< ચર્મિયા 28 >

1 વળી તે જ વર્ષે યહૂદિયાના રાજા સિદકિયાના શાસનકાળના શરૂઆતમાં ચોથા વર્ષના પાંચમા મહિનામાં ગિબ્યોનના વતની આઝઝુરના દીકરા હનાન્યા પ્રબોધકે યહોવાહના ઘરમાં યાજકો અને બધા લોકોની હાજરીમાં કહ્યું કે,
Iste godine, u početku kraljevanja Sidkije, kralja judejskoga, četvrte godine, petog mjeseca, Hananija, sin Azurov, prorok rodom iz Gibeona, reče mi u Domu Jahvinu pred svim svećenicima i svim narodom:
2 “સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે; ‘બાબિલના રાજાની ઝૂંસરીં મેં તારા પરથી હઠાવી લીધી છે.
“Ovako govori Jahve nad Vojskama, Bog Izraelov: 'Skršit ću jaram kralja babilonskoga.
3 બે વર્ષની અંદર હું બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર યહોવાહના ભક્તિસ્થાનનાં પાત્રો આ સ્થળેથી લૂંટીને બાબિલ લઈ ગયો હતો તે સર્વ પાત્રો અહીં હું પાછા લાવીશ.
Do dvije godine vratit ću na ovo mjesto sve posuđe Doma Jahvina koje je Nabukodonozor, kralj babilonski, odavde uzeo i odnio u Babilon.
4 તેમ જ હું યહૂદિયાના રાજા યહોયાકીમના દીકરા યકોન્યાને તેમ જ બાબિલમાં બંદીવાસમાં ગયેલા યહૂદિયાના બધા લોકોને હું આ સ્થળે પાછા લાવીશ, ‘કેમ કે હું બાબિલના રાજાની ઝૂંસરી ભાગી નાખીશ.” એવું યહોવાહ કહે છે.
A tako i Jekoniju, sina Jojakimova, kralja judejskoga, i sve izgnanike judejske, koji dospješe u Babilon, također ću vratiti na ovo mjesto - riječ je Jahvina - jer ću skršiti jaram kralja babilonskoga.'”
5 ત્યારે જે યાજકો અને લોકો યહોવાહના ઘરમાં ઊભા રહેલા હતા તે સર્વની સમક્ષ યર્મિયા પ્રબોધકે હનાન્યા પ્રબોધકને જવાબ આપ્યો.
Tada prorok Jeremija odgovori proroku Hananiji pred svećenicima i pred svim narodom koji bijahu u Domu Jahvinu.
6 યર્મિયા પ્રબોધકે કહ્યું કે, “હા આમીન! યહોવાહ એ પ્રમાણે કરો. અને યહોવાહના ભક્તિસ્થાનનાં પાત્રો તથા જેઓ બંદીવાસમાં ગયા છે. તે બધા લોકોને બાબિલમાંથી આ સ્થળે પાછા લાવીને, ભવિષ્યનાં તમારાં જે વચનો તમે કહ્યાં છે તે પૂરાં કરો.
Reče prorok Jeremija: “Amen! Učinio Jahve tako! Ispunio Jahve riječi koje si prorokovao i vratio ovamo sve posuđe iz Doma Jahvina i sve izgnanike iz Babilona.
7 તેમ છતાં જે વચન હું તમારા કાનોમાં અને આ સર્વ લોકોના કાનોમાં કહું છે તે સાંભળો.
Ali čujder i ovu riječ koju ću kazati na tvoje uši i na uši svega naroda.
8 તારા અને મારા પહેલાં થઈ ગયેલા પ્રાચીન પ્રબોધકોએ ઘણાં દેશો વિરુદ્ધ પ્રબોધ કર્યો હતો. અને મોટા રાજ્યોની વિરુદ્ધ યુદ્ધ, દુકાળ તથા મરકી વિષે ભવિષ્ય કહ્યું હતું.
Proroci koji su bili prije mene i tebe, odiskona prorokovahu mnogim moćnim zemljama i velikim kraljevstvima rat, glad, kugu.
9 જે પ્રબોધક સુખ અને શાંતિ વિષે ભવિષ્ય કરે છે અને તેના શબ્દો ખરા છે, ત્યારે જ તે યહોવાહે મોકલેલો પ્રબોધક છે એમ જણાશે.”
