< ચર્મિયા 36 >
1 ૧ વળી યહૂદિયાના રાજા યોશિયાના દીકરા યહોયાકીમના ચોથા વર્ષમાં યહોવાહનું વચન યર્મિયાની પાસે આવ્યું કે,
So hende det i det fjorde styringsåret åt Juda-kongen Jojakim Josiason at dette ordet til Jeremia frå Herren:
2 ૨ “જે દિવસથી મેં તારી સાથે વાત કરી એટલે કે યોશિયાના સમયથી તે આજ સુધી, ઇઝરાયલ અને યહૂદિયા તેમ જ બીજી પ્રજાઓ વિષે જે વચનો મેં તને કહ્યાં છે તે સર્વ એક ઓળિયું લઈને તેના પર લખ.
Tak deg ein bokrull og skriv på honom alle dei ordi eg hev tala til deg um Israel og um Juda og um alle heidningefolki frå den dagen eg tala til deg, frå den tidi Josia rådde, og alt til denne dag!
3 ૩ કદાચ હું યહૂદિયાના લોકો પર જે આફતો ઉતારવાનું વિચારું છું તે તેઓ સાંભળે અને તેથી તેઓ પોતાના દુષ્ટ માર્ગોથી ફરે અને હું તેઓના અપરાધો અને પાપ માફ કરું.”
Kann henda Judas hus vil lyda på all den ulukka som eg tenkjer å gjera deim, so dei kann venda um, kvar og ein frå sin vonde veg, og eg kann få tilgjeva deim deira misgjerning og synd.
4 ૪ તેથી યર્મિયાએ નેરિયાના દીકરા બારુખને બોલાવ્યો અને યર્મિયાએ લખાવ્યું તે પ્રમાણે બારુખે યહોવાહના બધા ભવિષ્યવચનો ઓળિયામાં લખ્યાં.
Då kalla Jeremia til seg Baruk Neriason, og Baruk skreiv i bokrullen etter Jeremias munn alle Herrens ord som han hadde tala til honom.
5 ૫ ત્યારબાદ યર્મિયાએ બારુખને આજ્ઞા આપી અને કહ્યું કે, “હું કેદમાં છું અને મને યહોવાહના ઘરમાં જવાનો નિષેધ છે.
Og Jeremia bad Baruk og sagde: «Eg sjølv er meinka, eg kann ikkje koma i Herrens hus.
6 ૬ માટે તું જા અને જે ઓળિયામાં તેં મારા મુખના શબ્દો લખ્યા છે, તેમાંથી યહોવાહના વચનો યહોવાહનાં ઘરમાં ઉપવાસના દિવસે લોકોની આગળ અને પોતપોતાનાં નગરોમાંથી આવનાર યહૂદિયાની આગળ વાંચી સંભળાવ.
Men gakk du dit og les or rullen som du hev skrive etter min munn, Herrens ord for folket i Herrens hus på ein fastedag! Du skal lesa deim for alt Juda, deim som er komne frå byarne sine.
7 ૭ કદાચ તે લોકો યહોવાહને વિનંતી કરે અને ખોટે માગેર્થી પાછા વળે; કેમ કે, યહોવાહે એ લોકોને ભારે રોષ અને ક્રોધપૂર્વક ધમકી આપેલી છે.”
Må henda dei kunde leggja si bøn fram for Herrens åsyn og venda seg, kvar og ein frå sin vonde veg. For stor er den vreiden og harmen som Herren hev truga dette folket med.»
8 ૮ યર્મિયા પ્રબોધકે કહ્યું હતું તે મુજબ નેરિયાના દીકરા બારુખે કર્યું અને યહોવાહના ઘરમાં લોકોની આગળ સર્વ વચનો વાંચી સંભળાવ્યાં.
Og Baruk Neriason gjorde plent so som profeten Jeremia hadde bede honom, og las or boki Herrens ord i Herrens hus.
9 ૯ યોશિયાના દીકરા યહોયાકીમ રાજાના શાસનકાળ દરમિયાન પાંચમા વર્ષના નવમા મહિનામાં યરુશાલેમના બધા લોકોએ તેમ જ યહૂદિયાના નગરોમાંથી જેઓ આવ્યા હતા તેઓને યહોવાહ સમક્ષ ઉપવાસ કરવાનું ફરમાવ્યું.
