< ચર્મિયા 23 >
1 ૧ “જે પાળકો મારા બીડનાં ઘેટાંનો નાશ કરે છે તથા તેઓને વિખેરી નાખે છે. તેઓને અફસોસ!” એમ યહોવાહ કહે છે.
Jehova Nyasaye wacho niya, “Mano kaka unune malit un jokwath maketho kendo keyo romba kar kwadhgi!”
2 ૨ તેથી જે પાળકો મારા લોકનું પાલન કરે છે તેઓ વિષે યહોવાહ ઇઝરાયલના ઈશ્વર કહે છે કે, “તમે મારા ટોળાંને વિખેરી નાખ્યું છે અને નસાડી મૂક્યું છે. અને તેની પર ધ્યાન નથી આપ્યું, એ માટે! હવે હું તમે કરેલા દુષ્કૃત્યોની તમને સજા કરીશ” એવું યહોવાહ કહે છે.
Emomiyo ma e gima Jehova Nyasaye, Nyasach Israel, wachone jokwath makwayo joga: “Nikech usekeyo romba kendo uriembogi kendo ok useritogi, anakumu kuom timbe mamono musetimo,” Jehova Nyasaye owacho.
3 ૩ “વળી જે દેશોમાં મેં મારા ટોળાંને નસાડી મૂક્યા છે ત્યાંથી પાછા એકત્ર કરીને, તેઓને તેઓના વાડાઓમાં પાછા લાવીશ. ત્યાં તેઓ સફળ થશે અને વૃદ્ધિ પામશે.
Jehova Nyasaye wacho niya, “An awuon anachok romba modongʼ e pinje duto kuonde maseriembogie anadwog-gi legegi kama gibiro nyaa kendo kwan-gi nomedre.
4 ૪ હું એવા પાળકોની નિમણૂક કરીશ કે જેઓ તેમનું પાલન કરે. તેઓ ફરી બીશે નહિ કે ગભરાશે નહિ. અને ભૂલા પડશે નહિ” એમ યહોવાહ કહે છે.
Anamigi jokwath manoritgi, kendo ok ginibed maluor kata ok ginibwogi, bende onge manolal,” Jehova Nyasaye owacho.
5 ૫ ‘યહોવાહ કહે છે, “જુઓ, એવો સમય આવી રહ્યો છે “જ્યારે હું દાઉદના વંશમાં એક ન્યાયી “અંકુર’ ઉગાવીશ. તે રાજા તરીકે રાજ કરશે. તેના શાસનમાં આબાદી હશે. અને દેશમાં ન્યાય અને નીતિમત્તા લાવશે.
Jehova Nyasaye wacho niya, “Kinde biro ma anami Daudi Bad Yath makare, Ruoth manobed gi loch mar rieko kendo tim gima kare kendo ratiro e piny.
6 ૬ તેની કારકિર્દીમાં યહૂદિયાનો ઉદ્ધાર થશે અને ઇઝરાયલ સુરક્ષિત રહેશે. અને યહોવાહ અમારું ન્યાયીપણું છે. એ નામથી તેઓ તમને બોલાવશે.
E ndalone Juda noresi kendo Israel nodag gi kwe. Ma e nying ma ibiro luongego: Jehova Nyasaye mamiyo wabedo jo-ratiro.”
7 ૭ યહોવાહ કહે છે, માટે જુઓ, હવે એવો સમય આવે છે,” “જ્યારે લોકો એવું નહિ કહે કે, ઇઝરાયલપુત્રોને મિસરમાંથી બહાર લાવનાર ‘યહોવાહ જીવતા છે.’
Jehova Nyasaye wacho niya, “Ndalo biro ma ji ok nowach kendo ni, ‘Akwongʼora gi nying Jehova Nyasaye mangima, manogolo jo-Israel Misri,’
8 ૮ પણ એમ કહેશે કે, ‘ઇઝરાયલના વંશજોને ઉત્તરદેશમાંથી અને તેઓને જ્યાંથી નસાડી મૂક્યા હતા તે સર્વ દેશોમાંથી ફરી પાછા લાવનાર યહોવાહ જીવતા છે, તેઓ તેઓની પોતાની ભૂમિમાં વસશે.’”
to giniwachi, ‘Akwongʼora gi nying Jehova Nyasaye mangima, mane ogolo nyithind Israel e piny ma yo nyandwat kendo e pinje duto mane oseriembogie.’ Bangʼe gibiro dak e pinygi giwegi.”
