< ચર્મિયા 44 >
1 ૧ જે સર્વ યહૂદીઓ મિસર દેશમાં, મિગ્દોલ, તાહપાન્હેસ, નોફ અને પાથ્રોસ પ્રદેશમાં રહેતા હતા, તેઓ વિષે જે વચન યર્મિયા પાસે આવ્યું તે આ છે.
१जे सर्व यहूदी मिसर देशामध्ये राहत होते, जे मिग्दोल, तहपन्हेस, मेमफिस व पथ्रोस येथे राहत होते, त्यांच्याविषयी परमेश्वराचे वचन यिर्मयाकडे आले ते असे होते.
2 ૨ “સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; ‘જે સર્વ વિપત્તિ હું યરુશાલેમ અને યહૂદિયાના સર્વ નગરો પર લાવ્યો છું તે તમે જોઈ છે. જુઓ, હમણાં તેઓ ખંડેર હાલતમાં છે; તેઓમાં કોઈ માણસ રહેતું નથી.
२सेनाधीश परमेश्वर, इस्राएलाचा देव, असे म्हणतो, यरूशलेम व यहूदाच्या सर्व नगरांवर जे अरिष्ट मी आणली, ते तुम्ही पाहिली आहेत. पाहा, आता ती नगरे उजाड झाली आहेत. तेथे राहण्यास कोणीही जिवंत नाही.
3 ૩ તેઓએ પાપ કરીને મને રોષ ચડાવ્યો છે એટલે તેઓ, તમે કે તમારા પિતૃઓ જે અન્ય દેવોને જાણતા નહોતા, તે દેવોની આગળ ઘૂપ બાળવા અને તેઓની પૂજા કરવા ગયા.
३कारण हे त्यांच्या स्वतःचे नाहीत किंवा तुम्हास किंवा तुमच्या पूर्वजांना माहित नाहीत अशा दुसऱ्या देवांना धूप जाळून आणि त्यांची उपासना करण्यासाठी जाऊन वाईट गोष्टी करून त्यांनी माझे मन दुःखावले.
4 ૪ તેમ છતાં જે ધિક્કારપાત્ર કૃત્યોનો હું તિરસ્કાર કરું છું તે કરશો નહિ. એવું મેં વારંવાર મારા સેવકો, પ્રબોધકો, મોકલીને કહાવ્યું.
४मग मी माझे सर्व सेवक संदेष्टे वारंवार पाठवत आलो. मी त्यांना सांगण्यासाठी पाठवले, ज्यांचा मी द्वेष करतो त्या तिरस्कारणीय गोष्टी थांबवा.
5 ૫ પરંતુ તેઓએ સાંભળ્યું નહિ. અને પોતાના દુષ્ટ માર્ગોથી ફરીને અન્ય દેવોની આગળ ધૂપ નહિ બાળવાની મારી આજ્ઞા તરફ તેઓએ કાન ધર્યો નહિ.
५पण त्यांनी ऐकले नाही; त्यांनी दुसऱ्या देवाला धूप जाळणाऱ्या दुष्कृत्यापासून वळण्यास किंवा त्यांनी लक्ष देण्याचे नाकारले.
6 ૬ આથી મારો કોપ યહૂદિયાના નગરોમાં અને યરુશાલેમના મહોલ્લાઓમાં અગ્નિની જેમ પ્રગટી ઊઠયો. અને જેમ આજ છે તેમ તેઓ પાયમાલ થઈને ઉજ્જડ થઈ ગયા છે.
६म्हणून माझा क्रोध व संताप ओतला गेला आणि यहूदाच्या नगरांत व यरूशलेमेच्या रस्त्यावर अग्नी पेटला. यास्तव ती ओसाड व उजाड झाली आहेत.
7 ૭ તેથી સૈન્યોના યહોવાહ ઇઝરાયલના ઈશ્વર કહે છે કે, તમે શા માટે પોતાના જીવની વિરુદ્ધ અતિ દુષ્ટ કામ કરીને સ્ત્રીઓ, પુરુષો, બાળકો અને દૂધ પીતાં નાનાં બાળકોનો નાશ યહૂદિયામાંથી કરો છો અને તમે શા માટે તમારી પાછળ કોઈને બાકી રહેવા દેતા નથી?
७म्हणून आता, सेनाधीश परमेश्वर आणि इस्राएलाचा देव असे म्हणतो, “तुम्ही आपल्या स्वत: विरूद्ध हे मोठे अनिष्ट का करता? तुम्ही आपणासाठी पुरुष व स्त्रिया, मुले व बालके यांना यहूदापासून तोडण्याचे कारण का होता? तुमचा अवशेष उरणार नाही.