So hende det i det femte styringsåret åt Jojakim Josiason, kongen i Juda, i den niande månaden, at dei lyste på at alt folket i Jerusalem og alt det folk som var kome frå Juda-byarne til Jerusalem, skulde fasta framfor Herrens åsyn.
10 ૧૦ ત્યારે બારુખે પુસ્તકમાંનાં યર્મિયાના વચનો યહોવાહના ઘરમાં વાંચી સંભળાવ્યાં. શાફાન લહિયાના દીકરા ગમાર્યાના ઉપરના આંગણામાંના ઓરડામાં અને યહોવાહના સભાસ્થાનના નવા દરવાજાના ઓટલા પાસે તેણે સર્વ લોકોની આગળ વાંચી સંભળાવ્યાં.
Då las Baruk upp or boki Jeremias ord i Herrens hus, i koven åt Gemarja, son åt riksskrivaren Safan, i øvre fyregarden, attmed inngangen til den nye porten på Herrens hus, so alt folket høyrde på.
11 ૧૧ હવે શાફાનના દીકરા ગમાર્યાના દીકરા મીખાયાએ યહોવાહ તરફથી આવેલા આ સંદેશાઓ જે પત્રકમાં લખેલાં હતા તે સાંભળ્યા.
Men då Mikaja, son åt Gemarja Safansson, høyrde alle Herrens ord or boki,
12 ૧૨ ત્યારે તે નીચે ઊતરીને રાજાના મહેલના વહીવટી સભાખંડમાં ગયો. ત્યારે સર્વ સરદારો એટલે લહિયા અલિશામા, શમાયાનો દીકરો દલાયા, આખ્બોરનો દીકરો એલ્નાથાન શાફાનનો દીકરો ગમાર્યા, હનાન્યાનો દીકરો સિદકિયા તથા બીજા બધા અમલદારો ત્યાં બેઠા હતાં.
gjekk han ned i kongsgarden, inn i riksskrivarkoven, og sjå, der sat alle hovdingarne: riksskrivaren Elisama og Delaja Sjemajason og Elnatan Akborsson og Gemarja Safansson og Sidkia Hananjason og alle hine hovdingarne.
13 ૧૩ ત્યાં બારુખે લોકોની સમક્ષ વાંચી સંભળાવેલા પુસ્તકના જે વચનો તેણે સાંભળ્યા હતાં તે સર્વ વિષે મીખાયાએ તેઓને કહી સંભળાવ્યાં.
Og Mikaja kunngjorde for deim alle dei ordi han hadde høyrt, då Baruk las upp or boki medan folket høyrde på.
14 ૧૪ પછી સર્વ અધિકારીઓએ કૂશીના દીકરા શેલેમ્યાના દીકરા નથાન્યાના દીકરા યેહૂદીને બારુખ પાસે મોકલીને કહેવડાવ્યું કે, “જે ઓળિયામાંથી તે લોકોને વાંચી સંભળાવ્યું છે, તે ઓળિયું તારા હાથમાં લઈને અહીં આવ.” તેથી નેરિયાના દીકરા બારુખે ઓળિયું હાથમાં લઈને અમલદારો પાસે ગયો.
Då sende alle hovdingarne Jehudi, son åt Netanja, son åt Selemja Kusison, til Baruk med denne ordsegni: «Tak med deg den rullen som du las upp for folket, og kom hit!» Og Baruk Neriason tok rullen med seg og kom til deim.
15 ૧૫ તેઓએ તેને કહ્યું કે, “તું બેસીને તે અમને વાંચી સંભળાવ.” આથી બારુખે તેઓને તે વાંચી સંભળાવ્યું.
Då sagde dei med honom: «Set deg og les honom for oss!» Og Baruk las for deim.
16 ૧૬ બારુખે તેઓની સામે જે વાંચન કર્યુ, તે જેવું તેઓએ સાંભળ્યું કે, તેઓ એકબીજાની સામે ભયથી જોવા લાગ્યા અને બારુખને કહ્યું, “તેં જે બધું વાંચ્યું છે તેના વિષે આપણે જરૂર રાજાને જણાવવું જોઈએ.”
