< ચર્મિયા 52 >

1 સિદકિયા રાજ કરવા લાગ્યો ત્યારે તે એકવીસ વર્ષનો હતો; તેણે યરુશાલેમમાં અગિયાર વર્ષ રાજ કર્યું. તેની માતાનું નામ હમૂટાલ હતું અને તે લિબ્નાહના યર્મિયાની દીકરી હતી.
سدقیا گەنجێکی بیست و یەک ساڵان بوو کە بوو بە پاشا، یازدە ساڵ لە ئۆرشەلیم پاشایەتی کرد. دایکی ناوی حەموتەلی کچی یەرمیای خەڵکی لیڤنا بوو.
2 સિદકિયાએ યહોયાકીમની જેમ જ યહોવાહની દ્રષ્ટિમાં ભૂંડું હતું તે કર્યું.
ئەمیش لەبەرچاوی یەزدان خراپەکاری کرد، وەک هەموو ئەوەی یەهۆیاقیم کردی.
3 યહોવાહના કોપને લીધે યરુશાલેમમાં અને યહૂદિયામાં આ સર્વ ઘટનાઓ બનતી રહી, છેવટે તેમણે તેઓને પોતાના સાન્નિધ્યમાંથી નસાડી મૂક્યા. અને સિદકિયાએ બાબિલના રાજા સામે બંડ કર્યું.
لەبەر تووڕەیی یەزدان بوو کە ئەمانە لە ئۆرشەلیم و لە یەهودا ڕوویدا، هەتا ئەوەی لەبەردەم خۆیدا دەریکردن. ئەوە بوو سدقیا لە پاشای بابل یاخی بوو.
4 સિદકિયાના રાજ્યકાળમાં નવમા વર્ષના દસમા મહિનાના દસમાં દિવસે બાબિલના રાજા નબૂખાદનેસ્સારે પોતાના આખા સૈન્ય સહિત આવીને યરુશાલેમ પર હુમલો કર્યો. તેઓએ તેને ઘેરો ઘાલી અને તેની ચારેતરફ મોરચા બાંધ્યાં.
ئیتر لە دەی مانگی دەی ساڵی نۆیەمی پاشایەتی سدقیا، نەبوخودنەسری پاشای بابل هەموو سوپاکەی بەرەو ئۆرشەلیم جوڵاند و لەوێ ئۆردوگای دامەزراند، لە چواردەوری قوللەی بنیاد نا.
5 સિદકિયા રાજાના શાસનના અગિયારમા વર્ષ સુધી આમ ચાલ્યું.
هەتا ساڵی یازدەیەمی پاشایەتی سدقیا شارەکە لەژێر گەمارۆدا بوو.
6 ચોથા મહિનાના નવમે દિવસે નગરમાં અન્નની ભારે તંગી વર્તાઈ અને લોકોને માટે ખાવાને બિલકુલ અન્ન નહોતું.
لە نۆی مانگی چواردا قاتوقڕی لە شارەکە هێندە سەخت بوو کە نان نەبوو گەلی خاکەکە بیخۆن.
7 પછી નગરની દીવાલમાં એક બાકોરું પાડવામાં આવ્યું. અને સઘળા લડવૈયા નાસી ગયા. બે દીવાલો વચ્ચે રાજાની વાડીની પાસે જે ભાગળ હતી તેમાં થઈને રાતોરાત નગરમાંથી નીકળીને નાસી ગયા. તે દરમ્યાન ખાલદીઓએ નગરને ઘેરી લીધું હતું તેમ છતાં તેઓ અરાબાને માર્ગે આગળ વધ્યા.
ئینجا شوورای شارەکە شکێنرا و هەموو جەنگاوەرەکان بە شەو بە ڕێگای دەروازەکەی نێوان دوو شووراکەی بەرامبەر باخچەی پاشادا هەڵاتن، هەرچەندە بابلییەکان لە چواردەوری شارەکە بوون. بە ڕێگای عەراڤادا هەڵاتن،
8 પરંતુ ખાલદીઓના સૈન્યએ રાજાનો પીછો પકડ્યો અને યરીખોના મેદાનમાં તેને પકડી પાડ્યો. અને તેનું આખું સૈન્ય તેને છોડીને વેરવિખેર થઈ ગયું.
بەڵام سوپای بابلییەکان بەدوای سدقیای پاشا کەوتن، لە دەشتی ئەریحا پێی گەیشتن، هەموو سوپاکەی پەرتەوازە بوو،
9 બાબિલનો રાજા હમાથ રાજ્યના રિબ્લાહ નગરમાં હતો. તેઓ સિદકિયાને ત્યાં લઈ ગયા અને રાજા આગળ રજૂ કર્યો. અને તેણે તેનો ઇનસાફ કર્યો.
