< ચર્મિયા 46 >

1 પ્રજાઓ વિષે યહોવાહનું જે વચન યર્મિયા પ્રબોધક પાસે આવ્યું તે આ છે.
耶和华论列国的话临到先知耶利米。
2 મિસર વિષે; “મિસરના રાજા ફારુન નકોનું સૈન્ય ફ્રાત નદીની પાસે કાર્કમીશમાં હતું. જેને બાબિલના રાજા નબૂખાદનેસ્સારે યહૂદિયાના રાજા યોશિયાના દીકરા યહોયાકીમના ચોથા વર્ષમાં હરાવ્યું તે પ્રસંગ વિષેની વાત.
论到关乎埃及王法老尼哥的军队:这军队安营在幼发拉底河边的迦基米施,是巴比伦王尼布甲尼撒在犹大王约西亚的儿子约雅敬第四年所打败的。
3 તમારાં શસ્ત્રો સજીને યુદ્ધ કરવા માટે આગળ વધો.
你们要预备大小盾牌, 往前上阵。
4 ઘોડાઓ પર જીન બાંધો અને હે સવારો તમે તેના પર સવાર થાઓ તમે ટોપ પહેરીને સજ્જ થાઓ. ભાલાઓની ધાર તીક્ષ્ણ કરો અને બખતર ધારણ કરો.
你们套上车, 骑上马! 顶盔站立, 磨枪贯甲!
5 પરંતુ હું અહીંયાં શું જોઉં છું? તેઓ ભયભીત થઈ નાસે છે, તેઓના શૂરવીરો હારી ગયા છે. તેઓ પાછું જોયા વગર ઝડપથી ભાગે છે. ચારેકોર ભય છે.” એમ યહોવાહ કહે છે.
我为何看见他们惊惶转身退后呢? 他们的勇士打败了, 急忙逃跑,并不回头; 惊吓四围都有! 这是耶和华说的。
6 જે વેગવાન તે નાસી ન જાય. જે શૂરવીર તે બચી શકે નહિ, તેઓ ઉત્તર તરફ ફ્રાત નદી પાસે ઠોકર ખાઈને પડ્યા છે.
不要容快跑的逃避; 不要容勇士逃脱; 他们在北方幼发拉底河边绊跌仆倒。
7 નીલ નદીઓના પૂરની જેમ જે ચઢી આવે છે જેનાં પાણી નદીઓના પૂરની જેમ ઊછળે છે તે કોણ છે?
像尼罗河涨发, 像江河之水翻腾的是谁呢?
8 મિસર નીલની જેમ ચઢી આવે છે, તેનાં પાણી નદીઓનાં પૂરની જેમ ઊછળે છે. તે કહે છે, હું ચઢી આવીશ; અને આખી પૃથ્વીને ઢાકી દઈશ, હું નગરોને અને તેના રહેવાસીઓને નષ્ટ કરીશ.’
埃及像尼罗河涨发, 像江河的水翻腾。 他说:我要涨发遮盖遍地; 我要毁灭城邑和其中的居民。
9 હે ઘોડાઓ તમે દોડી આવો, હે રથો તમે ધૂમ મચાવો, અને શૂરવીરો આગળ આવો’ ઢાલ ધારણ કરેલા કૂશીઓ અને પૂટીઓ તથા ધનુર્ધારી લૂદીમીઓ બહાર આવો.
马匹上去吧! 车辆急行吧! 勇士,就是手拿盾牌的古实人和弗人, 并拉弓的路德族,都出去吧!
10 ૧૦ સૈન્યોના પ્રભુ યહોવાહનો વેર લેવાનો દિવસ છે અને તે પોતાના દુશ્મનો ઉપર વેર વાળશે. આજે તેમની તલવાર ધરાઈને તેમને ખાઈ જશે અને તૃપ્ત થતાં સુધી તેમનું લોહી પીશે. અમારા પ્રભુ યહોવાહને ઉત્તરદેશમાં ફ્રાત નદીને કિનારે બલિદાનો આપવામાં આવે છે.
