< ચર્મિયા 50 >
1 ૧ બાબિલ અને ખાલદીઓના દેશ વિષે યહોવાહે જે વચન યર્મિયા પ્રબોધક મારફતે કહ્યું તે આ છે.
Det ord Herren talte mod Babel, mod kaldærenes land, ved profeten Jeremias.
2 ૨ “પ્રજાઓમાં પ્રગટ કરીને સંભળાવો. ધ્વજા ફરકાવી અને જાહેર કરો. છુપાવશો નહિ. કહો કે, બાબિલ જિતાયું છે. બેલ લજ્જિત થયો છે. મેરોદાખના ભાંગીને ટુકડેટુકડા થઈ ગયા છે. તેની મૂર્તિઓને લજ્જિત કરવામાં આવી છે; તેનાં પૂતળાંને ભાંગી નાખવામાં આવ્યાં છે.’
Forrkynd det blandt Folkene, kundgør det, rejs et Banner, kundgør det, dølg det ikke, sig: Babel er indtaget, Bel gjort til Skamme, Merodak knust, til Skamme er dets Afguder blevet, knust dets Afgudsbilleder.
3 ૩ ઉત્તર દિશામાંથી લોક તેના પર ચઢી આવે છે, તેઓ તેના દેશને વેરાન બનાવી દેશે, માણસ કે પશુ તેમાં રહેશે નહિ, તેઓ ત્યાંથી નાસી જશે.
Thi et Folk fra Nord drager op imod det og gør dets Land til en Ørken, så ingen bor der; både Mennesker og Dyr er flygtet.
4 ૪ યહોવાહ કહે છે, “તે દિવસોમાં અને તે સમયે’ ઇઝરાયલપુત્રો અને યહૂદિયાના લોકો સાથે મળીને આવશે, તેઓ રડતાં રડતાં આવશે અને તેમના ઈશ્વર યહોવાહની શોધ કરશે.
I hine Dage og til hin Tid, lyder det fra HERREN, skal israeliterne, sammen med Judæerne, komme: de skal vandre under Gråd og søge HERREN deres Gud;
5 ૫ તેઓ સિયોનનો માર્ગ પૂછશે અને તેની તરફ આગળ વધશે. તેઓ કહેશે, ‘આવો, કદી ભૂલી ન જવાય તેવો સનાતન કરાર કરીને આપણે યહોવાહ સાથેના સંબંધમાં જોડાઈએ.
de skal spørge om Vej til Zion, did er deres Ansigtervendt; de skal komme og klynge sig til HERREN i en evig Pagt, der aldrig glemmes.
6 ૬ મારા લોકો ખોવાયેલાં ઘેટાં જેવાં હતા, તેઓનાં ઘેટાંને પાળકોએ ભૂલાં પડવા દીધા. અને પર્વતો પર ગમે તેમ ભટકવા દીધાં, તેઓ પોતાના માર્ગ ભૂલી ગયાં અને વાડામાં કઈ રીતે પાછા આવવું તે તેઓને યાદ રહ્યું નહિ.
En Flok bortkomne Får var mit Folk, deres Hyrder havde ført dem vild, på Afveje i Bjergene; de flakkede fra Bjerg til Høj, glemte deres Hvilested.
7 ૭ જે કોઈ તેઓને મળ્યા, તે સર્વ તેઓને ખાઈ ગયા, તેઓના શત્રુઓએ કહ્યું કે, તેઓએ પોતાના ન્યાયાસ્પદ યહોવાહ, હા, તેઓના પૂર્વજોની આશા યહોવાહની વિરુદ્ધ પાપ કર્યું છે. તેથી અમે દોષપાત્ર ઠરીશું નહિ.’
Enhver, som traf på dem, fortærede dem; deres Fjender sagde: "Vi er sagesløse!" Det skete, fordi de syndede mod HERREN, Retfærds græsgangen og deres fædres Håb, HERREN.
