< ચર્મિયા 43 >

1 તેઓના ઈશ્વર યહોવાહે તેઓની પાસે યર્મિયાને જે વચન કહેવા માટે મોકલ્યો હતો તે સર્વ વચન જ્યારે યર્મિયા લોકોની આગળ બોલી રહ્યો,
Lorsque Jérémie eut achevé de dire à tout le peuple toutes les paroles de l'Éternel, leur Dieu, par lesquelles l'Éternel, leur Dieu, l'avait envoyé vers eux, toutes ces paroles,
2 ત્યારે હોશાયાના દીકરા અઝાર્યાએ અને કારેઆના દીકરા યોહાનાને તથા બીજા અભિમાની માણસોએ યર્મિયાને કહ્યું, “તું જૂઠું બોલે છે. અમે મિસરમાં જઈએ તેવું અમારા ઈશ્વર યહોવાહે તને કહ્યું નથી.’
Azaria, fils d'Hoshaja, Jochanan, fils de Karéa, et tous les orgueilleux prirent la parole pour dire à Jérémie: « Tu parles faussement. Yahvé notre Dieu ne t'a pas envoyé pour dire: « Vous n'irez pas en Égypte pour y vivre »;
3 પણ ખાલદીઓ અમને મારી નાખે તથા અમને બાબિલના બંદીવાસમાં લઈ જાય. માટે તેઓના હાથમાં અમને સોંપી દેવા નેરિયાનો દીકરો બારુખ તને અમારી વિરુદ્ધ ઉશ્કેરે છે.”
mais Baruch, fils de Neriah, t'a tourné contre nous pour nous livrer entre les mains des Chaldéens, afin qu'ils nous fassent mourir ou nous emmènent à Babylone. »
4 તેથી કારેઆના દીકરા યોહાનાને, સૈન્યના સર્વ સરદારોએ અને સર્વ લોકોએ યહૂદિયામાં રહેવા વિષેનું યહોવાહનું વચન માન્યું નહિ.
Et Johanan, fils de Karéah, et tous les chefs des troupes, et tout le peuple, n'obéirent pas à la voix de Yahvé, pour habiter dans le pays de Juda.
5 જ્યાં યહૂદીઓને નસાડી મૂકવામાં આવ્યા હતા તે સર્વ દેશોમાંથી યહૂદિયામાં રહેવા માટે પાછા આવેલા યહૂદી લોકમાં જે બાકી રહેલા હતા તેઓ,
Mais Johanan, fils de Karéah, et tous les chefs des troupes prirent tous les restes de Juda, qui étaient revenus de toutes les nations où ils avaient été chassés, pour les faire habiter au pays de Juda -
6 સ્ત્રીઓ, પુરુષો, બાળકો અને રાજાના દીકરીઓને અને સર્વ લોક જેને રક્ષક ટુકડીના સરદાર નબૂઝારઅદાને જે માણસોને શાફાનના દીકરા અહિકામના દીકરા ગદાલ્યાને સોંપ્યાં હતા, તેઓ સર્વને, તથા યર્મિયા પ્રબોધક, નેરિયાના દીકરા બારુખ એ બધાને લઈને કારેઆનો દીકરો યહોનાન તથા સૈન્યોના સર્વ સરદારો
les hommes, les femmes, les enfants, les filles du roi, et tous ceux que Nebuzaradan, chef des gardes, avait laissés avec Guedalia, fils d'Ahikam, fils de Shaphan, et Jérémie, le prophète, et Baruc, fils de Neriah.
7 મિસર દેશમાં રહેવા ગયા. તેઓએ યહોવાહની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું અને તેઓ તાહપાન્હેસ પહોંચ્યા.
Ils entrèrent dans le pays d'Égypte, car ils n'avaient pas écouté la voix de l'Éternel, et ils arrivèrent à Tahpanès.
8 તાહપાન્હેસમાં યહોવાહનું વચન યર્મિયા પાસે આ પ્રમાણે આવ્યું કે,
Alors la parole de Yahvé fut adressée à Jérémie, à Tahpanès, en ces termes:
9 “તું તારા હાથમાં મોટા પથ્થરો લે, તાહપાન્હેસમાં ફારુનના મહેલના પ્રવેશદ્વાર આગળ ફરસબંધીમાં યહૂદાના દેખતાં એ મોટા પથ્થરને ચૂનાથી રંગી સંતાડી દે.
« Prends dans ta main de grandes pierres et cache-les avec du mortier dans la maçonnerie qui est à l'entrée de la maison de Pharaon, à Tahpanès, sous les yeux des hommes de Juda.
10 ૧૦ પછી યહૂદિયાના માણસોને આ પ્રમાણે કહે, “સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર, કહે છે; ‘જુઓ, હું મારા દાસ બાબિલના રાજા નબૂખાદનેસ્સારને સંદેશવાહક મોકલીને બોલાવીશ. જે પથ્થરો મેં સંતાડ્યા છે તેના પર હું તેનું રાજ્યાસન સ્થાપન કરીશ. તેના પર તે પોતાનો ભવ્ય મંડપ ઊભો કરશે.”
Dis-leur: Yahvé des armées, le Dieu d'Israël, dit: « Voici que j'enverrai chercher Nabuchodonosor, roi de Babylone, mon serviteur, et il placera son trône sur ces pierres que j'ai cachées, et il y étendra son pavillon royal.
11 ૧૧ તે આવીને મિસર પર હુમલો કરશે; મરણને માટે નિર્માણ થયેલા તેઓ માર્યા જશે અને બંદીવાસને માટે નિર્માણ થયેલા બંદીવાસમાં જશે, તલવારને સારુ નિર્માણ થયેલા તેઓ તલવારથી માર્યા જશે.
Il viendra, et il frappera le pays d'Égypte; ceux qui sont destinés à la mort seront mis à mort, ceux qui sont destinés à la captivité seront mis en captivité, et ceux qui sont destinés à l'épée seront frappés par l'épée.
12 ૧૨ હું મિસરના દેવોનાં મંદિરોને અગ્નિથી બાળીને ભસ્મ કરીશ, તે લોકોને બંદીવાન બનાવી લઈ જશે. જેમ ભરવાડ પોતાનું વસ્ત્ર ઓઢે છે તેમ તે મિસર દેશની લૂંટથી પોતાને શણગારશે. અને ત્યાંથી તે વિજયી બનીને પાછો જશે.
J'allumerai un feu dans les maisons des dieux de l'Égypte. Il les brûlera, et les emmènera en captivité. Il se revêtira du pays d'Égypte, comme un berger se revêt de son vêtement, et il en sortira en paix.
13 ૧૩ મિસરમાંના બેથ-શેમેશના સ્તંભોને તે તોડી પાડશે; અને મિસરનાં દેવસ્થાનોને આગ લગાડી બાળી મૂકશે.
Il brisera aussi les colonnes de Beth Shemesh, qui est au pays d'Égypte, et il brûlera par le feu les maisons des dieux d'Égypte.'"

< ચર્મિયા 43 >