那日是主—万军之耶和华报仇的日子, 要向敌人报仇。 刀剑必吞吃得饱, 饮血饮足; 因为主—万军之耶和华 在北方幼发拉底河边有献祭的事。
11 ૧૧ હે મિસરની કુમારિકા, ગિલ્યાદ જા અને શેરીલોબાન લે. તું ઘણાં ઔષધનો ઉપચાર કરશે પણ તું સ્વસ્થ થશે નહિ.
埃及的民哪, 可以上基列取乳香去; 你虽多服良药, 总是徒然,不得治好。
12 ૧૨ સર્વ પ્રજાઓમાં તારી અપકીર્તિ સંભળાઈ છે. તારો વિલાપ સમગ્ર પૃથ્વી પર સંભળાય છે; કેમ કે શૂરવીર શૂરવીરની સાથે અથડાય છે અને બન્ને સાથે પડ્યા છે.”
列国听见你的羞辱, 遍地满了你的哀声; 勇士与勇士彼此相碰, 一齐跌倒。
13 ૧૩ મિસર દેશને પાયમાલ કરવાને બાબિલના રાજા નબૂખાદનેસ્સાર ના આવવા વિષે, જે વચન યહોવાહે યર્મિયા પ્રબોધકને કહ્યું તે;
耶和华对先知耶利米所说的话,论到巴比伦王尼布甲尼撒要来攻击埃及地:
14 ૧૪ “મિસરમાં જાહેર કરો, મિગ્દોલમાં અને નોફમાં તેમ જ તાહપાન્હેસમાં ઢંઢેરો પિટાવો, જણાવો કે, હોશિયાર, તૈયાર તમારી આસપાસ તલવારે વિનાશ કર્યો છે.
你们要传扬在埃及,宣告在密夺, 报告在挪弗、答比匿说: 要站起出队,自作准备, 因为刀剑在你四围施行吞灭的事。
15 ૧૫ શા માટે તારા બહાદુર યોદ્ધા નાસી ગયા છે? તેઓ સામનો ન કરી શક્યા, કેમ કે યહોવાહે તેઓને તેઓના શત્રુઓની સામે નીચા પાડી નાખ્યા.
你的壮士为何被冲去呢? 他们站立不住; 因为耶和华驱逐他们,
16 ૧૬ તેણે તેઓને લથડતા કરી દીધા છે. તેઓ એકબીજા પર પડીને કહેવા લાગ્યા કે, “ચાલો; ઊઠો આ જુલમગારની તલવારથી બચવાને આપણે આપણા લોકમાં અને આપણી કુટુંબમાં પાછા જઈએ.”
使多人绊跌; 他们也彼此撞倒,说: 起来吧!我们再往本民本地去, 好躲避欺压的刀剑。
17 ૧૭ ત્યાં તેઓએ પોકારીને કહ્યું કે, “મિસરનો રાજા ફારુન કેવળ ઘોંઘાટ છે તેણે આવેલી તક ગુમાવી છે.”
他们在那里喊叫说: 埃及王法老不过是个声音; 他已错过所定的时候了。
18 ૧૮ જે રાજાનું નામ સૈન્યોના ઈશ્વર યહોવાહ છે, તે કહે છે, “મારા જીવના સમ’ તાબોર પર્વત જેવો, સમુદ્ર પાસેના કાર્મેલ જેવો તે નિશ્ચે આવશે.
君王—名为万军之耶和华的说: 我指着我的永生起誓: 尼布甲尼撒来的势派 必像他泊在众山之中, 像迦密在海边一样。
19 ૧૯ હે મિસરમાં રહેનારી દીકરીઓ, તમારો સામાન બાંધો અને બંદીવાસમાં જવાને તૈયાર થાઓ. કેમ કે નોફ નગરનો સંપૂર્ણ નાશ થશે. અને તે વસતિહીન તથા ઉજ્જડ થશે.
住在埃及的民哪, 要预备掳去时所用的物件; 因为挪弗必成为荒场, 且被烧毁,无人居住。
20 ૨૦ મિસર સુંદર યુવાન વાછરડી છે. પણ ઉત્તરમાંથી એક ડંક મારનાર માખી આવે છે. તે આવી રહ્યો છે.