9 ૯ પ્રબોધકો વિષેની વાત; મારું હૃદય મારામાં વ્યથિત થયું છે. મારાં સર્વ હાડકાં કંપે છે. હું દ્રાક્ષારસથી મગ્ન બનેલ છું, યહોવાહને લીધે અને તેમના પવિત્ર વચનોને લીધે દ્રાક્ષારસથી મગ્ન થયેલા માણસના જેવો છું.
Kuom jonabi: Chunya maiye ool; chokega duto tetni. Achalo ngʼama omer, mana ka ngʼama divai osemero, nikech Jehova Nyasaye kod wechene maler.
10 ૧૦ કેમ કે દેશ વ્યભિચારીઓથી ભરાઈ ગયો છે. આ કારણે દેશ શોક કરે છે. જંગલમાંનાં બીડો સુકાઈ ગયાં છે. આ પ્રબોધકોનો’ માર્ગ દુષ્ટ છે; અને તેઓ પોતાની સત્તાનો યોગ્ય ઉપયોગ કરતા નથી.
Piny opongʼ gi joma terore; nikech kwongʼ, piny obaro okak kendo kuonde kwath otimo ongoro. Jonabi luwo bangʼ timbe mamono kendo gitiyo gi teko mag-gi e yo ma ok nikare.
11 ૧૧ યહોવાહ કહે છે કે, પ્રબોધકો અને યાજકો બન્ને ભ્રષ્ટ થઈ ગયા છે. મેં તેઓની દુષ્ટતા મારા ઘરમાં પણ જોઈ છે.”
Jehova Nyasaye wacho niya, “Jonabi kod jodolo ok oluoro Nyasaye; kata mana ei hekalu mara ayudoe timbegi maricho.”
12 ૧૨ તેને લીધે તેઓના રસ્તાઓ અંધકારમય તથા લપસણા થઈ ગયા છે. તેઓને હડસેલી મૂકવામાં આવશે; અને તેઓ તેમાં પડશે. કેમ કે હું તેઓના પર વિપત્તિ એટલે શાસનનું વર્ષ લાવીશ એમ યહોવાહ કહે છે.
Jehova Nyasaye wacho niya, “Emomiyo yoregi nobed mapoth poth; notergi e mudho kendo kanyo ginipodhie piny. Anakel masira kuomgi e higa mokumgie.
13 ૧૩ મેં સમરુનના પ્રબોધકોમાં ઘૃણાજનક બાબતો જોઈ છે; તેઓએ બઆલને નામે પ્રબોધ કર્યો છે અને મારા ઇઝરાયલી લોકોને ખોટે માર્ગે દોર્યા છે.
“Kuom jonabi mag Samaria ne aneno gino mawangʼo ich: Ne gikoro e nying Baal kendo ma gimiyo joga Israel obayo yo.
14 ૧૪ અને યરુશાલેમના પ્રબોધકોમાં મેં ભયંકર કૃત્યો જોયાં છે; તેઓ વ્યભિચાર કરે છે અને અસત્યના માર્ગે ચાલે છે. તેઓ દુષ્ટોના હાથને મજબૂત કરે છે. અને કોઈ પોતાની દુષ્ટતામાંથી પાછું વળતું નથી. મારે મન તેઓ બધા સદોમના જેવા છે. અને તેના રહેવાસીઓ ગમોરાના જેવા થઈ ગયા છે.”
Kendo e kind jonabi mag Jerusalem aseneno gimoro malich mokadho: Giterore kendo gidak e ngima mar miriambo. Gijiwo joma timbegi mono, mondo omi kik ngʼato olokre owe timbene maricho. Giduto gichalo Sodom ne an; jo-Jerusalem chalo gi Gomora.”
15 ૧૫ તેથી પ્રબોધકો વિષે સૈન્યોના યહોવાહ કહે છે કે; “જુઓ, હું તેઓને કડવી વેલ ખવડાવીશ અને ઝેર પાઈશ, કેમ કે યરુશાલેમના પ્રબોધકોથી આખા દેશમાં દુષ્ટતા ફેલાઈ રહી છે.”
Emomiyo, ma e gima Jehova Nyasaye Maratego wacho kuom jonabi: “Anami gicham chiemo makech kendo modh pi motimo sum, nikech koa kuom jonabi mag Jerusalem kia Nyasaye oselandore e piny ngima.”
