< ચર્મિયા 47 >

1 ફારુને ગાઝાને માર્યા પહેલા પલિસ્તીઓ વિષે, યહોવાહનું જે વચન યર્મિયા પ્રબોધક પાસે આવ્યું તે આ છે.
Słowo Pańskie, które się stało do Jeremijasza proroka przeciwko Filistyńczykom, przedtem, niż Farao dobił Gazy.
2 યહોવાહ કહે છે કે; જુઓ, ઉત્તરમાંથી પૂર આવી રહ્યું છે; અને પલિસ્તીઓના સમગ્ર દેશ પર તે ફરી વળશે; તે તેઓનાં નગરો તથા તેમાંના સર્વસ્વનો નાશ કરશે. શૂરવીર પુરુષો ભયથી બૂમો પાડશે અને સર્વ પ્રજાજનો પોક મૂકીને રડશે.
Tak mówi Pan: Oto wody występują od północy, i będą jako powódź gwałtowna, a zatopią ziemię i co jest na niej, miasto i mieszkających w niem, dlaczego wołać będą ludzie, i zawyją wszyscy obywatele ziemi.
3 બળવાન ઘોડાઓનાં દાબડાનો અવાજ, રથોનો ધસારો અને તેના પૈડાઓનો ગડગડાટ સાંભળી, પિતાઓ એટલા નિ: સહાય થશે કે તેઓ પોતાના સંતાનો તરફ પાછા ફરીને જોયા વગર નાસી જશે.
Dla głosu tętnienia kopyt waśniwych koni jego, dla grzmotu wozów jego, i trzasku kół jego nie obejrzą się ojcowie na synów, mając opuszczone ręce;
4 કેમ કે, એવો દિવસ આવશે કે જ્યારે બધા જ પલિસ્તીઓનો સંહાર થશે. તૂર અને સિદોનની સાથે બચી ગયેલા દરેક મદદગારને કાપી નાખવામાં આવશે. કેમ કે યહોવાહ પલિસ્તીઓનો એટલે સમુદ્રકાઠે આવેલા કાફતોરના બચી ગયેલાઓનો સંહાર કરશે.
Dla dnia, który przyjść ma na zburzenie wszystkich Filistyńczyków, i na wykorzenienie Tyru i Sydonu ze wszystką pozostałą pomocą; bo zburzy Pan Filistyńczyków, ostatek wyspy Kaftor.
5 ગાઝાનું માથું મૂંડેલુ છે. આશ્કલોન એટલે તેઓની ખીણમાનું જે બચી ગયેલું તે નષ્ટ થયું છે. તું ક્યાં સુધી પોતાને કાપીને ઘાયલ કરશે?
Przyjdzie obłysienie na Gazę, i wykorzeniony będzie Aszkalon i ostatki doliny ich; dokądże się rzezać będziesz?
6 હે યહોવાહની તલવાર, તું ક્યારે શાંત થઈશ? ફરી તું મ્યાનમાં પાછી જા અને આરામ કર અને શાંત રહે.
O mieczu Pański, dokąd się nie uspokoisz? Wróć się do pochew twoich, uśmierz się, a ucichnij.
7 પણ યહોવાહે તને આજ્ઞા આપી છે તો તું શી રીતે શાંત રહી શકે? આશ્કલોન તથા સમુદ્ર કાંઠાની વિરુદ્ધ તેણે તલવાર નિર્માણ કરી છે.”
Ale jakożbyś się uspokoił? Wszak mu Pan przykazał; przeciwko Aszkalonowi i przeciwko brzegowi morskiemu, tam go postawił.

< ચર્મિયા 47 >