8 ૮ જ્યાં તમે રહેવા ગયા છો તે મિસરમાં અન્ય દેવોની આગળ ધૂપ બાળ્યો છે. તેમ કરીને તમે મને કોપાયમાન કર્યો છે એથી તમારો નાશ કરવામાં આવશે. અને સર્વ પ્રજાઓમાં તમે શાપરૂપ તથા નિંદારૂપ થશો.
८कारण तुम्ही जेथे राहण्यास गेला आहात त्या मिसर देशात दुसऱ्या देवाला धूप जाळून तुमच्या हातच्या कृत्यांनी मूर्तीपूजा करुन तुम्ही मला दुःखवता. तुम्ही तेथे जात आहात याकरिता की तुमचा नाश व्हावा आणि शापीत व्हावे व पृथ्वीवरच्या सर्व राष्ट्रांमध्ये तुमची निंदा व्हावी.
9 ૯ તમારા પિતૃઓનાં પાપ, યહૂદિયાના રાજાઓ તથા રાણીઓનાં પાપ અને તમારા પોતાના દ્વારા તથા તમારી પત્નીઓ દ્વારા યહૂદિયા તથા યરુશાલેમની શેરીઓમાં આચરવામાં આવેલાં પાપ શું તમે ભૂલી ગયા?
९तुमच्या पूर्वजांनी केलेली दुष्कृत्ये आणि यहूदा राजा व त्याच्या बायकांनी केलेली दुष्कृत्ये तुम्ही विसरलात का? तुम्ही आणि तुमच्या बायकांनी यहूदाच्या देशात व यरूशलेमेच्या रस्त्यावर केलेली वाइट कृत्ये विसरलात का?
10 ૧૦ આજ પર્યંત તેઓ દીન થયા નથી, કે બીધા પણ નથી. મેં તમારી અને તમારા પિતૃઓની આગળ મારું નિયમશાસ્ત્ર અને વિધિઓ મૂક્યા છે. તે પ્રમાણે ચાલ્યા નથી.
१०ते या दिवसापर्यंत, अजून नम्र झालेले नाहीत. ते माझे जे नियमशास्त्र व माझे जे विधी मी तुम्हापुढे आणि तुमच्या पूर्वजांपुढे ठेवले, त्यांचा त्यांनी आदर केला नाही किंवा ते त्याप्रमाणे चालले नाहीत.”
11 ૧૧ તેથી સૈન્યોના યહોવાહ ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; “જુઓ, હું તમારી વિરુદ્ધ મારું મુખ ફેરવીશ. અને વિપત્તિ લાવીને આખા યહૂદિયાના લોકોનો નાશ કરીશ.
११“यास्तव सेनाधीश परमेश्वर, इस्राएलाचा देव, असे म्हणतो, पाहा, मी तुमचे अनिष्ट करण्यासाठी आणि सर्व यहूदाचा नाश करण्यासाठी तुमच्या विरोधात होईन.
12 ૧૨ યહૂદિયાના બાકી રહેલા લોકો જેઓએ મિસર જઈને વસવાનો નિર્ધાર કર્યો છે, તેઓને હું હતા ન હતા કરી નાખીશ. તેઓ બધા જ મિસર દેશમાં નાશ પામશે; તેઓ તલવારથી તથા દુકાળથી મરશે. નાનામોટા સર્વ તલવારથી કે દુકાળથી માર્યા જશે અને તેઓ ધિક્કારરૂપ, વિસ્મયરૂપ, શાપરૂપ, નિંદારૂપ થઈ પડશે.
१२कारण मिसर देशात जाऊन तेथे राहण्याचा यहूदाच्या अवशिष्टांनी निश्चय केला. मी हे यासाठी करीन की, ते सर्व मिसर देशात नष्ट होतील. तलवारीने आणि दुष्काळाने त्यांचा नायनाट होईल. लहानापासून थोरापर्यंत सर्व तलवारीने व दुष्काळाने नष्ट होतील. ते मरतील आणि अपशब्द, शाप, निंदा आणि भयानक गोष्टींचे विषय होतील.
13 ૧૩ જેમ મેં યરુશાલેમને શિક્ષા કરી તેમ જેઓ મિસરમાં છે તેઓને પણ હું તલવાર, દુકાળ અને મરકીથી સજા કરીશ.
१३जशी मी यरूशलेमेला शिक्षा केली, त्याप्रमाणे मिसर देशात राहणाऱ्या लोकांस तलवार, दुष्काळ व मरीने शिक्षा करीन.
