< ચર્મિયા 31 >
1 ૧ યહોવાહ કહે છે, તે સમયે’ “હું ઇઝરાયલના સર્વ કુળનો ઈશ્વર થઈશ અને તેઓ મારા લોક થશે.”
TUHAN berkata, "Akan tiba waktunya Aku menjadi Allah semua suku Israel, dan mereka menjadi umat-Ku.
2 ૨ યહોવાહ આ પ્રમાણે કહે છે કે; “જ્યારે હું ઇઝરાયલને વિશ્રાંતિ આપવા ગયો ત્યારે જે લોકો તલવારથી બચી ગયા છે, તેઓ અરણ્યમાં કૃપા પામ્યા.
Di padang gurun Aku menunjukkan belas kasihan-Ku kepada mereka yang telah luput dari maut. Ketika umat Israel mencari ketenangan,
3 ૩ યહોવાહે દૂર દેશમાં મને દર્શન આપી કહ્યું કે, મેં તારા પર અખંડ પ્રેમ રાખ્યો છે. માટે મેં મારી કૃપા તારા પર રાખીને તને મારા તરફ ખેંચી છે.
dari jauh Aku menampakkan diri-Ku kepada mereka. Hai umat Israel, sejak dulu Aku selalu mengasihi kamu, dan untuk seterusnya Aku akan tetap menunjukkan bahwa Aku selalu mengasihi kamu.
4 ૪ હે ઇઝરાયલની કુમારી હું તને ફરીથી બાંધીશ અને તું પાછી બંધાઈશ. ફરીથી તું કુમારિકાની જેમ ઝાંઝરથી પોતાને શણગારીશ અને આનંદથી નાચતા બહાર જઈશ.
Bangsamu akan Kujadikan jaya seperti dahulu. Sekali lagi kamu akan mengambil rebana, dan menari dengan gembira.
5 ૫ તું ફરીથી સમરુનના પર્વતો પર દ્રાક્ષવાડીઓ રોપશે. અને રોપનારાઓ એનાં ફળ ખાવા પામશે.
Kamu akan membuka kebun anggur di pegunungan Samaria, dan yang menanam akan memetik buahnya pula.
6 ૬ કેમ કે એવો દિવસ આવી રહ્યો છે કે, જ્યારે એફ્રાઇમના પર્વતો પરથી ચોકીદારો પોકાર કરશે કે, ‘ચાલો, આપણે આપણા ઈશ્વર યહોવાહની પાસે સિયોનમાં ચઢી જઈએ.’”
Sungguh, akan tiba waktunya para pengawal kota berseru di pegunungan Efraim, 'Mari kita naik ke Sion, kepada TUHAN Allah kita.'"
7 ૭ યહોવાહ કહે છે કે; “યાકૂબને માટે આનંદપૂર્વક ગાઓ! પ્રજાઓમાં જે મુખ્ય છે તેને માટે હર્ષનાદ કરો. પ્રગટ કરીને સ્તુતિગાન કરીને કહો, યહોવાહ તમારા લોકોને ઇઝરાયલના બાકી રહેલાને બચાવો.’
TUHAN berkata, "Bernyanyilah gembira bagi Israel, umat-Ku--bangsa yang terutama dari segala bangsa. Nyanyikanlah kidung pujian, dan beritakanlah: 'TUHAN telah menyelamatkan yang tersisa dari umat-Nya.'
8 ૮ જુઓ, હું તેઓને ઉત્તરમાંથી લાવીશ અને પૃથ્વીના છેડાઓથી તેઓને એકત્ર કરીશ. તેઓમાં અંધજનો અને અપંગો હશે; ગર્ભવતી તથા જન્મ આપનારી સર્વ એકઠાં થશે. તેઓનો મોટો સમુદાય અહીં પાછો ફરશે.
Dari utara Kubawa mereka kembali; Kukumpulkan mereka dari ujung-ujung bumi. Orang buta dan orang lumpuh akan ikut dengan mereka, juga wanita yang baru melahirkan dan yang hamil tua. Mereka semua akan datang kembali dalam jumlah yang besar ke negeri ini.
9 ૯ તેઓ રડતાંકકળતાં વિનંતીઓ કરતાં આવશે. હું તેમને ઠોકર ન વાગે એવા સપાટ રસ્તે વહેતાં ઝરણાં આગળ ચલાવીશ. કેમ કે હું ઇઝરાયલનો પિતા છું, એફ્રાઇમ મારો જયેષ્ઠ દીકરો છે.”