16 ૧૬ સૈન્યોના યહોવાહ આ પ્રમાણે કહે છે કે, જે પ્રબોધકો તમને પ્રબોધ કરે છે તેઓનું તમે સાંભળશો નહિ. તેઓ વ્યર્થ વાતો કરે છે. તેઓ મારાં મુખનાં વચનો નથી કહેતા પણ પોતાના મનની કલ્પિત વાતો કરે છે.
Ma e gima Jehova Nyasaye Maratego wacho: “Kik uchik itu ne gigo ma jonabi koronu; gipongʼo itu gi geno mag miriambo. Giwachonu fweny moa e pachgi giwegi, ok moa e dho Jehova Nyasaye.
17 ૧૭ જેઓ મારી વાણીનો તિરસ્કાર કરે છે તેઓને તેઓ કહેતા ફરે છે કે, ‘યહોવાહ કહે છે કે તમને શાંતિ થશે.” જેઓ પોતાના હ્રદયના દુરાગ્રહ મુજબ ચાલે છે તેમને કહે છે, તમારા પર કોઈ પણ વિપત્તિ આવશે નહિ.’
Gisiko giwachone jogo ma jara ni, ‘Jehova Nyasaye wacho: Unubed gi kwe.’ Kendo ne jogo maluwo timbe achach mag chunjegi wacho ni, ‘Onge gima biro hinyowa.’
18 ૧૮ છતાં, યહોવાહના મંત્રીમંડળમાં કોણ ઊભું રહી શકે? કોણ તેમનું વચન જોવા અને સાંભળવા ઊભા રહે? કોણે તેમનું વચન સાંભળવા ધ્યાન આપ્યું છે?
To en ngʼa kuomgi mosechungoe kar ngʼado bura mar Jehova Nyasaye, mondo one kata owinji wachne?
19 ૧૯ જુઓ, યહોવાહ પાસેથી તોફાન આવે છે. તેમનો કોપ હા, ઘૂમરી મારતો રોષ પ્રગટ થયો છે. ઘૂમરી મારતો વંટોળીયો દુષ્ટના માથા પર આવી પડશે.
Neuru, apaka mar Jehova Nyasaye nomwomre gi mirima, ka kalausi mafuyo e wiye joma timbegi richo.
20 ૨૦ યહોવાહ પોતાના હ્રદયના મનોરથોને અમલમાં ન લાવે તથા સિદ્ધ કરે નહિ, ત્યાં સુધી તેમનો ક્રોધ શાંત થશે નહિ. પાછલા દિવસોમાં, તમે તે સમજી શકશો.
Mirimb Jehova Nyasaye ok nodog chien nyaka one ni ochopo thoro mar chunye. E ndalo mabiro iniwinj tiende malongʼo.
21 ૨૧ આ પ્રબોધકોને મેં મોકલ્યા નથી. છતાં તેઓ દોડી ગયા. મેં આ લોકોને કશું કહ્યું નથી. છતાં તેઓ પ્રબોધ કરે છે.
Ne ok aoro jonabigi, kata kamano giseringo gi wechegi; ne ok awuoyo kodgi, to kata kamano gisekoro wach.
22 ૨૨ તેઓ જો મારા મંત્રીમંડળમાં ઉપસ્થિત રહ્યા હોત તો મારા લોકોને મારાં વચનો સંભળાવ્યાં હોત; તેઓને તેઓના ખોટા માર્ગેથી અને કરણીઓની દુષ્ટતાથી પાછા વાળ્યા હોત.
To kane ginyalo chungoe kara mar ngʼado bura, dine gilando wechena ne joga kendo gilokore gia e yoregi mamono, kod timbegi mamono.”
23 ૨૩ યહોવાહ કહે છે કે શું હું કેવળ પાસેનો ઈશ્વર છું અને દૂરનો ઈશ્વર નથી?
Jehova Nyasaye wacho niya, “Ok an Nyasaye mantie machiegni kende, to an Nyasaye man mabor bende.”
24 ૨૪ શું ગુપ્ત સ્થાનોમાં કોઈ મારાથી પોતાને સંતાડી શકે છે કે હું તેને નહિ જોઉં?” એવું યહોવાહ કહે છે. “શું હું આકાશ તથા પૃથ્વીમાં સર્વત્ર હાજર નથી?” એમ યહોવાહ કહે છે.