14 ૧૪ તેથી યહૂદિયાના બાકી રહેલા જે ફરી યહૂદિયા જઈને વસવાની આશાએ મિસરમાં જઈને વસ્યા છે તેમાંથી કોઈ પણ જીવતો રહેવાનો નથી કે પાછો યહૂદિયા જવા પામવાનો નથી. કેમ કે થોડા ભાગી છૂટેલા સિવાય કોઈ મારા કોપમાંથી બચી શકવાના નથી.”
१४म्हणून यहूदाचे जे कोणी उरलेले, फरारी, वाचलेले मिसर देशात उपरी म्हणून राहायला गेले आहेत, त्यातले जे कोणी ज्यांची यहूदा देशात परत जाण्याची आणि तेथे राहण्याची इच्छा आहे. त्यातील कोणीही परत जाणार नाही, कारण जे कोणी थोडके निसटून जातील त्यांच्यावाचून दुसरे कोणी परत जाणार नाहीत.”
15 ૧૫ આ સાંભળીને જેઓ જાણતા હતા કે તેમની પત્નીઓ બીજા દેવોને બલિ ચઢાવે છે તે બધાએ અને ત્યાં ઊભેલી બધી સ્ત્રીઓ જેઓ મોટા સમૂહમાં હતી તેઓ તેમ જ મિસર દેશના પાથ્રોસમાં વસતા બધા માણસોએ યર્મિયાને ઉત્તર આપ્યો,
१५नंतर आपल्या स्त्रिया दुसऱ्या देवास धूप जाळतात असे ज्या सर्व पुरुषांस माहित होते ते आणि ज्या सर्व स्त्रिया मोठ्या मंडळीत होत्या आणि मिसर देशात पथ्रोसात जे लोक राहत होते, अशा सर्वांनी यिर्मयाला उत्तर दिले.
16 ૧૬ તેઓએ કહ્યું, “જે વચન તેં યહોવાહને નામે અમને કહ્યું છે. તે વિષે અમે તારું સાંભળવાના નથી.
१६ते म्हणाले, “तू आम्हास परमेश्वराच्या नावात जे वचन सांगितले त्याच्याविषयी आम्ही तुझे ऐकणार नाही.
17 ૧૭ અમે અમારા પૂર્વજો, અમારા રાજાઓ અને અમારા આગેવાનો યહૂદિયાના નગરોમાં અને યરુશાલેમના મહોલ્લાઓમાં જેમ કરતા હતા, તેમ આકાશની રાણીની આગળ ધૂપ બાળવા વિષે તથા તેની આગળ પેયાર્પણો રેડવા વિષે અમે જે માનતા લીધી છે તે પ્રમાણે અમે અવશ્ય કરીશું. કેમ કે તે વખતે અમારી પાસે પુષ્કળ રોટલી હતી. અમે સુખી અને સમૃદ્ધ હતા. અને અમે વિપત્તિ જોઈ ન હતી.
१७पण जसे आमचे पूर्वज, आमचे राजे व आमचे अधिकारी यहूदाच्या नगरांत आणि यरूशलेमेच्या रस्त्यावर करीत असत, तसे आम्ही आकाशाच्या राणीला धूप जाळणे व तिला पेयार्पणे ओतण्याविषयी जो प्रत्येक शब्द आमच्या मूखातून निघाला आहे तो आम्ही खचित पूर्ण करू. कारण त्यावेळी आम्ही अन्नाने तृप्त होतो आणि कोणत्याही अनिष्टाचा अनुभव न घेता उन्नतीत होतो.
18 ૧૮ પરંતુ જ્યારથી અમે આકાશની રાણીને આહુતિ આપવાનું અને પેયાર્પણો ચઢાવવાનું બંધ કર્યું, ત્યારથી અમે ભારે મુશ્કેલીઓ ભોગવીએ છીએ, તલવારથી અને દુકાળથી અમે નાશ પામીએ છીએ.”
१८जेव्हा आम्ही आकाशाच्या राणीला धूप जाळणे व तिला पेयार्पणे ओतणे यापासून परावृत्त झालो तेव्हापासून आम्ही सर्व दारिद्र्याने दुःखी आहोत व तलवारीने व दुष्काळाने मरत आहोत.”