Mereka berjalan dengan bercucuran air mata, Kuhibur dan Kubimbing mereka. Kubawa mereka melalui tempat-tempat yang banyak airnya, melalui jalan rata di tempat mereka tak akan tersandung. Bagi Israel, aku bagaikan ayah; Efraim adalah putra-Ku yang sulung."
10 ૧૦ હે પ્રજાઓ, તમે યહોવાહના વચન સાંભળો અને દૂર દૂરના દ્વીપોને તે પ્રગટ કરો. જેણે ઇઝરાયલના લોકોને વેરવિખેર કરી નાખ્યા હતા તે પોતે જ તેઓને એકત્ર કરશે. અને પોતાનાં ટોળાંની ઘેટાંપાળકની જેમ સંભાળ લેશે.
TUHAN berkata, "Dengarlah hai bangsa-bangsa! Sampaikanlah pesan-Ku ke seberang lautan: Umat-Ku yang telah Kuceraiberaikan akan Kukumpulkan dan Kupelihara seperti gembala menjaga dombanya.
11 ૧૧ કારણ કે યહોવાહે યાકૂબને બચાવ્યો છે. અને તેના કરતાં બળવાનના હાથમાંથી તેને છોડાવ્યો છે.
Umat Israel telah Kuselamatkan, dan Kubebaskan dari bangsa yang kuat.
12 ૧૨ તેઓ આનંદના પોકાર કરતા સિયોનના પર્વત પર આવશે. અને યહોવાહે આપેલા ધાન્ય, દ્રાક્ષારસ, તેલ અને ટોળાં અને જાનવરો સમૃદ્ધિથી ખુશખુશાલ થશે. તેમનું જીવન સીંચેલી વાડી જેવું થશે અને તેઓનાં સર્વ દુ: ખો દૂર થઈ ગયાં હશે.
Ke Bukit Sion mereka akan datang dengan muka yang berseri-seri, sambil menyanyi dengan riang karena semua pemberian-Ku kepada mereka, yaitu gandum, minyak, anggur, sapi dan domba. Mereka akan seperti taman yang cukup airnya, dan tidak kekurangan apa-apa.
13 ૧૩ ત્યારે કુમારિકાઓ આનંદ સાથે નાચી ઊઠશે અને યુવાનો તથા વૃદ્ધો હરખાશે; “કેમ કે હું તેઓના શોકને હર્ષમાં ફેરવી નાખીશ, હું તેઓને ખાતરી આપીશ અને તેઓને હર્ષિત કરીશ, કેમ કે તેઓનાં બંદીવાસનાં સર્વ દુ: ખો દૂર થઈ ગયાં હશે.
Pada waktu itu gadis-gadis akan menari dengan bersuka hati. Orang tua dan orang muda sama-sama berbahagia, sebab Aku akan menghibur mereka. Duka mereka Kuubah menjadi kesukaan, kesedihan Kuubah menjadi kebahagiaan.
14 ૧૪ હું યાજકોને પુષ્કળ ખોરાક આપીશ. અને મારી પ્રજા મેં આપેલી ઉત્તમ વસ્તુઓથી ભરાઈ જશે. એવું યહોવાહ કહે છે.
Para imam akan Kupuaskan dengan makanan berkelimpahan; dan semua yang umat-Ku perlukan akan Kuberikan. Aku, TUHAN, yang mengatakan."
15 ૧૫ યહોવાહ કહે છે કે; રામામાં ભારે રુદનનો અવાજ સંભળાય છે, રાહેલ પોતાના સંતાનો માટે રડે છે. પોતાના સંતાનો સંબંધી તે સાંત્વના પામવાની ના પાડે છે. કેમ કે તેનાં સંતાનો મૃત્યુ પામ્યાં છે.”
TUHAN berkata, "Di Rama terdengar suara ratapan, dan keluh kesah yang diliputi kepedihan. Rahel meratapi anak-anaknya, ia tak mau dihibur sebab mereka sudah tiada.
16 ૧૬ પરંતુ યહોવાહ કહે છે; વિલાપ કરીને રુદન કરવાનું બંધ કર, તારાં આંસુ લૂછી નાખ; તારાં કષ્ટો વ્યર્થ નહિ જાય, તારાં બાળકો શત્રુના દેશમાંથી પાછા આવશે.