8 ૮ બાબિલમાંથી નાસી જાઓ અને ખાલદીઓના દેશમાંથી નીકળી જાઓ. અને ટોળાંની આગળ ચાલનાર બકરાના જેવા થાઓ.
Fly ud af Babel, drag bort fra kaldæernes Land, bliv som Bukke foran en Hjord!
9 ૯ કેમ કે જુઓ, હું ઉત્તર દિશામાંથી મોટી પ્રજાઓના સમુદાયને બાબિલ વિરુદ્ધ ઉશ્કેરીશ. તેઓ તેની સામે મોરચો માંડશે અને તેને કબજે કરશે. તેઓનાં તીર કુશળ અને બહાદુર ધનુર્ધારીઓના બાણ જેવાં થશે. કોઈ ખાલી પાછું આવશે નહિ.
Thi se, jeg vækker fra Nordens Land en Sværm af vældige Folk og fører dem frem mod Babel, og de skal ruste sig imod det; fra den Kant skal det indtages; dens Pile er som den sejrsæle Helts, der ikke vender tomhændet hjem.
10 ૧૦ ખાલદી દેશને લૂંટી લેવામાં આવશે અને જેઓ તેને લૂંટશે. તેઓ સર્વ લૂંટથી તૃપ્ત થશે.” એવું યહોવાહ કહે છે.
Kaldæa gøres til Bytte; alle, som gør det til Bytte, mættes, lyder det fra HERREN.
11 ૧૧ હે મારી વારસાને લૂંટનારાઓ, તમે આનંદ માણો છો અને મોજ કરો છો; તમે ગોચરમાં કૂદકા મારતા વાછરડાની જેમ દોડો છો; તમે બળવાન ઘોડાની જેમ હણહણો છો;
Glæd eder kun og jubl, I, som plyndrede min Arvelod, spring som Kalve i Engen, vrinsk som Hingste
12 ૧૨ તેથી તમારી માતા બહુ લજ્જિત થશે. તમારી જનેતા શરમાશે. જુઓ, તે રણ, સૂકી ભૂમિ તથા ઉજ્જડ થઈને કનિષ્ઠ દેશ ગણાશે.
eders Moder skal dybt beskæmmes; hun, som bar eder, skal blive til Skamme. Se, det ringeste af Folkene, en Ørken, tørt Land og Ødemark!
13 ૧૩ યહોવાહના ક્રોધને કારણે તે નિર્જન બની જશે, તે વેરાન બની જશે. બાબિલ પાસે થઈને જતાં સૌ કોઈ કાંપશે. અને તેની સર્વ વિપત્તિઓ જોઈને ફિટકાર કરશે.
For HERRENs Vredes Skyld skal det ligge ubeboet hen og overalt være en Ørken; alle, som kommer forbi Babel, skal slås af Rædsel og spotte over alle dets Sår.
14 ૧૪ બાબિલની આસપાસ હારબંધ ગોઠવાઈ જાઓ, સર્વ ધનુર્ધારીઓ તેને તાકીને બાણ મારો. તમારાં તીર પાછાં ન રાખો, કેમ કે તેણે યહોવાહ વિરુદ્ધ પાપ કર્યું છે.
Rust eder mod Babel på alle Kanter, alle, som spænder Bue; skyd på det, spar ikke på Pile, thi mod HERREN har det syndet.
15 ૧૫ તેની ચારે બાજુએથી રણનાદ કરો, તેણે શરણાગતિ સ્વીકારી છે, તેના બુરજો પડી ગયા છે. તેના કોટ પાડી નાખવામાં આવ્યા છે. યહોવાહે લીધેલો બદલો એ છે. તેની પાસેથી બદલો લો. જેવું તેણે બીજાઓને કર્યું હતું તેવું જ તેને કરો!
Jubl over det fra alle kanter: "Det har udrakt sin Hånd, dets Støttemure er faldet, dets Volde nedbrudt." Thi det er HERRENs Hævn. Hævn eder på det, gør med det, som det selv har gjort!
