< ચર્મિયા 34 >

1 જયારે બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર તથા તેનું સર્વ સૈન્ય તેના તાબાનાં આ પૃથ્વી પરનાં સર્વ રાજ્યો તથા સર્વ લોકો યરુશાલેમ સામે તથા તેનાં સર્વ નગરો સાથે યુદ્ધ કરતાં હતાં, ત્યારે યહોવાહનું જે વચન યર્મિયા પાસે આવ્યું તે આ;
Riječ koju Jahve uputi Jeremiji kad Nabukodonozor, kralj babilonski, i sva njegova vojska, i sva kraljevstva pod njegovom vlašću, i svi narodi navališe na Jeruzalem i na sve gradove njegove.
2 “યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; ‘જા અને યહૂદિયાના રાજા સિદકિયાને કહે કે, યહોવાહ કહે છે કે; હું આ નગર બાબિલના રાજાના હાથમાં સોંપી દેનાર છું અને તે તેને આગ લગાડીને બાળી મૂકશે.
Ovako govori Jahve, Bog Izraelov: “Idi i govori sa Sidkijom, kraljem judejskim, i reci mu: Ovako govori Jahve: 'Evo, predajem ovaj grad u ruke kralja babilonskoga da ga on ognjem spali.
3 તું તેના હાથમાંથી છૂટી શકશે નહિ. પણ તને બંદી બનાવી લઈ જવાશે તથા તને તેના હાથમાં સોંપાશે. અને તારી અને બાબિલના રાજાની આંખેઆંખ મળશે અને તે તારી સાથે મોઢામોઢ વાત કરશે. અને તું બાબિલમાં જશે.’”
Ni ti nećeš ruci njegovoj umaći. Da, bit ćeš uhvaćen i predat će te u njegove ruke; oči u oči gledat ćeš kralja babilonskoga, usta u usta on će s tobom govoriti i bit ćeš odveden u Babilon.'
4 તેમ છતાં, હે યહૂદિયાના રાજા સિદકિયા તું યહોવાહનું વચન સાંભળ હું યહોવાહ તારા વિષે કહું છું કે, તું તલવારથી મૃત્યુ પામીશ નહિ.
Ali čuj riječ Jahvinu, Sidkija, kralju judejski! Ovo ti poručuje Jahve: 'Nećeš od mača poginuti,
5 પરંતુ તું તારા લોકો મધ્યે શાંતિથી મૃત્યુ પામશે. જેમ તેઓએ તારા પિતૃઓની એટલે તારા પહેલાંના રાજાઓની દહનક્રિયાઓ કરી તેમ તેઓ તારી દહનક્રિયા કરશે. અને તેઓ તને દિલાસો આપશે અને ગાશે કે, “અફસોસ ઓ અમારા પ્રભુ!” આ યહોવાહનું વચન છે.’”
umrijet ćeš u miru! I kao što su tvoje očeve i kraljeve tvoje prethodnike okadili, i tebe će okaditi i naricat će za tobom: 'Jao Gospodaru!' Ja ti to govorim' - riječ je Jahvina.
6 તેથી યર્મિયા પ્રબોધકે યહૂદિયાના રાજા સિદકિયાને આ સર્વ વચન યરુશાલેમમાં કહી સંભળાવ્યાં.
I prorok Jeremija poruči sve ove riječi Sidkiji, kralju judejskom u Jeruzalemu,
7 તે સમયે બાબિલ રાજાનું સૈન્ય યરુશાલેમની સામે તથા યહૂદિયાનાં બાકી રહેલાં નગરો લાખીશ અને અઝેકા નગરોની સામે લડતું હતું. કેમ કે યહૂદિયાનાં નગરોમાંનાં કિલ્લેબંદીવાળાં નગરો આ બે જ હતાં.
dok je vojska kralja babilonskoga navaljivala na Jeruzalem i na preostale gradove Judine - na Lakiš i Azeku, jer još samo oni preostadoše od judejskih utvrđenih gradova.
