< ચર્મિયા 37 >
1 ૧ હવે યહોયાકીમના દીકરા કોનિયાને સ્થાને તેણે યોશિયાના દીકરા સિદકિયાએ રાજ કર્યું. તેને તો બાબિલના રાજા નબૂખાદનેસ્સારે યહૂદિયા દેશનો રાજા નીમ્યો હતો.
Nebuchadnezzar king of Babylon replaced Jehoiachin son of Jehoiakim with Zedekiah son of Josiah as the ruling king of Judah.
2 ૨ પણ યહોવાહે યર્મિયા પ્રબોધક દ્વારા જે વચનો કહેવડાવ્યાં હતાં તે સિદકિયા રાજાએ તથા તેના અધિકારીઓએ તથા દેશમાં બાકી રહેલા લોકોએ સાંભળ્યાં નહિ.
But Zedekiah and his officers and everyone else in the country refused to obey what the Lord had said through Jeremiah the prophet.
3 ૩ તેમ છતાં સિદકિયા રાજાએ શેલેમ્યાના દીકરા યહૂકાલને તથા માસેયાના દીકરા યાજક સફાન્યાને યર્મિયા પ્રબોધક પાસે મોકલીને કહેવડાવ્યું કે, “તું અમારે માટે યહોવાહ આપણા ઈશ્વર પાસે પ્રાર્થના કર.”
However, King Zedekiah sent Jehucal son of Shelemiah and Zephaniah the priest, son of Maaseiah, to Jeremiah the prophet with the message, “Please pray to the Lord our God for us!”
4 ૪ એ વખતે યર્મિયાને લોકોમાં જવા આવવાની છૂટ હતી કેમ કે હજી તેને કેદમાં નાખવામાં આવ્યો નહોતો.
(At this time Jeremiah could come and go freely, because as yet they hadn't put him in prison.)
5 ૫ ફારુનના લશ્કરે મિસરમાંથી કૂચ કરી. અને જે ખાલદીઓએ યરુશાલેમને ઘેરો ઘાલ્યો હતો તેની જાણ થતાં જ તેઓ યરુશાલેમમાંથી જતા રહ્યા.
Pharaoh's army was advancing from Egypt, and when the Babylonian army heard about it, they moved away from Jerusalem.
6 ૬ પછી યહોવાહનું વચન યર્મિયા પ્રબોધકની પાસે આ પ્રમાણે આવ્યું કે,
Then a message from the Lord came to Jeremiah the prophet:
7 ૭ “યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; યહૂદિયાના જે રાજાએ તમને મારી પાસે પૂછવા મોકલ્યા, તેને કહો કે, “જુઓ, તમને સહાય કરવાને ફારુનનું જે સૈન્ય મોકલ્યું છે, તે પોતાના મિસર દેશમાં પાછું જશે.
This is what the Lord, the God of Israel, instructs you to tell the king of Judah, who sent you to ask me for help: Look! Pharaoh's army, which set out to help you, is going to return home to Egypt.
8 ૮ અને ખાલદીઓ પાછા આવશે. અને આ નગર સામે લડશે. તેઓ તેને કબજે કરી તેને આગ લગાડી બાળી મૂકશે.
Then the Babylonians will return and attack Jerusalem. They will capture it and burn it down.
9 ૯ યહોવાહ આ પ્રમાણે કહે છે કે; તમે પોતાની જાતને છેતરશો નહિ કે, “ખાલદીઓ અમારી પાસેથી નિશ્ચે પાછા જશે,’ પણ તેઓ જવાના નથી.
This is what the Lord says: Don't fool yourselves by saying, “The Babylonians are gone for good,” because they're not!
10 ૧૦ જો તમે ખાલદીઓના સમગ્ર સૈન્યનો નાશ કરો અને તેઓમાંના મુઠ્ઠીભર માણસો બચી જાય અને ઘાયલ થઈને પોતાના તંબુઓમાં રહે તોપણ તેઓ ઊઠશે અને તમને પરાજિત કરશે. અને આ નગરને બાળી નાખશે.”
In fact, even if you were able to kill the whole Babylonian army attacking you, leaving only wounded men in their tents, they would still get up and burn this city down.
11 ૧૧ અને ત્યારે, ફારુનના સૈન્યની બીકને લીધે ખાલદીઓનું સૈન્ય યરુશાલેમમાંથી જતું રહ્યું.
When the Babylonian army moved away from Jerusalem because of the threat of Pharaoh's army,
12 ૧૨ યર્મિયા યરુશાલેમ છોડીને પોતાના કુટુંબીઓની મિલકતમાંથી પોતાના ભાગ લેવા બિન્યામીનના પ્રદેશમાં જવા ઊપડ્યો.
