< ચર્મિયા 28 >
1 ૧ વળી તે જ વર્ષે યહૂદિયાના રાજા સિદકિયાના શાસનકાળના શરૂઆતમાં ચોથા વર્ષના પાંચમા મહિનામાં ગિબ્યોનના વતની આઝઝુરના દીકરા હનાન્યા પ્રબોધકે યહોવાહના ઘરમાં યાજકો અને બધા લોકોની હાજરીમાં કહ્યું કે,
त्यही वर्ष अर्थात् यहूदाका राजा सिदकियाहले राज्य गरेको चौथो वर्षको पाँचौं महिनामा अज्जूरका छोरा, गिबोनमा बस्ने अगमवक्ता हनन्याहले परमप्रभुको मन्दिरमा पुजारीहरू र सबै मानिसको सामु मसित बोले । तिनले भने,
2 ૨ “સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે; ‘બાબિલના રાજાની ઝૂંસરીં મેં તારા પરથી હઠાવી લીધી છે.
“सर्वशक्तिमान्, परमप्रभु इस्राएलका परमेश्वर यसो भन्नुहुन्छ, 'बेबिलोनका राजाद्वारा लादिएको जुवा मैले भाँचेको छु ।
3 ૩ બે વર્ષની અંદર હું બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર યહોવાહના ભક્તિસ્થાનનાં પાત્રો આ સ્થળેથી લૂંટીને બાબિલ લઈ ગયો હતો તે સર્વ પાત્રો અહીં હું પાછા લાવીશ.
बेबिलोनका राजा नबूकदनेसरले यस ठाउँबाट लगेको र बेबिलोनमा ओसारेको परमप्रभुको मन्दिरका सबै सामान म दुई वर्षभित्रमा यही ठाउँमा फर्काएर ल्याउनेछु ।
4 ૪ તેમ જ હું યહૂદિયાના રાજા યહોયાકીમના દીકરા યકોન્યાને તેમ જ બાબિલમાં બંદીવાસમાં ગયેલા યહૂદિયાના બધા લોકોને હું આ સ્થળે પાછા લાવીશ, ‘કેમ કે હું બાબિલના રાજાની ઝૂંસરી ભાગી નાખીશ.” એવું યહોવાહ કહે છે.
त्यसपछि बेबिलोनमा पठाइएका यहूदाका राजा यहोयाकीमका छोरा यहोयाकीन र यहूदाका सबै बन्दीलाई म फर्काएर ल्याउनेछु, यो परमप्रभुको घोषणा हो, किनकि बेबिलोनका राजाको जुवालाई म भाँच्नेछु' ।”
5 ૫ ત્યારે જે યાજકો અને લોકો યહોવાહના ઘરમાં ઊભા રહેલા હતા તે સર્વની સમક્ષ યર્મિયા પ્રબોધકે હનાન્યા પ્રબોધકને જવાબ આપ્યો.
त्यसैले परमप्रभुको मन्दिरमा खडा भएका पुजारीहरू र सबै मानिसको सामु यर्मिया अगमवक्ताले हनन्याह अगमवक्तासित बोले ।
6 ૬ યર્મિયા પ્રબોધકે કહ્યું કે, “હા આમીન! યહોવાહ એ પ્રમાણે કરો. અને યહોવાહના ભક્તિસ્થાનનાં પાત્રો તથા જેઓ બંદીવાસમાં ગયા છે. તે બધા લોકોને બાબિલમાંથી આ સ્થળે પાછા લાવીને, ભવિષ્યનાં તમારાં જે વચનો તમે કહ્યાં છે તે પૂરાં કરો.
यर्मिया अगमवक्ताले भने, “परमप्रभुले यसै गरून्! तिमीले अगमवाणी बोलेका वचनहरू परमप्रभुले पुरा गरून्, अनि परमप्रभुको मन्दिरका सबै सामान र सबै बन्दीलाई बेबिलोनबाट यस ठाउँमा फर्काएर ल्याऊन् ।
7 ૭ તેમ છતાં જે વચન હું તમારા કાનોમાં અને આ સર્વ લોકોના કાનોમાં કહું છે તે સાંભળો.
तापनि तिमीले सुन्ने गरी अनि सबै मानिसले सुन्ने गरी मैले घोषणा गरेको वचनलाई सुन ।
8 ૮ તારા અને મારા પહેલાં થઈ ગયેલા પ્રાચીન પ્રબોધકોએ ઘણાં દેશો વિરુદ્ધ પ્રબોધ કર્યો હતો. અને મોટા રાજ્યોની વિરુદ્ધ યુદ્ધ, દુકાળ તથા મરકી વિષે ભવિષ્ય કહ્યું હતું.
तिमी र मभन्दा धेरै पहिलेका अगमवक्ताहरूले पनि धेरै जातिहरू, महान् राज्यहरू, युद्ध, अनिकाल र विपत्तिको विषयमा अगमवाणी बोले ।
9 ૯ જે પ્રબોધક સુખ અને શાંતિ વિષે ભવિષ્ય કરે છે અને તેના શબ્દો ખરા છે, ત્યારે જ તે યહોવાહે મોકલેલો પ્રબોધક છે એમ જણાશે.”
