< ચર્મિયા 44 >

1 જે સર્વ યહૂદીઓ મિસર દેશમાં, મિગ્દોલ, તાહપાન્હેસ, નોફ અને પાથ્રોસ પ્રદેશમાં રહેતા હતા, તેઓ વિષે જે વચન યર્મિયા પાસે આવ્યું તે આ છે.
Слово, що було до Єремії про всіх юдеїв, що сиділи в єгипетському кра́ї, що сиділи в Міґдолі, і в Тахпанхесі, і в Нофі, і в краю́ Патрос, говорячи:
2 “સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; ‘જે સર્વ વિપત્તિ હું યરુશાલેમ અને યહૂદિયાના સર્વ નગરો પર લાવ્યો છું તે તમે જોઈ છે. જુઓ, હમણાં તેઓ ખંડેર હાલતમાં છે; તેઓમાં કોઈ માણસ રહેતું નથી.
„Так говорить Господь Саваот, Бог Ізраїлів: Ви бачили все те зло, що Я спрова́див на Єрусалим та на всі Юдині міста́, — і ось вони цього дня руїна, і немає в них ме́шканця.
3 તેઓએ પાપ કરીને મને રોષ ચડાવ્યો છે એટલે તેઓ, તમે કે તમારા પિતૃઓ જે અન્ય દેવોને જાણતા નહોતા, તે દેવોની આગળ ઘૂપ બાળવા અને તેઓની પૂજા કરવા ગયા.
Це через їхнє зло, яке вони зробили, щоб гніви́ти Мене, ходячи кадити, служити іншим бога́м, яких не знали ані вони, ані ви, ані ваші батьки́.
4 તેમ છતાં જે ધિક્કારપાત્ર કૃત્યોનો હું તિરસ્કાર કરું છું તે કરશો નહિ. એવું મેં વારંવાર મારા સેવકો, પ્રબોધકો, મોકલીને કહાવ્યું.
І посилав Я до вас усіх Моїх рабів пророків, рано та пізно, кажучи: Не робіть цієї обридли́вої речі, яку Я знена́видив!
5 પરંતુ તેઓએ સાંભળ્યું નહિ. અને પોતાના દુષ્ટ માર્ગોથી ફરીને અન્ય દેવોની આગળ ધૂપ નહિ બાળવાની મારી આજ્ઞા તરફ તેઓએ કાન ધર્યો નહિ.
Та не слухали вони, і не нахилили уха свого, щоб відвернутися від свого зла, щоб не кадити іншим бога́м.
6 આથી મારો કોપ યહૂદિયાના નગરોમાં અને યરુશાલેમના મહોલ્લાઓમાં અગ્નિની જેમ પ્રગટી ઊઠયો. અને જેમ આજ છે તેમ તેઓ પાયમાલ થઈને ઉજ્જડ થઈ ગયા છે.
І вилилась лютість Моя та Мій гнів, і запала́в він в Юдиних містах та на вулицях Єрусалиму, і стали вони руїною та пусти́нею, як бачите цього дня.
7 તેથી સૈન્યોના યહોવાહ ઇઝરાયલના ઈશ્વર કહે છે કે, તમે શા માટે પોતાના જીવની વિરુદ્ધ અતિ દુષ્ટ કામ કરીને સ્ત્રીઓ, પુરુષો, બાળકો અને દૂધ પીતાં નાનાં બાળકોનો નાશ યહૂદિયામાંથી કરો છો અને તમે શા માટે તમારી પાછળ કોઈને બાકી રહેવા દેતા નથી?
А тепер так говорить Господь, Бог Саваот, Бог Ізраїлів: На́що ви робите велике зло своїм ду́шам, вигу́блюючи собі чоловіка та жінку, дитину й немовля́ з-серед Юди, щоб не залиши́лася вам решта?
8 જ્યાં તમે રહેવા ગયા છો તે મિસરમાં અન્ય દેવોની આગળ ધૂપ બાળ્યો છે. તેમ કરીને તમે મને કોપાયમાન કર્યો છે એથી તમારો નાશ કરવામાં આવશે. અને સર્વ પ્રજાઓમાં તમે શાપરૂપ તથા નિંદારૂપ થશો.
На́що ви робите, щоб гніви́ти Мене чи́нами рук своїх, щоб кадити іншим богам в єгипетському кра́ї, куди ви прийшли чужи́нцями заме́шкати там, щоб погубити себе, і щоб стати прокля́ттям та га́ньбою серед усіх людів землі?