Ali o proroku koji proriče mir možeš istom kad se ispuni njegova proročka riječ znati da ga je zaista Jahve poslao.”
10 ૧૦ પછી હનાન્યા પ્રબોધકે યર્મિયાની ગરદન પર મૂકેલી ઝૂંસરી લઈ અને તેને ભાંગી નાખી.
Tada prorok Hananija skide jaram s vrata proroka Jeremije i skrši ga.
11 ૧૧ હનાન્યાએ બધા લોકો સમક્ષ કહ્યું, “યહોવાહ આ પ્રમાણે કહે છે કે; ‘આ પ્રમાણે બે વર્ષ પછી હું બાબિલના રાજા નબૂખાદનેસ્સારની ઝૂંસરી બધી પ્રજાઓની ગરદન પરથી ભાંગી નાખીશ.’ એ પછી યર્મિયા પ્રબોધક પોતાને રસ્તે ચાલ્યો ગયો.”
I reče Hananija pred svim narodom: “Ovako govori Jahve: 'Evo, ovako ću - za dvije godine - skršiti jaram Nabukodonozora, kralja babilonskoga, s vrata svih naroda!'” Tada prorok Jeremija ode svojim putem.
12 ૧૨ વળી હનાન્યા પ્રબોધકે યર્મિયા પ્રબોધકની ગરદન પરની ઝૂંસરી ભાંગી નાખ્યા પછી યહોવાહનું વચન યર્મિયા પાસે આ પ્રમાણે આવ્યું કે,
A kad prorok Hananija skrši jaram s vrata proroka Jeremije, dođe riječ Jahvina Jeremiji:
13 ૧૩ “તું હનાન્યા પાસે જઈને તેને કહે કે, ‘યહોવાહ કહે છે કે; તેં લાકડાની ઝૂંસરી ભાંગી નાખી છે, પરંતુ હું તેની જગ્યાએ લોખંડની ઝૂંસરીઓ બનાવીશ.”
“Idi i ovako reci Hananiji: 'Ovako govori Jahve: Ti si skršio drveni jaram, ali ću ja mjesto njega načiniti željezni.'
14 ૧૪ કેમ કે સૈન્યોના યહોવાહ ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; બાબિલના રાજા નબૂખાદનેસ્સારની સેવા કરવા માટે મેં આ સર્વ પ્રજાઓની ગરદન પર લોખંડની ઝૂંસરી મૂકી છે. તેઓ તેના દાસ થશે. વળી જંગલમાંનાં પશુઓ પણ મેં તને આપ્યાં છે.”
Jer ovako govori Jahve nad Vojskama, Bog Izraelov: 'Željezni ću jaram staviti oko vrata svih ovih naroda da ih podvrgnem Nabukodonozoru, kralju babilonskom, i služit će mu, jer ja sam njemu podložio čak i poljsku zvjerad!'”
15 ૧૫ પછી યર્મિયા પ્રબોધકે હનાન્યા પ્રબોધકને કહ્યું, “સાંભળ હે હનાન્યા, યહોવાહે તને મોકલ્યો નથી પણ તું જૂઠી વાત પર આ લોકને વિશ્વાસ કરાવે છે.
I prorok Jeremija reče proroku Hananiji: “Čuj me dobro, Hananija! Tebe nije poslao Jahve, a ti si u narodu pobudio varave nade.
16 ૧૬ તેથી યહોવાહ કહે છે; ‘હું પૃથ્વીના પૃષ્ઠ પરથી તને ફેંકી દઈશ. આ વર્ષે તું મૃત્યુ પામીશ. કેમ કે તું યહોવાહની વિરુદ્ધ ફિતૂરનાં વચન બોલ્યો છે.”
Zato ovako govori Jahve: 'Gle, brišem te s lica zemlje! Umrijet ćeš još ove godine, jer si propovijedao pobunu protiv Jahve!'”
17 ૧૭ અને તે જ વર્ષના સાતમા મહિનામાં હનાન્યા પ્રબોધક મૃત્યુ પામ્યો.
I umrije prorok Hananija te godine u sedmom mjesecu.

< ચર્મિયા 28 >