त्यसैले शान्ति हुनेछ भनी अगमवाणी बोल्ने अगमवक्ताले भनेको वचन पुरा भयो भने, त्यो वास्तवमै परमप्रभुद्वारा पठाइएको अगमवक्ता रहेछ भनी थाहा हुनेछ ।”
10 ૧૦ પછી હનાન્યા પ્રબોધકે યર્મિયાની ગરદન પર મૂકેલી ઝૂંસરી લઈ અને તેને ભાંગી નાખી.
तर हनन्याह अगमवक्ताले यर्मिया अगमवक्ताको काँधबाट जुवा निकाले र त्यसलाई भाँचिदिए ।
11 ૧૧ હનાન્યાએ બધા લોકો સમક્ષ કહ્યું, “યહોવાહ આ પ્રમાણે કહે છે કે; ‘આ પ્રમાણે બે વર્ષ પછી હું બાબિલના રાજા નબૂખાદનેસ્સારની ઝૂંસરી બધી પ્રજાઓની ગરદન પરથી ભાંગી નાખીશ.’ એ પછી યર્મિયા પ્રબોધક પોતાને રસ્તે ચાલ્યો ગયો.”
तब हनन्याहले सबै मनिसका सामु बोले र यसो भने, “परमप्रभु यसो भन्नुहुन्छ, 'बेबिलोनका राजा नबूकदनेसरद्वारा लादिएको जुवा म हरेक जातिको काँधबाट दुई वर्षभित्रमा यसै गरी भाँचिदिनेछु' ।” तब यर्मिया अगमवक्ता आफ्नो बाटो लागे ।
12 ૧૨ વળી હનાન્યા પ્રબોધકે યર્મિયા પ્રબોધકની ગરદન પરની ઝૂંસરી ભાંગી નાખ્યા પછી યહોવાહનું વચન યર્મિયા પાસે આ પ્રમાણે આવ્યું કે,
हनन्याह अगमवक्ताले यर्मिया अगमवक्ताको काँधबाट जुवा निकालेर भाँचेपछि परमप्रभुको वचन यर्मियाकहाँ यसो भनेर आयो,
13 ૧૩ “તું હનાન્યા પાસે જઈને તેને કહે કે, ‘યહોવાહ કહે છે કે; તેં લાકડાની ઝૂંસરી ભાંગી નાખી છે, પરંતુ હું તેની જગ્યાએ લોખંડની ઝૂંસરીઓ બનાવીશ.”
“जा र हनन्याहसित बोल र यसो भन्, 'परमप्रभु यसो भन्नुहुन्छः तैंले त काठको जुवा भाँचिस्, तर यसको साटो म फलामको जुवा बनाउनेछु ।'
14 ૧૪ કેમ કે સૈન્યોના યહોવાહ ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; બાબિલના રાજા નબૂખાદનેસ્સારની સેવા કરવા માટે મેં આ સર્વ પ્રજાઓની ગરદન પર લોખંડની ઝૂંસરી મૂકી છે. તેઓ તેના દાસ થશે. વળી જંગલમાંનાં પશુઓ પણ મેં તને આપ્યાં છે.”
किनकि सर्वशक्तिमान् परमप्रभु इस्राएलका परमेश्वर यसो भन्नुहुन्छः बेबिलोनका राजा नबूकदनेसरको सेवा गर्नलाई मैले यी सबै जातिको काँधमा फलामको जुवा राखेको छु, र तिनीहरूले उसको सेवा गर्नेछन् । शासन गर्नलाई मैले उसलाई जङ्गलका वन्यजन्तुहरू पनि दिएको छु' ।”
15 ૧૫ પછી યર્મિયા પ્રબોધકે હનાન્યા પ્રબોધકને કહ્યું, “સાંભળ હે હનાન્યા, યહોવાહે તને મોકલ્યો નથી પણ તું જૂઠી વાત પર આ લોકને વિશ્વાસ કરાવે છે.
अनि यर्मिया अगमवक्ताले हनन्याह अगमवक्तालाई भने, “हे हनन्याह, सुन, परमप्रभुले तिमीलाई पठाउनुभएको होइन, तर तिमी आफैले यी मानिसलाई झूटो कुरामा विश्वास गर्न लगाएका छौ ।
16 ૧૬ તેથી યહોવાહ કહે છે; ‘હું પૃથ્વીના પૃષ્ઠ પરથી તને ફેંકી દઈશ. આ વર્ષે તું મૃત્યુ પામીશ. કેમ કે તું યહોવાહની વિરુદ્ધ ફિતૂરનાં વચન બોલ્યો છે.”
त्यसैले परमप्रभु यसो भन्नुहुन्छ, 'हेर्, तँलाई मैले पृथ्वीबाट हटाउनै लागेको छु । तैंले परमप्रभुको विरुद्धमा विद्रोही कुराको घोषणा गरेको हुनाले तँ यही वर्ष मर्नेछस्' ।”
17 ૧૭ અને તે જ વર્ષના સાતમા મહિનામાં હનાન્યા પ્રબોધક મૃત્યુ પામ્યો.
त्यही वर्षको सातौँ महिनामा हनन्याह अगमवक्ता मरे ।