19 ૧૯ સ્ત્રીઓ બોલી, જ્યારે અમે આકાશની રાણીની આગળ ધૂપ બાળતાં હતાં તથા પેયાર્પણ રેડતી હતી, ત્યારે શું અમે અમારા પતિઓની સમંતિ વગર તેને નૈવેદ ધરાવવાને રોટલીઓ તૈયાર કરતી હતી તથા તેને પેયાર્પણ રેડતાં હતાં?”
१९मग स्त्रिया म्हणाल्या, “जेव्हा आम्ही आकाशाच्या राणीला धूप जाळला व तिला पेयार्पणे ओतली, या गोष्टी आम्ही आपल्या पतीच्या संमतीशिवाय केल्या काय?”
20 ૨૦ પછી સ્ત્રીઓએ અને પુરુષોએ એટલે સર્વ લોકે તેને આવો ઉત્તર આપ્યો ત્યારે સર્વ લોકને યર્મિયાએ કહ્યું કે,
२०मग यिर्मया सर्व लोकांस, स्त्रिया व पुरुषांस आणि ज्या सर्व लोकांनी त्यास उत्तर दिले, त्याने घोषणा केली व म्हणाला,
21 ૨૧ “તમે તથા તમારા વડીલો તથા તમારા રાજાઓ અને સરદારો તેમ જ દેશના બધા લોકો યહૂદિયાના નગરોમાં અને યરુશાલેમના મહોલ્લાઓમાં મૂર્તિઓ આગળ ધૂપ બાળતા હતા, તે શું યહોવાહના સ્મરણમાં નહોતું? શું તેને લક્ષમાં લેવામાં આવ્યું નહોતું?
२१“तुम्ही यहूदाच्या नगरांत आणि यरूशलेमेच्या रस्त्यात, तुम्ही, तुमचे पूर्वज, तुमचे राजे आणि अधिकारी व देशातील लोक जो धूप जाळीत होते, त्याची परमेश्वरास आठवण नव्हती काय? कारण परमेश्वराच्या मनात हे आले. ते त्याच्या विचारात आले.
22 ૨૨ તમારાં દુષ્ટકર્મોને તથા તમારા ધિક્કારપાત્ર કૃત્યોને યહોવાહ સહન કરી શક્યા નહિ; તેથી જેમ આજે છે તેમ તમારો દેશ તેમણે ઉજ્જડ, વિસ્મયરૂપ, શાપરૂપ અને નિર્જન કરી નાખ્યો.
२२मग तुमच्या वाईट व्यवहारामुळे, तिरस्करणीय कृत्यामुळे परमेश्वराची सहनशक्ती संपली. नंतर त्याने तुमचा देश ओसाड, भीतीजनक आणि शापीत केला, म्हणून आजपर्यंत तेथे कोणी रहिवासी नाही.
23 ૨૩ તમે ધૂપ બાળ્યો તથા યહોવાહની વિરુદ્ધ પાપ કર્યું અને યહોવાહનું વચન માન્યું નહિ. અને તેમના નિયમો, કાયદાઓ અને સાક્ષ્યોઓનું પાલન પણ ન કર્યું, તેથી જેમ આજ છે, તેમ આ વિપત્તિ તમારા પર આવી પડી છે.”
२३तुम्ही धूप जाळला आणि परमेश्वराविरूद्ध पाप केले व तुम्ही त्याची वाणी, त्याचे नियमशास्त्र त्याचे विधी किंवा त्याचे कराराचे आदेश, ऐकले नाहीत, हे अनिष्ट तुमच्याविरुध्द आजपर्यंत घडत आहेत.”
24 ૨૪ પછી યર્મિયાએ તે સ્ત્રીઓને તથા સર્વ લોકોને કહ્યું, યહૂદાના સર્વ લોકો, જેઓ મિસર દેશમાં છે તમે યહોવાહનું વચન સાંભળો.
२४मग यिर्मया त्या सर्व लोकांस आणि स्त्रियांना म्हणाला, “यहूदातले जे तुम्ही मिसर देशामध्ये आहात ते सर्व तुम्ही परमेश्वराचे वचन ऐका.
25 ૨૫ સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; ‘આકાશની રાણી આગળ ધૂપ બાળવાની અને પેયાર્પણો રેડીને લીધેલી પ્રતિજ્ઞાઓ અમે ચોક્કસ પાળીશું’ એવું તમે અને તમારી સ્ત્રીઓ બન્ને તમારા મુખેથી બોલ્યા છો. તથા તમારા બોલવા પ્રમાણે તમારા હાથોએ કર્યું છે; તો હવે તમારી પ્રતિજ્ઞાઓ પ્રમાણે તમે ભલે વર્તો.
