< ચર્મિયા 25 >
1 ૧ યહૂદિયાના રાજા, યોશિયાના દીકરા, યહોયાકીમના ચોથા વર્ષમાં એટલે બાબિલના રાજા નબૂખાદનેસ્સારના પહેલા વર્ષમાં યહૂદિયાના સર્વ લોક વિષે જે વચન યર્મિયા પાસે આવ્યું તે;
Asɛm a ɛfa Yudafo nyinaa ho baa Yeremia nkyɛn wɔ Yudahene Yosia babarima Yehoiakim adedi afe a ɛto so anan a ɛyɛ Babiloniahene Nebukadnessar adedi afe a edi kan no mu.
2 ૨ અને જે વચન યર્મિયા પ્રબોધક યહૂદિયાના સર્વ લોકોની આગળ તથા યરુશાલેમના સર્વ રહેવાસીઓ આગળ બોલ્યો તે આ છે.
Enti odiyifo Yeremia ka kyerɛɛ Yudafo ne wɔn a wɔtete Yerusalem nyinaa se,
3 ૩ યહૂદિયાના રાજા આમોનના દીકરા યોશિયાના શાસનકાળના તેરમા વર્ષથી તે આજ પર્યંત એટલે ત્રેવીસ વર્ષની મુદત સુધી યહોવાહનું વચન મારી પાસે આવ્યું. કે હું આગ્રહથી તમને કહેતો આવ્યો છું, છતાં તમે મારું સાંભળ્યું નહિ.
Mfe aduonu abiɛsa ni, efi Yudahene Amon babarima Yosia adedi afe a ɛto so dumiɛnsa besi nnɛ, Awurade asɛm aba me so na makasa akyerɛ mo mpɛn bebree, nanso muntiei ɛ.
4 ૪ વળી યહોવાહે સર્વ સેવકોને એટલે પ્રબોધકોને તમારી પાસે મોકલ્યા છતાં પણ તમે તેઓનું સાંભળ્યું નહિ. અને સાંભળવાને કાન ધર્યો નહિ.
Mpo Awurade asoma nʼasomfo a wɔyɛ nʼadiyifo aba mo nkyɛn mpɛn bebree, na muntiee wɔn, na monyɛɛ aso mmaa wɔn ɛ.
5 ૫ આ પ્રબોધકોએ કહ્યું કે, તમે બધા તમારા દુષ્ટ વ્યવહાર અને દુષ્ટ કૃત્યોમાંથી પાછા ફરો અને જે ભૂમિ યહોવાહે તમને અને તમારા પિતૃઓને પુરાતનકાળથી આપી છે તેમાં સદાકાળ રહો.
Wɔkae se, “Mo mu biara mfi nʼakwan bɔne ne ne nneyɛe bɔne ho, na mubetumi atena asase a Awurade de maa mo ne mo agyanom no so afebɔɔ.
6 ૬ અન્ય દેવોની પૂજા અને સેવા કરવા સારુ તેઓની પાછળ જશો નહિ. તમારા હાથની કૃતિઓથી મને ક્રોધિત કરશો નહિ. એટલે હું તમને કંઈ હાનિ પહોંચાડીશ નહિ.’”
Munni anyame foforo akyi nkɔsom wɔn, nsɔre wɔn; mommfa nea mode mo nsa ayɛ no nhyɛ me abufuw. Afei merenhaw mo.”
7 ૭ પરંતુ તમે મારું સાંભળ્યું નહિ” એમ યહોવાહ કહે છે, પણ પોતાના હાથથી બનાવેલી કૃતિઓ વડે મને રોષ ચઢાવીને તમે તમારું પોતાનું ભૂંડું કર્યું છે.”
“Nanso moantie me,” Awurade na ose, “na mode nea mode mo nsa ayɛ ahyɛ me abufuw, na mode ɔhaw aba mo so.”