9 તમારા પિતૃઓનાં પાપ, યહૂદિયાના રાજાઓ તથા રાણીઓનાં પાપ અને તમારા પોતાના દ્વારા તથા તમારી પત્નીઓ દ્વારા યહૂદિયા તથા યરુશાલેમની શેરીઓમાં આચરવામાં આવેલાં પાપ શું તમે ભૂલી ગયા?
Чи забули ви зло ваших батьків, та зло Юдиних царів, і зло жінок його, і зло ваше та зло ваших жінок, що наробили в Юдиному кра́ї та на вулицях Єрусалиму?
10 ૧૦ આજ પર્યંત તેઓ દીન થયા નથી, કે બીધા પણ નથી. મેં તમારી અને તમારા પિતૃઓની આગળ મારું નિયમશાસ્ત્ર અને વિધિઓ મૂક્યા છે. તે પ્રમાણે ચાલ્યા નથી.
Не були вони впоко́рені аж до цього дня, і не бояться, і не ходять Зако́ном Моїм та Моїми уставами, що Я дав вам та вашим батька́м.
11 ૧૧ તેથી સૈન્યોના યહોવાહ ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; “જુઓ, હું તમારી વિરુદ્ધ મારું મુખ ફેરવીશ. અને વિપત્તિ લાવીને આખા યહૂદિયાના લોકોનો નાશ કરીશ.
Тому́ так промовляє Господь Саваот, Бог Ізраїлів: Ось Я зверну́ обличчя Своє на вас вам на зло, щоб ви́коренити всього Юду!
12 ૧૨ યહૂદિયાના બાકી રહેલા લોકો જેઓએ મિસર જઈને વસવાનો નિર્ધાર કર્યો છે, તેઓને હું હતા ન હતા કરી નાખીશ. તેઓ બધા જ મિસર દેશમાં નાશ પામશે; તેઓ તલવારથી તથા દુકાળથી મરશે. નાનામોટા સર્વ તલવારથી કે દુકાળથી માર્યા જશે અને તેઓ ધિક્કારરૂપ, વિસ્મયરૂપ, શાપરૂપ, નિંદારૂપ થઈ પડશે.
І візьму́ Я за́лишок Юди, що звернули обличчя своє на мандрівку в єгипетський край, щоб чужи́нцями замешкати там, і погинуть усі в єгипетському кра́ї, — попа́дають від меча та від голоду, погинуть від мало́го й аж до великого, повмирають від меча та від голоду, і стануть клятьбо́ю, застра́шенням, і прокля́ттям та га́ньбою.
13 ૧૩ જેમ મેં યરુશાલેમને શિક્ષા કરી તેમ જેઓ મિસરમાં છે તેઓને પણ હું તલવાર, દુકાળ અને મરકીથી સજા કરીશ.
І покараю замешкалих в єгипетському кра́ї, як покарав Я Єрусалим, — мечем, голодом та морови́цею.
14 ૧૪ તેથી યહૂદિયાના બાકી રહેલા જે ફરી યહૂદિયા જઈને વસવાની આશાએ મિસરમાં જઈને વસ્યા છે તેમાંથી કોઈ પણ જીવતો રહેવાનો નથી કે પાછો યહૂદિયા જવા પામવાનો નથી. કેમ કે થોડા ભાગી છૂટેલા સિવાય કોઈ મારા કોપમાંથી બચી શકવાના નથી.”
І не буде втікача та врятованих із решти Юди, що прийшли чужи́нцями замешкати там в єгипетському кра́ї, щоб вернутися до Юдиного кра́ю, куди вони бажають усією душею своєю верну́тися й оселитися там. Але не ве́рнуться вони, хіба тільки поодинокі втікачі́!“
15 ૧૫ આ સાંભળીને જેઓ જાણતા હતા કે તેમની પત્નીઓ બીજા દેવોને બલિ ચઢાવે છે તે બધાએ અને ત્યાં ઊભેલી બધી સ્ત્રીઓ જેઓ મોટા સમૂહમાં હતી તેઓ તેમ જ મિસર દેશના પાથ્રોસમાં વસતા બધા માણસોએ યર્મિયાને ઉત્તર આપ્યો,
І відповіли́ Єремії всі ті люди, що знали, що їхні жінки́ ка́дять іншим богам, і всі ті жінки, що стояли там у великий збір, і ввесь наро́д, що сидів в єгипетському кра́ї в Патросі, говорячи:
16 ૧૬ તેઓએ કહ્યું, “જે વચન તેં યહોવાહને નામે અમને કહ્યું છે. તે વિષે અમે તારું સાંભળવાના નથી.
„Щодо сло́ва, що ти говорив до нас Господнім Ім'я́м, ми не слухаємо тебе.
