< ચર્મિયા 29 >
1 ૧ ત્યારે બંદીવાસમાં ગયેલાઓમાંના બાકી રહેલા વડીલો, ત્યાંના યાજકો, પ્રબોધકો તથા જે લોકોને નબૂખાદનેસ્સાર યરુશાલેમમાંથી બાબિલમાં લઈ ગયો ત્યારે યર્મિયા પ્રબોધકે આપેલા વચનો.
१बंदिवान करून नेलेल्यांतील राहिलेले वडील याजक, संदेष्टे आणि यरूशलेमेमधून बाबेलास ज्यास नबुखद्नेस्सराने कैद करून नेले होते, त्या सर्व लोकांस यिर्मया संदेष्ट्याने यरूशलेमेहून पत्र पाठवले.
2 ૨ યકોન્યા રાજા, રાજમાતા, ઉચ્ચ અધિકારીઓએ, યહૂદિયા અને યરુશાલેમના આગેવાનો, કુશળ કારીગરો તથા લુહારો બાબિલમાંથી ગયા પછી,
२राजा यकन्या, राजमाता, व उच्च अधिकारी, यहूदाचे व यरूशलेमेचे नेते, व कारागीर हे यरूशलेमेमधून निघून गेल्यावर यिर्मयाने हे पत्र पाठवले.
3 ૩ તે બધાની પાસે યર્મિયા પ્રબોધકે, શાફાનનો પુત્ર એલાસા તથા જેને યહૂદિયાના રાજા સિદકિયાએ બાબિલમાં, બાબિલના રાજા નબૂખાદનેસ્સારની પાસે મોકલ્યો હતો, તે હિલ્કિયાનો દીકરો ગમાર્યા તે બન્નેની સાથે જે પત્ર મોકલ્યો, તેમાં આ પ્રમાણે લખેલું છે.
३ज्यांना यहूदाचा राजा सिद्कीया याने बाबेलाचा राजा नबुखद्नेस्सर याच्याकडे एलास शाफानाचा व गमऱ्या हिल्कीयाचा मुलगा यांच्या हस्ते पत्र पाठवले.
4 ૪ જે બંદીવાનોને યરુશાલેમથી બાબિલના બંદીવાસમાં મોકલી દીધા છે તે સર્વને “સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે;
४पत्रात असे म्हटले, ज्यांना मी यरूशलेमेहून कैद करून बाबेलास नेण्यास लावले त्या सर्वांना सेनाधीश परमेश्वर, इस्राएलाचा देव असे सांगतो,
5 ૫ ‘તમે ઘરો બાંધો અને તેમાં રહો, દ્રાક્ષાની વાડીઓ રોપો અને તેનાં ફળો ખાઓ.
५“घरे बांधून त्यामध्ये राहा. बागे लावा आणि त्याचे फळ खा.
6 ૬ તમે પરણો અને સંતાનોને જન્મ આપો. પછી તમારાં દીકરા-દીકરીઓને પરણાવો. જેથી તેઓ પણ સંતાનો પેદા કરે. તમે વૃદ્ધિ પામો, ઓછા ન થાઓ.
६स्त्रिया करा, आणि मुलाला व मुलीला जन्म द्या, नंतर आपल्या मुलांसाठी स्त्रिया करून द्या आणि तुमच्या मुलींना नवरे करून द्या. त्यांनी मुलांना व मुलींना जन्म द्यावा. तेथे तुम्ही वाढा, कमी होऊ नका.
7 ૭ તે શહેરની શાંતિ અને સમૃદ્ધિ માટે કાર્ય કરો. જ્યાં મેં તમને દેશનિકાલ કર્યા છે. તેના માટે પ્રાર્થના કરો. કારણ કે જ્યારે તે સમૃદ્ધ થશે ત્યારે તમે પણ આબાદ થશો.”
७मी ज्या नगरांत तुम्हास बंदिवान करून न्यायला लावले त्याच्या शांतीसाठी झटा आणि त्यांच्यावतीने माझ्याबरोबर मध्यस्थी करा. कारण त्यांच्या शांतीत तुमची शांती आहे.”
8 ૮ હું ઇઝરાયલનો ઈશ્વર, સૈન્યોના યહોવાહ, તમને કહું છું કે, ‘તમારા પ્રબોધકોથી કે જોશીઓથી છેતરાશો નહિ, તેઓનાં સ્વપ્નો પર ધ્યાન આપશો નહિ.
८कारण सेनाधीश परमेश्वर, इस्राएलाचा देव, असे म्हणतो, “तुमच्यामध्ये असलेले तुमचे संदेष्टे आणि ज्योतिषीह्न्जी यांनी तुम्हास फसवू नये आणि तुम्ही ज्यास आपली स्वप्ने पाहण्यास लावता त्याचे तुम्ही ऐकू नका.