8 ૮ તેથી સૈન્યોના યહોવાહ આ પ્રમાણે કહે છે કે; “તમે મારાં વચનો સાંભળ્યાં નથી,
Afei nea Asafo Awurade se ni: “Esiane sɛ moantie me nsɛm no nti,
9 ૯ જુઓ, તેથી હું ઉત્તરના બધા કુળસમૂહોને અને બાબિલના રાજા મારા સેવક નબૂખાદનેસ્સારને પણ તેડાવી મંગાવીશ” એમ યહોવાહ કહે છે.” તેઓને હું આ દેશ પર, તેઓના રહેવાસીઓ પર અને આસપાસની બધી પ્રજાઓ સામે લાવીશ અને હું તેઓનો સંહાર કરીશ. અને તેઓ વિસ્મયજનક તથા તિરસ્કારપાત્ર થશે. અને તેઓ હંમેશ ઉજ્જડ રહેશે એવું હું કરીશ.
mɛfrɛ atifi fam nnipa nyinaa ne mʼakoa Babiloniahene Nebukadnessar,” Awurade na ose, “na mede wɔn abɛko atia saa asase yi ne sofo, ne amanaman a wɔatwa ho ahyia nyinaa. Mɛsɛe wɔn pasaa na mayɛ wɔn ahodwiriwde ne fɛwdi, ne amamfo afebɔɔ.
10 ૧૦ હું તમારી ખુશી અને હર્ષનો સાદ, વરકન્યાના વિનોદનો સાદ ઘંટીનો સાદ તથા દીવાઓનો પ્રકાશ દેશમાંથી બંધ પાડીશ.
Meyi ahosan ne anigye nnyigyei, ayeforokunu ne ayeforo nne, awiyammo nnyigyei ne kanea hann afi wɔn mu.
11 ૧૧ આ સમગ્ર દેશ ખેદાન-મેદાન અને વેરાન થઈ જશે. અને એ લોકો સિત્તેર વર્ષ બાબિલના રાજાની ગુલામી કરશે.
Ɔman mu no nyinaa bɛdan asase wosee, na saa amanaman yi bɛsom Babiloniahene mfirihyia aduɔson.
12 ૧૨ અને સિત્તેર વર્ષ પૂરાં થાય કે તરત જ હું બાબિલના રાજા તથા તેના લોકોને ખાલદીઓના દેશને તેનાં પાપોને લીધે શિક્ષા કરીશ” એમ યહોવાહ કહે છે. “તેમની ભૂમિ હંમેશને માટે ઉજ્જડ થશે.
“Na mfirihyia aduɔson awiei no, mɛtwe Babiloniahene ne ne man, Babiloniafo asase aso wɔ wɔn amumɔyɛ ho, mɛdan no amamfo afebɔɔ,” sɛnea Awurade se ni.
13 ૧૩ તે દેશ વિષે જે સર્વ વચન હું બોલ્યો હતો. તે મુજબ હું તેના પર વિપત્તિ લાવીશ. એટલે જે બધું આ પુસ્તકમાં લખેલું છે જે ભવિષ્ય સર્વ દેશો વિષે યર્મિયાએ કહ્યું છે તે પ્રમાણે હું વિપત્તિ લાવીશ.
“Mɛma asotwe a mahyɛ atia asase no nyinaa aba wɔn so, nea wɔakyerɛw wɔ nhoma yi mu na Yeremia ahyɛ ho nkɔm atia aman no nyinaa no.
14 ૧૪ તેઓ પોતે ઘણી પ્રજાઓ અને મહાન રાજાઓના ગુલામ બનશે અને હું તેઓને તેઓનાં આચરણ મુજબ, તેઓના હાથનાં કૃત્યોનો બદલો આપીશ.”
Wɔn ankasa de, amanaman bebree ne ahempɔn de wɔn bɛyɛ nkoa; na metua wɔn nneyɛe ne wɔn nsa ano adwuma so ka.”