Men då dei hadde høyrt alle ordi, såg dei forfærde på kvarandre og sagde til Baruk: «Me lyt melda dette til kongen.»
17 ૧૭ પછી તેઓએ બારુખને પૂછ્યું કે, અમને જણાવ કે, તે યર્મિયાના મુખમાંથી બોલેલા આ સર્વ વચન કેવી રીતે લખ્યા?”
So spurde dei Baruk og sagde: «Seg oss korleis du skreiv alle desse ordi etter hans munn!»
18 ૧૮ તેથી બારુખે ખુલાસો કર્યો, યર્મિયાએ તેના મુખમાંથી આ સર્વ વચન ઉચ્ચાર્યાં અને મેં તે પત્રકમાં શાહીથી લખી લીધાં.”
Og Baruk svara deim: «Med sin munn sagde han meg alle desse ordi fyre, og eg skreiv det i boki med blekk.»
19 ૧૯ પછી અધિકારીઓએ બારુખને કહ્યું, “તું અને યર્મિયા ક્યાંક છુપાઇ જાઓ. તમે ક્યાં છો તે વિષે કોઈને પણ જાણ કરશો નહિ.”
Då sagde hovdingarne til Baruk: «Gakk og gøym deg og Jeremia med deg, so ingen veit kvar de er!»
20 ૨૦ ત્યાર પછી લહિયો અલિશામાની ઓરડીમાં તે ઓળિયાને મૂકીને તેઓ ચોકમાં રાજાની પાસે ગયા. અને તે સર્વ વચન તેઓએ રાજાને કહી સંભળાવ્યાં.
Sidan gjekk dei til kongen i fyregarden - men rullen let dei etter seg i koven åt riksskrivaren Elisama - og melde alt dette for kongen.
21 ૨૧ ત્યારે રાજાએ યેહૂદીને ઓળિયું લઈ આવવા મોકલ્યો, યેહૂદી તે ઓળિયું લહિયા અલિશામાની ઓરડીમાંથી લાવ્યો અને રાજાના તથા રાજાની આસપાસ ઊભા રહેલા સર્વ સરદારોના સાંભળતાં યેહુદીએ તે વાંચી સંભળાવ્યું.
Då sende kongen Jehudi av stad etter rullen, og han tok honom ut or koven åt riksskrivaren Elisama. Sidan las Jehudi honom upp for kongen og for hovdingarne som stod hjå kongen.
22 ૨૨ તે સમયે નવમા મહિનામાં રાજા તેના મહેલના હેમંતગૃહમાં બેઠો હતો. અને તેની આગળ સગડી બળતી હતી.
Men kongen sat i vinterhalli - det var i den niande månaden - og det brann eld i ei glodpanna framfyre honom.
23 ૨૩ જયારે યેહૂદીએ ત્રણચાર પાનાં વાંચ્યાં એટલે રાજાએ છરીથી તેટલો ભાગ કાપી લઈ સગડીમાં નાખ્યો. અને એમ આખું ઓળિયું સગડીમાં નાશ થઈ ગયું.
Og kvar gong Jehudi hadde lese tri eller fire teigar, skar kongen av rullen med ein pennekniv og kasta stykket på elden i glodpanna, til heile rullen var uppbrend i elden i glodpanna.
24 ૨૪ આ બધું જ સાંભળ્યા પછી પણ રાજાએ કે તેના અમલદારોએ ન તો ગભરાટ વ્યકત કર્યો કે ન તો પોતાના વસ્ત્રો ફાડ્યાં.
Og dei ræddast ikkje og reiv ikkje sund klædi sine, korkje kongen eller nokon av tenarane hans som høyrde alle desse ordi.
25 ૨૫ જો કે એલ્નાથાન, દલાયા અને ગમાર્યાએ રાજાને ઓળિયું ન બાળવા વિનંતી કરી, પણ તેણે તેના પર ધ્યાન આપ્યું નહિ.
Og endå Elnatan og Delaja og Gemarja naudbad kongen, at han ikkje måtte brenna upp rullen, høyrde han ikkje på deim.
26 ૨૬ પછી રાજાએ બારુખ લહિયાને તથા યર્મિયા પ્રબોધકને પકડવા માટે યરાહમએલને, આઝ્રીએલના દીકરા સરાયાને તથા આબ્દએલના દીકરા શેલેમ્યાને મોકલ્યા. પરંતુ યહોવાહે તેઓને સંતાડી રાખ્યા હતા.