16 ૧૬ બાબિલમાંથી વાવનારને તથા કાપણીની વેળા દાતરડું ચલાવનારને નષ્ટ કરો. જુલમી તલવારને લીધે તેઓ પોતપોતાના લોકની પાસે દોડી આવશે. અને પોતપોતાના વતનમાં નાસી જશે.
Udryd af Babel den, der sår, og den, der svinger Le i Høstens Tid! For det hærgende Sværd vender enhver hjem til sit Folk, enhver flyr til sit Land.
17 ૧૭ ઇઝરાયલ રખડેલ ઘેટાં સમાન છે અને સિંહોએ તેને નસાડી મૂક્યો છે. પ્રથમ તો આશ્શૂરનો રાજા તેઓને ખાઈ ગયો; પછી છેલ્લે બાબિલના રાજા નબૂખાદનેસ્સારે તેઓનાં હાડકાં ભાંગી નાખ્યાં છે.
En adsplittet Hjord er Israel, Løver har spredt det. Først fortærede Assyrerkongen det, og nu sidst har Kong Nebukadrezar af Babel gnavet dets Knogler.
18 ૧૮ તેથી સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે, જુઓ, મેં જે રીતે આશ્શૂરના રાજાને શાસન આપ્યું છે તે રીતે બાબિલના રાજાને અને તેના દેશને પણ શાસન આપીશ.
Derfor, så siger Hærskarers HERRE, Israels Gud: Se, jeg hjemsøger Babels Konge og hans Land, som jeg hjemsøgte Assyrerkongen;
19 ૧૯ ઇઝરાયલને હું પાછો તેના બીડમાં લાવીશ, તે કાર્મેલ પર્વત અને બાશાન પર ચઢશે. અને તેનો જીવ એફ્રાઇમ અને ગિલ્યાદમાં સંતોષાશે.
og jeg fører Israel tilbage til dets Græsgang; det skal græsse på Karmel og Basan og mættes i Efraims Bjerge og Gilead.
20 ૨૦ યહોવાહ કહે છે કે, તે સમયોમાં તથા તે દિવસોમાં, ઇઝરાયલનો દોષ શોધશે, પણ તેઓને મળશે નહિ. હું યહૂદિયાના પાપની તપાસ કરીશ, પણ તે મળશે નહિ. કેમ કે, જેમને હું જીવતા રહેવા દઈશ તેમને હું માફ કરીશ.”
I hine Dage og til hin Tid, lyder det fra HERREN, skal man søge efter Israels Brøde, og den er der ikke, efter Judas Synder, og de findes ikke; thi jeg tilgiver dem, jeg lader blive til Rest,
21 ૨૧ “મેરાથાઈમ દેશ પર હા, તે જ દેશ પર અને પેકોદના વતનીઓ પર ચઢાઈ કર, તેઓની પાછળ પડીને તેઓનો ઘાત કર તેઓનો સંહાર કરો. “મેં તને જે સર્વ કરવાનું ફરમાવ્યું છે, તે પ્રમાણે કર, એમ યહોવાહ કહે છે.
Drag op mod Meratajims Land, drag op imod det og mod dem, som bor i Pekod, læg øde, læg Band på dem, så lyder det fra HERREN, gør nøje, som jeg har budt dig!
22 ૨૨ દેશમાં રણનાદ અને ભયંકર યુદ્ધનો પોકાર સંભળાય છે.
Krigslarm lyder i Landet, alt bryder sammen.
23 ૨૩ આખા જગતનો હથોડો કેવો કપાઈ ગયો છે તથા ભાંગીતૂટી ગયો છે. પ્રજાઓમાં બાબિલ કેવો ઉજ્જડ થયો છે.
Hvor er dog al Jordens Hammer knækket og brudt, hvor er dog Babel blevet til Rædsel blandt Folkene!
24 ૨૪ હે બાબિલ, મેં તારા માટે જાળ બિછાવી છે. તું તેમાં સપડાઈ ગયો છે અને તને તેની ખબર નથી. તું મળ્યો અને તું પકડાયો છે, કેમ કે તેં મને એટલે યહોવાહને પડકાર આપ્યો છે.”