Hentikan tangismu dan keringkan air matamu! Takkan sia-sia jerih payahmu untuk anak-anakmu. Bagimu akan ada ganjaran, anak-anakmu pulang dari negeri lawan.
17 ૧૭ તારા ભવિષ્ય માટે આશા છે” તારાં સંતાનો પોતાના દેશમાં પાછાં આવશે, એમ યહોવાહ કહે છે.”
Ada harapan bagimu di masa depan; anak-anakmu akan kembali ke kampung halaman.
18 ૧૮ “નિશ્ચે મેં એફ્રાઇમને પોતાના સંબંધમાં વિલાપ કરતો સાંભળ્યો છે; ‘તમે મને સજા કરી છે; પણ જેમ વાછરડાને ઝૂંસરી માટે પલોટવો પડે છે તેમ મને પણ સજા થઈ છે. મને તમારી તરફ પાછો વાળો અને પુન: સ્થાપિત કરો, કેમ કે ફક્ત તમે જ મારા યહોવાહ ઈશ્વર છો.
Kudengar umat Israel berkata penuh kesedihan, 'Ya TUHAN, kami seperti hewan yang belum dijinakkan tapi Kaulatih kami untuk patuh, dan sekarang kami siap untuk balik kepada-Mu. Jadi, bawalah kami kembali, ya TUHAN, Allah kami.
19 ૧૯ મને જ્યારે સમજાયુ કે મેં શું કર્યું છે, ત્યારે મેં મારી જાંઘ પર થબડાકો મારી; હું લજ્જિત અને અપમાનિત થયો છું, કેમ કે, જ્યારે હું જુવાન હતો ત્યારે મેં બદનામીવાળા કામો કર્યાં હતાં.’
Engkau telah kami belakangi, tapi perbuatan itu kami sesali. Setelah Engkau menghukum kami, kepala kami tertunduk karena sedih. Kami malu dan menjadi hina karena telah berdosa pada masa muda.'
20 ૨૦ શું એફ્રાઇમ મારો લાડકો દીકરો છે? શું તે પ્રિય દીકરો છે? હું જ્યારે તેની વિરુદ્ધ બોલું છું ત્યારે પાછો તને યાદ કરું છું. અને મારું હૃદય તને ઝંખે છે. હું ચોક્કસ તારા પર અનુકંપા બતાવીશ. એમ યહોવાહ કહે છે.
Israel, engkau anak kesayangan-Ku, anak tercinta, buah hati-Ku. Setiap kali Aku mengancammu Aku selalu ingat padamu dengan rindu. Engkau akan Kuperlakukan dengan penuh belas kasihan.
21 ૨૧ જ્યારે તું બંદીવાસમાં જાય ત્યારે રસ્તામાં ઇઝરાયલનો માર્ગ સૂચવતાં નિશાન કર. અને માર્ગદર્શક સ્તંભો બનાવ. તું જે રસ્તે ગઈ હતી તે બરાબર ધ્યાનમાં રાખ. કેમ કે હે ઇઝરાયલની કુમારી, તું ફરીથી તારાં નગરોમાં અહીં પાછી ફરશે.
Tandailah jalan-jalan, pasanglah rambu-rambu carilah jalan yang kautempuh dahulu. Hai, Israel, pulanglah! Kembalilah ke kota-kotamu yang semula.
22 ૨૨ હે ભટકી ગયેલી દીકરી, તું ક્યાં સુધી અહીંતહીં રઝળતી રહીશ? કેમ કે યહોવાહે પૃથ્વી પર એક નવી વાત ઉત્પન્ન કરી છે. સ્ત્રી બળવાન પુરુષનું રક્ષણ કરશે.
Sampai kapan kau terus ragu-ragu, hai bangsa yang tak setia kepada-Ku? Aku telah menciptakan sesuatu yang baru di dunia, sesuatu yang ganjil--seganjil wanita melindungi pria."
23 ૨૩ સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે; “જ્યારે હું તેઓનો બંદીવાસ ફેરવી નાખીશ ત્યારે યહૂદિયા દેશમાં અને તેના નગરોમાં લોકો આ વચન ઉચ્ચારશે કે, ન્યાયનિકેતન હે પવિત્રપર્વત, ‘યહોવાહ આશીર્વાદિત કરો.’