جا پاشایان بە دیل گرت. بردیانە لای پاشای بابل لە ڕیڤلە، لە خاکی حەمات، ئەویش دادگایی کرد.
10 ૧૦ બાબિલના રાજાએ સિદકિયાની નજર આગળ તેના દીકરાઓને મારી નાખ્યા અને યહૂદિયાના બધા સરદારોને પણ રિબ્લાહમાં મારી નાખ્યા.
هەر لە ڕیڤلە پاشای بابل کوڕەکانی سدقیای لەبەرچاوی باوکیان کوشت، ئینجا هەموو پیاوماقوڵانی یەهوداشی لەناوبرد.
11 ૧૧ ત્યારબાદ તેણે સિદકિયાની આંખો ફોડી નાખી અને બાબિલનો રાજા તેને સાંકળોથી બાંધીને બાબિલ લઈ ગયો. અને તેને આજીવન કેદ કરવામાં આવ્યો.
پاشان هەردوو چاوی سدقیای دەرهێنا، بە زنجیری بڕۆنز کۆتی کرد، بردی بۆ بابل و هەتا ڕۆژی مردنی لە بەندیخانە بەندی کرد.
12 ૧૨ હવે પાંચમા મહિનાના દસમા દિવસે એટલે કે બાબિલના રાજા નબૂખાદનેસ્સારના શાસનના ઓગણીસમા વર્ષમાં રક્ષક ટુકડીનો સરદાર નબૂઝારઅદાનને જે બાબિલના રાજાની તહેનાતમાં રહેતો હતો તે યરુશાલેમમાં આવ્યો.
لە دەی مانگی پێنجی ساڵی نۆزدەیەمی نەبوخودنەسری پاشای بابل، نەبوزەرەدانی فەرماندەی پاسەوانانی پاشا، ئەوەی خزمەتی پاشای بابلی دەکرد، هاتە ئۆرشەلیم.
13 ૧૩ તેણે યહોવાહના સભાસ્થાનને, રાજાના મહેલને અને યરુશાલેમના દરેક ઘરને બાળી નાખ્યાં; વળી તેણે દરેક મોટી ઇમારતો બાળી નાખી.
پەرستگای یەزدان و کۆشکی پاشا و هەموو ماڵەکانی ئۆرشەلیم و هەموو تەلارە گرنگەکانی سووتاند.
14 ૧૪ વળી રક્ષક ટુકડીના સરદાર સાથે ખાલદીઓનું જે સર્વ સૈન્ય હતું તેણે યરુશાલેમની આસપાસની દીવાલોને તોડી પાડી.
شووراکانی چواردەوری ئۆرشەلیمیش لەلایەن سوپای بابلییەکانەوە ڕووخێنران، ئەوانەی لەگەڵ فەرماندەی پاسەوانانی پاشا بوون.
15 ૧૫ લોકોમાંના કેટલાક ગરીબ માણસોને તથા નગરના બાકી રહી ગયેલા લોકોને જેઓ બાબિલના રાજાના પક્ષમાં ચાલ્યા ગયા હતા તેઓને અને બાકી રહી ગયેલા કારીગરોને, રક્ષક ટુકડીનો સરદાર નબૂઝારઅદાન બંદીવાસમાં લઈ ગયો.
جا لە ڕەشوڕووتی گەل و پاشماوەی گەلیش ئەوانەی لە شارەکەدا مابوونەوە و ئەوانەی بۆ لای پاشای بابل هەڵاتبوون لەگەڵ پاشماوەی وەستاکان، نەبوزەرەدانی فەرماندەی پاسەوانانی پاشا ڕاپێچی کردن.
16 ૧૬ પરંતુ રક્ષક ટુકડીના સરદાર નબૂઝારઅદાને વસ્તીના ગરીબમાં ગરીબ વર્ગને મજૂરી કરવા માટે ખેતરો અને દ્રાક્ષનીવાડીઓ આપી.
بەڵام نەبوزەرەدانی فەرماندەی پاسەوانانی پاشا هەندێک لە خەڵکی ڕەشوڕووتی لە خاکەکە هێشتەوە بۆ کارکردن لە ڕەزەمێو و کێڵگەکان.
17 ૧૭ યહોવાહના સભાસ્થાનમાંના પિત્તળના સ્તંભો, પાયાઓ, પિત્તળના સમુદ્રને ખાલદીઓએ ભાગીને ટુકડેટુકડા કરી નાખ્યા. અને તેઓનું બધું પિત્તળ બાબિલ લઈ ગયા.
کۆڵەکە بڕۆنزییەکان و عەرەبانەکانی ئاوگواستنەوە و حەوزە بڕۆنزییەکە کە لە پەرستگای یەزدان بوون، بابلییەکان پارچەپارچەیان کردن، هەموو بڕۆنزەکەشیان بۆ بابل بارکرد،
18 ૧૮ વળી કુંડાંઓ, પાવડીઓ, દીવાની કાતરો, વાટકા અને જે સર્વ પિત્તળના પાત્રો વડે યાજકો ઘરમાં સેવા કરતા હતા તે સર્વ ખાલદીઓ લઈ ગયા.