Jeg lagde dig Snarer, du fangedes, Babel, og mærked det ej; du grebes, og fast blev du holdt, thi du kæmped mod HERREN.
25 ૨૫ યહોવાહે પોતાનો શસ્ત્રભંડાર ખોલ્યો છે અને પોતાના શત્રુઓ પર પોતાનો ક્રોધાગ્નિ પ્રગટાવવા માટે શસ્ત્રો બહાર કાઢ્યાં છે. કેમ કે સૈન્યોના પ્રભુ યહોવાહે ખાલદીઓના દેશમાં કામ કરવાનું છે.
HERREN lukked op for sit Forråd og fremtog sin Vredes Værktøj. Thi et Værk har Herren, Hærskarers HERRE, for i Kaldæernes Land.
26 ૨૬ છેક છેડેથી તેના પર ચઢી આવો. તેના અનાજના ભંડારો ખોલી નાખો અને તેનો ઢગલો કરો. તેનો નાશ કરો. તેમાંથી કશું પણ બાકી ન રહેવા દો.
Træng derind fra Ende til anden, luk op for dets Lader, dyng det op som Neg og læg Band derpå, lad intet levnes.
27 ૨૭ તેના સર્વ બળદોને મારી નાખો, તેઓની હત્યા થવા માટે નીચે ઊતરી જવા દો. તેઓને અફસોસ તેઓના દિવસો ભરાઈ ચૂક્યા છે તેઓની સજાનો દિવસ આવી પહોંચ્યો છે.
ødelæg alle dets Okser, før dem ned til Slagtning! Ve dem, deres Dag er kommet, Hjemsøgelsens Tid.
28 ૨૮ આપણા ઈશ્વર યહોવાહે લીધેલું વૈર, તેઓના સભાસ્થાન વિષે લીધેલું વૈર, સિયોનમાં જાહેર કરનારા બાબિલ દેશમાંથી છૂટેલાનો સાદ સંભળાય છે.
Hør, hvor de flyr og redder sig fra Babels Land for at melde i Zion om Hævnen fra HERREN vor Gud, Hævn for hans Helligdom.
29 ૨૯ “બાબિલની સામે તીરંદાજોને એટલે ધનુષ્યબાણ ચલાવનારા સર્વને બોલાવો. તેને ચારે તરફથી ઘેરી લો. જેથી કોઈ નાસી જવા પામે નહિ, તેનાં કૃત્યો પ્રમાણે તેને બદલો આપો, તેણે બીજાની જે દશા કરી છે તે પ્રમાણે તેને કરો. કેમ કે, યહોવાહની આગળ ઇઝરાયલના પવિત્રની આગળ તે ઉદ્ધત થયો છે.
Kald Skytterne sammen mod Babel, enhver, som spænder Bue, slå Ring omkring det, lad ingen få Lov at slippe; gengæld det efter dets Gerning; efter alt, hvad det gjorde, skal I gøre imod det; thi Frækhed viste det mod HERREN, Israels Hellige.
30 ૩૦ તેથી યુવાન માણસો મહોલ્લાઓમાં પડશે. અને તેના સર્વ યોદ્ધાઓ માર્યા જશે.” એવું યહોવાહ કહે છે.
Derfor falder dets Ynglinge på dets Torve, alle Krigsfolkene omkommer på hin Dag, lyder det fra HERREN.
31 ૩૧ આપણા પ્રભુ સૈન્યોના યહોવાહ કહે છે, જુઓ, હે અભિમાની લોકો, હું તમારી વિરુદ્ધ છું. “હે અભિમાની લોક, હવે તમને શિક્ષા કરવાનો સમય આવી ગયો છે. તે સમયે હું તમને શિક્ષા કરીશ.
Se, jeg kommer over dig, "Frækhed", lyder det fra Herren, Hærskarers HERRE, thi din Dag er kommet, Hjemsøgelsens Tid.