9 ૯ કેમ કે તે લોકો મારે નામે જૂઠું ભવિષ્ય ભાખે છે. મેં તેઓને મોકલ્યા નથી’ એમ યહોવાહ કહે છે.
९कारण ते माझ्या नामाने लबाड भविष्य सांगतात. मी त्यांना बाहेर पाठविले नाही.” असे परमेश्वर म्हणतो.
10 ૧૦ કેમ કે યહોવાહ કહે છે કે; બાબિલમાં સિત્તેર વર્ષ પૂરાં થયા પછી હું તમારી મુલાકાત લઈશ. તમને આ સ્થળે લાવીને તમને આપેલું મારું ઉત્તમ વચન પૂરું કરીશ.
१०कारण परमेश्वर असे म्हणतो, जेव्हा बाबेलाच्या राज्यास सत्तर वर्षे होतील, मी तुम्हास मदत करील आणि तुम्हास या स्थळी परत आणण्याचे सुवचन मी पूर्ण करीन.
11 ૧૧ કેમ કે તમારા માટે મારા જે ઇરાદાઓ હું રાખું છું તે હું જાણું છું’ એમ યહોવાહ કહે છે. તે ઇરાદાઓ ભવિષ્યમાં તમને આશા આપવા માટે ‘વિપત્તિને લગતા નહિ પણ શાંતિને લગતા છે.
११कारण परमेश्वर असे म्हणतो की, तुमच्याविषयी माझ्या मनात ज्या योजना आहेत त्या मी जाणतो; त्या योजना तुमच्या हिताच्या आहेत आणि अनिष्टासाठी नाहीत, त्या तुम्हास भविष्य व आशा देणाऱ्या आहेत.
12 ૧૨ ત્યારે તમે મને હાંક મારશો અને તમે જઈને પ્રાર્થના કરશો તો હું તમારું સાંભળીશ.
१२मग तुम्ही माझा धावा कराल आणि जाऊन माझी प्रार्थना कराल आणि तेव्हा मी तुमचे ऐकेन.
13 ૧૩ તમે મને શોધશો અને ખરા હૃદયથી મને શોધશો તો મને પામશો.
१३कारण जेव्हा तुम्ही आपल्या संपूर्ण हृदयाने मला शोधाल, तेव्हा मी तुम्हास सापडेन.
14 ૧૪ યહોવાહ કહે છે, હું તમને મળીશ’ અને તમારો બંદીવાસ ફેરવી નાખીશ. અને જે પ્રજાઓમાં અને જે સ્થળોમાં મેં તમને નસાડી મૂક્યા છે’ ‘ત્યાંથી હું તમને પાછા એકઠા કરીશ.’ એમ યહોવાહ કહે છે.
१४परमेश्वर असे म्हणतो की मग मी तुम्हास प्राप्त होईल. “मी तुम्हास बंदिवासातून परत आणीन आणि ज्या सर्व राष्ट्रांत व सर्व स्थानात मी तुम्हास विखरविले त्यातून मी तुम्हास एकवटीन आणि ज्या स्थानातून मी तुम्हास कैद करून नेले आहे त्याकडे मी तुम्हास परत आणीन.” असे परमेश्वर म्हणतो.
15 ૧૫ પણ તમે કહ્યું છે કે, યહોવાહે અમારે સારુ બાબિલમાં પણ પ્રબોધકો ઊભા કર્યા છે,
१५“कारण तुम्ही म्हटले आहे की, परमेश्वराने आम्हासाठी बाबेलामध्ये संदेष्टे उत्पन्न केले आहेत.”
16 ૧૬ જે રાજા દાઉદના રાજ્યાસન પર બેઠેલો છે તેના વિષે તથા જે આ શહેરમાં રહે છે, એટલે તમારા જે ભાઈઓ તમારી સાથે બંદીવાસમાં આવ્યા નથી તે સર્વ વિષે યહોવાહ કહે છે.
१६दावीदाच्या सिंहासनावर जो बसला आहे त्याच्याविषयी आणि जे लोक त्या नगरात राहतात, तुमचे बांधव जे बंदिवासात तुमच्याबरोबर बाहेर गेले नाहीत, त्या सर्वांविषयी परमेश्वर म्हणतो,
17 ૧૭ સૈન્યોના યહોવાહ કહે છે કે; ‘જુઓ, હું તેઓ પર તલવાર, દુકાળ અને મરકી મોકલીશ. હું તેઓને ખાઈ ન શકાય એવાં સડેલાં અંજીર જેવા બનાવી દઈશ.
१७सेनाधीश परमेश्वर असे म्हणतो की, पाहा, मी त्यांच्यावर तलवार, दुष्काळ आणि आजार पाठवीन. कारण मी त्यांना कुजलेल्या अंजिरासारखे करीन जे खाण्याससुद्धा घाणेरडे असते.