Jehova Nyasaye wacho niya, “Bende ngʼato nyalo pondo kuonde mopandore mondo omi kik anene? Donge apongʼo polo gi piny?”
25 ૨૫ ‘મને સ્વપ્ન આવ્યું છે! મને સ્વપ્ન આવ્યું છે!’ એવા જે પ્રબોધકો મારા નામે ખોટો પ્રબોધ કરે છે. તેઓએ જે કહ્યું તે મેં સાભળ્યું છે;
Jehova Nyasaye wacho niya, “Asewinjo gima jonabi makoro e nyinga gi miriambo wacho. Giwacho ni, ‘Ne aleko! Ne aleko!’
26 ૨૬ જે પ્રબોધકો ખોટો પ્રબોધ કરે છે અને પોતાના હ્રદયમાં રહેલા કપટનો પ્રબોધ કરે છે. તેઓના હ્રદયમાં એ કયાં સુધી રહેશે?
Nyaka karangʼo ma gigi nosik e chunje jonabi mariambogi, makoro gigo moa e pachgi giwegi?
27 ૨૭ જેમ તેમના પિતૃઓ બઆલને કારણે મારું નામ વીસરી ગયા હતા તેમ તેઓ એકબીજાને સ્વપ્નોની વાત કહીને તેઓ વડે મારા લોકની પાસે મારું નામ ભુલાવી દેવાની કોશિશ કરે છે.
Giparo ni lek ma ginyisore giwegi nomi ji wigi nowil gi nyinga, mana kaka wuonegi wigi nowil koda kaluwore gilamo mane gilamogo Baal.”
28 ૨૮ જે પ્રબોધકને સ્વપ્ન આવ્યું હતું તે ભલે સ્વપ્ન પ્રગટ કરે. અને જેને મેં કંઈક પ્રગટ કર્યું છે તે ભલે મારાં વચન સત્યતાથી બોલે. ઘઉંની તુલનામાં પરાળની શી કિંમત?” એમ યહોવાહ કહે છે.
Jehova Nyasaye wacho niya, “We janabi man-gi lek owach lekne, to we ngʼat man giwachna owache gadiera. Nimar en angʼo ma miudhwe nyalo timo gi cham?”
29 ૨૯ યહોવાહ એમ કહે છે કે, “શું મારું વચન અગ્નિ સમાન નથી? તથા “ખડકના ચૂરેચૂરા કરનાર હથોડા જેવું નથી?
Jehova Nyasaye wacho niya, “Donge wachna chalo gi mach kendo ka nyundo matoyo kidi matindo tindo?”
30 ૩૦ તે માટે યહોવાહ કહે છે, જુઓ, “જે પ્રબોધકો મારા વચનો એકબીજાની પાસેથી ચોરી લે છે તેઓની વિરુદ્ધ હું છું.”
Jehova Nyasaye wacho niya, “Emomiyo amon gi jonabi makwalo weche ma giwacho ni oa kuoma e kindgi giwegi.”
31 ૩૧ યહોવાહ કહે છે કે, જુઓ, જે પ્રબોધકો પોતાની વાણીને મારી વાણી તરીકે ખપાવે છે. “અને તેઓની જીભ વાપરીને બોલે છે. તેઓની વિરુદ્ધ હું છું.”
Jehova Nyasaye wacho niya, “Ee, ok ahero jonabi ma milo lewgi giwegi kagiwacho ni, ‘Jehova Nyasaye owacho.’”
32 ૩૨ જુઓ, હું તે બધા પ્રબોધકોની વિરુદ્ધમાં છું તેઓનાં સ્વપ્નો કેવળ નિર્લજ્જ જૂઠાણાં છે.” એમ યહોવાહ કહે છે. “અને જેઓ મારા લોકોને જૂઠાણાં દ્વારા અને મોટી મોટી વાતો દ્વારા પાપમાં દોરી જાય છે. તેઓને મેં મોકલ્યા નથી. અને તેઓને મેં કોઈ આજ્ઞા પણ આપી નથી. તેઓ આ લોકને બિલકુલ હિતકારક થશે નહિ” એમ યહોવાહ કહે છે.
