< ચર્મિયા 52 >
1 ૧ સિદકિયા રાજ કરવા લાગ્યો ત્યારે તે એકવીસ વર્ષનો હતો; તેણે યરુશાલેમમાં અગિયાર વર્ષ રાજ કર્યું. તેની માતાનું નામ હમૂટાલ હતું અને તે લિબ્નાહના યર્મિયાની દીકરી હતી.
Седекія був віку двадцяти й одного року, коли зацарював. А царював він в Єрусалимі одина́дцять років; ім'я́ ж його матері — Хамутал, дочка́ Єремії з Лівни.
2 ૨ સિદકિયાએ યહોયાકીમની જેમ જ યહોવાહની દ્રષ્ટિમાં ભૂંડું હતું તે કર્યું.
І робив він зло в Господніх очах, усе так, як робив був Єгояким.
3 ૩ યહોવાહના કોપને લીધે યરુશાલેમમાં અને યહૂદિયામાં આ સર્વ ઘટનાઓ બનતી રહી, છેવટે તેમણે તેઓને પોતાના સાન્નિધ્યમાંથી નસાડી મૂક્યા. અને સિદકિયાએ બાબિલના રાજા સામે બંડ કર્યું.
Бо через Господній гнів сталося це на Єрусалим та на Юду, аж поки Він не відкинув їх від Свого обличчя. А Седекія відпав від вавилонського царя.
4 ૪ સિદકિયાના રાજ્યકાળમાં નવમા વર્ષના દસમા મહિનાના દસમાં દિવસે બાબિલના રાજા નબૂખાદનેસ્સારે પોતાના આખા સૈન્ય સહિત આવીને યરુશાલેમ પર હુમલો કર્યો. તેઓએ તેને ઘેરો ઘાલી અને તેની ચારેતરફ મોરચા બાંધ્યાં.
І сталося за дев'ятого року його царюва́ння, десятого місяця, десятого дня місяця прийшов Навуходоно́сор, цар вавилонський, він та все ві́йсько його, на Єрусалим, і розта́борилися проти нього, і побудува́ли проти нього ва́ла навко́ло.
5 ૫ સિદકિયા રાજાના શાસનના અગિયારમા વર્ષ સુધી આમ ચાલ્યું.
І ввійшло місто в облогу аж до одина́дцятого року царя Седекії.
6 ૬ ચોથા મહિનાના નવમે દિવસે નગરમાં અન્નની ભારે તંગી વર્તાઈ અને લોકોને માટે ખાવાને બિલકુલ અન્ન નહોતું.
Четвертого місяця, дев'ятого дня місяця настав вели́кий голод у місті, і не було хліба для наро́ду кра́ю.
7 ૭ પછી નગરની દીવાલમાં એક બાકોરું પાડવામાં આવ્યું. અને સઘળા લડવૈયા નાસી ગયા. બે દીવાલો વચ્ચે રાજાની વાડીની પાસે જે ભાગળ હતી તેમાં થઈને રાતોરાત નગરમાંથી નીકળીને નાસી ગયા. તે દરમ્યાન ખાલદીઓએ નગરને ઘેરી લીધું હતું તેમ છતાં તેઓ અરાબાને માર્ગે આગળ વધ્યા.
І пробитий був про́лім у стіні міста, і всі вояки́ повтікали, і повихо́дили з міста вночі доро́гою брами між двома му́рами, що при царсько́му садку́, бо халдеї були при місті навко́ло. І пішли вони дорогою в степ.
8 ૮ પરંતુ ખાલદીઓના સૈન્યએ રાજાનો પીછો પકડ્યો અને યરીખોના મેદાનમાં તેને પકડી પાડ્યો. અને તેનું આખું સૈન્ય તેને છોડીને વેરવિખેર થઈ ગયું.
А халдейське ві́йсько погналося за царем, та й догнали Седекію в єрихонських степа́х, а все його військо розпоро́шилося від нього.
9 ૯ બાબિલનો રાજા હમાથ રાજ્યના રિબ્લાહ નગરમાં હતો. તેઓ સિદકિયાને ત્યાં લઈ ગયા અને રાજા આગળ રજૂ કર્યો. અને તેણે તેનો ઇનસાફ કર્યો.
