ઓળખાય છે તેના પર ભરોસો રાખો છો, પણ મેં જે સ્થાન તમને તથા તમારા પિતૃઓને આપ્યું, તેના હાલ શીલોના જેવા કર્યા તેવા કરીશ.
౧౪కాబట్టి నేను షిలోహుకు చేసినట్టే నా పేరు పెట్టిన ఈ మందిరానికీ, మీకూ మీ పూర్వికులకూ నేనిచ్చిన ఈ స్థలానికీ చేస్తాను.
15 ૧૫ તમારા ભાઇઓને એટલે એફ્રાઇમના સર્વ વંશજોને મેં બહાર ફેંકી દીધા તેમ હું તમને મારી નજર આગળથી દૂર કરીશ.
౧౫మీ సోదరులైన ఎఫ్రాయిము సంతానాన్ని నేను వెళ్లగొట్టినట్టు మిమ్మల్ని కూడా నా సన్నిధి నుండి వెళ్లగొడతాను.
16 ૧૬ અને તું, યર્મિયા, એ લોકો માટે વિનંતી કરીશ નહિ કે તેઓને સારુ વિલાપ કે પ્રાર્થના કરીશ નહી. અને મારી આગળ તેમને માટે મધ્યસ્થી કરીશ નહિ. કેમ કે હું તારું સાંભળનાર નથી.
౧౬కాబట్టి యిర్మీయా, నువ్వు ఈ ప్రజల కోసం ప్రార్థన చేయవద్దు. వారి పక్షంగా మొర్రపెట్టడం, విజ్ఞాపన చేయడం చేయవద్దు. నన్ను బతిమాలవద్దు. ఎందుకంటే నేను నీ మాట వినను.
17 ૧૭ તું જોતો નથી કે યહૂદિયાનાં નગરોમાં અને યરુશાલેમની શેરીઓમાં તેઓ શું કરી રહ્યા છે?
౧౭యూదా పట్టణాల్లో, యెరూషలేము వీధుల్లో వారు చేస్తున్న పనులు నువ్వు చూస్తున్నావు కదా.
18 ૧૮ મને રોષ ચઢાવવા માટે બાળકો લાકડાં વીણે છે તેઓના પિતાઓ અગ્નિ સળગાવે છે અને આકાશની રાણીને માટે રોટલી બનાવવા સારુ સ્ત્રીઓ લોટ ગૂંદે છે. અને અન્ય દેવોની આગળ તેઓ પેયાર્પણ ચઢાવે છે.
౧౮నాకు కోపం పుట్టించడానికి ఆకాశరాణి దేవతకు పిండివంటలు చేయాలనీ, అన్య దేవుళ్ళకు పానార్పణలు పోయాలనీ పిల్లలు కట్టెలు ఏరుతున్నారు, తండ్రులు అగ్ని రగులబెడుతున్నారు, స్త్రీలు పిండి పిసుకుతున్నారు.
19 ૧૯ યહોવાહ કહે છે શું તેઓ ખરેખર મારું અપમાન કરે છે? શું પોતાના મુખની શરમને અર્થે તેઓ પોતાને જ ચીડવતા અને ફજેત કરતા નથી?
౧౯నన్ను రెచ్చగొట్టడానికే అలా చేస్తున్నారా? అది వారు తమకు తాము అవమానం తెచ్చుకున్నట్టు కాదా?
20 ૨૦ તેથી પ્રભુ યહોવાહ એમ કહે છે; જુઓ, આ જગ્યા પર, મનુષ્ય પર, પશુ પર, તેમ જ ખેતરનાં વૃક્ષો પર તથા ભૂમિના પાક પર મારો કોપ તથા મારો ક્રોધ ઊતરશે અને તે બળ્યા કરશે પણ હોલવાઈ જશે નહિ.
౨౦కాబట్టి ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, ఈ స్థలం మీదా, ఈ మనుషుల మీదా, జంతువుల మీదా, పొలాలమీదా, చెట్ల మీదా, పంటల మీదా నా కోపాన్ని, నా ఉగ్రతను కుమ్మరిస్తాను. అది ఎన్నటికీ ఆరదు, మండుతూనే ఉంటుంది.
21 ૨૧ સૈન્યોના ઈશ્વર યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે, તમારા યજ્ઞમાં તમારાં દહનીયાર્પણો ઉમેરીને માંસ ખાઓ.