18 ૧૮ અને હું તલવાર, દુકાળ અને મરકીથી તેઓનો પીછો કરીશ અને પૃથ્વીના સર્વ રાજ્યોમાં હું તેઓને વેરવિખેર કરી નાખીશ. જે દેશોમાં મેં તેઓને હાંકી કાઢ્યા છે. તે સર્વમાં તેઓ શાપ, વિસ્મય અને હાંસીરૂપ તથા નિંદારૂપ થાય.
१८आणि मी त्यांचा तलवार, दुष्काळ आणि मरीने पाठपुरावा करीन आणि पृथ्वीवरील सर्व राज्याच्या दृष्टीने दहशत पोहचेल असे मी त्यांना करीन. मी त्यांना ज्या राष्ट्रात विखरविले आहे तेथे भयंकर भीती, शाप व निंदा व उपहास या गोष्टींचे ते विषय होतील.
19 ૧૯ આ બધું એટલા માટે બન્યું છે કે તેઓએ મારાં વચનો સાંભળ્યા નહિ’ એમ યહોવાહ કહે છે. ‘પ્રબોધકો મારફતે મેં વારંવાર તેઓની સાથે વાત કરી પણ તેઓએ મારું સાંભળ્યું નહિ.’ એમ યહોવાહ કહે છે.
१९परमेश्वर असे म्हणतो, याचे कारण हे आहे की, मी आपले सेवक संदेष्टे यांच्याद्वारे माझी वचने पाठवली, तरी त्यांनी माझे ऐकले नाही. मी वारंवार त्यांना पाठवले पण तुम्ही ऐकले नाही, असे परमेश्वर म्हणतो.
20 ૨૦ માટે યરુશાલેમમાંથી જે બંદીવાનો મેં બાબિલ મોકલ્યા છે તે તમે સર્વ યહોવાહના વચનો સાંભળો.
२०“तर बंदिवानानो ज्या तुम्हास यरूशलेमेहून बाबेलास पाठविले ते तुम्ही परमेश्वराचे वचन ऐका.”
21 ૨૧ સૈન્યો યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે; કોલાયાનો દીકરો આહાબ અને માસેયાનો દીકરો સિદકિયા જેણે તમને મારા નામે ખોટી રીતે ભવિષ્ય ભાખ્યું હતું તેઓના માટે આમ કહે છે. જુઓ, તેઓનો જાહેરમાં શિરચ્છેદ થાય માટે હું તેઓને બાબિલના રાજા નબૂખાદનેસ્સારના હાથમાં સોંપીશ. અને તે તમારા દેખતાં તેઓને મારી નાખશે.
२१कोलायाचा मुलगा अहाब व मासेयाचा मुलगा सिद्कीया, ते माझ्या नावाने खोटे भविष्य सांगतात, यांच्याविषयी इस्राएलाचा देव सेनाधीश परमेश्वर असे म्हणतो, पाहा, मी त्यांना बाबेलाचा राजा नबुखद्नेस्सराच्या हाती देईन. आणि तो त्यास तुमच्या डोळ्यांसमोर ठार करील.
22 ૨૨ અને તેઓ પરથી સિદકિયા અને આહાબને બાબિલના રાજાએ જીવતા બાળી મૂક્યા, ‘તેઓના જેવા યહોવાહ તારા હાલ કરો,’ એવો શાપ યહૂદિયાના જે બંદીવાનો બાબીલમાં છે તેઓ સર્વ આપશે.’
२२नंतर यहूदाचे जे सर्व बंदिवान करून बाबेलात नेलेल्या या मनुष्यांविषयी हा शाप म्हणतील, सिद्कीया व अहाब यांना बाबेलाच्या राजाने अग्नीवर भाजले तसे परमेश्वर तुला करो.
23 ૨૩ કેમ કે તેઓએ ઇઝરાયલમાં મોટી મૂર્ખામી કરી છે. તેઓએ પોતાના પડોશીઓની સ્ત્રીઓ સાથે વ્યભિચાર કર્યો છે અને મારા નામે જૂઠાણું પ્રગટ કર્યું હું એ વાતો જાણું છું; અને સાક્ષી છું.” એમ યહોવાહ કહે છે.
२३हे यासाठी होईल की, कारण त्यांनी इस्राएलामध्ये लज्जास्पद गोष्टी केल्यात, आपल्या शेजाऱ्यांच्या बायकांबरोबर व्यभिचार केला आणि जे मी त्यांना आज्ञापिले नाही ते वचन ते खोटेपणाने माझ्या नावाने बोलले आहेत. कारण जो मी एक आहे तो जाणतो. असे परमेश्वर म्हणतो.