І схопи́ли царя, і відвели́ його до царя вавилонського до Рівли в краю Хамата, і там його той засудив.
10 ૧૦ બાબિલના રાજાએ સિદકિયાની નજર આગળ તેના દીકરાઓને મારી નાખ્યા અને યહૂદિયાના બધા સરદારોને પણ રિબ્લાહમાં મારી નાખ્યા.
І цар вавилонський порі́зав Седекіїних синів на оча́х його, а також Юдиних зверхників він порізав у Рівлі.
11 ૧૧ ત્યારબાદ તેણે સિદકિયાની આંખો ફોડી નાખી અને બાબિલનો રાજા તેને સાંકળોથી બાંધીને બાબિલ લઈ ગયો. અને તેને આજીવન કેદ કરવામાં આવ્યો.
А очі Седекії він ви́брав, і зв'язав його ланцюга́ми. І відвів його вавилонський цар до Вавилону, і посадив його до в'язни́ці аж до дня його смерти.
12 ૧૨ હવે પાંચમા મહિનાના દસમા દિવસે એટલે કે બાબિલના રાજા નબૂખાદનેસ્સારના શાસનના ઓગણીસમા વર્ષમાં રક્ષક ટુકડીનો સરદાર નબૂઝારઅદાનને જે બાબિલના રાજાની તહેનાતમાં રહેતો હતો તે યરુશાલેમમાં આવ્યો.
А п'ятого місяця, десятого дня місяця, — це дев'ятнадцятий рік царя Навуходоно́сора, вавилонського царя, — прийшов до Єрусалиму Невузар'адан, начальник царсько́ї сторожі, що ставав перед обличчям вавилонського царя.
13 ૧૩ તેણે યહોવાહના સભાસ્થાનને, રાજાના મહેલને અને યરુશાલેમના દરેક ઘરને બાળી નાખ્યાં; વળી તેણે દરેક મોટી ઇમારતો બાળી નાખી.
І він спали́в Господнього дома та дома царе́вого, і всі доми́ в Єрусалимі, і спалив кожного великого дома огнем.
14 ૧૪ વળી રક્ષક ટુકડીના સરદાર સાથે ખાલદીઓનું જે સર્વ સૈન્ય હતું તેણે યરુશાલેમની આસપાસની દીવાલોને તોડી પાડી.
І мури навко́ло Єрусалиму порозбива́ло все халдейське ві́йсько, що було з начальником царсько́ї сторожі.
15 ૧૫ લોકોમાંના કેટલાક ગરીબ માણસોને તથા નગરના બાકી રહી ગયેલા લોકોને જેઓ બાબિલના રાજાના પક્ષમાં ચાલ્યા ગયા હતા તેઓને અને બાકી રહી ગયેલા કારીગરોને, રક્ષક ટુકડીનો સરદાર નબૂઝારઅદાન બંદીવાસમાં લઈ ગયો.
А з бідно́ти народу та решту наро́ду, що позостався в місті, і перебі́жників, що перебігли до вавилонського царя, і решту про́стого люду повиганя́в Невузар'адан, начальник царсько́ї сторожі.
16 ૧૬ પરંતુ રક્ષક ટુકડીના સરદાર નબૂઝારઅદાને વસ્તીના ગરીબમાં ગરીબ વર્ગને મજૂરી કરવા માટે ખેતરો અને દ્રાક્ષનીવાડીઓ આપી.
А з бідноти кра́ю начальник царсько́ї сторожі позоста́вив де́кого за винарі́в та за рільникі́в.
17 ૧૭ યહોવાહના સભાસ્થાનમાંના પિત્તળના સ્તંભો, પાયાઓ, પિત્તળના સમુદ્રને ખાલદીઓએ ભાગીને ટુકડેટુકડા કરી નાખ્યા. અને તેઓનું બધું પિત્તળ બાબિલ લઈ ગયા.
А мідяні стовпи́, що в Господньому домі, і підстави, і мідяне́ море, що в Господньому домі, халдеї полама́ли, і поне́сли всю їхню мідь до Вавилону.