17 ૧૭ અમે અમારા પૂર્વજો, અમારા રાજાઓ અને અમારા આગેવાનો યહૂદિયાના નગરોમાં અને યરુશાલેમના મહોલ્લાઓમાં જેમ કરતા હતા, તેમ આકાશની રાણીની આગળ ધૂપ બાળવા વિષે તથા તેની આગળ પેયાર્પણો રેડવા વિષે અમે જે માનતા લીધી છે તે પ્રમાણે અમે અવશ્ય કરીશું. કેમ કે તે વખતે અમારી પાસે પુષ્કળ રોટલી હતી. અમે સુખી અને સમૃદ્ધ હતા. અને અમે વિપત્તિ જોઈ ન હતી.
Бо напевно ви́конаємо кожне те слово, що виходить із наших уст, — щоб кадити небесній цариці й лити їй литі жертви, як робили ми та батьки́ наші, царі наші та зверхники наші в Юдиних містах та на вулицях Єрусалиму. І наси́чувалися ми хлібом, і було нам добре, а зла ми не бачили.
18 ૧૮ પરંતુ જ્યારથી અમે આકાશની રાણીને આહુતિ આપવાનું અને પેયાર્પણો ચઢાવવાનું બંધ કર્યું, ત્યારથી અમે ભારે મુશ્કેલીઓ ભોગવીએ છીએ, તલવારથી અને દુકાળથી અમે નાશ પામીએ છીએ.”
А відколи́ перестали ми кадити небесній цариці й лити їй литі жертви, брак нам усього, і ми гинемо від меча та голоду!
19 ૧૯ સ્ત્રીઓ બોલી, જ્યારે અમે આકાશની રાણીની આગળ ધૂપ બાળતાં હતાં તથા પેયાર્પણ રેડતી હતી, ત્યારે શું અમે અમારા પતિઓની સમંતિ વગર તેને નૈવેદ ધરાવવાને રોટલીઓ તૈયાર કરતી હતી તથા તેને પેયાર્પણ રેડતાં હતાં?”
А коли ми кадимо небесній цариці й приносимо їй литі жертви, то хіба без ві́дома наших чоловіків ми робимо для неї жерто́вні калачі́ з її зобра́женням, і ллємо́ їй литі жертви?“
20 ૨૦ પછી સ્ત્રીઓએ અને પુરુષોએ એટલે સર્વ લોકે તેને આવો ઉત્તર આપ્યો ત્યારે સર્વ લોકને યર્મિયાએ કહ્યું કે,
І сказав Єремія до всього народу, до чоловіків та до жінок, та до всього народу, що відповідали йому таке, гово́рячи:
21 ૨૧ “તમે તથા તમારા વડીલો તથા તમારા રાજાઓ અને સરદારો તેમ જ દેશના બધા લોકો યહૂદિયાના નગરોમાં અને યરુશાલેમના મહોલ્લાઓમાં મૂર્તિઓ આગળ ધૂપ બાળતા હતા, તે શું યહોવાહના સ્મરણમાં નહોતું? શું તેને લક્ષમાં લેવામાં આવ્યું નહોતું?
„Хіба не кадило, яке кадили в Юдиних містах та на вулицях Єрусалиму ви та ваші батьки, ваші царі та зверхники ваші й народ цього краю, — хіба не згадав це Господь, і не ввійшло воно до серця Його?
22 ૨૨ તમારાં દુષ્ટકર્મોને તથા તમારા ધિક્કારપાત્ર કૃત્યોને યહોવાહ સહન કરી શક્યા નહિ; તેથી જેમ આજે છે તેમ તમારો દેશ તેમણે ઉજ્જડ, વિસ્મયરૂપ, શાપરૂપ અને નિર્જન કરી નાખ્યો.
І не зміг Господь більше зне́сти зла ваших чи́нів, та ті гидо́ти, що ви наробили, — тому́ став ваш край руїною, і застра́шенням та прокля́ттям, так що немає ме́шканця, як бачите цього дня“.
23 ૨૩ તમે ધૂપ બાળ્યો તથા યહોવાહની વિરુદ્ધ પાપ કર્યું અને યહોવાહનું વચન માન્યું નહિ. અને તેમના નિયમો, કાયદાઓ અને સાક્ષ્યોઓનું પાલન પણ ન કર્યું, તેથી જેમ આજ છે, તેમ આ વિપત્તિ તમારા પર આવી પડી છે.”
За те, що кадили ви, і що грішили Господе́ві, і не слухалися Господнього голосу, і не ходили Зако́ном Його й Його правом та свідо́цтвами Його, тому спітка́ло вас оце зло, як бачите цього дня“.
