< ચર્મિયા 35 >
1 ૧ યહૂદિયાના રાજા યોશિયાના દીકરા યહોયાકીમના રાજ્યકાળ દરમ્યાન યહોવાહનું વચન યર્મિયા પાસે આવ્યું તે આ,
Detta är det ord, som af Herranom skedde till Jeremia, i Jojakims, Josia sons, Juda Konungs, tid, och sade:
2 ૨ “તું રેખાબીઓ ગોત્રીઓની પાસે જઈને તેઓને વાત કર, તેઓને બોલાવીને યહોવાહના ભક્તિસ્થાનના એક ઓરડામાં લઈ આવ અને તેઓને પીવા માટે દ્રાક્ષારસ આપ.”
Gack bort uti de Rechabiters hus, och tala med dem, och haf dem in uti Herrans hus uti en kammar, och skänk dem vin.
3 ૩ આથી હબાસીન્યાના દીકરા યર્મિયાના દીકરા યાઝાન્યાને તથા તેના સર્વ ભાઈઓ અને તેનાં સર્વ દીકરાઓ તથા રેખાબીના સર્વ કુળોને,
Då tog jag Jaasanja, Jeremia son, Habazinia sons, samt med hans bröder, och alla hans söner, och hela de Rechabiters hus;
4 ૪ હું યહોવાહના ઘરમાં લાવ્યો. સરદારોના ઓરડાઓ પાસે દરવાન શાલ્લુમના દીકરા માસેયાના ઓરડાની ઉપર ઈશ્વરના પુરુષ ગદાલ્યાના દીકરા હનાનના દીકરાના ઓરડામાં મેં તેઓને ભેગા કર્યા.
Och hade dem in uti Herrans hus, uti Hanans barnas, Jigdalja sons, den Guds mansens, kammar, hvilken vid Förstarnas kammar är, ofvanför Maaseja, Sallums sons, dörravaktarens kammar.
5 ૫ પછી મેં રેખાબીઓની આગળ પ્યાલા તથા દ્રાક્ષારસ ભરેલા જગ મૂક્યા અને તેઓને કહ્યું, “આ દ્રાક્ષારસ પીઓ.”
Och jag satte de Rechabiters hus barnom kannor före, fulla med vin, och skålar, och sade till dem: Dricker vin.
6 ૬ પરંતુ તેઓએ કહ્યું, “અમે દ્રાક્ષારસ નહિ પીઈએ. કેમ કે અમારા પૂર્વજ રેખાબના દીકરા યોનાદાબે અમને આજ્ઞા કરી છે કે, ‘તમે તેમ જ તમારા દીકરાઓ કોઈ કાળે દ્રાક્ષારસ પીશો નહિ.
Men de svarade: Vi dricke intet vin; ty vår fader Jonadab, Rechabs son, hafver budit oss, och sagt: I och edor barn skolen aldrig något vin dricka;
7 ૭ વળી તેઓએ અમને એવું પણ કહ્યું કે, અમારે કદી ઘર બાંધવાં નહિ, કે અનાજ ઉગાડવું નહિ, તેમ જ દ્રાક્ષવાડીઓ રોપવી નહિ; તમારે એવી કોઈ મિલકત રાખવી નહિ એને બદલે તમારે જીવનભર તંબુઓમાં જ રહેવું; જેથી જ્યાં તમે પરદેશીઓ છો, તે દેશમાં તમારું દીર્ઘાયુષ્ય થાય.’”
Och intet hus bygga, ingen säd så, ingen vingård plantera, eller hafva; utan skolen bo i tjäll i alla edra lifsdagar; på det I mågen länge lefva i landena, der I uti vandren.
8 ૮ અમારા પૂર્વજ રેખાબના દીકરા યોનાદાબે અમને આજ્ઞા આપી છે કે, તમે તમારી સ્ત્રીઓ, તમારા દીકરા દીકરીઓ તમારા જીવતાં સુધી દ્રાક્ષારસ પીશો નહિ.
Alltså lydom vi vår faders röst, Jonadabs, Rechabs sons, i allt det han oss budit hafver, så att vi intet vin dricke i våra lifsdagar, hvarken vi eller våra hustrur, eller söner, eller döttrar;
9 ૯ અને રહેવા ઘરો બાંધશો નહિ કે તમારી પાસે દ્રાક્ષવાડી, ખેતરો કે, બી કંઈ ન હોય.
Och byggom ej heller någor hus, der vi uti bo, och hafvom hvarken vingårdar, eller åkrar, eller säd;
10 ૧૦ અમે તંબુઓમાં રહ્યા છીએ અને અમારા પિતા યોનાદાબે અમને જે સર્વ આજ્ઞાઓ ફરમાવી હતી તે અમે સંપૂર્ણપણે પાળી છે,
Utan bom uti tjäll, och lydom, och görom all ting, såsom vår fader Jonadab oss budit hafver.