౨౧సేనల ప్రభువు, ఇశ్రాయేలు దేవుడు అయిన యెహోవా చెప్పేదేమంటే, మీ దహన బలులూ ఇతర బలులూ కలిపి వాటి మాంసం అంతా మీరే తినండి.
22 ૨૨ કેમ કે હું તમારા પિતૃઓને મિસરમાંથી બહાર લાવ્યો ત્યારે મેં તેમની પાસેથી કોઈ અપેક્ષા રાખી નહોતી કે; મેં તેમને દહનીયાર્પણ અને યજ્ઞ વિષે કોઈ આજ્ઞા ફરમાવી નહોતી.
౨౨నేను ఐగుప్తు దేశం నుండి మీ పూర్వికులను రప్పించిన రోజున వారి నుండి ఏమీ కోరలేదు. దహన బలుల గురించీ ఇంకా ఇతర బలుల గురించీ నేను వారికి ఆజ్ఞాపించలేదు.
23 ૨૩ મેં તેમને ફક્ત આટલી આજ્ઞા આપી કે; ‘મારું સાંભળો અને હું તમારો ઈશ્વર થઈશ અને તમે મારા લોકો થશો. તમારું હિત થાય માટે મેં તમને જે માર્ગો ફરમાવ્યા તે સર્વ માર્ગોમાં તમે ચાલો.’”
౨౩ఒక్క ఆజ్ఞ మాత్రం ఇచ్చాను. అదేమంటే, “మీరు నా మాటలు అంగీకరిస్తే నేను మీకు దేవుడుగా ఉంటాను, మీరు నా ప్రజలై ఉంటారు. నేను మీకాజ్ఞాపించిన మార్గాల్లో నడుచుకోండి. అప్పుడు మీకు క్షేమం కలుగుతుంది.”
24 ૨૪ પરંતુ તેઓએ સાંભળ્યું નહિ અને ધ્યાન આપ્યું નહિ, પણ પોતાના સંકલ્પ પ્રમાણે તથા પોતાના દુષ્ટ હ્રદયના દુરાગ્રહ પ્રમાણે તેઓ ચાલ્યા. આગળ વધવાને બદલે પાછળ હઠયા.
౨౪అయితే వారు వినలేదు, అస్సలు వినలేదు. తమ దుష్టహృదయంలో నుండి వచ్చిన ఆలోచనల ప్రకారం జీవించారు. కాబట్టి వారు ముందుకు సాగలేక వెనకబడిపోయారు.
25 ૨૫ જે દિવસથી તમારા પૂર્વજો મિસરમાંથી બહાર આવ્યા ત્યારથી અત્યાર સુધી, સતત હું મારા સેવકોને એટલે પ્રબોધકોને તમારી પાસે મોકલતો આવ્યો છું.
౨౫మీ పూర్వికులు ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చిన రోజు నుండి ఈ రోజు వరకూ నేను ఎడతెగక నా సేవకులైన ప్రవక్తలను మీ దగ్గరికి పంపుతూ వచ్చాను.
26 ૨૬ તોપણ તેઓએ મારું સાંભળ્યું નહિ; ધ્યાન આપ્યું નહિ; ઊલટું, તેઓએ હઠીલા થઈને પોતાના પિતૃઓ કરતાં વધારે દુષ્ટતા કરી.
౨౬అయినా వారు నా మాట వినలేదు, పెడచెవిని పెట్టారు. తలబిరుసు తనంతో తమ మనస్సు కఠినం చేసుకున్నారు. వారు తమ పూర్వీకుల కంటే మరీ దుర్మార్గులయ్యారు.
27 ૨૭ તું જ્યારે તેમને આ વાત કરશે ત્યારે તેઓ સાંભળશે નહિ, તું તેઓને બોલાવીશ પણ તેઓ જવાબ આપશે નહિ.
౨౭నువ్వు ఈ మాటలన్నీ వారితో చెప్పినా వారు నీ మాట వినరు. నువ్వు పిలిచినా వారు బదులు చెప్పరు.
28 ૨૮ માટે તું એમને કહેજે કે, જે પ્રજાએ પોતાના ઈશ્વર યહોવાહની વાણી સાંભળી નહી અને તેમની શિક્ષા માની નહિ તે આ છે. સત્ય નષ્ટ થયું છે તેઓના મુખથી તે કપાઈ ગયું છે.
౨౮కాబట్టి నువ్వు వారితో ఇలా చెప్పు. “ఈ దేశం తమ దేవుడైన యెహోవా మాట వినలేదు. క్రమశిక్షణకు లోబడలేదు. కాబట్టి సత్యం వారిలో నుండి తొలగిపోయింది. అది వారి నోటినుండి కొట్టి వేయబడింది.
