< ચર્મિયા 6 >
1 ૧ “હે બિન્યામીનના લોકો, યરુશાલેમમાંથી જીવ બચાવવા નાસી જાઓ, તકોઆમાં રણશિંગડું વગાડો. અને બેથ-હાકકેરેમ પર અગ્નિ સળગાવીને ચેતવણી આપો. કેમ કે ઉત્તર તરફથી વિપત્તિ તથા મહાવિનાશ આવે છે.
Zgromadźcie się, synowie Benjaminowi! z pośrodku Jeruzalemu, a w Tekue trąbcie w trąbę, i nad Betcherem podnieście chorągiew! bo złe ukazało się z północy, i zburzenie wielkie.
2 ૨ સિયોનની દીકરી સુંદર તથા કોમળ છે, તેઓનો હું નાશ કરીશ.
Pięknej, rozkosznej pannie przypodobałem był córkę Syońską;
3 ૩ ઘેટાંપાળકો અને તેઓનાં ટોળાં તેઓની પાસે જશે; તેઓ તેની ફરતે તંબુઓ નાખશે. દરેક જણ પોતાની જગ્યાએ ચરશે.
Ale do niej przyciągną pasterze i trzody ich; rozbiją przeciwko niej namioty w około, spasie każdy miejsce swoje, i rzeką:
4 ૪ યહોવાહના નામે તેની સામે ચઢાઈ કર. ઊઠ, આપણે મધ્યાહને તેના પર હુમલો કરીએ. આપણને અફસોસ! સૂર્યાસ્ત થવા લાગ્યો છે. સંધ્યાની છાયા લંબાતી જાય છે.
Podnieście przeciwko niej wojnę, wstańcie, a wtargniemy w południe; biada nam, że się nachylił dzień, że się rozciągnęły cienie wieczorne!
5 ૫ ઊઠો, આપણે તેના પર રાતે હુમલો કરીને તેના મહેલોનો નાશ કરીએ.
Wstańcie, a wtargniemy w nocy, i rozwalmy pałace jej.
6 ૬ સૈન્યોના ઈશ્વર યહોવાહ આ પ્રમાણે કહે છે; તેનાં વૃક્ષો કાપી નાખો અને યરુશાલેમ વિરુદ્ધ મોરચા ઊભા કરો. આ નગર તો દંડને પાત્ર છે કેમ કે એમાં જુલમ સિવાય બીજું કશું નથી.
Bo tak mówi Pan zastępów: Narąbcie drzewa, a usypcie przeciw Jeruzalemowi szańce; toć to miasto jest, które ma być nawiedzione; jakożkolwiek wielkie, niemasz jedno ucisk w pośrodku jego.
7 ૭ જેમ ઝરો પાણીથી ઊભરાય છે તેમ એ દુષ્ટતાથી ઊભરાય છે. નગરમાં મારઝૂડ અને લૂંટફાટનો અવાજ સંભળાય છે, વેદના તથા જખમ મારી આગળ નિત્ય થાય છે.
Jako źródło wylewa wody swe, tak ono wylewa złość swoję; ucisk i spustoszenie słychać w niem przed obliczem mojem ustawicznie, boleść i bicie.
8 ૮ માટે હે યરુશાલેમ આ ચેતવણી પર તું ધ્યાન આપ, રખેને હું તારો ત્યાગ કરીને તને ઉજ્જડ તથા વેરાન પ્રદેશ બનાવી મૂકું.
Ćwicz się Jeruzalemie! by snać nie odstąpiła dusza moja od ciebie, bym cię snać nie obrócił w pustynię ziemi do mieszkania niesposobną,
9 ૯ સૈન્યોના ઈશ્વર યહોવાહ કહે છે; ઇઝરાયલમાં જે થોડા બાકી રહેલા હશે તેઓને દ્રાક્ષની પેઠે વીણીને લઈ જવામાં આવશે. દ્રાક્ષા તોડનારની પેઠે તું તારો હાથ ફરી ડાળખી પર ફેરવ.
Tak mówi Pan zastępów: Ostatek Izraela aż do grona wyzbierają, jako winnicę, i rzeką: Sięgaj ręką twoją, jako ten, co zbiera wino do kosza.
10 ૧૦ કોને કહું અને કોને ચેતવણી આપું કે તેઓ સાંભળે? તેઓના કાન બેસુન્નત છે; કે તેઓ સાંભળી શકતા નથી. ધ્યાન આપો!” જુઓ, યહોવાહનું વચન તેમની પાસે તેઓને સુધારવા માટે આવ્યું પણ તેઓએ તેને સ્વીકાર્યું નહિ.
Do kogoż mówić będę, i kim oświadczę, aby słyszeli? Oto nieobrzezane są uszy ich, tak, że słuchać nie mogą; oto słowo Pańskie mają za hańbę i nie kochają się w niem.