11 ૧૧ પણ જ્યારે બાબિલના રાજા નબૂખાદનેસ્સારે આ દેશ પર ચઢાઈ કરી ત્યારે અમે નક્કી કર્યું કે, ખાલદીઓના અને અરામના સૈન્યથી બચવા માટે અમે કહ્યું, ‘ચાલો, આપણે યરુશાલેમ જતા રહીએ, તેથી અમે યરુશાલેમમાં રહીએ છીએ.”
Men då NebuchadNezar, Konungen i Babel, drog hitupp i landet, sade vi: Kommer, låter oss draga till Jerusalem, för de Chaldeers och Syrers här; och så hafve vi sedan blifvit här i Jerusalem.
12 ૧૨ ત્યારબાદ યહોવાહનું વચન યર્મિયાની પાસે આ પ્રમાણે આવ્યું અને કહ્યું કે;
Då skedde Herrans ord till Jeremia, och sade:
13 ૧૩ સૈન્યોના યહોવાહ ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; યહૂદિયા અને યરુશાલેમમાં જઈને કહે કે, ‘શું તમે મારાં વચનો સાંભળીને શિખામણ નહિ લો?’ આ યહોવાહનું વચન છે.
Detta säger Herren Zebaoth, Israels Gud: Gack bort, och säg till dem i Juda, och till de inbyggare i Jerusalem: Viljen I då icke bättra eder, så att I lyden min ord? säger Herren.
14 ૧૪ રેખાબીઓ દ્રાક્ષારસ પીતા નથી, કારણ કે તેઓના પિતા યોનાદાબે તેઓને તેમ કરવાની મનાઈ કરી છે. પણ હું તમારી સાથે વારંવાર બોલ્યો છું છતાં તમે મારું સાંભળતાં નથી.
Jonadabs ord, Rechabs sons, som han sinom barnom budit hafver, att de intet vin dricka skulle, de varda hållen, så att de dricka intet vin intill denna dag, derföre att de lyda deras faders bud; men jag hafver tidigt låtit predika eder, likväl hören I mig intet.
15 ૧૫ મેં એક પછી એક પ્રબોધકોને તમારી પાસે મોકલીને કહેવડાવ્યું કે, ‘તમારા દુષ્ટ માર્ગોથી પાછા ફરો તથા અન્ય દેવોની પૂજા કરવાનું બંધ કરો; તો જે દેશ મેં તમને તથા તમારા પિતૃઓને આપ્યો છે તેમાં તમે વસશો; પણ તમે કાન ધર્યા નહિ અને મારું સાંભળ્યું નહિ.
Så hafver jag ock tidigt sändt till eder alla mina tjenare Propheterna, och låtit säga: Vänder eder om, hvar och en ifrå sitt onda väsende, och bättrer edart lefverne, och efterföljer icke andra gudar, till att tjena dem, så skolen I blifva i landena, som jag eder och edra fäder gifvit hafver; men I villen icke böja edor öron dertill, eller höra mig;
16 ૧૬ રેખાબના દીકરા યોનાદાબના દીકરાઓએ પોતાના પિતૃઓએ જે આજ્ઞા તેઓને આપી, તે માની લીધી છે, પરંતુ આ લોકોએ મારું સાંભળ્યું નથી.
Ändock Jonadabs barn, Rechabs sons, sins faders bud hållit hafva, som han dem budit hafver; men detta, folket hörer mig Intet.
17 ૧૭ તેથી યહોવાહ, સૈન્યોના ઈશ્વર, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; ‘જુઓ, હું જે આફતો લાવવા બોલ્યો છું તે બધી હું યહૂદિયા અને યરુશાલેમના રહેવાસીઓ પર ઉતારીશ. કેમ કે, મેં તેઓને કહ્યું ત્યારે તેઓએ સાંભળ્યું નહિ. અને મેં તેઓને હાકલ કરી ત્યારે તેઓએ મને જવાબ આપ્યો નહિ.’”
Derföre så säger Herren Gud Zebaoth, och Israels Gud: Si, jag skall låta komma öfver Juda, och alla Jerusalems inbyggare, all den olycko, som jag emot dem talat hafver; derföre, att jag hafver talat till dem, och de ville intet höra; jag hafver ropat, men de ville intet svara mig.
18 ૧૮ પછી યર્મિયાએ રેખાબીઓના કુળને કહ્યું, “સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; તમે તમારા પૂર્વજ યોનાદાબની આજ્ઞા માની છે અને તમને જે કરવા કહ્યું તે પ્રમાણે જ તમે બધું કર્યું છે.
Och till de Rechabiters hus sade Jeremia: Detta säger Herren Zebaoth, Israels Gud; derföre att I edars faders Jonadabs bud lydt hafven, och hållit all hans bud, och allt det gjort, som han eder budit hafver;
19 ૧૯ માટે સૈન્યો યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે, રેખાબના દીકરા યોનાદાબના વંશમાં મારી સેવા કરનારની ખોટ તને કદી પડશે નહિ.’”
Derföre säger Herren Zebaoth, Israels Gud, alltså: Det skall aldrig fela Jonadab, Rechabs sone, att ju någor af hans säd alltid för mig stå skall.