هەروەها مەنجەڵ و خاکەناز، مەقەست، تاس، قاپەکان و هەموو ئەو قاپوقاچاغە بڕۆنزانەی لە خزمەتی پەرستگا بەکاردەهات.
19 ૧૯ પ્યાલાઓ, ધૂપદાનીઓ, કટોરા, ઘડાઓ, દીવીઓ, તપેલાંઓ, વાટકાઓ એટલે જે સોનાનું બનેલું હતું તે અને જે રૂપાનું બનેલું હતું તે, રક્ષક ટુકડીનો સરદાર લઈ ગયો.
فەرماندەی پاسەوانانی پاشا تەشت و بخووردان، تاس، مەنجەڵ، چرادان، چەمچە و پەرداخەکانی برد. هەموو ئەوەی کە بە زێڕ و زیو دروستکرابوو بردی.
20 ૨૦ જે બે સ્તંભો તથા એક સમુદ્ર તથા પાયાની નીચે પિત્તળના બાર બળદ સુલેમાન રાજાએ યહોવાહના મંદિરને સારુ બનાવ્યા હતા તેઓને પણ તેઓ લઈ ગયા.
بڕۆنزی دوو کۆڵەکەکە و حەوزەکە و دوازدە گاکان کە لەژێر عەرەبانەکانی ئاو گواستنەوەدا بوون، ئەوەی سلێمانی پاشا بۆ پەرستگای یەزدان دروستی کردبوون، لە کێش نەدەهات.
21 ૨૧ દરેક સ્તંભ અઢાર હાથ ઊંચો અને બાર હાથની દોરી જેટલે પરિઘવાળો હતો; તે પોલો હતો અને તેનું પતરું ચાર આંગળ જાડું હતું.
هەر کۆڵەکەیەک هەژدە باڵ درێژییەکەی بوو، چێوەکەی دوازدە باڵ بوو، ئەستووریشی چوار پەنجە بوو، کلۆر بوو.
22 ૨૨ વળી દરેક પર પિત્તળનો કળશ હતો. દરેક કળશ પાંચ હાથ ઊંચો હતો. તેની ચારે બાજુ જાળીદાર નકશી તથા દાડમો હતાં. તે સર્વ પિત્તળના હતાં. વળી બીજો સ્તંભ તથા તે પરનાં દાડમો પહેલાંના જેવાં જ હતાં.
تاجێکی بڕۆنز لەسەر کۆڵەکەکە بوو، بەرزی تاجەکە پێنج باڵ بوو، کەتیبە و هەنارەکانیش لەسەر تاجەکە و لە چواردەوری هەمووی لە بڕۆنز بوون. بۆ هەر یەکێک لە کۆڵەکەکان هەمان شت هەبوو لەگەڵ هەنارەکان.
23 ૨૩ ચારેબાજુ છન્નું દાડમ હતાં. અને જાળીદાર નકશી પર ચોતરફ જડેલાં એકંદરે સો દાડમ હતાં.
لە هەر لایەک نەوەد و شەش دانە هەنارەکان بوون، سەرجەمی هەنارەکان لەسەر هەر کەتیبەیەک لە چواردەوریدا سەد دانە بوون.
24 ૨૪ રક્ષક ટુકડીના સરદાર નબૂઝારઅદાને મુખ્ય યાજક સરાયાને, તેના મદદનીશ સફાન્યાને અને ત્રણ મુખ્ય રક્ષકોને પકડી લીધા.
فەرماندەکەی پاسەوانانی پاشا سەرایای سەرۆک کاهین و سەفەنیای کاهینی دووەم و سێ دەرگاوانەکەی گرت.
25 ૨૫ નગરમાંથી તેણે કેદીઓનો અધિકારી જે સૈનિકોનો ઉપરી હતો તેને અને રાજાની હજૂરમાં રહેનારા સાત માણસો લીધા. વળી તેઓને, સેનાપતિનો લહિયો, જે સૈન્યમાં દાખલ થનારની નોંધ રાખતો હતો તેને અને દેશના લોકોમાંના જે સાઠ નામાંકિત માણસો હાથ આવ્યા તેઓને તેણે પકડી લીધા.
لە شارەکەش ئەو ئەفسەرەی گرت کە لێپرسراوی جەنگاوەرەکان بوو، حەوت ڕاوێژکاری پاشاشی گرت. هەروەها خامەی نهێنی سوپاسالاری گرت ئەوەی بەرپرسی بە سەربازکردن بوو، لەگەڵ شەست پیاو کە لە شارەکە بەرچاو کەوتن.