Jeremiah was on his way out of Jerusalem to go to his home in the territory of Benjamin to claim his share of his family's property.
13 ૧૩ “પરંતુ તે બિન્યામીનની ભાગળે પહોંચ્યો ત્યારે હનાન્યાના દીકરા શેલેમ્યાનો દીકરો ઇરિયા જે નાયક હતો તેણે યર્મિયા પ્રબોધકને પકડીને કહ્યું કે, “તું ખાલદીઓના પક્ષમાં જતો રહે છે.”
However, when he reached the Benjamin Gate, the guard captain, whose name was Irijah son of Shelemiah, son of Hananiah, arrested him, saying, “You're defecting to the Babylonians!”
14 ૧૪ યર્મિયાએ કહ્યું, “એ ખોટી વાત છે. હું ખાલદીઓના પક્ષમાં જતો નથી. પરંતુ ઇરિયાએ તેનું કહ્યું માન્યું નહિ અને તેને પકડીને અમલદાર આગળ રજૂ કર્યો.
“That's not true,” Jeremiah replied. “I'm not defecting to the Babylonians!” But Irijah refused to listen to him. He arrested Jeremiah and took him before the officers.
15 ૧૫ સરદારોએ યર્મિયા પર કોપાયમાન થઈને તેને માર્યો. અને તેને યહોનાથાન લહિયાના ઘરમાં કેદ કર્યો. કેમ કે તે મકાન તેઓનું કેદખાનું હતું.
The officers were furious with Jeremiah. They had him beaten and locked up in the house of Jonathan the scribe, which had been turned into a prison.
16 ૧૬ યર્મિયા કારાગૃહના ભોંયરામાં ગયો અને લાંબા સમય સુધી તે ત્યાં જ રહ્યો.
Jeremiah was placed in a cell in the underground dungeon and was kept there for a long time.
17 ૧૭ સમય જતાં સિદકિયા રાજાએ ગુપ્ત રીતે તેને મહેલમાં તેડી મંગાવ્યો. રાજાએ તેને પૂછ્યું કે, આજના દિવસોમાં “શું યહોવાહ તરફથી કોઈ વચન છે?” યર્મિયાએ કહ્યું, હા, છે, “વળી તને બાબિલના રાજાના હાથમાં સોંપવામાં આવશે.”
Some while later King Zedekiah secretly sent for him and had him brought to the royal palace where he asked, “Is there a message from Lord for me?” “Yes there is,” Jeremiah replied. “You are going to be handed over to the king of Babylon.”
18 ૧૮ ત્યારબાદ યર્મિયાએ સિદકિયા રાજાને કહ્યું, મેં તમારો કે તમારા સેવકોનો તથા તમારા લોકોનો શો અપરાધ કર્યો છે કે તેં મને કેદ કર્યો છે?
Then Jeremiah asked King Zedekiah, “What wrong have I done to you or your servants or these people, for you to put me in prison?
19 ૧૯ જે પ્રબોધકોએ તમને કહ્યું હતું કે, બાબિલનો રાજા તમારા પર કે તમારા દેશ પર હુમલો નહિ કરે, તેઓ ક્યાં ગયા?
Where are your prophets now, the ones who prophesied to you, saying, ‘The king of Babylon won't come and attack you and this country’?
20 ૨૦ તેથી, મારા ઘણી મારા રાજા, મહેરબાની કરીને મને સાંભળો, મારી નમ્ર વિનંતી ધ્યાનમાં લો. તમે મને પાછો યહોનાથાન લહિયાને ઘરે ન મોકલશો, રખેને હું ત્યાં મરણ પામું.”
Now please listen to me, my lord the king, and respond positively to my request. Don't send me back to prison in the house of Jonathan the scribe, otherwise I'll die there.”
21 ૨૧ ત્યારે સિદકિયા રાજાએ આજ્ઞા કરી કે, યર્મિયાને ચોકીમાં રહે. અને નગરમાંની સર્વ રોટલી પૂરી થઈ રહી ત્યાં સુધી ભઠ્ઠીયારાઓના મહોલ્લાઓમાંથી તેને રોજ રોટલીનો એક ટુકડો આપવામાં આવતો હતો. આમ યમિર્યા ચોકીમાં રહ્યો.
King Zedekiah gave the order for Jeremiah to be held in the guard's courtyard and be provided with a loaf of bread every day from a bakery until there was no bread left in the city. So Jeremiah stayed in the guard's courtyard.