15 ૧૫ માટે યહોવાહ ઇઝરાયલના ઈશ્વરે આ પ્રમાણે મને કહ્યું કે; “આ ક્રોધરૂપી દ્રાક્ષારસનો પ્યાલો મારા હાથમાંથી લે. જે સર્વ પ્રજાઓની પાસે હું તને મોકલું તે સર્વને તેમાંથી પીવડાવ.
Sɛɛ na Awurade, Israel Nyankopɔn, ka kyerɛɛ me: “Gye saa kuruwa yi a mʼabufuwhyew nsa ahyɛ no ma yi, na ma amanaman a mɛsoma wo wɔn nkyɛn no nyinaa nnom.
16 ૧૬ અને જે તલવાર હું તેઓના પર મોકલીશ તેને લીધે તેઓ એ પીધા પછી ભાન ભૂલી લથડિયાં ખાશે.”
Sɛ wɔnom a, wɔbɛtɔ ntintan na wɔabobɔ dam esiane afoa a mɛsoma akɔ wɔn so no nti.”
17 ૧૭ આથી મેં યહોવાહના હાથમાંથી તે પ્યાલો લીધો. અને મને જે પ્રજાઓમાં મોકલ્યો તેઓને તે પાયો.
Ɛno nti, migyee kuruwa no fii Awurade nsam, na memaa amanaman a ɔsomaa me wɔn nkyɛn no nomee:
18 ૧૮ એટલે યરુશાલેમને તથા યહૂદિયાનાં નગરોને, તેઓના રાજાઓને તથા તેઓના અધિકારીઓને મેં તે પાયો પરિણામે આજની જેમ તેઓ ઉજ્જડ થઈને વિસ્મય, ધિક્કાર પામેલા તથા શાપરૂપ થાય.
Yerusalem ne Yuda nkurow, nʼahemfo ne ne nnwumayɛfo sɛ wɔnyɛ ɔsɛe, aninyanne, animɔharefo ne nnome, sɛnea wɔte nnɛ da yi.
19 ૧૯ વળી મિસરના રાજા ફારુન તેના સેવકો અને તેના અધિકારીઓને તેના બધા લોકોએ આ પીણું પીધું.
Misraimhene Farao, nʼasomfo, nʼadwumayɛfo ne ne manfo nyinaa,
20 ૨૦ તેમ જ સર્વ મિશ્રજાતિઓ, મિસરમાં વસતા બધા વિદેશીઓ, ઉસના બધા રાજાઓ, પલિસ્તીઓના દેશના રાજાઓ આશ્કલોન, ગાઝા અને એક્રોન તથા આશ્દોદના બચી ગયેલા;
ananafo a wɔwɔ hɔ nyinaa; Us ahemfo; Filistifo ahemfo (a ɛyɛ Askelon, Gasa, Ekron ne nnipa a wɔagyaw wɔn wɔ Asdod);
21 ૨૧ અદોમ, મોઆબ અને આમ્મોનીઓ.
Edom, Moab ne Amon;
22 ૨૨ તૂરના અને સિદોનના બધા રાજાઓ સમુદ્રની પેલે પારના બધા રાજાઓ;
Tiro ne Sidon ahemfo nyinaa; ne ahemfo a wɔwɔ mpoano aman a wɔwɔ po agya no;
23 ૨૩ દેદાન, તેમા અને બૂઝ અને એ બધા જેઓએ તેઓના વાળ પોતાના માથાની બાજુ પરથી કાપ્યા હતા.
Dedan, Tema, Bus ne nnipa a wɔtete akyirikyiri no;
24 ૨૪ આ લોકોએ પણ તે પીવો પડશે; એટલે કે, અરબસ્તાનના સર્વ રાજાઓ અને અરણ્યમાં વસેલી મિશ્રજાતિઓના રાજાઓ;
Arabia ahemfo ne ananafo ahemfo nyinaa a wɔtete nweatam so no.