26 ૨૬ રક્ષકટુકડીનો સરદાર નબૂઝારઅદાન એ બધાને રિબ્લાહમાં બાબિલના રાજા આગળ લઈ ગયો.
نەبوزەرەدانی فەرماندەی پاسەوانانی پاشا ئەوانەی بردە ڕیڤلە بۆ لای پاشای بابل.
27 ૨૭ અને હમાથ દેશના રિબ્લાહમાં બાબિલના રાજાએ તેમને મારી નંખાવ્યા. આમ, યહૂદિયાના લોકો પોતાના દેશમાંથી બંદીવાસમાં લઈ જવામાં આવ્યા.
پاشای بابلیش لە ڕیڤلە لە خاکی حەمات کوشتنی. ئینجا یەهودا لە خاکەکەی خۆی ڕاپێچ کرا.
28 ૨૮ જે લોકોને નબૂખાદનેસ્સારને બંદીવાસમાં લઈ ગયો તેઓની સંખ્યા નીચે મુજબ હતી; સાતમા વર્ષમાં ત્રણ હજાર ત્રેવીસ યહૂદીઓ.
ئەمانە ئەو خەڵکە بوون کە نەبوخودنەسر ڕاپێچی کرد: لە ساڵی حەوتەم، سێ هەزار و بیست و سێ جولەکە؛
29 ૨૯ અને નબૂખાદનેસ્સારના અઢારમા વર્ષમાં તે યરુશાલેમમાંથી આઠસો બત્રીસ લોકોને કેદ કરીને લઈ ગયો.
لە ساڵی هەژدەمینی نەبوخودنەسریش، هەشت سەد و سی و دوو کەس لە ئۆرشەلیم ڕاپێچ کران؛
30 ૩૦ નબૂખાદનેસ્સારના ત્રેવીસમા વર્ષમાં રક્ષકટુકડીનો સરદાર નબૂઝારઅદાન સાતસો પિસ્તાળીસ યહૂદીઓને કેદ કરીને બંદીવાસમાં લઈ ગયો હતો. આમ કુલ ચાર હજાર છસો લોકો હતા.
ئینجا لە ساڵی بیست و سێیەمی نەبوخودنەسر، نەبوزەرەدانی فەرماندەی پاسەوانانی پاشا حەوت سەد و چل و پێنج جولەکەی ڕاپێچ کرد. سەرجەمیان چوار هەزار و شەش سەد کەس بوون.
31 ૩૧ યહૂદિયાના રાજા યહોયાખીનના બંદીવાસના સાડત્રીસમા વર્ષના બારમા મહિનાના પચીસમે દિવસે બાબિલના રાજા એવીલ-મેરોદાખે પોતાની કારકિર્દીના પહેલા વર્ષમાં યહૂદિયાના રાજા યહોયાકીમને માફી આપી અને તેને કારાવાસમાંથી મુકત કર્યો.
لە ساڵی سی و حەوتەمینی ڕاپێچکردنی یەهۆیاکین، ئەڤیل مەرۆدەخ بوو بە پاشای بابل. هەر لەو ساڵە لە بیست و پێنجی دوازدە یەهۆیاکینی پاشای یەهودای لە زیندان ئازاد کرد و هێنایە دەرەوە.
32 ૩૨ તેણે તેના પ્રત્યે માયાળુ વર્તાવ રાખ્યો અને તેને બાબિલમાં પોતાની સાથેના બીજા રાજાઓ કરતાં ઊંચે આસને બેસાડ્યો.
بە باشی قسەی لەگەڵ کرد و کورسییەکەی لە سەرووی کورسی ئەو پاشایانەوە دانا کە لە بابل لەگەڵی بوون.
33 ૩૩ આથી યહોયાકીમે કારાવાસનાં વસ્ત્રો ઉતારી નાખીને, તેણે આપેલાં નવાં વસ્ત્રો પહેર્યા. અને શેષજીવન રાજાના આશ્રિત તરીકે ગાળ્યું.
ئیتر یەهۆیاکین بەرگی زیندانییەکەی گۆڕی و بە درێژایی ماوەی ژیانی بەردەوام لەسەر خوانی پاشا نانی دەخوارد.
34 ૩૪ અને તે જીવ્યો ત્યાં સુધી રાજાએ તેના નિર્વાહ માટે કાયમી ભથ્થું બાંધી આપ્યું. જે તેને મૃત્યુ સુધી નિયમિત રીતે આપવામાં આવ્યું.
بە درێژایی ئەو ماوەیەی ژیانی ڕۆژ بە ڕۆژ بژێوی ڕۆژانەی لەلایەن پاشای بابلەوە پێدەدرا، هەتا ڕۆژی مردنی.

< ચર્મિયા 52 >