32 ૩૨ હે અભિમાની પ્રજા, તું ઠોકર ખાઈને પડશે. કોઈ તેઓને ઊભા નહિ કરે. હું તારાં નગરોમાં આગ લગાડીશ; અને તે આસપાસનું બધું બાળીને ભસ્મ કરી નાખશે.”
Da falder "Frækhed" og styrter, og ingen rejser det. Jeg sætter Ild på dets Byer, og den fortærer alt deromkring.
33 ૩૩ સૈન્યોના યહોવાહ કહે છે; “ઇઝરાયલના અને યહૂદિયાના લોકો પર જુલમ ગુજારવામાં આવી રહ્યો છે. જેઓ તેઓને બંદીવાસમાં લઈ ગયા તેઓ તેઓને પકડી રાખે છે; તેઓ તેમને છોડી મૂકવાની ના પાડે છે.
Så siger Hærskarers HERRE: Både med Israeliterne og Judæerne er der handlet ilde; alle de, der bortførte dem, holder fast på dem, vægrer sig ved at give dem fri.
34 ૩૪ પરંતુ તેઓનો ઉદ્ધારક બળવાન છે. તેમનું નામ સૈન્યોના યહોવાહ છે. પૃથ્વી પર શાંતિ ફેલાવવાને માટે અને બાબિલના રહેવાસીઓને કંપાવવાને તે નિશ્ચે તેઓનો પક્ષ રાખશે.
Deres Genløser er stærk, Hærskarers HERRE er hans Navn; han vil føre deres Strid og give Jorden Ro og Babels Indbyggere Uro.
35 ૩૫ યહોવાહ આ પ્રમાણે કહે છે કે, ખાલદીઓ પર “અને બાબિલના સર્વ વતનીઓ પર, તેના સરદારો પર અને જ્ઞાનીઓ પર તલવાર ઝઝૂમે છે.
Sværd over Kaldæerne, lyder det fra HERREN, og over Babels Indbyggere, over dets Fyrster og Vismænd!
36 ૩૬ તેના જૂઠા યાજકોને માથે પણ તલવાર ઝઝૂમે છે, તેઓની અક્કલ બહેર મારી જશે. તેના યોદ્ધાઓને માથે પણ તલવાર ઝઝૂમે છે, તેથી તેઓ ભયભીત થશે.
Sværd over Sandsigerne, så de bliver Tåber! Sværd over dets Belte, så de taber Modet!
37 ૩૭ તેના ઘોડાઓ તથા રથો પર તથા તેના સર્વ લોક જેઓ બાબિલમાં છે તેઓ પર તલવાર આવી છે, જેથી તેઓ સ્ત્રીઓ જેવા નિર્બળ થશે. તેની સર્વ સંપત્તિ પર તલવાર આવી છે અને તે લૂંટાઈ જશે.
Sværd over dets Heste og Vogne og over alt det blandede Slæng i dets Midte, så de bliver til Kvinder! Sværd over dets Skatte, så de plyndres!
38 ૩૮ તેનાં જળાશયો પર સુકવણું આવ્યું છે. તેઓ સુકાઈ જશે. કેમ કે સમગ્ર દેશ મૂર્તિઓથી ભરપૂર છે અને લોકો તે ત્રાસદાયક મૂર્તિઓ પ્રત્યે મોહિત થયા છે.
Tørke over dets Vande, så de tørres ud! Thi det er et Land for Gudebilleder, og de gør sig til af dem, de frygter.
39 ૩૯ આથી ત્યાં વગડાનાં જાનવરો અને જંગલનાં વરુઓ વાસો કરશે, શાહમૃગો ત્યાં વસશે. ત્યાં ફરી કદી માણસો વસશે નહિ અને યુગોના યુગો સુધી તે આમ જ રહેશે.
Derfor skal Ørkendyr bo der sammen med Sjakaler, også Strudse skal bo der; aldrig mer skal det bebos, men være ubeboet fra Slægt til Slægt.