8 યહૂદિયાના રાજા સિદકિયાએ યરુશાલેમના સર્વ ગુલામોને મુકત કરવાને લગતા કરાર કર્યા પછી યર્મિયાની પાસે યહોવાહનું જે વચન આવ્યું તે આ છે.
Riječ koju Jahve uputi Jeremiji, pošto je kralj Sidkija sa svekolikim narodom jeruzalemskim sklopio savez da im proglasi slobodu,
9 દરેક માણસ પોતાના હિબ્રૂ દાસ દાસીઓને છોડી મૂકે. જેથી કોઈ પણ માણસ તેઓની પાસે એટલે પોતાના યહૂદા ભાઈ બહેનો પાસે સેવા કરાવે નહિ.
da svaki pusti na slobodu svoga roba Hebreja i svoju robinju Hebrejku te da više ni u koga ne bude Hebrej, brat njegov, kao rob.
10 ૧૦ બધા જ સરદારો અને લોકો એવા કરારના બંધનમાં આવ્યા હતા કે, દરેક પોતાના દાસ અને દાસીને મુકત કરે તથા તેઓને હવે ગુલામ તરીકે ન રાખવા એ કરારનું પાલન કરી તેઓએ તેઓને મુક્ત કર્યા.
I svi odličnici i sav narod koji uđoše u ovaj savez pristadoše te svaki pusti na slobodu roba svoga i svoju ropkinju da im više ne robuju. Pristadoše, dakle, i pustiše ih.
11 ૧૧ પણ પાછળથી તેઓનાં મન બદલાઈ ગયાં અને જે દાસો અને દાસીઓને મુક્ત કર્યા હતા તેઓને તેઓએ ફરીથી પોતાના ગુલામ બનાવ્યા. અને તેઓને ગુલામો તરીકે રાખ્યા.
A potom se okrenuše i uzeše opet svoje robove i ropkinje koje bijahu oslobodili pa ih prisiliše da im opet robuju.
12 ૧૨ તેથી યહોવાહ નું વચન યર્મિયાની પાસે આવ્યું અને કહ્યું;
Tada Jahve uputi riječ Jeremiji govoreći:
13 ૧૩ યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; ‘જયારે હું તમારા પિતૃઓને મિસર દેશમાંથી એટલે દાસત્વના ઘરમાંથી બહાર કાઢી લાવ્યો. ત્યારે મેં તેઓની સાથે કરાર કરીને કહ્યું હતું કે,
Ovako govori Jahve, Bog Izraelov: “Ja sam sklopio Savez s ocima vašim u dan kada ih izvedoh iz Egipta, iz zemlje ropstva, govoreći:
14 ૧૪ ‘તારા જે હિબ્રૂભાઈને તેં વેચાતો લીધો છે. અને જેણે છ વર્ષ તમારી ગુલામી કરી હોય, તેને તમારે સાતમે વર્ષને અંતે છોડી મૂકવો.’ પરંતુ તમારા પિતૃઓેએ મારું કહ્યું સાંભળ્યું નહિ અને તેના પર ધ્યાન પણ આપ્યું નહિ.
'Nakon sedam godina neka svaki od vas pusti na slobodu brata svoga Hebreja koji mu se prodao i šest godina kao rob služio.' Ali me vaši oci ne poslušaše i ne htjedoše me čuti.
15 ૧૫ મેં તમને ફરમાવ્યું હતું તે પ્રમાણે મારી દ્દ્ષ્ટિમાં જે યોગ્ય છે તે તમે હમણાં કર્યું છે અને તમારા ગુલામોને મુકત કર્યા છે. અને જે ભક્તિસ્થાન મારા નામથી ઓળખાય છે તેમાં તમે મારી આગળ કરાર કર્યો હતો.
A vi se bijaste obratili i učinili što je pravo u očima mojim, proglasivši slobodu za svakoga bližnjega svoga i preda mnom ste sklopili savez u Domu koji se zove mojim imenom.