25 ૨૫ ઝિમ્રીના, એલામના તથા માદીઓના સર્વ રાજાઓ;
Simri, Elam ne Media ahemfo nyinaa;
26 ૨૬ ઉત્તરના અને દૂરના, બધા રાજાઓને અને પૃથ્વીના પડ પરનાં બધાં રાજ્યો એ તમામને મેં એ પ્યાલો પાયો. તેઓની પાછળ શેશાખનો રાજા પણ એ પીશે.”
ne ahemfo a wɔwɔ atifi fam nyinaa, wɔn a wɔbɛn ne wɔn a wɔwɔ akyirikyiri, ne wɔn mu biara, asase so ahenni ahorow. Na wɔn nyinaa akyi no Sesakhene nso bɛnom bi.
27 ૨૭ યહોવાહે મને કહ્યું કે, “હવે તારે તેઓને કહેવું કે, સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; “પીઓ અને મસ્ત થઈને ઓકો, જે તલવાર હું તમારા પર મોકલીશ તેને લીધે પીઓ અને પાછા ઊઠો નહિ.’”
“Afei ka kyerɛ wɔn se, ‘Sɛɛ na Asafo Awurade, Israel Nyankopɔn se: Monnom, mommobow na momfefe, na mohwehwe ase a monnsɔre bio, esiane afoa a mɛsoma aba mo so no nti.’
28 ૨૮ જો તેઓ તારા હાથમાંથી પ્યાલો લઈને પીવાની ના પાડે તો તારે તેઓને કહેવું. ‘સૈન્યોના યહોવાહ કહે છે કે; “તમે નિશ્ચે એ પીશો.
Na sɛ wɔampɛ sɛ wogye wo nsam kuruwa no nom a, ka kyerɛ wɔn se, ‘Sɛɛ na Asafo Awurade se: Ɛsɛ sɛ monom!
29 ૨૯ માટે જુઓ, જે નગર મારા નામથી ઓળખાય છે. તેની પર હું આફત લાવવાનો જ છું. તો શું તમે શિક્ષાથી બચી જશો? તમે શિક્ષાથી બચશો નહી. કેમ કે હું આ સૃષ્ટિના બધા લોકો પર તલવાર બોલાવી મંગાવીશ!” એમ સૈન્યોના યહોવાહ કહે છે.
Monhwɛ, merebefi ase de amanehunu aba kuropɔn a me Din da so no so, na mobɛfa mo ho adi a wɔrentwe mo aso ana? Wɔbɛtwe mo aso, efisɛ merefrɛ afoa aba wɔn a wɔtete asase no so nyinaa so, Asafo Awurade na ose.’
30 ૩૦ તેથી હે યર્મિયા તું તેઓની વિરુદ્ધ આ સર્વ વચનો કહે. તારે તેઓને કહેવું કે, ‘યહોવાહ તેમના ઉચ્ચસ્થાનમાંથી ગર્જના કરશે. પોતાના પવિત્ર નિવાસસ્થાનમાંથી ઘાંટો પાડશે. તે પોતાના નિવાસસ્થાનમાંથી ગર્જના કરશે; દ્રાક્ષા ખૂંદનારાની જેમ તે પૃથ્વીના સર્વ લોકોની વિરુદ્ધ હોંકારો કરશે.
“Afei hyɛ nsɛm yi nyinaa ho nkɔm tia wɔn, na ka kyerɛ wɔn se, “‘Awurade befi ɔsoro abobɔ mu; ɔbɛma ne nne so afi ne tenabea kronkron hɔ, na wabobɔ mu dennen atia nʼasase. Ɔbɛteɛ mu te sɛ wɔn a wotiatia bobe aba so, ɔbɛteɛ mu agu wɔn a wɔtete asase no so no so.