TUHAN Yang Mahakuasa, Allah Israel berkata, "Apabila umat-Ku sudah Kujadikan jaya seperti dahulu, maka di negeri Yehuda dan di desa-desanya akan terdengar lagi orang berkata, 'Semoga TUHAN memberkati bukit suci di Yerusalem tempat kediaman yang khusus bagi-Nya.'
24 ૨૪ અને યહૂદિયા તથા તેના બધા નગરોમાંનાં ખેડૂતો અને ભરવાડો તેમના ટોળાં સાથે ભેગા રહેશે.
Orang akan tinggal di Yehuda dan di desa-desanya. Di sana akan ada petani dan peternak dengan sapi dan dombanya.
25 ૨૫ મેં થાકેલાં જીવને વિશ્રામ આપ્યો છે. અને દુઃખી જીવને સમૃદ્ધ કર્યાં છે.”
Mereka yang lelah akan Kusegarkan, dan yang lesu karena kelaparan akan Kukenyangkan.
26 ૨૬ ત્યારબાદ હું જાગ્યો અને મેં જોયું તો મારી ઊંઘ મને મીઠી લાગી.
Pada waktu itu orang akan berkata, 'Setelah tidur nyenyak, aku merasa segar.'
27 ૨૭ યહોવાહ કહે છે “જુઓ, એવા દિવસો આવી રહ્યા છે કે “જ્યારે હું ઇઝરાયલમાં અને યહૂદિયામાં માણસોનું બી તથા પશુનું બી વાવીશ.
Aku, TUHAN, berkata bahwa akan tiba masanya negeri Israel dan Yehuda Kupenuhi dengan manusia dan hewan.
28 ૨૮ ત્યારે એમ થશે કે જેમ ઉખેડી નાખવા, ખંડન કરવા, તોડી પાડવા, નાશ કરવા, અને દુઃખ દેવાને મેં તેઓ પર નજર કરી હતી. તેમ હવે બાંધવા અને રોપવા હું તેઓના પર નજર રાખીશ.” એવું યહોવાહ કહે છે.
Sebagaimana dahulu Aku telah menjaga mereka supaya kemudian Aku mencabut, meruntuhkan dan menghancurkan mereka, begitu pula Aku akan menjaga mereka supaya Aku meneguhkan dan bangun mereka kembali.
29 ૨૯ “તે દિવસ પછી કોઈ એમ નહિ કહે કે, ‘પિતાઓએ ખાટી દ્રાક્ષા ખાધી છે અને બાળકોના દાંત ખટાઈ ગયા છે.’
Pada waktu itu orang tidak akan berkata lagi, 'Orang tua makan buah yang asam, gigi anaknya yang merasa ngilu,'
30 ૩૦ કેમ કે દરેક માણસ પોતાના પાપને લીધે મરશે; જે માણસો ખાટી દ્રાક્ષ ખાશે તેઓના દાંત ખટાઈ જશે.
melainkan siapa makan buah yang asam, dia sendirilah yang akan ngilu giginya. Setiap orang akan mati karena dosanya sendiri."
31 ૩૧ યહોવાહ કહે છે કે, જુઓ, એવો સમય આવી રહ્યો છે કે “જ્યારે હું ઇઝરાયલ અને યહૂદિયા સાથે નવો કરાર કરીશ.
TUHAN berkata, "Akan tiba masanya Aku membuat perjanjian yang baru dengan umat Israel dan Yehuda.
32 ૩૨ મેં જ્યારે એમના પિતૃઓને હાથ પકડીને મિસરમાંથી બહાર કાઢ્યાં હતા ત્યારે તેઓની સાથે જે કરાર કર્યો હતો તેવો આ કરાર નહિ હોય. હું તેઓનો વિશ્વાસુ માલિક હોવા છતાં પણ તેમણે મારા કરારનું ઉલ્લંઘન કર્યુ છે.” એવું યહોવાહ કહે છે.
Tapi perjanjian itu bukan seperti perjanjian yang Kubuat dengan leluhur mereka ketika Kutuntun mereka keluar dari Mesir. Sekalipun Aku seperti seorang suami bagi mereka, namun mereka mengingkari perjanjian-Ku dengan mereka.
33 ૩૩ “પણ યહોવાહ કહે છે હવે પછી ઇઝરાયલના લોકો સાથે જે કરાર કરીશ તે આ હશે “હું મારા નિયમો તેમના હ્રદયમાં મૂકીશ. અને તેઓનાં હૃદયપટ પર તે લખીશ. હું તેઓનો ઈશ્વર થઈશ. અને તેઓ મારા લોક થશે.