29 ૨૯ તારા વાળ કાપી નાખ અને તારું માથું મૂંડાવ અને તારા વાળ ફેંકી દે અને પર્વતો પર જઈને વિલાપ કર. કેમ કે યહોવાહે પોતાના રોષને કારણે આ લોકનો ત્યાગ કર્યો છે.
౨౯తనకు కోపం తెప్పించిన తరం ప్రజలను యెహోవా విసర్జించి వెళ్లగొట్టాడు. నీ తలవెండ్రుకలు కత్తిరించుకో. వాటిని పారవెయ్యి. చెట్లు లేని ఉన్నత స్థలాల్లో రోదన చెయ్యి.
30 ૩૦ કેમ કે યહોવાહ કહે છે કે, મારી દ્રષ્ટિમાં જે ખરાબ હતું તે યહૂદિયાના લોકોએ કર્યું છે. જે સભાસ્થાન મારા નામથી ઓળખાય છે તેને અપવિત્ર કરવા માટે તેઓએ પોતાની ધિક્કારપાત્ર મૂર્તિઓ તેમાં મૂકી છે.
౩౦యెహోవా చెప్పేదేమంటే, యూదా ప్రజలు నా దృష్టికి దుష్టత్వం జరిగిస్తున్నారు, నా పేరు పెట్టిన మందిరం అపవిత్రమయ్యేలా వారు దానిలో అసహ్యమైన వస్తువులు ఉంచారు.
31 ૩૧ તેઓએ પોતાના દીકરા દીકરીઓને અગ્નિમાં બલિદાન આપવા માટે બેન-હિન્નોમની ખીણમાં તોફેથ આગળ ઉચ્ચસ્થાનો બાંધ્યાં છે. મેં એવી આજ્ઞા કરી નહોતી કે એવો વિચાર સુદ્ધાં મારા મનમાં આવ્યો નહોતો.
౩౧నేనాజ్ఞాపించని దాన్ని, నా ఆలోచనలో లేని దాన్ని వారు చేశారు. అగ్నిలో తమ కొడుకులనూ, కూతుళ్ళనూ కాల్చడానికి బెన్‌ హిన్నోము లోయలోని తోఫెతులో బలిపీఠాలు కట్టారు.
32 ૩૨ તેથી યહોવાહ કહે છે, જુઓ, એવો સમય આવે છે કે, જ્યારે તે તોફેથ તથા બેન-હિન્નોમના દીકરાની ખીણ કહેવાશે નહિ પરંતુ કતલની ખીણ કહેવાશે; અને બીજી કોઈ ખાલી જગ્યા નહિ હોવાને લીધે તેઓ મૃતદેહોને તોફેથમાં દફનાવશે.
౩౨యెహోవా చెప్పేదేమంటే, ఒక రోజు రాబోతున్నది. అప్పుడు దాన్ని తోఫెతు అని గానీ, బెన్‌ హిన్నోము లోయ అని గానీ పిలవరు, దాన్ని ‘వధ లోయ’ అని పిలుస్తారు. ఎందుకంటే, పాతిపెట్టడానికి స్థలం లేకపోయేటంత వరకూ తోఫెతులో శవాలు పాతిపెడతారు.
33 ૩૩ આ લોકના મૃતદેહોને આકાશના પક્ષીઓ અને ભૂમિના પશુઓ ખાશે અને તેમને હાંકી મૂકનાર કોઈ હશે નહિ.
౩౩అప్పుడు ఈ ప్రజల శవాలు ఆకాశ పక్షులకూ భూజంతువులకూ ఆహారంగా మారతాయి. వాటిని తోలివేయడానికి ఎవరూ ఉండరు.
34 ૩૪ ત્યારે યહૂદિયાનાં નગરોમાં અને યરુશાલેમની શેરીઓમાં આનંદનો તથા હર્ષનો સાદ અને કન્યાનો સાદ હું બંધ કરીશ. કેમ કે દેશ ઉજ્જડ થઈ જશે.’”
౩౪ఈ దేశం తప్పకుండా పాడైపోతుంది. యూదా పట్టణాల్లో, యెరూషలేము వీధుల్లో ఆనంద ధ్వనులు, కేరింతలు, పెళ్ళికొడుకు, పెళ్ళికూతుళ్ళ స్వరాలు వినబడకుండా చేస్తాను.”

< ચર્મિયા 7 >