40 ૪૦ યહોવાહ કહે છે કે, જેમ ઈશ્વરે સદોમ તથા ગમોરા અને તેઓની આસપાસના નગરોનો નાશ કર્યો તેવી જ રીતે હું ત્યાં કરીશ. ત્યાં કોઈ વસશે નહિ; અને તેમાં કોઈ માણસ મુકામ કરશે નહિ.
Som det gik, da Gud omstyrtede Sodoma og Gomorra og Nabobyerne, lyder det fra HERREN, skal intet Menneske bo der, intet Menneskebarn dvæle der.
41 ૪૧ જુઓ, ઉત્તર દિશામાંથી લોક આવે છે, એક બળવાન પ્રજા અને ઘણા રાજાઓ આવશે દૂર દેશમાં યુદ્ધની તૈયારી કરવામાં આવી છે.
Se, der kommer et Folk fra Nord, et vældigt Folk og mange Konger bryder op fra det yderste af Jorden.
42 ૪૨ લોકોએ ધનુષ્ય અને તલવાર ધારણ કરી છે; તેઓ ક્રૂર અને ઘાતકી છે. ઘોડે ચઢીને સાગરની જેમ દરેક માણસ ગર્જના કરતા આવે છે, હે બાબિલ, તારી સામે યુદ્ધ માટે સજ્જ છે.
De fører Bue og Spyd, er grumme uden Barmhjertighed, deres Røst er som Havets Brusen, de rider på Heste, rustet som en Mand til Strid mod dig, Babels Datter!
43 ૪૩ જ્યારે બાબિલના રાજાએ આ સમાચાર સાંભળ્યા ત્યારે તેના હાથ લાચાર થઈને હેઠા પડ્યા. પ્રસૂતિની વેદનાથી પીડાતી સ્ત્રીની જેમ તે વેદનાથી પીડાવા લાગ્યો.
Babels Konge hørte Rygtet derom, og hans Hænder blev slappe, Rædsel greb ham, Skælven som den fødende Kvindes.
44 ૪૪ જુઓ, સિંહ યર્દનના જંગલમાંથી ચઢી આવે છે. તેમ તે ગૌચરની જગ્યાએ ચઢી આવશે. હું તેઓને ઓચિંતા તેની પાસેથી નસાડીશ. અને જે પસંદ થયેલા છે તેઓને હું તેઓના પર નીમીશ. કેમ કે મારા સમાન કોણ છે? અને કોણ મને પડકારી શકે છે? ક્યો ઘેટાંપાળક મારી વિરુદ્ધ ઊભો રહી શકે છે?
Som en Løve, der fra Jordans Stolthed skrider op til den stedsegrønne Græsgang, således vil jeg i et Nu drive dem bort derfra. Thi hvem er den udvalgte, jeg vil sætte over dem? Thi hvem er min Lige, og hvem kræver mig til Regnskab? Hvem er den Hyrde, der står sig mod mig?
45 ૪૫ માટે હવે બાબિલ વિષે યહોવાહના મનમાં શી યોજના છે તે સાંભળી લો, અને ખાલદીઓ માટે મેં ઘડેલી યોજનાઓ વિષે સાંભળો, નાનામાં નાના ઘેટાંને પણ ઘસડી લઈ જશે. અને તે તેમની સાથે તેઓના ઘેટાંના વાડાને નિશ્ચે ઉજ્જડ કરી નાખશે.
Hør derfor det Råd, HERREN har for mod Babel, og de Tanker, han har tænkt mod Kaldæernes Land: Visselig skal Hjordens ringeste slæbes bort, visselig skal deres Græsgang forfærdes over dem.
46 ૪૬ બાબિલના પતનથી પૃથ્વી કંપે છે અને તેનો અવાજ દૂરના દેશો સુધી સંભળાય છે.
Ved Råbet: "Babel er indtaget!" skal Jorden skælve, og deres Skrig skal høres blandt Folkene.