11 ૧૧ પણ હું યહોવાહના રોષથી ભરપૂર છું, હું તેને અંદર દબાવી શકતો નથી. મહોલ્લાના લોકો પર અને ટોળે વળતા યુવાનો પર તેનો ઊભરો કાઢ. કેમ કે પુરુષ તથા સ્ત્રી અને ઘરડાઓ સુદ્ધાં બધા જ પકડાઈ જશે.
Przetoż pełenem zapalczywości Pańskiej, upracowałem się, zawściągając ją w sobie. Wylana będzie tak na maluczkiego na ulicy, jako i na zebranie młodzieńców; owszem, i mąż z żoną, a starzec ze zgrzybiałym pojmany będzie.
12 ૧૨ તેઓનાં ઘરો અને તેઓનાં ખેતરો તથા પત્નીઓ બીજાઓને સોંપવામાં આવશે. કેમ કે હું આ દેશના લોકોને શિક્ષા કરીશ. એમ યહોવાહ કહે છે.
I przypadną domy ich na inszych, także pola i żony ich, gdyż wyciągnę rękę moję na obywateli tej ziemi, mówi Pan.
13 ૧૩ કેમ કે તેઓ બધા નાનાથી માંડીને છેક મોટા સુધી સર્વ લોભી છે. અને પ્રબોધકોથી યાજકો સુધી સર્વ જુઠાણું ચલાવે છે.
Zaiste, od najmniejszego z nich aż do największego z nich, wszyscy się udali za łakomstwem; od proroka aż do kapłana, wszyscy zgoła bawią się kłamstwem.
14 ૧૪ કંઈ શાંતિ ન હોવા છતાં શાંતિ એમ કહીને તેઓ મારા લોકોના ઘાને ‘શાંતિ! શાંતિ!’ છે એમ કહીને ઉપર છલ્લા રુઝાવે છે.
I leczą skruszenie córki ludu mego tylko po wierzchu, mówiąc: Pokój, pokój! choć niemasz pokoju.
15 ૧૫ તેઓએ ધિક્કારપાત્ર કૃત્ય કર્યું હતું માટે શું તેઓ શરમિંદા થયા? તેઓ બિલકુલ શરમિંદા થયા નહિ; વળી શું થયું છે તે તેઓ સમજ્યા નહિ. તેથી તેઓ પડનારા ભેગા પડશે. હું જ્યારે તેમને સજા કરીશ ત્યારે તેઓ ઠોકર ખાઈને પડી જશે,” એમ યહોવાહ કહે છે.
Izali się zawstydzili, przeto że obrzydłość czynili? Zaiste ani się lud wstydził, ani ich prorocy do wstydu przywieść mogli; przetoż upadną między padającymi; czasu, którego ich nawiedzę, upadną, mówi Pan.
16 ૧૬ યહોવાહ કહે છે; માર્ગોમાં ઊભા રહીને જુઓ; ભૂતકાળના માર્ગો વિષે પૂછો. ‘આવો ઉત્તમ માર્ગ ક્યાં છે?’ તેની શોધ કરીને તે માર્ગે ચાલો. એટલે તમારા આત્માને શાંતિ મળશે. પણ લોકો કહે છે, “અમે તે માર્ગે ચાલીશું નહિ.”
Gdy tak Pan mawiał: Zastanówcie się na drogach, a spojrzyjcie i pytajcie się o ścieszkach starych, któraby była droga dobra, a chodźcie nią, a znajdziecie odpocznienie duszy waszej: tedy odpowiadali: Nie będziemy chodzili.
17 ૧૭ મેં તમારા પર ચોકીદારો નીમ્યા અને કહ્યું કે, રણશિંગડાનો અવાજ સાંભળો. પરંતુ તમે કહ્યું, “અમે તે તરફ ધ્યાન આપીશું નહિ.”
A gdym postanawiał nad wami stróżów, mówiąc: Słuchajcie głosu trąby! tedy mawiali: Nie będziemy słuchać.
18 ૧૮ આથી યહોવાહે કહ્યું, “હે પ્રજાઓ, તમે સાંભળો, અને જાણી લો કે મારા લોકોના શા હાલ થવાના છે.
Przetoż słuchajcie, o narody! a poznaj, o zgromadzenie! co się dzieje między nimi.
19 ૧૯ હે પૃથ્વીના લોકો, સાંભળો જુઓ, આ લોકો પર હું વિપત્તિ એટલે એમના કાવાદાવાનું ફળ લાવીશ. તેઓએ મારાં વચનોનો સ્વીકાર કર્યો નથી. તેઓએ મારાં નિયમશાસ્ત્રનો ત્યાગ કર્યો છે.
Słuchaj, o ziemio! Oto Ja przywiodę złe na ten lud, owoce myśli ich, przeto, że nie słuchają słów moich, ani zakonu mego, ale go odrzucają.