18 ૧૮ વળી કુંડાંઓ, પાવડીઓ, દીવાની કાતરો, વાટકા અને જે સર્વ પિત્તળના પાત્રો વડે યાજકો ઘરમાં સેવા કરતા હતા તે સર્વ ખાલદીઓ લઈ ગયા.
І го́рнята, і лопатки́, і но́жиці, і кропи́льниці, і ложки́, і ввесь мідяни́й по́суд, що ним служать, позабирали.
19 ૧૯ પ્યાલાઓ, ધૂપદાનીઓ, કટોરા, ઘડાઓ, દીવીઓ, તપેલાંઓ, વાટકાઓ એટલે જે સોનાનું બનેલું હતું તે અને જે રૂપાનું બનેલું હતું તે, રક્ષક ટુકડીનો સરદાર લઈ ગયો.
І миски́, і кади́льниці, і кропи́льниці, і го́рнята, і свічники́, і ложки́, і жерто́вні миски, і що було золоте — забрав золото, а що срібне — срібло взяв начальник царсько́ї сторожі.
20 ૨૦ જે બે સ્તંભો તથા એક સમુદ્ર તથા પાયાની નીચે પિત્તળના બાર બળદ સુલેમાન રાજાએ યહોવાહના મંદિરને સારુ બનાવ્યા હતા તેઓને પણ તેઓ લઈ ગયા.
Два стовпи́, одне море, дванадцять мідяни́х волів, що під підста́вами, що цар Соломон поробив був для Господнього дому, — не було й ваги для міді всіх цих речей!
21 ૨૧ દરેક સ્તંભ અઢાર હાથ ઊંચો અને બાર હાથની દોરી જેટલે પરિઘવાળો હતો; તે પોલો હતો અને તેનું પતરું ચાર આંગળ જાડું હતું.
А стовпи́ — вісімнадцять ліктів високість одно́го стовпа́, і шнуро́к на дванадцять лі́ктів оточував його, а грубина́ його — чотири пальці, всере́дині поро́жнявий.
22 ૨૨ વળી દરેક પર પિત્તળનો કળશ હતો. દરેક કળશ પાંચ હાથ ઊંચો હતો. તેની ચારે બાજુ જાળીદાર નકશી તથા દાડમો હતાં. તે સર્વ પિત્તળના હતાં. વળી બીજો સ્તંભ તથા તે પરનાં દાડમો પહેલાંના જેવાં જ હતાં.
І ма́ковиця на ньому — мідяна́, а високість однієї ма́ковиці — п'ять ліктів та мере́жка, і грана́тові я́блука на ма́ковиці навко́ло, усе мідь. І для другого стовпа́ — так само, і грана́тові я́блука.
23 ૨૩ ચારેબાજુ છન્નું દાડમ હતાં. અને જાળીદાર નકશી પર ચોતરફ જડેલાં એકંદરે સો દાડમ હતાં.
І було грана́тових я́блук дев'ятдеся́т і шість на кожну сто́рону, усіх грана́тових я́блук на мере́жці навко́ло — сто.
24 ૨૪ રક્ષક ટુકડીના સરદાર નબૂઝારઅદાને મુખ્ય યાજક સરાયાને, તેના મદદનીશ સફાન્યાને અને ત્રણ મુખ્ય રક્ષકોને પકડી લીધા.
І начальник царсько́ї сторожі взяв Сераю, головного священика, і Цефанію, другого священика, та трьох сторожі́в поро́га.
25 ૨૫ નગરમાંથી તેણે કેદીઓનો અધિકારી જે સૈનિકોનો ઉપરી હતો તેને અને રાજાની હજૂરમાં રહેનારા સાત માણસો લીધા. વળી તેઓને, સેનાપતિનો લહિયો, જે સૈન્યમાં દાખલ થનારની નોંધ રાખતો હતો તેને અને દેશના લોકોમાંના જે સાઠ નામાંકિત માણસો હાથ આવ્યા તેઓને તેણે પકડી લીધા.
А з міста взяв він одного е́внуха, що був начальником над військо́вими, та се́меро чоловіка з тих, що бачать царе́ве обличчя, що були зна́йдені в місті, і писаря, зверхника військо́вого відділу, що записував наро́д кра́ю до військо́вого відділу, і шістдеся́т чоловіка з наро́ду кра́ю, що знахо́дилися в місті.