31 ૩૧ પૃથ્વીના સર્વ છેડા સુધી ઘોંઘાટ પહોંચશે. કેમ કે દેશના લોકો સાથે યહોવાહ વિવાદ કરે છે. તે સર્વ માણસોનો ન્યાય કરશે. તે દુષ્ટોનો તલવારથી સંહાર કરશે.” એમ યહોવાહ કહે છે.
Huuyɛ begyigye akɔ nsase ano, na Awurade bɛbɔ kwaadu, atia amanaman; obebu adesamma nyinaa atɛn na ɔde amumɔyɛfo ama afoa,’” Awurade na ose.
32 ૩૨ સૈન્યોના યહોવાહ આ પ્રમાણે કહે છે કે, “જુઓ, આફત એક દેશમાંથી બીજા દેશમાં ફેલાઈ રહી છે, પૃથ્વીના છેક છેડેથી પ્રચંડ વાવાઝોડું ફૂંકાશે.
Sɛɛ na Asafo Awurade se: “Monhwɛ! Amanehunu retrɛtrɛw fi ɔman so kɔ ɔman foforo so; ahum kɛse bi rema ne ho so afi nsase ano.”
33 ૩૩ તે દિવસે યહોવાહે જેમને મારી નાખ્યા હશે, તેમના મૃતદેહો પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી દેખાઈ આવશે. તેઓને માટે શોક કરવામાં આવશે નહિ, તેઓને ભેગા કરીને દાટવામાં આવશે નહિ. તેઓ ભૂમિની સપાટી પર પડી રહીને ખાતરરૂપ થઈ જશે.
Saa bere no, wɔn a Awurade akunkum wɔn no bɛdeda baabiara, fi asase ano kosi ano nohɔ. Wɔrensu wɔn na wɔremmoaboa wɔn ano na wɔrensie wɔn, na wɔbɛyɛ sɛ sumina a egugu fam.
34 ૩૪ હે પાળકો વિલાપ કરો. તથા બૂમ પાડો, હે ટોળાંના સરદારો તમે રાખમાં આળોટો. કેમ કે તમારી કતલનો સમય આવી પહોંચ્યો છે. હું તમારા ટુકડા કરી નાખીશ અને તમે સુંદર પાત્ર પડીને ભાંગી જાય તેમ પડશો.
Munsu na muntwa adwo, mo nguanhwɛfo; mommunummunum wɔ mfutuma mu, mo nguankuw ntuanofo. Mo kum bere no adu; mobɛhwehwe ase sɛ adwennini a wɔadodɔ.
35 ૩૫ પાળકો તથા ટોળાંના સરદારોને નાસવાનો કે બચવાનો કોઈ રસ્તો પણ મળશે નહિ
Nguanhwɛfo no rennya baabiara nguan nkɔ, na nguankuw no ntuanofo no rennya kwan nguan.
36 ૩૬ પાળકોની બૂમનો પોકાર તથા ટોળાંના સરદારોનું રડવું સંભળાય છે, કેમ કે યહોવાહ તેમનું બીડ ઉજ્જડ કરી નાખે છે.
Muntie nguanhwɛfo no su, ne nguankuw no ntuanofo agyaadwotwa, efisɛ Awurade resɛe wɔn mmoa adidibea.
37 ૩૭ યહોવાહના ભારે રોષને કારણે તેઓના શાંત નિવાસો ખંડેર થયા છે.
Sare nsase a asomdwoe wɔ so no bɛda mpan esiane Awurade abufuwhyew no nti.
38 ૩૮ તે જુવાન સિંહની જેમ પોતાની ગુફામાંથી બહાર આવે છે. કેમ કે ઉપદ્રવ કરનારની ગર્જનાને લીધે, તેઓના ભારે રોષને લીધે તેઓની ભૂમિ વિસ્મય પમાડે એવી વેરાન થઈ ગઈ છે.”
Obefi ne tu mu sɛ gyata, na wɔn asase bɛda mpan esiane nnomumfafo no afoa ne Awurade abufuwhyew no nti.