< ચર્મિયા 24 >
1 ૧ યહૂદિયાના રાજા યહોયાકીમના દીકરા યકોન્યાને, યહૂદિયાના અધિકારીઓને, કારીગરોને તથા લુહારોને બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર યરુશાલેમથી બંદીવાન બનાવીને લઈ ગયો, ત્યારબાદ જુઓ, યહોવાહના સભાસ્થાનની સામે બહાર મૂકેલી અંજીરની બે ટોપલીઓ યહોવાહે મને દેખાડી.
Babiloniahene Nebukadnessar faa Yudahene Yehoiakin a ɔyɛ Yehoiakim babarima, nʼadwumayɛfoɔ, nʼadwumfoɔ ne nʼatomfoɔ a wɔwɔ Yuda firii Yerusalem kɔɔ nnommumfa mu wɔ Babilonia no akyi no, Awurade kyerɛɛ me borɔdɔma nkɛntɛn mmienu a wɔde asisi Awurade asɔredan no anim.
2 ૨ એક ટોપલીમાં તાજાં અને પ્રથમ અંજીરના ફળ જેવાં બહુ સારાં અંજીર હતાં. પરંતુ બીજી ટોપલીમાં બગડી ગયેલાં અને ખાવાને લાયક નહિ એવાં અંજીર હતાં.
Kɛntɛn baako mu borɔdɔma no yɛ papa te sɛ deɛ ɛbere ntɛm; borɔdɔma a ɛwɔ kɛntɛn a ɛka ho no mu no nyɛ mma sɛdeɛ wɔdie mpo.
3 ૩ પછી યહોવાહે મને કહ્યું, “યર્મિયા તું શું જુએ છે?” મેં ઉત્તર આપ્યો, હું તો અંજીરો જોઉં છું, તેમાંનાં કેટલાક બહુ સારાં છે અને કેટલાંક ખૂબ જ બગડી ગયા છે, તે એટલાં ખરાબ છે કે ખવાય પણ નહિ.”
Na Awurade bisaa me sɛ, “Ɛdeɛn na wohunu, Yeremia?” Mebuaa sɛ, “Borɔdɔma, deɛ ɛyɛ pa ara, ne deɛ ɛnyɛ mma sɛdeɛ wɔdie mpo.”
4 ૪ પછી યહોવાહનું વચન મારી પાસે આ પ્રમાણે આવ્યું અને કહ્યું કે,
Ɛna Awurade asɛm baa me nkyɛn sɛ,
5 ૫ “યહોવાહ ઇઝરાયલના ઈશ્વર આ પ્રમાણે કહે છે કે; “યહૂદિયામાંથી જે લોકો બંદીવાસમાં ગયા છે. જેમને મેં અહીંથી ખાલદીઓના દેશમાં મોકલ્યા છે તેઓને હું આ સારાં અંજીર જેવા માનું છું.
“Yei ne deɛ Awurade, Israel Onyankopɔn seɛ: ‘Borɔdɔma papa no gyina hɔ ma atukɔfoɔ a wɔfiri Yuda, wɔn a metwaa wɔn asuo kɔɔ Babilonia asase so no.
6 ૬ કેમ કે તેઓનું હિત કરવા સારુ હું મારી નજર તેઓની પર રાખીશ. અને તેઓને ફરીથી આ દેશમાં પાછા લાવીશ. હું તેઓને બાંધીશ અને પાડી નાખીશ નહિ, હું તેઓને રોપીશ અને તેઓને ઉખેડી નાખીશ નહિ.
Mɛma mʼani aku wɔn ho, ama wɔn yiedie, na mɛsane de wɔn aba ha bio. Mɛsiesie wɔn na merensɛe wɔn. Mɛdua wɔn, na merentu wɔn ase.
7 ૭ જ્યારે તેઓ પૂરા દિલથી મારી પાસે પાછા આવશે. ત્યારે મને ઓળખનારું, એટલે યહોવાહ હું તે છું, એવું ઓળખનારું હૃદય હું તેમને આપીશ. અને તેઓ મારા લોકો થશે અને હું તેઓનો ઈશ્વર થઈશ.
Mɛma wɔn akoma a wɔde bɛhunu me sɛ, me ne Awurade. Wɔbɛyɛ me nkurɔfoɔ, na mɛyɛ wɔn Onyankopɔn, ɛfiri sɛ, wɔde wɔn akoma nyinaa bɛsane aba me nkyɛn.
8 ૮ યહોવાહ એમ કહે છે કે, જેમ અંજીરો બગડી ગયાં, ખવાય નહિ એટલે સુધી બગડી ગયાં છે’ “તેમની પેઠે યહૂદિયાનો રાજા સિદકિયા તેના અધિકારીઓ અને યરુશાલેમમાંના બાકી રહેલા લોક જેઓ આ દેશમાં જ રહે છે કે જેઓ મિસરમાં રહે છે તેઓને હું તજી દઈશ.
“‘Nanso te sɛ borɔdɔma a ɛnyɛ no, deɛ ɛnyɛ mma sɛdeɛ wɔdie mpo no,’ deɛ Awurade seɛ nie, ‘saa ara na mɛyɛ Yudahene Sedekia, nʼadwumayɛfoɔ ne Yerusalem nkaeɛfoɔ, sɛ wɔte asase yi so anaa wɔte Misraim.
9 ૯ હું તે લોકોને ભયંકર સજા કરીશ તેઓ ત્રાસ પામીને પૃથ્વીનાં સઘળાં રાજ્યોમાં અહીંતહીં રઝળતા ફરશે. એ માટે હું તેઓને તજી દઈશ. જે જગ્યાઓમાં હું તેઓને હાંકી કાઢીશ ત્યાં સર્વત્ર તેઓ નિંદા, મહેણાં, હાંસી તથા શાપરૂપ બનશે. ત્યાં લોકો તેઓને શાપ આપશે.
Mɛma wɔn ayɛ akyiwadeɛ ne mfomsodeɛ ama ahennie a ɛwɔ asase so nyinaa, wɔbɛyɛ ahɔhora na wɔabɔ wɔn din bɔne, wɔbɛyɛ asredeɛ ne mmusuo baabiara a mɛpam wɔn akɔ.
10 ૧૦ જે ભૂમિ મેં તેઓને અને તેઓના પિતૃઓને આપી હતી. તે ભૂમિ પરથી તેઓ નાશ થાય ત્યાં સુધી હું તેઓના પર તલવાર, દુકાળ અને મરકી મોકલીશ.
Mɛsoma akofena, ɛkɔm ne yaredɔm akɔ wɔn so kɔsi sɛ wɔbɛsɛe wɔn koraa afiri asase a mede maa wɔn ne wɔn agyanom.’”