26 ૨૬ રક્ષકટુકડીનો સરદાર નબૂઝારઅદાન એ બધાને રિબ્લાહમાં બાબિલના રાજા આગળ લઈ ગયો.
І позабирав їх Невузар'адан, начальник царсько́ї сторожі, і відвів їх до вавилонського царя, до Рівли.
27 ૨૭ અને હમાથ દેશના રિબ્લાહમાં બાબિલના રાજાએ તેમને મારી નંખાવ્યા. આમ, યહૂદિયાના લોકો પોતાના દેશમાંથી બંદીવાસમાં લઈ જવામાં આવ્યા.
І вдарив їх вавилонський цар, і позабива́в їх у Рівлі, у хаматовому кра́ї. І пішов Юда на вигна́ння з своєї землі!
28 ૨૮ જે લોકોને નબૂખાદનેસ્સારને બંદીવાસમાં લઈ ગયો તેઓની સંખ્યા નીચે મુજબ હતી; સાતમા વર્ષમાં ત્રણ હજાર ત્રેવીસ યહૂદીઓ.
Оце той наро́д, що вигнав Навуходоно́сор: у сьомому році — три тисячі й двадцять і три юдеї.
29 ૨૯ અને નબૂખાદનેસ્સારના અઢારમા વર્ષમાં તે યરુશાલેમમાંથી આઠસો બત્રીસ લોકોને કેદ કરીને લઈ ગયો.
У вісімнадцятому році Навуходоносора вигнав він з Єрусалиму вісім сотень тридцять і дві душі.
30 ૩૦ નબૂખાદનેસ્સારના ત્રેવીસમા વર્ષમાં રક્ષકટુકડીનો સરદાર નબૂઝારઅદાન સાતસો પિસ્તાળીસ યહૂદીઓને કેદ કરીને બંદીવાસમાં લઈ ગયો હતો. આમ કુલ ચાર હજાર છસો લોકો હતા.
У році двадцятому й третьому вигнав Невузар'адан, начальник царсько́ї сторожі, сім сотень сорок і п'ять душ юдеїв. Усіх душ — чотири тисячі й шість сотень.
31 ૩૧ યહૂદિયાના રાજા યહોયાખીનના બંદીવાસના સાડત્રીસમા વર્ષના બારમા મહિનાના પચીસમે દિવસે બાબિલના રાજા એવીલ-મેરોદાખે પોતાની કારકિર્દીના પહેલા વર્ષમાં યહૂદિયાના રાજા યહોયાકીમને માફી આપી અને તેને કારાવાસમાંથી મુકત કર્યો.
І сталося за тридцятого й сьомого року вигна́ння Єгояки́ма, Юдиного царя, дванадцятого місяця, двадцятого й п'ятого дня місяця, Евіл-Меродах, цар вавилонський, у році свого зацарюва́ння, зми́лувався над Єгояки́мом, Юдиним царем, і вивів його з дому ув'я́знення.
32 ૩૨ તેણે તેના પ્રત્યે માયાળુ વર્તાવ રાખ્યો અને તેને બાબિલમાં પોતાની સાથેના બીજા રાજાઓ કરતાં ઊંચે આસને બેસાડ્યો.
І він говорив з ним добре, і поставив трона його понад трона царів, що були з ним у Вавилоні.
33 ૩૩ આથી યહોયાકીમે કારાવાસનાં વસ્ત્રો ઉતારી નાખીને, તેણે આપેલાં નવાં વસ્ત્રો પહેર્યા. અને શેષજીવન રાજાના આશ્રિત તરીકે ગાળ્યું.
І змінив в'язни́чну одежу його, і він за́вжди їв хліб перед ним по всі дні свого життя.
34 ૩૪ અને તે જીવ્યો ત્યાં સુધી રાજાએ તેના નિર્વાહ માટે કાયમી ભથ્થું બાંધી આપ્યું. જે તેને મૃત્યુ સુધી નિયમિત રીતે આપવામાં આવ્યું.
А їжа його, їжа стала, видавалася йому від вавилонського царя, щоденне кожного дня, аж до дня його смерти, по всі дні його життя.