Og kongen bad Jerahme’el, kongssonen, og Seraja Azrielsson og Selemja Abde’elsson å taka skrivaren Baruk og profeten Jeremia, men Herren løynde deim.
27 ૨૭ બારુખે યર્મિયાના મુખના બોલેલા શબ્દો જે ઓળિયામાં લખ્યા હતા તે ઓળિયું રાજાએ બાળી નાખ્યું, પછી યહોવાહનું વચન યર્મિયા પાસે આવ્યું કે,
Då kom Herrens ord til Jeremia, etter kongen hadde brent upp rullen med dei ordi som Baruk hadde skrive etter Jeremias munn; han sagde:
28 ૨૮ “પાછો જા, બીજું ઓળિયું લઈને તેના પર યહૂદિયાના રાજા યહોયાકીમે બાળી મૂકેલા પહેલાનાં ઓળિયામાં જે લખ્યું હતું તે બધું તેમાં લખ.
Tak deg atter ein annan rull og skriv på honom alle dei fyrre ordi som stod på den fyrre rullen, den som Jojakim, Juda-kongen, brende upp!
29 ૨૯ પછી યહૂદિયાના રાજા યહોયાકીમને કહે કે; બાબિલનો રાજા નિશ્ચે આવીને દેશનો નાશ કરશે તથા તેમાંના માણસોનો અને પશુઓનો નાશ કરશે’ એવું યહોવાહ કહે છે, એવું તેં શા માટે આ ઓળિયામાં લખ્યું છે, એમ કહીને તેં એ ઓળિયું બાળી નાખ્યું છે.
Men um Jojakim, Juda-kongen, skal du segja: «So segjer Herren: Du brende denne rullen og sagde: «Kvi skreiv du på honom dette: Babel-kongen skal koma og øydeleggja dette landet og rydja ut or det folk og fe?»
30 ૩૦ આથી યહૂદિયાના રાજા યહોયાકીમ વિષે યહોવાહ કહે છે કે, તેનાં વંશમાંનો કોઈ દાઉદની ગાદીએ બેસશે નહિ. અને તેનો મૃતદેહ દિવસે તાપમાં અને રાત્રે હિમમાં બહાર પડી રહેશે.
Difor, so segjer Herren um Jojakim, Juda-kongen: Han skal ingen hava som kann sitja på Davids kongsstol, og liket hans skal liggja utkasta i hiten um dagen og i kulden um natti.
31 ૩૧ હું તને, તારા વંશજોને તથા તારા અમલદારોને તેઓનાં દુષ્કૃત્યો માટે સજા કરીશ. અને તમારા પર, યરુશાલેમના રહેવાસીઓ પર અને યહૂદિયાના લોકો પર મેં જે વિપત્તિ લાવવા વિષે કહ્યું હતું તે તમારી પર લાવીશ. મેં તમને ચેતવ્યા, પણ તમે સાંભળ્યું નહિ.”
Og eg vil heimsøkja honom og avkjømet hans og tenarane hans for deira misgjerning, og eg vil lata koma yver deim og yver Jerusalems-buarne og Juda-mennerne alle dei ulukkor som eg hev truga dei med utan at dei høyrde.»
32 ૩૨ ત્યારબાદ યર્મિયાએ બીજું ઓળિયું લીધું અને નેરિયાના દીકરા બારુખ લહિયાને લખવા આપ્યું. અને જે પુસ્તક યહૂદિયાના રાજા યહોયાકીમે અગ્નિમાં બાળી નાખ્યું હતું. તેમાંનાં યર્મિયાના મુખનાં બોલેલાં સર્વ વચન બારુખે તેમાં લખ્યાં. અને તેઓના જેવાં બીજા ઘણાં વચનો પણ તેમાં ઉમેર્યાં.
Då tok Jeremia ein annan rull og gav honom til skrivaren Baruk Neriason, og han skreiv på honom etter Jeremias munn alle dei ordi som hadde stade i den boki som Jojakim, Juda-kongen, hadde brent upp i eld. Og til deim var det endå lagt mykje av same slaget.