20 ૨૦ શેબાથી લોબાન તથા દૂર દેશથી અગરુ મારી પાસે શા માટે લાવો છો? હું તમારા દહનીયાર્પણને માન્ય કરીશ નહિ. અને તમારાં બલિદાનોથી હું પ્રસન્ન થતો નથી.
Na cóż mi kadzidło z Saby przychodzi, a cynamon wonny wyborny z ziemi dalekiej? Całopalenia wasze nie są mi przyjemne, i ofiary wasze nie podobają mi się.
21 ૨૧ તેથી યહોવાહ આ પ્રમાણે કહે છે; તેથી હું મારા એ લોકોને ઠોકર ખવડાવીશ અને તેઓ પિતા અને પુત્ર બન્ને તેનાથી ઠોકર ખાઈને પડી જશે પડોશી અને તેના મિત્રો બધા જ નાશ પામશે.
Przetoż tak mówi Pan: Oto ja nakładę ludowi temu zawad, o które się otrącać będą ojcowie, także i synowie, sąsiad i bliźni jego, i poginą.
22 ૨૨ યહોવાહ આ પ્રમાણે કહે છે; જુઓ, ઉત્તરમાંથી એક પ્રજા આવી રહી છે અને પૃથ્વીના છેક છેડેથી એક બળવાન પ્રજા ચઢી આવશે.
Tak mówi Pan: Oto lud przyciągnie z ziemi północnej, a naród wielki powstanie od kończyn ziemi;
23 ૨૩ તેઓ ધનુષ્ય તથા ભાલા ધારણ કરે છે. તેઓ ક્રૂર અને નિર્દય છે, તેઓનો અવાજ સમુદ્રની ગર્જના જેવો છે. તેઓ ઘોડાઓ પર સવારી કરે છે. હે સિયોનની દીકરી જેમ શૂરવીર લડાઈને માટે સજ્જ થાય છે તેમ તેઓ તારી વિરુદ્ધ લડાઈ કરવા તૈયાર છે.
Łuk i włócznię pochwyci, okrutny będzie, a nie zlituje się. Głos ich jako morze zahuczy, a na koniach jeździć będą, naród uszykowany jako mąż do boju przeciwko tobie, o córko Syońska!
24 ૨૪ અમે તે વિશેના સમાચાર સાંભળ્યા છે. અમારાં ગાત્રો શિથિલ થઈ ગયાં છે. અમને જાણે પ્રસૂતિની જેવી પીડા થાય છે.
Skoro usłyszymy wieść o nim, osłabieją ręce nasze, ucisk nas ogarnie, i boleść jako rodzącą.
25 ૨૫ બહાર ખેતરોમાં જશો નહિ, રસ્તાઓ પર મુસાફરી કરશો નહિ, કેમ કે સર્વત્ર શત્રુની તલવારનો ભય લાગે છે.
Nie wychodźcie na pole, i w drogę nie chodźcie; bo miecz nieprzyjacielski a strach w około.
26 ૨૬ હે મારા લોકની દીકરી શોકનાં વસ્ત્રો ધારણ કરી રાખમાં બેસ. જેમ કોઈ પોતાના એકના એક દીકરાને માટે શોક તથા આક્રંદ કરે તેમ તું કર. કેમ કે આપણા પર લૂંટારા એકાએક ચઢી આવશે.
O córko ludu mojego! przepasz się worem a walaj się w popiele; uczyń sobie żal jako po jedynaku, żal gorzki; bo na nas nagle burzyciel przypadnie.
27 ૨૭ મેં તને મારા લોકમાં પારખનાર તથા કોટરૂપ કર્યો છે જેથી તું તેઓના માર્ગ જાણે અને તેનું મૂલ્યાંકન કરે.
Dałem cię za basztę i za wieżę w ludu moim, abyś upatrywał i doświadczał drogi ich.
28 ૨૮ એ બધા અધમ બંડખોરો છે અને તેઓ ચાડી કરતા ફરે છે. તેઓ પિત્તળ જેવા અને લોખંડ જેવા છે. તેઓ સર્વ દુષ્ટ છે.
Wszyscy są między krnąbrnymi najkrnąbrniejsi, chodzą jako obmowca, są jako miedź i żelaza; wszyscy zgoła są skażonymi.
29 ૨૯ ધમણ ચાલે છે અને વેગથી હવા ફૂંકે છે; સીસું અગ્નિથી બળી ગયું છે. શુદ્ધ કરનાર પીગાળવાને વ્યર્થ મહેનત કરે છે. કેમ કે દુષ્ટોને કાઢવામાં આવ્યા નથી.
Murzszeją miechy, ołów od ognia niszczeje, próżno ustawicznie złotnik pławi; bo złe rzeczy nie mogą być oddalone.
30 ૩૦ તેઓને “નકામી ચાંદી,” કહેવામાં આવશે કેમ કે યહોવાહે તેઓનો નકાર કર્યો છે.’”
Srebrem fałszywem będą nazwani; bo ich Pan odrzucił.