16 ૧૬ પરંતુ હવે તમે ફરી ગયા અને મારા નામને અપવિત્ર કર્યું. અને તમે છોડી મૂકેલાં દાસ દાસીઓને તમે પાછાં બોલાવી લીધાં છે. અને ફરી તમારાં ગુલામ બનાવ્યાં.”
A zatim se okrenuste i oskvrnuste ime moje, jer je svaki od vas opet uveo svoga roba i ropkinju koje ste već bili oslobodili, i ponovo ste ih prisilili da vam robuju.”
17 ૧૭ તેથી યહોવાહ કહે છે; તમે પોતાના ભાઈઓને અને પડોશીઓને મુકત કર્યા નથી. તેથી યહોવાહ કહે છે કે “હું તમને તલવાર, દુકાળ અને મરકીને હવાલે કરીશ. પૃથ્વીના સર્વ રાજ્યોમાં હું તેઓને વિખેરી નાખીશ.
Zato ovako govori Jahve: “Vi me ne poslušaste da proglasite slobodu subratu svojemu i bližnjemu. I zato, evo, i ja proglašavam protiv vas slobodu - riječ je Jahvina - maču, kugi i gladi, i učinit ću vas strašilom svim kraljevstvima zemlje.
18 ૧૮ જેઓએ મારા કરારનું ઉલ્લંઘન કર્યુ છે, જેઓએ વાછરડાને બે ટુકડા કરી તેના બે ભાગો વચ્ચેથી જઈને મારી આગળ કરાર કર્યો હતો. પણ તેનાં વચનો પાળ્યાં નથી.
A s ljudima koji razvrgoše Savez moj i ne ispuniše saveza obećana pred mojim licem postupit ću kao s teletom što ga nadvoje rasjekoše te između tih pola prođoše.
19 ૧૯ એટલે યહૂદિયાના તથા યરુશાલેમના સરદારોને, ત્યાંના ખોજાઓને, યાજકોને તથા વાછરડાના બે ભાગો વચ્ચે થઈને ગયેલી દેશની સર્વ પ્રજાને.
Knezove Judeje i Jeruzalema, dvorjane, svećenike i sav narod zemlje što prođoše između pola telećih
20 ૨૦ હું તેઓને તેઓના શત્રુઓના હાથમાં તથા તેઓના જીવ શોધનારના હાથમાં સોંપી દઈશ. અને તેઓનાં મૃતદેહ આકાશના પક્ષીઓ અને ભૂમિનાં જંગલી પશુઓ ખાશે.
predat ću u ruke dušmana koji im rade o glavi, a njihova trupla bit će hrana pticama nebeskim i zvijerima zemaljskim.
21 ૨૧ યહૂદિયાના રાજા સિદકિયાને તથા તેના સરદારોને પણ હું તેઓના શત્રુઓના હાથમાં, એટલે જેઓ તેઓનો સંહાર કરવા માગે છે તેઓના હાથમાં અને બાબિલના રાજાનું જે સૈન્ય તમારી પાસેથી પાછું ગયું છે તેના હાથમાં સોંપી દઈશ.
Sidkiju, kralja judejskoga, i njegove knezove predat ću u ruke dušmana koji im rade o glavi i u ruke vojske kralja babilonskoga, koja se od vas bila povukla.
22 ૨૨ યહોવાહ કહે છે; જુઓ, હું આજ્ઞા કરીને તેઓને આ નગરની પાસે પાછા બોલાવીશ. તેઓ તેની સાથે લડશે અને તેને જીતી લેશે. અને તેઓ તેને આગ લગાડીને બાળી મૂકશે. એ રીતે હું યહૂદિયાના નગરોને વસ્તીહીન તથા ઉજ્જડ કરી નાખીશ.”
Evo, ja ću im zapovjediti - riječ je Jahvina - i vratit ću ih na ovaj grad, i navalit će na nj, osvojiti ga i ognjem spaliti. A gradove judejske obratit ću u pustinju nenastanjenu.”

< ચર્મિયા 34 >