Inilah perjanjian baru yang akan Kubuat dengan umat Israel: Hukum-hukum-Ku akan Kutaruh di dalam batin mereka, dan Kutulis pada hati mereka. Aku akan menjadi Allah mereka, dan mereka akan menjadi umat-Ku.
34 ૩૪ તે સમયે ‘યહોવાહને ઓળખવા માટે!’ એકબીજાને શીખવવાની જરૂર રહેશે નહિ, કેમ કે ત્યારે નાનાથી મોટા સુધી સૌ કોઈ મને ઓળખશે.” “હું તેઓનાં દુષ્કૃત્યો માફ કરીશ અને તેમના પાપને ફરી સંભારીશ નહિ. એમ યહોવાહ કહે છે.”
Tak perlu lagi seorang pun dari mereka mengajar sesamanya untuk mengenal TUHAN. Sebab mereka semua, besar kecil, akan mengenal Aku. Kesalahan-kesalahan mereka akan Kulupakan, dosa-dosa mereka akan Kuampuni. Aku, TUHAN, telah berbicara."
35 ૩૫ “જેણે દિવસે પ્રકાશ આપવા માટે સૂર્ય અને રાત્રે પ્રકાશ આપવા માટે ચંદ્ર અને તારાઓ આપ્યા છે, જે સાગરને એવો ખળભળાવે છે કે તેનાં તરંગો ગર્જના કરી ઊઠે, જેનું નામ સૈન્યોના યહોવાહ છે તે આમ કહે છે;
Matahari disediakan TUHAN untuk menerangi siang; bulan dan bintang-bintang untuk menerangi malam. Laut diaduknya sehingga gelombang bergelora, TUHAN Yang Mahakuasa, itulah namanya.
36 ૩૬ “યહોવાહ કહે છે કે, જો મારી આગળ આ નિયમનો ભંગ થાય, “તો જ ઇઝરાયલનાં સંતાનો પણ હંમેશ મારી પ્રજા તરીકે ગણાતાં બંધ થાય.”
TUHAN berjanji, "Selama hukum alam tak berubah Israel pun akan tetap ada sebagai bangsa.
37 ૩૭ યહોવાહ આ પ્રમાણે કહે છે કે; “જો ઉપરનું આકાશ માપી શકાય, અને નીચે પૃથ્વીના પાયાને શોધી શકાય, તો ઇઝરાયલના સંતાનોએ જે જે કર્યું છે, તે સર્વને માટે હું પણ તે સંતાનોનો ત્યાગ કરીશ.” એવું યહોવાહ કહે છે.
Sekiranya suatu waktu langit dapat diukur, dan dasar bumi dapat diselidiki, pada waktu itulah Israel akan Kutolak karena segala perbuatan mereka yang jahat. Aku, TUHAN, telah berbicara."
38 ૩૮ “જુઓ, યહોવાહ કહે છે, એવો સમય આવી રહ્યો છે કે તે સમયમાં આ નગર હનાનએલના બુરજથી તે ખૂણાના દરવાજા સુધી ફરી બાંધવામાં આવશે.
TUHAN berkata, "Akan tiba masanya seluruh Yerusalem dibangun kembali sebagai kota-Ku, dari Menara Hananeel sampai ke Pintu Gerbang Sudut.
39 ૩૯ વળી સીધે રસ્તે માપવાની દોરી ઠેઠ ગોરેબ પર્વત સુધી પહોંચશે. અને ત્યાંથી વળીને ગોઆહ સુધી જશે.
Dari situ garis batasnya menuju ke Bukit Gareb, lalu membelok ke Goa.
40 ૪૦ મૃતદેહો તથા રાખની આખી ખીણ કિદ્રોનના વહેળા સુધીનાં સર્વ ખેતરસહિત, પૂર્વ તરફ ઘોડા ભાગળના ખૂણા સુધી યહોવાહને સારુ પવિત્ર થશે. તે ફરી કદી પણ ઉખેડવામાં આવશે નહિ અને પાડી નાખવામાં આવશે નહિ.”
Seluruh lembah itu, yang dipakai sebagai kuburan dan tempat pembuangan sampah, dan semua ladang di tepi Sungai Kidron sampai ke Pintu Gerbang Kuda ke arah timur, akan dikhususkan untuk Aku. Kota Yerusalem tidak akan diruntuhkan lagi atau dihancurkan."