埃及是肥美的母牛犊; 但出于北方的毁灭来到了!来到了!
21 ૨૧ તેના ભાડૂતી યોદ્ધાઓ પણ પાળેલા વાછરડા જેવા છે, પણ તેઓ બધા નાસી ગયા છે. કોઈ ટકી ન શક્યું, કેમ કે તેમની વિપત્તિનો દિવસ, તેમની આફતનો સમય તેમના પર આવી પડ્યો છે.
其中的雇勇好像圈里的肥牛犊, 他们转身退后, 一齐逃跑,站立不住; 因为他们遭难的日子、 追讨的时候已经临到。
22 ૨૨ નાસી જતા સર્પ જેવો તેઓનો અવાજ સંભળાશે. કેમ કે તેઓ સૈન્ય લઈને કૂચ કરશે. તેઓ લાકડાં ફાડનારા લોકોની જેમ કુહાડી લઈ તેના પર આવી પડશે.
其中的声音好像蛇行一样。 敌人要成队而来,如砍伐树木的手拿斧子攻击他。
23 ૨૩ યહોવાહ કહે છે કે તે જંગલોને કાપી નાખશે’ “જો કે તે ખૂબ ગીચ છે. તેઓ તીડોની જેમ અસંખ્ય છે, તેઓ અગણિત છે.
耶和华说: 埃及的树林虽然不能寻察, 敌人却要砍伐, 因他们多于蝗虫,不可胜数。
24 ૨૪ મિસરની દીકરીનું અપમાન થશે. તેને ઉત્તરના લોકના હાથમાં સોંપવામાં આવશે.
埃及的民必然蒙羞, 必交在北方人的手中。
25 ૨૫ સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે, “જુઓ, હવે હું નોનો શહેરના આમોનને, ફારુનને, મિસરને, તેના દેવોને તથા તેના રાજાઓને તથા ફારુનને અને તેના પર વિશ્વાસ રાખનારાઓ સર્વને સજા કરીશ.
万军之耶和华—以色列的 神说:“我必刑罚挪的亚扪和法老,并埃及与埃及的神,以及君王,也必刑罚法老和倚靠他的人。
26 ૨૬ હું તેઓને તેઓનો જીવ લેવા તાકી રહેલા બાબિલના રાજા નબૂખાદનેસ્સારના હાથમાં સોંપીશ. અને પછી મિસરમાં પાછી પહેલાંની માફક વસ્તી થશે.” એમ યહોવાહ કહે છે.
我要将他们交付寻索其命之人的手和巴比伦王尼布甲尼撒与他臣仆的手;以后埃及必再有人居住,与从前一样。这是耶和华说的。”
27 ૨૭ “હે મારા સેવક યાકૂબ, બીશ નહિ. હે ઇઝરાયલ તું ગભરાઈશ નહિ. કેમ કે, હું તમને અને તમારા વંશજોને તમે જ્યાં બંદી છો તે દૂરના દેશમાંથી છોડાવી લાવીશ. અને તમે પાછા સુખશાંતિપૂર્વક રહેવા પામશો. કોઈ તમને ડરાવશે નહિ.
我的仆人雅各啊,不要惧怕! 以色列啊,不要惊惶! 因我要从远方拯救你, 从被掳到之地拯救你的后裔。 雅各必回来,得享平靖安逸, 无人使他害怕。
28 ૨૮ યહોવાહ કહે છે કે, “હે યાકૂબ, મારા સેવક, ગભરાઈશ નહિ, કારણ, હું તારી સાથે છું. જે દેશોમાં મેં તમને વિખેરી નાખ્યા છે તે બધાનો હું અંત લાવનાર છું. પણ હું તમને મારીશ નહિ પણ હું ન્યાયની રૂએ તને શિક્ષા કરીશ. નિશ્ચે હું તને શિક્ષા કર્યા વિના છોડવાનો નથી.”
我的仆人雅各啊,不要惧怕! 因我与你同在。 我要将我所赶你到的那些国灭绝净尽, 却不将你灭绝净尽, 倒要从宽惩治你, 万不能不罚你。 这是耶和华说的。

< ચર્મિયા 46 >