24 ૨૪ શમાયા નેહેલામીને તું કહેજે કે;
२४शमाया नेहेलमकराबद्दल, हे सांग,
25 ૨૫ સૈન્યોના યહોવાહ ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; તેં તારે પોતાને નામે યરુશાલેમના સર્વ લોકો ઉપર માસેયાના દીકરા સફાન્યા યાજક અને બધા યાજકો પર પત્ર લખી કહેડાવ્યું કે,
२५सेनाधीश परमेश्वर, इस्राएलाचा देव, हे म्हणतो, कारण जे सर्व लोक यरूशलेमेत आहेत त्यांच्याकडे व मासेयाचा मुलगा याजक सफन्या व सर्व याजक यांच्याकडे तू आपल्या नावाने पत्रे पाठवून व म्हटले,
26 ૨૬ “યહોવાહે યાજક યહોયાદાને સ્થાને તને યાજક નીમ્યો છે કે જેથી તમે યહોવાહના ભક્તિસ્થાનના અધિકારી થાઓ. અને જે કોઈ માણસ ઘેલો છતાં પોતાને પ્રબોધક તરીકે કહેવડાવતો હોય તેને તું બેડી પહેરાવી કેદમાં નાખ.
२६परमेश्वराने तुला यहोयादाच्या जागी याजक म्हणून नेमले आहे. यासाठी की, परमेश्वराच्या मंदिराचा तू अधिकारी असावे. जो कोणी वेडा होऊन आपणास संदेष्टा करतो, ते सर्व लोक तुझ्या नियंत्रणात आहेत. तू त्यांना खोड्यात अडकवून व बेडी घालावी.
27 ૨૭ તો પછી અનાથોથી યર્મિયા જે તમારી આગળ પોતાને પ્રબોધક મનાવે છે તેને ઠપકો કેમ નથી આપતા?
२७म्हणून आता, अनाथोथकर यिर्मया जो आपणास तुम्हासमोर संदेष्टा म्हणवतो त्यास तू का धमकावले नाहीस?
28 ૨૮ કેમ કે બાબિલમાં તેણે અમારા પર સંદેશો મોકલ્યો કે, ‘અમારો બંદીવાસ લાંબા સમય સુધીનો છે. તમે ઘર બનાવી અહીં વસો અને વાડીઓ રોપીને તેના ફળો ખાઓ.’
२८कारण त्याने बाबेलास आम्हाकडे पत्र पाठवले व म्हटले की, “बंदिवास दीर्घकाळ राहील, म्हणून घरे बांधा, वस्ती करा, बागा लावा व त्याची फळे खा.”
29 ૨૯ સફાન્યા યાજકે આ પત્ર યર્મિયા પ્રબોધકને વાંચી સંભળાવ્યો.
२९सफन्या याजकाने हे पत्र यिर्मया संदेष्ट्याला ऐकू येईल असे वाचले.
30 ૩૦ ત્યારે યહોવાહનું વચન યર્મિયા પાસે આ પ્રમાણે આવ્યું કે;
३०मग यिर्मयाकडे परमेश्वराचे वचन आले आणि म्हणाले,
31 ૩૧ “સર્વ બંદીવાનો ઉપર સંદેશો મોકલાવી અને કહે કે, શામાયા નેહેલામી વિષે યહોવાહ આ પ્રમાણે કહે છે; શમાયાએ મારા મોકલ્યા વગર તમને ભવિષ્ય કહ્યું છે. અને તેણે જૂઠી વાત પર તમારી પાસે વિશ્વાસ કરાવ્યો છે,
३१“सर्व बंदिवासांतल्या लोकांस निरोप पाठव व सांग, नेहेलमकर घराण्यातील शमाया याच्याबद्दल परमेश्वर असे म्हणतो ‘कारण शमायाने तुम्हास भविष्य सांगितले आहे पण मी त्यास पाठविलेले नाही. कारण तुम्ही खोट्यावर विश्वास ठेवावा, असे त्याने केले आहे.
32 ૩૨ માટે યહોવાહ કહે છે કે; જુઓ, હું શમાયા નેહેલામીને અને તેના સંતાનોને શિક્ષા કરીશ, તેના વંશજોમાંથી કોઈ આ પ્રજામાં વસવા પામશે નહિ અને મારા લોકનું જે હિત કરીશ તે જોવા પામશે નહિ.’ ‘કેમ કે તેણે યહોવાહની વિરુદ્ધ બંડ કર્યું છે એવું યહોવાહ કહે છે.’”
३२म्हणून परमेश्वर असे म्हणतो की, पाहा, मी शमाया नेहेलमकराला आणि त्याच्या वंशजाला शिक्षा करीन. या लोकांमध्ये वस्ती करायला त्याचा कोणी उरणार नाही. मी आपल्या लोकांसाठी जे चांगले करीन ते तो पाहणार नाही. कारण त्याने परमेश्वराविरूद्ध गैरविश्वासाचे भाषण केले आहे. असे परमेश्वर म्हणतो.