< ચર્મિયા 45 >
1 ૧ યહૂદિયાના રાજા યોશિયાના દીકરા યહોયાકીમના શાસનકાળના ચોથા વર્ષ દરમ્યાન નેરિયાના દીકરા બારુખે પ્રબોધક યર્મિયાનાં બોલેલાં આ સર્વ વચનો પુસ્તકમાં લખ્યાં. પછી જે વચન યર્મિયા પ્રબોધક બોલ્યો તે આ છે,
2 ૨ હે બારુખ, “યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર આ પ્રમાણે કહે છે કે;
3 ૩ તેં કહ્યું, ‘મને અફસોસ, યહોવાહે મારા દુઃખમાં વધારો કર્યો છે. હું નિસાસા નાખીને થાકી ગયો છું; હું આરામ અનુભવતો નથી.’”
4 ૪ તેને તું કહે કે, “યહોવાહ આ પ્રમાણે કહે છે કે; જે મેં બાંધ્યું છે, તેને હું પાડી નાખીશ. જે મેં રોપ્યું છે, તેને હું ઉખેડી નાખીશ. અને આ પ્રમાણે આખા દેશમાં કરીશ.
5 ૫ “તું શું પોતાને માટે મહત્તા શોધે છે? તેવું કરીશ નહિ. કેમ કે, યહોવાહ કહે છે, હું મનુષ્ય પર વિપત્તિ લાવીશ. પણ તું જ્યાં જશે ત્યાં હું તારો જીવ લૂંટ તરીકે તને આપીશ.’”