24 ૨૪ પછી યર્મિયાએ તે સ્ત્રીઓને તથા સર્વ લોકોને કહ્યું, યહૂદાના સર્વ લોકો, જેઓ મિસર દેશમાં છે તમે યહોવાહનું વચન સાંભળો.
І сказав Єремія до всього наро́ду та до всіх жіно́к: Послухайте Господнього слова, ввесь Юдо, що в єгипетському кра́ї!
25 ૨૫ સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; ‘આકાશની રાણી આગળ ધૂપ બાળવાની અને પેયાર્પણો રેડીને લીધેલી પ્રતિજ્ઞાઓ અમે ચોક્કસ પાળીશું’ એવું તમે અને તમારી સ્ત્રીઓ બન્ને તમારા મુખેથી બોલ્યા છો. તથા તમારા બોલવા પ્રમાણે તમારા હાથોએ કર્યું છે; તો હવે તમારી પ્રતિજ્ઞાઓ પ્રમાણે તમે ભલે વર્તો.
Так говорить Господь Саваот, Бог Ізраїлів, кажучи: Ви та ваші жінки́ говорили своїми уста́ми й своїми руками виконували, кажучи: „Конче виконаємо свої прися́ги, що ми присягали кадити небесній цариці й лити їй литі жертви, “тому напевно здійсні́те ваші прися́ги, і конче виконайте обі́тниці ваші.
26 ૨૬ સર્વ યહૂદાના લોકો, જેઓ મિસરમાં રહો છે, તમે મારાં વચન ધ્યાનથી સાંભળો; જુઓ, મેં મારા મોટા નામના સમ ખાધા છે કે, “પ્રભુ યહોવાહના જીવના સમ’ એમ કહીને હવે કોઈ પણ યહૂદી માણસ આખા મિસર દેશમાં મારું નામ તેમના હોઠ પર લઈ શકશે નહિ.
Тому то послухайте Господнього слова, ввесь Юдо, що сидиш в єгипетському кра́ї: Ось Я присягнув великим Своїм Ім'я́м, — говорить Господь, — що не буде вже Ім'я́ Моє кликатися устами жодного юде́янина, кажучи: „Живий Господь Бог!“у всьому єгипетському кра́ї.
27 ૨૭ જુઓ, હું હિત કરવા નહિ, પણ વિપત્તિ લાવવા સારુ તમારા પર મારી નજર રાખું છું. અને યહૂદા દેશના સર્વ લોકો જેઓ મિસર દેશમાં રહે છે, તેઓ સમાપ્ત થઈ જશે ત્યાં સુધી તેઓ તલવારથી તથા દુકાળથી નાશ પામતા જશે.
Ось Я пильную вас на зло, а не на добро, і загине кожен юде́янин, що в єгипетському кра́ї, від меча та від голоду, аж до їх скону.
28 ૨૮ વળી તલવારથી બચેલા થોડા માણસ મિસર દેશમાંથી યહૂદિયા પાછા આવશે. અને જે બાકી રહેલા યહૂદિઓ મિસર દેશમાં રહેવા માટે ગયા છે તેઓ જાણશે કે કોનું વચન, મારું કે તેઓનું કાયમ રહે છે.
А врятовані від меча ве́рнуться з єгипетського кра́ю до кра́ю Юдиного нечисле́нними. І пізнає ввесь останок Юди, що прийшли до єгипетського кра́ю чужи́нцями замешкати там, чиє слово ви́конається: Моє чи їхнє?
29 ૨૯ હું તને આ ચિહ્ન આપીશ એમ યહોવાહ કહે છે, તમારા પર વિપત્તિ લાવવાનાં મારાં વચનો નિશ્ચે કાયમ રહેશે. એ તમે જાણો માટે હું તમને આ જગ્યાએ શિક્ષા કરીશ.
А оце вам той знак, — говорить Господь, — що Я відві́даю вас у цьому місці, щоб ви пізнали, що конче спра́вдяться Мої слова на вас на зло.
30 ૩૦ યહોવાહ કહે છે; ‘જુઓ, જેમ મેં યહૂદિયાના રાજા સિદકિયાને બાબિલના રાજા નબૂખાદનેસ્સારના હાથમાં સોંપી દીધો, તેમ હું મિસરના રાજા ફારુન હોફ્રાને તેના શત્રુના હાથમાં તથા તેનો જીવ શોધનારાઓના હાથમાં સોંપીશ.’”
Так говорить Господь: Ось Я видам фараона Хофру, єгипетського царя, в руку його ворогів та в руку тих, що шукають душі його, як дав Я Седекію, Юдиного царя, у руку Навуходоно́сора, вавилонського царя, його ворога, що шукав душі його!“

< ચર્મિયા 44 >