२५सेनाधीश परमेश्वर, इस्राएलाचा देव, असे म्हणतो, ‘आम्ही आकाशाच्या राणीला धूप जाळायला व तिच्यासाठी पेयार्पणे ओतायला जे नवस केले आहेत ते खचित फेडू असे तुम्ही आणि तुमच्या स्त्रिया तुम्ही दोघांनी आपल्या मुखाने बोलून आणि आपल्या हातांनी पूर्ण केले आहे. तर तुम्ही आपले नवस खचित स्थापित करा आणि आपले नवस फेडा.”
26 ૨૬ સર્વ યહૂદાના લોકો, જેઓ મિસરમાં રહો છે, તમે મારાં વચન ધ્યાનથી સાંભળો; જુઓ, મેં મારા મોટા નામના સમ ખાધા છે કે, “પ્રભુ યહોવાહના જીવના સમ’ એમ કહીને હવે કોઈ પણ યહૂદી માણસ આખા મિસર દેશમાં મારું નામ તેમના હોઠ પર લઈ શકશે નહિ.
२६यास्तव जे तुम्ही यहूदी देशातले मिसर देशात राहता ते सर्व तुम्ही परमेश्वराची वचने ऐका; पाहा, मी आपल्या थोर नावाची शपथ वाहिली आहे की, सर्व मिसर देशामध्ये राहणाऱ्या यहूदा देशातल्या कोणत्याही मनुष्याच्या मुखाने परमेश्वर जिवंत आहे असे म्हणून माझे नाव पुन्हा घेण्यात येणार नाही.
27 ૨૭ જુઓ, હું હિત કરવા નહિ, પણ વિપત્તિ લાવવા સારુ તમારા પર મારી નજર રાખું છું. અને યહૂદા દેશના સર્વ લોકો જેઓ મિસર દેશમાં રહે છે, તેઓ સમાપ્ત થઈ જશે ત્યાં સુધી તેઓ તલવારથી તથા દુકાળથી નાશ પામતા જશે.
२७पाहा, मी त्यांच्या चांगल्यासाठी नाही तर त्यांच्या अनिष्टासाठी त्यांच्यावर लक्ष ठेवीन. यहूदा देशातला जो प्रत्येक व्यक्ती मिसर देशामध्ये आहे त्यांचा अंत होईपर्यंत ते तलवारीने नाश होईल.
28 ૨૮ વળી તલવારથી બચેલા થોડા માણસ મિસર દેશમાંથી યહૂદિયા પાછા આવશે. અને જે બાકી રહેલા યહૂદિઓ મિસર દેશમાં રહેવા માટે ગયા છે તેઓ જાણશે કે કોનું વચન, મારું કે તેઓનું કાયમ રહે છે.
२८नंतर जे काही थोडके लोक तलवारीपासून सुटतील ते मिसर देशामधून यहूदा देशात परत येतील. मग सर्व अवशिष्ट यहूदी मिसर देशात राहण्यास गेलेल्यांना कोणाचे शब्द खरे ठरले आहेत माझे किंवा त्यांचे ते त्यांना समजेल.
29 ૨૯ હું તને આ ચિહ્ન આપીશ એમ યહોવાહ કહે છે, તમારા પર વિપત્તિ લાવવાનાં મારાં વચનો નિશ્ચે કાયમ રહેશે. એ તમે જાણો માટે હું તમને આ જગ્યાએ શિક્ષા કરીશ.
२९परमेश्वराचे हे सांगणे आहे की, माझी वचने तुमच्या अनिष्टाची ठरतील हे तुम्हास कळून यावे म्हणून मी या जागी तुम्हास शिक्षा करीन. हेच तुम्हास चिन्ह होय.
30 ૩૦ યહોવાહ કહે છે; ‘જુઓ, જેમ મેં યહૂદિયાના રાજા સિદકિયાને બાબિલના રાજા નબૂખાદનેસ્સારના હાથમાં સોંપી દીધો, તેમ હું મિસરના રાજા ફારુન હોફ્રાને તેના શત્રુના હાથમાં તથા તેનો જીવ શોધનારાઓના હાથમાં સોંપીશ.’”
३०परमेश्वर असे म्हणतो, पाहा, जसे मी यहूदाचा राजा सिद्कीयाला त्याचा शत्रू बाबेलचा राजा नबुखद्नेस्सर याच्या हाती दिले त्याप्रमाणे मी मिसराचा राजा फारो हफ्रा याला त्याच्या शत्रूंच्या हाती व त्याचा जीव घेऊ पाहणाऱ्यांच्या हाती देईन.