Jehova Nyasaye wacho niya, “Adiera, ok ahero jogo makoro lek mag miriambo. Ginyisogi kendo giwito joga gi miriambo mag-gi maonge korgi gi atachgi, to ne ok aorogi kata yierogi. Ok gimi jogi ohala kata matin,” Jehova Nyasaye owacho.
33 ૩૩ “જ્યારે આ લોક કે કોઈ પ્રબોધક અથવા કોઈ યાજક તેઓમાંથી કોઈ તને પૂછે કે, ‘યહોવાહની વાણી કઈ છે?’ ત્યારે તારે જવાબ આપવો કે, કઈ ઈશ્વરવાણી! યહોવાહ કહે છે કે હું તમને કાઢી મૂકીશ.’
“Ka jogi, kata janabi kata jadolo, openji ni, ‘Wach mar Jehova Nyasaye en mane?’ To penjgi ni, ‘Wach mane? Anajwangʼu, Jehova Nyasaye owacho.’
34 ૩૪ વળી આ યહોવાહની ઈશ્વરવાણી છે એવું જો કોઈ પ્રબોધક, યાજક કે કોઈ લોક કહેશે, તો હું તેને અને તેનાં કુટુંબને શિક્ષા કરીશ.
Ka janabi kata jadolo kata ngʼato angʼata owacho ni, ‘Ma en wach mar Jehova Nyasaye,’ to anakum ngʼatno kod joode duto.
35 ૩૫ ‘યહોવાહે શો ઉત્તર આપ્યો છે?’ અથવા ‘યહોવાહ શું બોલ્યા છે?’ એવું તમારે પોતપોતાના પડોશી અને ભાઈને કહેવું જોઈએ.
Ma e gima ngʼato ka ngʼato kuomu siko wachone osiepne kata watne: ‘Dwoko Jehova Nyasaye en angʼo?’ kata, ‘En angʼo ma Jehova Nyasaye wacho?’
36 ૩૬ યહોવાહની વાણી એમ તમારે ક્યારે પણ બોલવું નહિ, કેમ કે દરેકનું વચન તે જ પોતાની ઈશ્વરવાણીરૂપ થશે. કેમ કે જીવતા ઈશ્વર એટલે સૈન્યોના યહોવાહ જે આપણા ઈશ્વર છે. તેમનાં વચનો તમે સાંભળ્યાં નથી.
To kik ichak iwach kendo ni, ‘wach mar Jehova Nyasaye,’ nikech wach ngʼato ka ngʼato owuon ema bedone wach maber bangʼe ijaro weche Nyasaye mangima, Jehova Nyasaye Maratego ma Nyasachwa.
37 ૩૭ પ્રબોધકોને તારે આ કહેવું કે; ‘યહોવાહે તને શો ઉત્તર આપ્યો? યહોવાહે તમને શું કહ્યું છે?’
Ma e gima usebedo ka unyiso janabi: ‘Jehova Nyasaye miyi dwoko mane?’ kata, ‘Jehova Nyasaye osewacho angʼo?’
38 ૩૮ પણ યહોવાહની વાણી એમ તમે જો બોલશો તો યહોવાહ કહે છે કે; યહોવાહની ઈશ્વરવાણી ‘એમ તમારે બોલવું નહિ, એમ મેં તમને કહ્યું છે. છતાં “તમે યહોવાહની ઈશ્વરવાણી એવું કહેતા જાઓ છો,’
Kata obedo ni iwacho ni, ‘Ma e wach mar Jehova Nyasaye,’ to ma e gima Jehova Nyasaye wacho: Ne itiyo gi weche ka iwacho ni, ‘Ma e wach mar Jehova Nyasaye,’ kata obedoni ne awachonu ni kik uwach ni, ‘Ma e wach mar Jehova Nyasaye.’
39 ૩૯ તેથી જુઓ, હું તમને છેક વીસરી જઈશ. પછી જે નગર મેં તમને અને તમારા પિતૃઓને આપ્યું તેઓને હું મારી નજર સમક્ષથી કરીશ.
Emomiyo, adiera wiya nowil kodu kendo ma agolu oko e nyim wangʼa kaachiel gi dala maduongʼ mane amiyou kod wuoneu.
40 ૪૦ અને જે કદી ભુલાય નહિ એવી નામોશી અને નિરંતર નિંદા તથા સતત અપમાન હું તમારા પર લાવીશ.”
Anakelnu wichkuot manyaka chiengʼ ma en wichkuot ma wich ok nowilgo.”